lagni bhino prem no ahesas - 46 books and stories free download online pdf in Gujarati

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 46

ચાંદની રાત ચારે કળાએ ખીલેલ હતી. આકાશમાં તારાની મહેફિલ જામી હતી. રાતના બાર વાગવાની તૈયારીમાં જ હતા ને સ્નેહાના ફોનની રિંગ રણકી. મોબાઈલ હાથમાં જ હતો એટલે તેને તરત જ ફોન ઉપાડયો.

"હેપ્પી બર્થડે ડિયર " દર વર્ષની જેમ આજે પણ પહેલો ફોન નિરાલીનો જ આવ્યો.

"થેન્કયું સો મચ યાર. " સ્નેહાએ તેમનો અભાર વ્યક્ત કરતા કહયું.

"આજે તો વધારે બીજી હશો ને..??ચલ બાઈ કાલે સવારે વાત કરીશું."

"ના યાર જયા સુધી શુંભમનો ફોન ના આવે ત્યાં સુધી તો ફ્રી છું."

"ઓ...તો હજું સુધી તેને વિશ નથી કર્યું તને."

"તારી પહેલાં કોઈ કયારે કરી શકે...!!ને આમેય તેનો કોઈ ભરોસો ના હોય. બે દિવસથી તો વાત પણ નથી કરી અમે. કામમાં ભુલાઈ પણ ગઈ હોય બર્થડે મારી. "

"આમેય તારા શુંભમને તારા કરતા વધારે ઈન્પોર્ટન કામ જ છે. " નિરાલીએ સ્નેહાને ચિડવતા કહયું.

"એવું કંઈ નથી હો. તું ફાલતું મને ખિજવાની કોશિશ ના કર એક તો હું આમેય પરેશાન જ છું તેની સાથે બે દિવસથી વાતો નથી થઈ એટલે."

"ઓ....તો મેડમને હવે એકપળ પણ વાતો કર્યો વગર નથી ચાલતું. પછી તો રોજ પાસે હશે ત્યારે તો અમને ભુલી પણ જાય ને. "

"પાગલ જેવી વાતો ના કર."

"ઓકે. બાઈ ચલ કાલે વાત કરીશું. મને નિંદર આવે છે." નિરાલીએ થોડી વાતો કરી ફોન કટ કર્યો ને સ્નેહા બધાના આવતા મેસેજ ચેક કરવા લાગી.

લગભગ તેના બધા જ ફેન્ડનો મેસેજ આવી ગયો હતો. જેનો તેને ઈતજાર હતો તેનો એકપણ મેસેજ નહોતો આવ્યો. રાતના એક વાગ્યા સુધી તે ઈતજાર કરતી રહી પણ શુંભમનો ના તો કોલ આવ્યો ના તો કોઈ મેસેજ. સ્નેહાનું મન વિચારો વચ્ચે ભારી થતું જતું હતું. તેને ફોન બંધ કરી સુવાની કોશિશ કરી પણ નિંદર ના આવી. વિચારો અવિચલ વહી રહયા હતા.

'શું તે ખરેખર મારી બર્થડે ભુલી ગયો. ના તે કામમાં હશે. પણ, અત્યારે રાતે વળી કેવું કામ...?તે જાણી જોઈને આવું કરતો હશે. હું તેની સાથે વાત જ નહીં કરું. કોઈ પોતાની થનારી પત્ની સાથે આવું કરતું હશે..' વિચારોની ગતી થંભી જાય તેમ ના હતી. બે વાગ્યે તેને એકવાર ફોન ચેક કર્યો શાયદ કોઈ મેસેજ..!!પણ સ્નેહાની બધી જ આશા નિરાશા બની રહી ગઈ.

વિચારોની વચ્ચે જ રાત પુરી થઈ. સવારે ઊઠી જોયું તો પણ તેનો કોઈ મેસેજ ના હતો. તેને વિચાર્યું હતું કે આજે શુંભમ અહિ આવશે તે આખો દિવસ એકબીજા સાથે રહી શકશે. પણ જયારે તેનો એક મેસેજ પણ ના આવ્યો તો આવવાની વાત જ કયા રહી. આજે જયારે વધારે ખુશીનો દિવસ હોય ત્યારે સ્નેહા માટે ખામોશીનો દિવસ હતો. તે ઓફીસના સમય પર ઓફિસે પહોચી. આજે તેનું મન બિલકુલ નહોતું છતાં પણ તે ઓફિસમાં આવી બેઠી.

બપોરના એક વાગ્યા સુધી શુંભમનો કોઈ મેસેજ કે કોલ ના આવવાથી હવે તેને ખરેખર અજીબ લાગી રહયું હતું. લગ્નના ત્રણ મહિના બાકી છે ને શુંભમ ફરી એકવાર કંઈક આવું ના કરે તે વાતનો ડર લાગવા લાગ્યો. આમેય બે દિવસથી કોઈ જ વાત નથી થઈ. ના શુંભમે તેના કોઈ મેસેજનો રીપ્લાઈ કર્યો હતો. તેના વિચારો કંઈક બીજી જ દિશા પકડે ત્યાં જ તેના સાસું નો ફોન આવ્યો. જન્મદિવસની બંધાઈ આપી સાથે કેટલી બધી વાતો કરી. સ્નેહાને મન થઈ આવ્યું કે તે શુંભમ વિશે પુછે પણ તે કંઈ પુછી ના શકી ને વાત એમ જ પુરી થઈ ગઈ. થોડીવાર પછી તેના સસરાનો ફોન આવ્યો. એમ તેમના સસરાના ઘરેથી પણ બધાના ફોન આવ્યા પણ શુંભમનો એક પણ કોલ ના આવ્યો.

લંચ સમય પર તે જમવા તો બેઠી પણ તેનું મન ના લાગ્યું. તેને નાસ્તાના ડબ્બાને એમ જ પેક કરી બેંગમા મુકી તે કામમા લાગી ગઈ. ખરેખર જેનો હંમેશા ઈતજાર હોય અને તે જ ના આવે તો કેટલું ખરાબ લાગે. સ્નેહાની હાલત પણ એવી જ હતી. બપોરના બે વાગી ગયા. સપનાનો તેના પર ફોન આવ્યો.

"ક્યા છે તું...??" સપનાએ પુછ્યું.

"ઓફિસ બીજે કયાં હોવ અત્યારે.." સ્નેહાએ ખામોશ અવાજે થોડું ગુસ્સામાં કહયું.

"મને એમ કે તું શુંભમ સાથે બહાર હશે. પણ હવે તું એકલી જ છે તો તારા જીજું ને હું મૂવી જોવા જ્ઈ્એ છીએ તારે આવવું છે...???" સપનાએ પુછ્યું.

"થોડું પહેલાં કિધું હોત તો. હવે હું ઘરે કયારે પહોચું ને કયારે જ્ઈ્એ. તમે જ્ઈ આવો."

"ઠીક છે. જો તારે આવવું હોય તો અમે તારી ઓફિસ પાસેથી નિકળીએ."

થોડીવાર એમ જ વિચાર કર્યા પછી સ્નેહાએ સપનાને હા કહયું. આમેય તેનું મન ઓફિસમાં લાગતું ના હતું ને બેઠા બેઠા ખોટા વિચારો કરતા મુવી જોઈ આવે તે વિચારે તે ઓફિસમાંથી રજા લઇ ને બહાર નિકળી. બહાર નિકળતા જ તેને સપનાને ફોન લગાવ્યો.

"દીદું હું બહાર ઊભી છું તું ને જીજું કયાં છો..??? તે સપનાને પુછતી જ હતી ત્યાં જ તેની નજર ફોરવીલ પર ગઈ." શુભમ અહીં...!!" તે બસ શુંભમની સામે જોઈ રહી.

"સોરી, શુંભમે મને તને કંઈ કહેવાની ના કહી હતી એકસ્યુલી અમે નહીં પણ તારે શુંભમ સાથે જ બહાર જવાનું છે. " આટલું જ કહી સપનાએ ફોન કટ કર્યો. સ્નેહા શુંભમ પાસે પહોંચી.

"તમે કેમ અહીં..??આ્ઈ મિન અહીં કંઈ કામ હતું તમારે...?? સ્નેહાએ અંજાણતા જ શુંભમને પુછ્યું.

"હમમ શાયદ. પણ તું આજે આટલી જલદી કેમ. કંઈ જાય છે......??શુંભમે પણ તેની મજાકમાં મજાક કરતા કહયું.

"હમમમ, ફરવા."

"ઓ....!!હું પણ તે બાજું જ જાવ છું તને કોઈ પ્રોબ્લેમ ના હોય તો હું તને પિકપ કરી દવ."

"થેન્કયું. મને સીટીલાઇટ સુધી જવું છે." ગાડીનો દરવાજો ખોલી સ્નેહા બીજું કંઈ બોલ્યા વગર જ અંદર બેસી ગઈ. બંને વચ્ચે થોડીવાર એમ જ ચુપી રહી.

કેટલું અજીબ હતું આ બધું. આખો રસ્તો બંને વચ્ચે ખામોશી જ રહી. સ્નેહા તેના પર ગુસ્સે હતી એટલે કંઈ બોલતી ના હતી ને શુંભમ તેમને સ્પરાઈઝ આપવા માગતો હતો એટલે ચુપ હતો. લગભગ એક કલાકથી ગાડી ચાલે જતી હતી.

"આ્ઈથીગ તમે રસ્તો ભુલી રહયો છે. મને સીટીલાઇટ પર જવાનું છે. "કેટલા સમયથી ચુપ બેઠેલ સ્નેહાએ આખરે થાકી ને શુંભમને પુછી લીધું.

શુંભમ હજું ચુપ હતો. તે બસ ગાડી ચલાવે જતો હતો. છેલ્લા એક કલાકથી તે ફરી ફરી ને એક જ રસ્તા પર ગાડીને લઇ ને ઊભો રહી જતો. સ્નેહાનો ગુસ્સો વધતો જ્ઈ રહયો હતો. શુંભમ તેની સામે જોઈ કયારેક હસી લેતો ને ફરી ગાડી ચલાવામા તેનું ધ્યાન લગાવી દેતો. સ્નેહાને કંઈ સમજાય નહોતું રહયું કે શું કરે. તે કંઈ બોલે તેનો પણ કોઈ ફાયદો ના હતો કેમકે શુંભમ તેની વાતને ઇગનોર કરી રહયો હતો.

હવે થોડી હદ થઈ રહી હતી. એક તો શુંભમે તેને હજું સુધી બર્થડે વિશ નહોતું કર્યું ને ઉપરથી તે ચુપ બેસી રહી ગાડી ને ગોળ ગોળ ફેરવી રહયો હતો. તેનો ગુસ્સો જુબાન બની શુંભમ પર વરસે તે પહેલાં જ શુંભમે એક ખાલી અને શાંત રસ્તા પર ગાડીને સ્ટોપ કરી દીધી.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
આખરે શુંભમની સ્પરાઈઝ શું છે..?? જો તે અહીં સ્નેહાને સ્પરાઈઝ જ દેવા આવ્યો છે તો પછી આમ તેને પરેશાન કરવાનું શું કારણ હોય શકે..?તેમના લગ્નને હવે ખાલી ત્રણ મહિના જ બાકી છે ત્યારે શું તે આ સફરને એક હસીન પળ બનાવી શકશે..??કેવી હશે તેમની આ સફર જિંદગીની ને હવે શું નવું થવાનું છે તે જાણવા વાંચતા રહો "લાગણી ભીનો પ્રેમનો અહેસાસ"