lagni bhino prem no ahesas - 49 books and stories free download online pdf in Gujarati

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 49

પળમાં જ બધું વિખેરાઈ ગયું ને લગ્નની તૈયારી આસું બની રહી ગઈ. સ્નેહા તો જાણે રડી રડીને પાગલ બની ગઈ હતી. આખી રાત તે બસ એકલી બેસી રડતી રહી. બધી જ ખુશી તકલીફ આપી પળમાં જતી રહી. શુંભમ સાથે વિતાવેલી યાદો આસું બની એમ જ વહે જતી હતી. પળ પળનો સાથ તેની સાથે કરેલી બધી જ વાતો યાદ બની દિલમાં ગુજતી હતી.

આજે લગ્ન લખવાના હતા તેના બદલે ઘરે ખામોશીનો માહોલ હતો. લગ્ન કરવા આવેલ મહેમાન તેના ઘરે જવાની તૈયારી કરવા લાગ્યા ને સ્નેહા બધાને બસ જતા જોઈ રહી. સાંજે તેને આ વિશે શુંભમ સાથે વાત કરવાની કોશિશ કરી પણ શુંભમનો ફોન ના લાગ્યો. સવારે ફરી કોશિશ બેકાર ગઈ. તેને સમજાતું ના હતું કે તે આ સંબધને કંઈ રીતે બચાવે જે કાલે સાંજે તુટી ગયો હતો. કાલ સાંજની વાત ફરી ફરીને તેના મનમાં ફરી રહી હતી.

આખો પરિવાર એકસાથે બેઠો હતો ને શુંભમના ઘરેથી સમાચાર આવ્યા. 'અમે હવે આ લગ્ન ના કરી શકયે. જો આ લગ્ન થાય તો અમારા ભાઈઓ વચ્ચે અબોલા થાય ને અમે એ ભાઈને છોડી તમારી સાથે સંબધ ના રાખી શકયે." બસ આટલી જ વાતને સ્નેહા તુટી અને વિખેરાઈ ગઈ.

'કોઈ બીજા માટે કોઈ બીજાની જિંદગી ખરાબ કરવાનું શું કારણ હોય...??એક સંબધ સાથે બીજો સંબધ કેવી રીતે તુટી શકે..!! આમ કોઈ લગ્ન લખવાના દિવસે જ ના કેમ કહી શકે..!!' વિચારોની ગતી તેજ ભાગી રહી હતી ને સ્નેહા બધા બેઠા હતા ત્યાં આવી. તે હજું એક કોશિશ કરવા માગતી હતી તેના સંબધને બચાવવાની. સ્નેહા તેના મોટા પપ્પાના પગ પાસે આવી બેસી ગઈ.

"મોટાપપ્પા. કોઈ બીજાના ભુલની સજા અમને શું કામ મળે...??શું આ સંબધને તમે લોકો આમ જ તોડી દેશો..??" સ્નેહાના શબ્દોની સાથે વહેતા આસું બધાને આજે રડાવી રહયા હતા.

"બેટા, આ સંબધ તે લોકોએ તોડયો છે આપણે નહીં. ને આ જ એક રીત છે સમાજની જેમાં એક સંબધ તુટવાથી બીજા ઘણા સંબધને તુટવું પડે છે. "

"પણ આ કેવી રીત..???આજે મારા લગ્ન લખાવાના હતા. તેના બદલે મારા લગ્ન તુટી ગયા. તે પણ કોઈ કારણ વગરના. શું કારણ છે આ લગ્ન તોડવાનું..?? એ જ ને કે જો મારા અને શૂંભમના લગ્ન થશે તો પરિવારના સંબધ તુટી જશે. તો શું તે સંબધની પાછળ આમારા પ્રેમની કંઈ કિમત નહીં..??"સ્નેહાના સવાલ તેના જવાબ બની પરિવાર સામે થંભી જતા હતા.

"બેટા તારા દુઃખને હું સમજી શકું છું. હું જાણું છું કે તું શુંભમ વગર એકપળ પણ ના રહી શકે. પણ, કયારેક કોઈના ખાતર પોતાની ખુશીને કુરબાન કરવી પડે. મને આ સંબધથી કોઈ જ પ્રોબ્લેમ નથી. પણ બેટા તું જ વિચાર જે સંબધ રાખવાથી ભાઈ ભાઈ સાથે સંબધ પુરો થઈ જતો હોય તે સંબધને રાખીને શું કરવાનો. હું તો હજું ત્યાર છું જો શુંભમ તારી સાથે પરણવા માગતો હોય તો.. પણ તે જ આ લગ્ન નહીં કરે કેમકે પરિવાર આગળ બધા જ સંબધ ખોખલા હોય છે. " મોટાપપ્પાના શબ્દો સ્નેહાની રુહને હચમચાવી ગયા. તે શું બોલે તે તેને સમજાતું ના હતું.

"પરિવાર આગળ બધા જ સંબધો ખોખલા હોય છે તો શું પ્રેમ ખોખલો કહેવાય..??શું પ્રેમનો કોઈ સંબધ નથી હોતો...???બીજા બધા સંબધ ખાતર હંમેશા પ્રેમને જ કેમ બાકાત કરવામાં આવે છે...??જો પ્રેમ બધા સંબધ બચાવવા કોશિશ કરી શકતો હોય તો આ બધા પ્રેમ સંબધને અલગ કરવાનું શું કામ વિચારે છે...??" રડતી આંખોએ ઊપજતા આ સવાલ બધાના ચહેરાના આસું બની રહી જતા પણ તેનો જવાબ આપવા કોઈ ઊભું નહોતું થતું.

"પ્રેમને કોઈ અલગ નથી કરી શકતું. જયાં વિશ્વાસ મક્કમ હોય અને એકબીજાનો સાથ હોય તો કોઈ બીજાની કયારે તાકાત જ નથી તેને અલગ કરવાની. પણ અહીં આ સંબધ ખુદ શુંભમ જ નથી રાખવા માગતો તો પછી તું એકલી આ સંબધને બચાવાની કોશિશ કંઈ રીતે કરી શકે..!! જિંદગીનો આ જ ખેલ છે તેને સ્વિકારતા શીખ બેટા. "

"જો શુંભમ આ લગ્ન કરવા તૈયાર હશે તો તમે મારા લગ્ન શુંભમ સાથે કરાવશો.....??" સ્નેહાએ તરત જ તેના મોટા પપ્પાને પુછી લીધું.

"જો તારી ખુશી ખાલી શુંભમ જ છે તો હું તારી ખુશીમાં ખલેલ કેવી રીતે બનું બેટા. જો આ લગ્ન માટે તું અને શુંભમ બંને તૈયાર હોવ તો હું ખુદ તેના ઘરે જ્ઈ તારા આ સંબધને ફરી જોડવાની કોશિશ કરી. " મોટાપપ્પાનો સાથ સ્નેહાના આસુંને થંભાવી ગયો.

ઘરના બધા જ સ્નેહા સામે જોઈ રહયા. તેના વિશ્વાસ અને પાગલ પ્રેમને બધા જોતા રહયા. તેના દિલે ફરી એક આશનું કિરણ જગાવ્યું. તે ત્યાથી ઊભી થઈ પાછળ રૂમમાં ગઈ. તેની પાછળ સપના પણ ગઈ. સ્નેહાના આસું થંભી ગયા હતા પણ આજે જે ખુશી હોવી જોઈએ તે ખુશી તેના ચહેરા પર નહોતી.

"સ્નેહા, પ્રેમ પાછળ પાગલ ના બન આટલી. તું જાણે છે આ સંબધ તુટી ગયો છે જે કયારે ફરી જોડાઈ ના શકે." રૂમમાં આવ્યા પછી સ્નેહા શુંભમને ફોન પર ફોન કરતી જતી હતી ને શુંભમ એક પણ વખત ફોન ઉપાડતો ના હતો. એ જોઈને સપના તેને સમજાવી રહી હતી.

"કોઈ સંબધ નથી તુટયો. મારો અને શુંભમનો સંબધ જન્મો જન્મનો છે તે કેવી રીતે તુટી શકે. " દિલ તેનું પણ તકલીફ આપી રહયું હતું પણ વિશ્વાસ હજું મક્કમ હતો.

"જો ખરેખર તેને તારી સાથે કોઈ સંબધ રાખવો જ હોય તો તે તારો પહેલો કોલ ઉઠાવી લેઈ. હું એક કલાકથી તને જોઈ રહી છું. તેને તારો કોલ એક વખત પણ નથી ઉઠાવ્યો. "સપનાએ સ્નેહાને ફરી સમજાવતા કહયું

"દીદું પ્લીઝ, તું તો મારા વિશ્વાસને તોડવાની કોશિશ ના કર. હું જાણું છું શુંભમને. તે રૂમમાં જ્ઈ ખામોશ બેસી ગયો હશે. તે મારા વગર નહીં રહી શકે ના હું તેના વગર." સ્નેહાએ ફરી એકવાર ફોન કરવાની કોશિશ કરતા કહયું.

"શું કામ તું સમજી નથી શકતી. અહીં પ્રેમ કરતા વધારે મહત્વ સમાજ સાથે છે. તે ભલે તને પ્રેમ કરતો હોય પણ તે તેના પરિવારની ખિલાપ જાય તારી સાથે લગ્ન કરવા નહીં આવે" સ્નેહાને સમજાવતા સમજાવતા સપનાની આખોમાં પણ આસું હતા.

"તે આવશે. તેને મને વસન આપ્યું છે કે તે મારો હાથ અને મારો સાથ કયારે નહીં છોડે. આમારા લગ્ન થશે અને તે જ દિવસે થશે જે દિવસે નક્કી થયા છે." સ્નેહાના મકકમ વિશ્વાસ સાથે સપના પણ ખામોશ થઈ બેસી ગઈ. તે સ્નેહાને સમજાવવા અસ્મર્થ બની ગઈ.

સ્નેહાની કોશિશ હજું શરૂ જ હતી. પરિવારના લોકો બધા કયારના તેમના ઘરે જતા રહયા હતા ને સ્નેહા એક રૂમમાં બેસી બસ રડે જતી હતી. એક જ પળમા આ બધું શું થઇ ગયું તે માની નહોતી શકતી. તેમના પપ્પા અને મમ્મી પણ સ્નેહાની સાથે જે થયું તે જોઈ રડી રહયા હતા. સપના અને તેનો ભાઈ સ્નેહાને આવી હાલતમાં જોઈ રહયા હતા. સ્નેહા તેનું મન હારી ગઈ હતી પણ દિલ હજું વિશ્વાસ રાખી બેઠું હતું કે શુંભમ તેની સાથે લગ્ન કરવા જરુર આવશે.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
આપણી આ વાર્તા જયારે પુરી થવાના આરે જ્ઈ રહી છે ત્યારે બંનેના જીવનમાં આ અચાનક આવેલ મોડ શું પરિણામ લાવશે..?? સંબધોના નામથી ચાલતો આ એક સંબધ આજે લગ્ન સમયે તુટી ગયો ત્યારે શું સ્નેહાનો વિશ્વાસ જીતી શકશે..?? શું શુંભમ સ્નેહા સાથે લગ્ન કરવા આવશે..??સ્નેહાનો વિશ્વાસ આ વખતે તુટી જશે તો તે શું કરશે..?? શું આ સંબધ હંમેશા માટે તુટી અને વિખેરાઈ જશે કે ફરી એકવાર વિશ્વાસની જીત થશે અને આ સંબધ ફરી જોડાઈ જશે..?સ્નેહાની આ પ્રેમ કસોટી આગળ શું મોડ લાવે છે તે જાણવા વાંચતા રહો "લાગણી ભીનો પ્રેમનો અહેસાસ