rudra.....radhika...pritthi panetar sudhini safar... - 9 books and stories free download online pdf in Gujarati

રુદ્ર...રાધિકા..પ્રીતથી પાનેતર સુધીની સફર.... - 9

"વર્તમાનમાં "

"રાધિકા નીચે આવ બેટા "રાધિકા મમ્મી નો અવાજ સાંભળીને હસતા હસતા પોતાની એ મીઠી યાદોમાંથી બહાર આવી.

"આમ જ દિવસો જતા રહે છે ફાઈનલ exam ચાલુ થાય છે અને બધા જ તૈયારીઓ માં લાગી જાય છે
એટલી વ્યસ્તતા છતાં રુદ્ર અને રાધિકા એકબીજા માટે સમય કાઢીને વાત કરી લે છે અને જોતજોતામાં exams પણ પુરી થાય છે "

"અને વેકેશન હોવાથી રુદ્ર એના ઘરે એના ગામ જવાનો છે.રાધિકા શ્રુતિ અને શિવ રુદ્ર ને મળવા જાય છે અને બધા જ દુઃખી હોય છે કે હવે તેઓ રોજ મળી નહીં શકે પણ રુદ્ર બધાને સમજાવે છે કે તે બધાને મળવા આવતો રહેશે અને બધા છુટા પડે છે રાધિકા પણ રુદ્ર ને ધ્યાન રાખવાનું કહી ઘરે આવે છે... "

"રુદ્ર એના ગામ પહોંચે છે બધા એને આવેલો જોઈ ખુબજ ખુશ થાય છે રુદ્ર ને આ બધું થોડું નવાઈભર્યું લાગે છે પણ તે બધું ભૂલીને એના બા સાહેબ ને મળવા જાય છે બા સાહેબ એટલે રુદ્ર ના દાદીમા. "

"બા સાહેબ રુદ્ર ને જોઈને ખુબજ ખુશ થાય છે અને પ્રેમ થી તેને ગળે લગાવે છે. "

"આવી ગયો મારો દીકરો "

"હા બા સાહેબ પણ મેં તમને બહુ મિસ કર્યા. "

"એમ એવું હતું તો મળવા કેમ ના આવ્યો આટલા દિવસ. "

"પણ બા સાહેબ પરીક્ષા શરૂ હતી અને સમય જ ન મળ્યો પણ હવે હું અહીંયા જ રહેવાનો છું ને!! "

"હવે તને ક્યાંય જાવા પણ ના દવ સમજ્યો,તારે અહીંયા જ રહેવાનું છે મારા પાસે. "

"હા બા સાહેબ પણ હું પપ્પાજી ને મળી આવું આવી ગયા હશે હવે. "

"હા જા દીકરા "

"રુદ્ર પૃથ્વીપ્રતાપસિંહ ને મળવા જાય છે.બહાર હોલ માં પૃથ્વીપ્રતાપસિંહ અમુક લોકો સાથે બેઠા હોય છે, અને સબંધ અને વચન ની વાત કરતા હોય એ જોઈને રુદ્ર ત્યાં જ ઉભો રહી જાય છે એ જોઈને પૃથ્વીપ્રતાપસિંહ એને હાથ ના ઈશારે બાજુ માં બોલાવે છે અને ઓળખાણ કરાવે છે બધા સાથે અને એ લોકો રુદ્ર ને ધ્યાન થી જોવે છે. "

"ચાલો ત્યારે રાણાસાહેબ અમે રજા લઈએ હજુ ઘણી તૈયારી બાકી છે. "

"હા હા જાડેજાબાપુ આવજો ત્યારે,

"જય ભવાની "

"જય ભવાની "

તે લોકો જાય છે અને રુદ્ર પૃથ્વીપ્રતાપસિંહ ને પગે લાગે છે.

"અને પછી બધા સાથે જમવા બેસે છે,એમના પરિવાર માં પૃથ્વીપ્રતાપસિંહ તેમના પત્ની દિવ્યાબા, માતા કનકબા, અને મોટા ભાઈ ના દીકરા રાઘવેન્દ્રપ્રતાપ સિંહ અને તેમના પત્ની પ્રિયંકાબા હોય છે એમના મોટા ભાઈ ભાભી નું એક રોડ એક્સિડન્ટ માં મૃત્યુ થયું હતું. અને રાઘવેન્દ્રપ્રતાપ ને પૃથ્વીપ્રતાપસિંહ એ જ ઉછેર્યા હોય છે. "

"જમતા જમતા પૃથ્વીપ્રતાપસિંહ કહે છે,રુદ્ર નું સગપણ મેં બાજુના ગામના મુખી ના દિકરીબા સાથે નક્કી કર્યું છે અને હું એમને વચન આપી ચુક્યો છું આવતી પૂનમ ના દિવસે ધામધૂમ થી રુદ્ર ની સગાઈ થશે. "

"આ સાંભળીને રુદ્ર ના હાથ માંથી ચમચી પડી ગઈઆ જોઈ પૃથ્વીપ્રતાપસિંહ એક કડક નજર રુદ્ર તરફ કરે છે અને રુદ્ર ની આંખમાં ઝળઝળિયાં આવી ગયા....


શું લાગે છે મિત્રો....?


શું થશે રુદ્ર અને રાધિકા ના પ્રેમ નું...?


શું રુદ્ર લડી શકશે પોતાના પ્રેમ માટે કે પછી હંમેશાની જેમ એક સુંદર પ્રેમ કહાની....નો અંત આવશ....મિત્રો આપ આ કહાની નો શું અંત ઈચ્છો છો તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો....

આગળ જાણવા માટે જોડાયેલા રહો....આ પ્રીતથી પાનેતર સુધીની સફરમાં....

ભૂમિ ગોહિલ