virgatha - 14 books and stories free download online pdf in Gujarati

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 14

સભાસદ ને દુત ને મારતો જોઈ રાણી કર્ણાવતી તેને રોકે છે. ને દુત ને મારવો એ ધર્મ નથી. તે તો તેના રાજા નો સંદેશો લઈને આવ્યો છે. એટલે મહેમાન કહેવાય.

રહી વાત તેમના સંદેશા ના જવાબ ની છે. તો હે.. દુત સાંભળ તારા મહારાજ ને કહી દેજે કર્ણાવત દેશ કાયરો નો દેશ નથી અંહી સ્ત્રીઓ પણ વીરાંગના નું રૂપ ધારણ કરી શકે છે. અને સમય આવે એટલે હાથમાં હથિયાર લઈ યુદ્ધ મેદાનમાં ઉતરી પણ જઈ શકે છે. તારા મહારાજ ને એ પણ કહી દેજે મહારાણી કર્ણાવતી નહિ પણ અમારી એક દાસી પણ તારા રાજા ની દાસી પાત્ર નથી. યુદ્ધ કરી વીરગતિ પામી જવું અમારા લોહી માં છે. દાસી પણું તો અમે ક્યારેય સ્વીકારી છું નહિ. એટલે યુદ્ધ કરવા અમે તૈયાર છીએ.

દુત એક શબ્દ બોલ્યા વગર તે તેમના મહારાજ ભયદુત પાસે આવે છે ને મહારાણી કર્ણાવતી એ જે સંદેશો કહ્યો હતો તે સંભળાવે છે. ભયદુત સંદેશો સાંભળતા જ ઉશ્કેરાઈ જાય છે ને સૈનિકો ને અત્યારે જ યુદ્ધ કરવા હાકલ કરે છે. આદેશ મળતા સૈનિકો હથિયારો સાથે યુદ્ધ મેદાન માં આવી ચડે છે. સામે હજુ કર્ણાવત દેશ તરફ થી કોઈ સૈનિકો દેખાતા ન હતા. એટલે મહારાજ ભયદુત સમજી ગયા કે કર્ણાવત દેશ ડરી ગયો છે ને તેનાથી હવે કઈ નહિ થાય. એટલે બધા સૈનિકો ને આદેશ કર્યો મહેલ ને ચારે બાજુ થી ઘેરી લેવામાં આવે ને મહેલમાં પ્રવેશ કરવામાં આવે.

આદેશ મળતા સેનાપતિ એ ચાર વિભાગમાં સૈન્ય તૈયાર કરી ચાર દિશામાં મોકલી ને મહાન યોદ્ધાઓને મહેલ ના મુખ્ય દરવાજા પાસે મોકલવામાં આવ્યા. ચારે દિશામાં સૈનિકો તો મહેલ ને ઘેરી લીધો પણ મહેલમાં દાખલ થવા કોઈ રસ્તો સૂઝતો ન હતો. મહેલમાં ક્યાંથી જવાઈ તે બસ મહેલમાં રહેતા લોકો જ જાણતા હતા. એટલે મહેલના દરવાજા સામે જુએ છે તો એક મોટો પહાડ હોય છે. મહારાજ ભયદુત ને લાગ્યું જો પહાડ ઓળંગી જઈએ તો મહેલના દરવાજા સુધી પહોંચી જવાશે. એટલે ફરી સૈનિકો ને આદેશ કર્યો કે સામે નો પહાડ ઓળંગવામાં આવેને દરવાજા સુધી પહોંચી જાવ.

હવે પહાડ તો સાવ નાનો હતો નહિ. એટલે એમ જ ચડવો મુશ્કેલ હતો. ચડવા માટે કોઈ સૈનિકો પાસે સામગ્રી પણ હતી નહિ. છતાં પણ મહારાજ નો આદેશ હતો એટલે બધા સૈનિકો પહાડ ચડવા લાગ્યા. સૈનિકો એ ક્યારેય પહાડ ચડ્યો હતો નહિ એટલે વારે વારે તે નીચે પડી રહ્યા હતા ને ઘાયલ થઈ રહ્યા હતા. ચારેય દિશામાં મોકલેલી સૈન્ય ને પણ કોઈ રસ્તો મળ્યો નહિ એટલે તે ફરી મહારાજ ભયદુત પાસે આવી ગયા. ને કહ્યું મહારાજ અમે બધી બાજુ ફરી વળ્યા પણ મહેલમાં દાખલ થવાનો કોઈ રસ્તો મળતો નથી. દરવાજા દેખાતા હોય છે પણ પાછળ નજર કરીએ તો ત્યાં પહાડ સિવાઈ કઈ હોતું નથી.

મહારાજ ભયદુત કઈ સમજ પડતી ન હતી કે શું કરવું. પણ અત્યાર સુધી તેણે ક્યાંય પાછી પાની કરી ન હતી એટલે સૈનિકો ને બળજબરી પૂર્વક પહાડ ચડવા મજબૂર કર્યા. અને ભયદુત સૈનિકો સાથે પહાડ ચડવા લાગ્યા.

આખરે પહાડ તો ચડી જવાયો પણ ઘણા ખરા સૈનિકો તેમાં માર્યા ગયા. બસ મહારાજ ભયદુત સાથે ખાલી બસો સૈનિકો જ ત્યાં પહોંચી શક્યા બાકીના નીચે રહ્યા. હવે મહારાજ ભયદુત મહેલના દરવાજા પાસે પહોંચી ગયા ને સૈનિકો ને આજ્ઞા કરી કે દરવાજો તોડી પાડવા માં આવે. હવે દરવાજો એટલો મોટો હતો કે બસો સૈનિકો થી દરવાજો તુટી શકે તેમ હતો નહિ. પણ મહારાજ ની આજ્ઞા હતી એટલે સૈનિકો પ્રયાસ કરવા લાગ્યા. ઘણા પ્રયત્નો કર્યા પણ દરવાજો તૂટ્યો નહિ કે હલ્યો પણ નહિ ઉલટાના એક તો પહાડ ચડીને થાકી ગયા હતા. ત્યાં આ દરવાજો તોડવાની મહેનતમાં થાકીને લોથ પોથ થઈ જમીન પર પડી ગયા.

મહારાણી કર્ણાવતી આ બધું જોઈ રહી હતી. અને તે હવે ભયદુત ને ધૂળ ચતાડવા એક યાદગાર પગલું ભરવા જઇ રહી હતી. તે દુશ્મન ભયદુત ક્યારેય પણ કર્ણાવત દેશ સામે નજર પણ ન કરે તેવું મહારાણી કર્ણાવતી સીનિકો સાથે નીકળી પડી. યોગ્ય સમય મળી ગયો હતો એટલે સૈનિકો સાથે તે પણ મુખ્ય દરવાજા પાસે આવી અને સૈનિકો ને આજ્ઞા કરી કે દરવાજો ખોલી ને દુશ્મન સૈનિકો નો ખાત્મો કરવામાં આવે.

જેઓ મહારાણી કર્ણાવતી નો આદેશ મળ્યો કે તરત જ સૈનિકો એ મુખ્ય દરવાજો ખોલી નાખ્યો ને દુશ્મન સૈનિકો પર કર્ણાવત દેશની સેના તુટી પડી. થાકેલા ભયદુત ના સૈનિકો કર્ણાવત ની સૈનિકો સામે થોડી વાર માટે પણ લડી ચક્યા નહિ ને બધા માર્યા ગયા.

હવે મહારાજ ભયદુત એક જ બાકી રહ્યો હતો. કર્ણાવત સેનાની વચ્ચે થી મહારાણી કર્ણાવતી ભયદુત સામે આવે છે. મહારાણી કર્ણાવતી ને જોઈ ભયદુત તો બસ જોઈ રહ્યો આટલી સુંદર રાણી તેણે આજ સુધી કદી જોઈ ન હતી. પણ હવે એવી પરિસ્થિતિ માં આવી ગયો હતો કે તે હવે મહારાણી કર્ણાવતી સામે કઈજ કરી શકે તેમ હતો નહિ. તે બસ લાચાર બની ને ઉભો રહ્યો. પણ તે એમ લાચાર બની ઉભો રહે તેઓ હતો નહિ. બસ બધી નિરીક્ષણ કરી રહ્યો હતો ને વિચારી રહ્યો હતો કે અહી થી કેવી રીતે જઈ શકુ.

મહારાણી કર્ણાવતી આગળ આવી ભયદુત સામે ઉભી રહી મે હાથમાં રહેલ તલવાર તેના ગળે રાખી કહ્યું. દુશ્મન ભયદુત તે બહુ મોટી ભૂલ કરી છે. કર્ણાવત દેશ પર આક્રમણ કરીને. પણ અત્યારે તને લાચાર બનેલો જોઈ હું ખુશી અનુભવું છું. તારી આ ભૂલ ને મારી દીકરી સજા આપશે. કહી મહારાણી કર્ણાવતી એ તેમની દીકરી ને અહી લાવવા સૈનિકો ને મોકલ્યા. ભયદુત ની નજર બસ રાણી કર્ણાવતી પર જ અટકી રહી હતી. તેના રૂપનો તે દીવાનો થઈ જોઈ રહ્યો હતો.

થોડો સમય થયો એટલે કર્ણાવતી ની દીકરી રાધિકા દરવાજા પાસે આવી. અને માતા પાસે ઊભી રહી ક્રોધિત થઈને ભયદુત સામે જોઈ રહી. તેની આંખોમાં માતા કર્ણાવતી ની જેમ આગ વરસતી હતી. લાગે એવું કે હમણાં જ ભયદુત ને ભસ્મ કરી દેશે. એક નાની એવી દીકરી ની આવી વીરતા જોઈ ભયદુત તો દંગ રહી ગયો. ને ડરનો માર્યો હવે કંપી રહ્યો હતો.

રાધિકા એ માતાનો હાથ પકડી કહ્યું માં તમે કહો તો અત્યારેજ એક લાત મારે નીચે ધક્કો મારી પતાવી દવ. કર્ણાવતી દીકરી રાધિકા ને સમજાવે છે. બેટા તેણે કરેલા પાપની સજા તે ભોગવશે જ અને દેશ પર આક્રમણ કરવાની ભૂલની સજા પણ તેને મળશે. બેટા થોડી શાંતિ રાખ. આટલું કહી દીકરી રાધિકા ને ત્યાં છોડીને ભયદુત પાસે આવીને ગળે કટાર રાખી કર્ણાવતી બોલી અત્યારે તો જવા દઈએ છીએ જો હવે કર્ણાવત દેશ પર નજર જો કરી છે તો આખો ખેંચી લેવામાં આવશે. સૈનિકો ને આજ્ઞા કરી કે ભયદુત ને રણ પ્રદેશમાં એકલો છોડી મૂકવામાં આવે જો તેનું જીવન હશે તો બચી જશે નહિ તો સજા સમજી માર્યો જશે. આજ્ઞા આપીને મહારાણી કર્ણાવતી દીકરી રાધિકા ને લઈને મહેલમાં દાખલ થાય છે ને ભયદુત ને રણ પ્રદેશમાં એકલો છોડી મૂકવામાં આવે છે.

મહેલમાં દાખલ થયા પછી રાણી કર્ણાવતી તેમના ઓરડામાં જઈ રાધિકા ને પાસે બેસાડી વાતો કરે છે. ત્યારે દસ વર્ષ ની રાધિકા માતા કર્ણાવતી ને સવાલ કરે છે. હે માતા આપ મને જણાવો ને આ દેશનું નામ કર્ણાવત નામ કેમ પડ્યું. શું તમે અહીંજ રહેતા હતા જેથી તમારા નામ થી આ દેશનું નામ કર્ણાવત પડ્યું કે મારા પિતા એ તમારી સાથે લગ્ન કરી પછી તમારા નામ પરથી આ દેશનું નામ રાખ્યું. આપ મને કૃપા કરીને જણાવશો. એક જાણવાની જીજ્ઞાશા થી રાધિકા તેમની માતાના ખોળામાં બેસીને માતા ને વ્હાલ કરવા લાગી.

રાણી કર્ણાવતી સમજી ગઈ કે હવે મારી દીકરી રાધિકા સમજવાને લાયક થઈ ગઈ છે. તો તેને દેશ અને મહારાજ ની વીરતા સાથે અમારી પ્રેમ કહાની પણ કહેવાનો સમય આવી ગયો છે. એટલે દીકરીના માથા પર વ્હાલ કરતા કરતા મહારાણી કર્ણાવતી એ તેમની પ્રેમ કહાની અને દેશ ની સોર્યગાથા કહેવાની શરૂ કરી.

અહી થી બહુ દૂર એક વીવિચલ પ્રદેશ આવેલો છે જે વિચળ રાજા ના નામ થી ઓળખાય રહ્યો હતો. તે દેશની સુંદરતા એટલી ભવ્ય હતી કે ત્યાં જન્મતી બધી કન્યાઓ એક પરી ની જેમ જન્મતી હતી. એટલી રૂપવાન હતી કે પહેલી નજરમાં બહાર દેશનો તેને જોઈ રહે. તે દેન હતી કુદરત અને પ્રકૃતિની. રાજા વિચળ ના ત્યાં એક દિવસ દીકરી નો જન્મ થયો તે દીકરી નું નામ રાખવામાં આવ્યું વિભૂતિ. આ વિભૂતિ બીજું કોઈ નહિ બેટા તે હું હતી.

ધીરે ધીરે વિભૂતિ મોટી થવા લાગી ને માતા પિતા ના લાડ અને પ્યારથી બહુ સુખી જીવન વિતાવી રહી હતી. તે જ્યારે યુવાની માં પ્રવેશી જ રહી હતી ત્યાં એક પાડોશી દેશ વિચળ દેશ પર આક્રમણ કરે છે. ને વીવિચલ દેશ તે દુશ્મન દેશ સામે હારી જાય છે.


ક્રમશ....