Adhura premni anokhi dastaan - 11 books and stories free download online pdf in Gujarati

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 11

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૧૧


આદિત્ય સાથે વાત કરીને, અરવિંદભાઈ ઉપરનાં રૂમમાં જ્યાં રાજુ સૂતો હતો, ત્યાં ગયાં. રૂમમાં પ્રવેશતાં જ અરવિંદભાઈએ જોયું, તો રાજુ સોફામાં બેઠો હતો.

રાજુને જાગતો જોઈ, અરવિંદભાઈ અંદર જઈને રાજુ પાસે સોફામાં બેસી ગયાં, ને કહેવા લાગ્યાં.

"બેટા, હમણાં જ આદિત્યનો ફોન આવ્યો હતો."

"શું કહ્યું આદિત્યએ? ત્યાં બધું સરખું તો છે ને? સુજાતા ઠીક છે ને?"

"હાં, ત્યાં બધું ઠીક છે. સુજાતા, આદિત્ય અને આરાધ્યા કોઈને કાંઈ થયું નથી.

"જીવરાજભાઈનો પ્લાન કામ કરી ગયો. આરાધ્યા કિશનની હવસનો શિકાર બનતાં બચી ગઈ."

"તો હવે? તમે મને અહીં શાં માટે બોલાવ્યો છે? ત્યાં બધું
સરખું થઈ ગયું છે, તો હવે આપણે ત્યાં શાં માટે નથી જતાં?"

"બેટા, હજું આપણે આરાધ્યાને એકને જ બચાવી શક્યા છીએ. એ પણ ક્યાં સુધી કિશનથી બચી શકશે? એ કોઈ નથી જાણતું.

"આપણે બસ હાલ પૂરતી જ તેને બચાવી શક્યા છીએ. હવે આગળ કિશન આરાધ્યા સાથે કાંઈ નહીં કરે. તેની કોઈ પાકી ખાતરી નથી.

"હાલ તો મેં જો કિશન અમદાવાદ જાય, તો સુજાતા અને આદિત્યને પણ તેની પાછળ જવા કહ્યું છે. જેથી માધવને બચાવી શકાય."

"શું? સુજાતા અને આદિત્ય બંને કિશનઅંકલ પાછળ અમદાવાદ જાશે? તમે આ કેવી વાત કરો છે?

"આદિત્ય પણ તેનાં પપ્પા સાથે મળેલો છે. તમે એ વાત કેવી રીતે ભૂલી શકો? ત્યાં સુજાતાને કાંઈ થઈ ગયું, તો તેની જવાબદારી કોણ લેશે?"

"આદિત્ય કિશન સાથે મળેલો હતો. હાલ હવે આદિત્ય આપણો સાથ આપી રહ્યો છે. એ વાત તું કેમ ભૂલી જાય છે? રાજુ."

"ઠીક છે. માની લીધું એ હવે આપણો સાથ આપે છે. પણ હું સુજાતાને તેની સાથે ક્યાંય જવા નહીં દવ."

"સુજાતાને કોની સાથે જવું? એ વાત સુજાતા જ નક્કી કરશે."

અરવિંદભાઈએ પોતાની વાત પૂરી કરી. ત્યાં જ સુજાતાનો ફોન આવ્યો.‌ સ્ક્રીન પર સુજાતાનું નામ જોઈને, રાજુએ તરત ફોન રિસીવ કર્યો. ફોન રિસીવ થતાં જ સુજાતાનો મીઠો ટહુકો સંભળાયો.

"હેલ્લો, રાજુ. હું આદિત્ય સાથે અમદાવાદ જવાની છું. ફાઈનલી કેટલાંય વર્ષો પછી, હું મારાં પપ્પાને મળીશ."

સુજાતાનો ખુશીથી છલકતો અવાજ સાંભળીને, રાજુને ખુશ થવું કે દુઃખી, એજ નહોતું સમજાતું. સુજાતાની આદિત્ય સાથે જવાવાળી વાત રાજુને પસંદ નહોતી આવી. તેમ છતાંય રાજુએ જાણે સુજાતા અત્યારે તેને જોતી હોય એમ - ચહેરા પર ખોટી સ્માઈલ લાવી - સુજાતાને પૂછ્યું.

"તો અમદાવાદ ક્યારે જવાનું છે?"

"હજું કાંઈ નક્કી નથી. કિશનઅંકલ જ્યારે જાય. ત્યારે જવાનું થાય. કેમકે, તેમણે મારાં પપ્પાને ક્યાં રાખ્યાં છે. એ માત્ર તેમને જ ખબર છે."

"તો જ્યારે જાવ, ત્યારે મને જણાવજે. આદિત્યથી સાવચેત રહેજે."

"રાજુ, હવે આદિત્ય સુધરી ગયો છે. તેણે જ આજ આરાધ્યાને કિશનઅંકલથી બચાવવામાં અમારી મદદ કરી હતી. હવે તે આપણો સાથ આપે છે. તો તું નિશ્ર્ચિત રહેજે.

"તું અહીંની ચિંતા છોડ, તારાં પપ્પા સાથે મજા કર. તને પણ કેટલાં વર્ષો પછી તારાં પપ્પાનો પ્રેમ મેળવવાનો મોકો મળ્યો છે."

"ઓકે, તું તારું ધ્યાન રાખજે."

"તું મારી ચિંતા નાં કર. આદિત્ય મને કાંઈ થવા નહીં દે."

"ઓકે."

સુજાતાનો થોડાં સમયમાં આદિત્ય પર વધેલો વિશ્વાસ જોઈને, રાજુને ખૂબ જ ગુસ્સો આવ્યો. રાજુએ સુજાતાની વાતનો માત્ર 'ઓકે' કહી જવાબ આપી દીધો. પોતાનો મોબાઈલ બેડ પર ફેંકીને, પોતે બેડ પર બેસી ગયો.

રાજુનું આવું વર્તન અરવિંદભાઈની સમજમાં નથી આવતું. આથી અરવિંદભાઈ રાજુની પાસે ગયાં, ને પૂછવા લાગ્યાં.

"બેટા, તું આવું વર્તન કેમ કરે છે? મને તો જણાવ."

"મને સુજાતાની ચિંતા થાય છે. તે સુરતમાં એકલી બધાં સાથે લડી રહી છે. હું તેનો સાથ પણ નથી આપી શકતો."

રાજુને સુજાતાની એટલી બધી ચિંતા કરતાં જોઈ, અરવિંદભાઈને લાગ્યું કે, સુજાતા માત્ર તેની મિત્ર નહીં. પણ મિત્રથી પણ વધુ છે. જેનાં લીધે અરવિંદભાઈથી અનાયાસે જ પૂછાઈ ગયું.

"શું તું સુજાતાને પસંદ કરે છે?"

અરવિંદભાઈનાં એવાં સવાલે રાજુને નિઃશબ્દ બનાવી દીધો. રાજુનું નિઃશબ્દ હોવું. એ વાતની સાબિતી હતી કે, તે સુજાતાને પસંદ કરે છે.

"બેટા, એ વાત તો સારી કહેવાય. પણ સુજાતા એકલી છે. એવું તને કોણે કહ્યું? આપણે જલ્દી જ ત્યાં જાશું. બસ એકવાર આદિત્ય અને સુજાતા માધવ સુધી પહોંચી જાય. પછી બધું સરખું થઈ જાશે."

"શું હું આદિત્ય અને સુજાતા સાથે અમદાવાદ નાં જઈ શકું?"

"નહીં."

"જો કિશનને થોડી પણ જાણ થઈ કે, આપણને તેનાં પ્લાન વિશે ખબર છે. તો એ માધવ ક્યાં છે? તેની જાણ આપણને થવા જ નહીં દે. હું તો સુજાતાને પણ ત્યાં જવા દેવા નથી માંગતો. પણ તે ત્યાં ગયાં વગર નાં રહેત. એ જાણ મને હતી.

"તો એ એકલી ત્યાં જાય. એ કરતાં આદિત્યની સાથે જ જાય. એ સારું રહેત. જેથી મેં તેને પણ આદિત્યની સાથે જવા કહ્યું."

"તો આદિત્ય જ શાં માટે? સુજાતા સાથે જસવંતઅંકલ પણ જઈ શકે ને?"

"હાં, જઈ શકે. પણ જસવંત કરતાં આદિત્ય જાય. એ વધું સારું રહેશે. કિશન તેનો બાપ છે. જો ત્યાં કાંઈ આડાં અવળું થાય. તો આદિત્ય જ તેને રોકવા માટે કાંઈ કરી શકે."

"પણ પપ્પા તમે બધાં આદિત્ય ઉપર એટલી આસાનીથી કેવીરીતે ભરોસો કરી શકો? એજ મને નથી સમજાતું!!"

"એ તને બહું જલ્દી સમજાઈ જશે."

અરવિંદભાઈ એટલું કહીને જ રાજુના રૂમની બહાર જતાં રહ્યાં. રાજુને અરવિંદભાઈનું છેલ્લું વાક્ય સમજમાં નાં આવ્યું. રાજુએ તેનાં પપ્પાની વાત સમજવા માટે બહું પ્રયત્ન કર્યો. છતાં અરવિંદભાઈએ એવું શાં માટે કહ્યું? એ રાજુની સમજમાં નાં આવ્યું.

*****

સુરત (આદિત્યનું ઘર)

કિશનભાઈ જ્યારથી આરાધ્યાની ઘરેથી આવ્યાં. ત્યારથી પોતાનાં રૂમમાં જ હતાં. એકવાર પણ રૂમની બહાર નહોતાં નીકળ્યાં. તેમનું આવું વર્તન આદિત્ય અને આશાબેનને પરેશાન કરી રહ્યું હતું.

આખરે કિશનભાઈ સાંજના સાત વાગ્યે બહાર નીકળ્યાં. બહાર નીકળીને પણ તે કોઈ સાથે કાંઈ બોલ્યાં નહીં. ચૂપચાપ જમીને ફરી પોતાનાં રૂમમાં જતાં રહ્યાં. આશાબેન બધું જાણતાં હતાં. બધું જાણવાં છતાંય કિશનભાઈને કાંઈ પણ પૂછવું તેમને થોડું અજીબ લાગ્યું. તો પણ આશાબેનથી રહેવાયું નહીં. જેનાં લીધે તેમણે કિશનભાઈને પૂછ્યું.

"તમને શું થયું છે? તમે કાલે રાતે આવ્યાં ત્યારથી અજીબ વર્તન કરો છો."

"મને કાંઈ નથી થયું. બસ થોડી તબિયત ખરાબ છે. આરામ કરીશ એટલે સારું થઈ જાશે."

આટલું બધું થયું હોવા છતાં, કિશનભાઈનું આવું નરમ વર્તન આશાબેન કે આદિત્યને પચતું નહોતું. પરંતુ કિશનભાઈને વધું કાંઈ પૂછવું આશાબેનને યોગ્ય નાં લાગતાં. તેઓ પોતાનું કિચનનું કામ પતાવીને સૂઈ ગયાં.

આદિત્ય પણ તેનાં પપ્પાનાં આવાં વર્તનથી પરેશાન હતો. એક તરફ કાંઈ નાં થયાંની ખુશી હતી. તો બીજી તરફ કિશનભાઈ હજું પણ અમદાવાદ નાં ગયાં. તે વાતનું દુઃખ પણ હતું. કેમકે, તે અમદાવાદ નાં જાય. ત્યાં સુધી સુજાતાનાં પપ્પાને તેમની કેદમાંથી છોડાવવા પણ મુશ્કેલ હતાં.

જ્યાં બધાં પરેશાન હતાં. ત્યાં કિશનભાઈ પ્રોપર્ટી મેળવવાનો પ્લાન બનાવીને, આરામથી સૂઈ ગયાં હતાં.

*****

એક આખો દિવસ વિતી ગયો હતો. તેમ છતાંય આદિત્યએ કોઈપણ જાણકારી નહોતી આપી. જેનાં લીધે સુજાતા ખૂબ જ પરેશાન હતી.

રાતનાં બાર વાગી ગયાં હતાં. સુજાતાને એક પળ માટે થયું કે, તે આદિત્યને ફોન કરીને પૂછી લે. કિશનઅંકલે કાંઈ કર્યું તો નથી ને? પછી અચાનક જ તેને થયું કે, કાંઈ થયું નાં હોય. તો જ આદિત્યએ ફોન નાં કર્યો હોય. આમ પણ આટલી રાતે તેને ફોન કરવો ઠીક નથી. હું સવારે રૂબરૂ જ તેને મળી લઈશ.

બધાનું જીવન અત્યારે વિચારોની માયાજાળમાં ફસાયું હતું. ક્યારે શું થાશે? એ અંગે કોઈ જાણતું નહોતું. બધાં પોતપોતાની રીતે પ્લાન બનાવી રહ્યાં હતાં. કોઈ કોઈને બચાવવાનાં, તો કોઈ કોઈને મારવાનાં. તોય કોનો પ્લાન સફળ થશે? કોનો પ્લાન નિષ્ફળ જાશે? એ બાબતથી તો બધાં અજાણ જ હતાં.

બધાંએ પોતાનાં સ્વાર્થ પાછળ આંધળી દોટ મૂકી હતી. કોણ શું મેળવી શકશે? એ કોઈને ખબર નહોતી. તેમ છતાંય મહેનત બધાં કરી રહ્યાં હતાં.




(ક્રમશઃ)