ત્રણ વિકલ્પ - 21 in Gujarati Novel Episodes by Dr Hina Darji books and stories Free | ત્રણ વિકલ્પ - 21

ત્રણ વિકલ્પ - 21

ત્રણ વિકલ્પ

ડો. હિના દરજી

પ્રકરણ : ૨૧

 

અનુપ સ્ટાફ સાથે થયેલી વાતચીત વાગોળતો ઓફિસમાં આવે છે.  અનુપને આવતો અજય અને રાકેશ જુએ છે એટલે ગભરાવાનું નાટક કરે છે.  જ્યારે વિદ્યા અને નિમિતા બન્નેમાંથી કોઈને અનુપ આવ્યો એ ખબર નથી પડતી.  નિમિતા અને વિદ્યાને અનુપ સાથે જુએ છે.  અનુપની આંખોમાં વિદ્યા માટે તિરસ્કાર તરી આવે છે.  અનુપ પોતાના હાથનો સામાન સોફા પર મૂકવા આગળ વધે છે, એ જ સમયે નિમિતા ફરીથી વિદ્યા પાસે આવે છે: “વિદ્યા પ્લીઝ મને જવાબ આપ મારી જિંદગીનો સવાલ છે...  અનુપ આવું કરી શકે નહીં...  એ મને ખૂબ પ્રેમ કરે છે...” 

નિમિતાનાં શબ્દો સાંભળીને અનુપ ચોંકી જાય છે.  એ નિમિતાને ખોવા માંગતો નહોતો.  વિદ્યાએ નસાવાળું પાણી વધારે પીધું હોવાથી એના પર અસર વધારે થઈ હોય છે.  એ ધીરે ધીરે બોલવાની કોશિશ કરે છે.  એના શબ્દોનાં ઉચ્ચાર સ્પષ્ટ રીતે નથી થતાં એટલે નિમિતા ચોખ્ખું સાંભળી શકતી નથી.  એ તકનો લાભ લઈને અજય જીતનો દાવ રમે છે.  એ દોડતો અનુપ પાસે આવીને એકદમ ધીમા સ્વરમાં બોલે છે: “અનુપ...  બહુ ખોટું થયું...  વિદ્યાએ નિમિતાને બધું કહી દીધું...  મેં બહુ પ્રયત્નો કર્યા પણ વિદ્યાએ નિમિતાને કહેવાનું ચાલુ રાખ્યું..."

એ વખતે વિદ્યા ખરેખર નસાની હાલતમાં અનુપ વિષે બોલતી હતી.  નિમિતા ધ્યાનથી સાંભળતી હતી જે અજય માટે સોનામાં સુગંધ ભળે એવું હતું.  અનુપ શર્ટની બાય ઉપર ચઢાવતો વિદ્યાને રોકવા આગળ વધે છે પણ અજય બહુ ચપળતાથી બન્ને હાથથી અનુપને બાથ ભરી આગળ વધતો રોકે છે: "તું નિમિતાને પ્રેમ કરે છે, એટલે તેં બીજી છોકરીઓ સાથેનો તારો વ્યવહાર સુધાર્યો...  એ વાત મેં વિદ્યાને સમજાવી તો પણ એણે નિમિતાને કહેવાનું બંધ ના કર્યુ.”

વિદ્યા નસાની હાલતમાં ધીમે ધીમે બોલે છે: "બધું જ સાચું છે...  અનુપ બહુ જ ખરાબ છે...  રાક્ષસ છે...  અગણિત છોકરીઓની જિંદગી બરબાદ કરી છે...  તારી પણ જિંદગી બરબાદ કરશે...  તારી સાથે લગ્નનું નાટક કરે છે...  એ તને ક્યાંયની નહીં રહેવા દે...  હજુ તારી પાસે સમય છે...  તુ જલ્દી અહીંયાથી ભાગી જા...  તારી જિંદગી બચી જશે...  અનુપ સારો માણસ નથી, હેવાન છે હેવાન...  તારી સુંદરતાનો ફાયદો ઉઠાવે છે...  તને આ બંને રાક્ષસની હવાલે કરશે તુ જલ્દી જતી રહે."

નિમિતા પર નસાની અસર શરૂ થઈ હતી પણ વિદ્યાની વાત ખૂબ સારી રીતે સાંભળી હતી.  નિમિતા હકિકત જાણી નીચે જમીન પર બેસી જાય છે.  એ જ સમયે એના મોબાઇલ પર કાન્તાનો ફોન આવે છે.  સપનાની દુનિયા તૂટી હતી ઉપરથી નસાની અસર થવા લાગી હતી.  નિમિતા જાણતી હતી કે નાનીનો ફોન સ્નેહા અને ભાવેશના લગ્નમાં આવવા માટે સમજાવવા આવ્યો છે.  પોતે નવોઢા બની જવાના અરમાનો રાખતી હતી, એ ઇચ્છા પર પાણી ફરી વળ્યું હતું.  નિમિતા પોતાના પર કાબુ રાખી શકતી નથી. 

નિમિતા ફોન ચાલુ કરી ખૂબ ઉંચા અવાજે બોલે છે: "નાની, તમને બધાને કેટલી વાર કહેવાનું...  ગમે ત્યારે મને ફોન કરવો નહીં...  મને બહુ પરેશાની થાય છે...  હું જ્યાં સુધી સામેથી ફોન ના કરું ત્યાં સુધી મને કોઇ ફોન કરશો નહીં."  નિમિતા ફોન બંધ કરી નીચે મૂકે છે.  એની નજર અનુપ પર પડે છે.  નસાની હાલતમાં લડખડાતી અનુપ પાસે આવે છે.  અનુપ કઇં પણ બોલે એ પહેલા નિમિતા કોલર પકડી બરાડે છે: "બદમાસ...  ભોલી-ભાલી છોકરીઓને ફસાવે છે...  તને હું માફ નહીં કરૂ..."  નિમિતા ગુસ્સામાં અનુપને લાફો મારે છે.  બીજો લાફો મારવા હાથ ઉપાડે છે તો અનુપ બચાવ કરવા સામે નિમિતાના ગાલ પર ઉપરાછાપરી ત્રણ ચમાટ લગાવે છે.  નિમિતા ઓચિંતા થયેલા પલટવાર અને નસાની અસરના કારણે જમીન પર પટકાય છે.  અજય ખેલ જીતી ગયો હતો.  અનુપની રગે-રગથી પરિચિત અજયે એક રાક્ષસને જગાડ્યો હતો.

અનુપની થપ્પડના મારથી નિમિતાના ગાલ પર આંગળીના નિશાન ઉપસી આવ્યા.  નિમિતાની દશા જોઈ અનુપને દુ:ખ થાય છે.  અનુપ ખૂબ પ્રેમથી નિમિતાને ઊભી કરી એના ગાલ પંપારે છે અને સમજાવવાની કોશિશ કરે છે: “નિમિતા...  હું તને બહુ પ્રેમ કરું છું...  વિદ્યાની વાતોમાં તું ના આવીશ...  વિદ્યા જે બોલે છે એ મારો ભૂતકાળ છે...  મેં બધી છોકરીઓને હેરાન કરવાનું બંધ કરી દીધું છે...  બસ તારી અને સેજલ સિવાય હું કોઈને હાથ પણ નહીં લગાવું...  બસ તું ગુસ્સો ના કર...  તું બેસ આપણે શાંતિથી વાત કરીએ...”  અનુપ નિમિતાનો હાથ પકડી સ્ટુડિયોના  બેડરૂમમાં લઈ જવાની કોશિશ કરે છે.  નસા અને ચમાટની અસરના કારણે નિમિતા બરાબર ઊભી રહેવા અસક્ષમ હતી.  અનુપના બન્ને હાથ વચ્ચે જોલા ખાતી નિમિતા આસ્તેથી અનુપ ઉપર ઢળી પડે છે.  

જો અનુપની વાત માની નિમિતા લગ્ન કરવા માટે રાજી થઈ જાય તો અજયનું કાવતરુ સફળ થાય નહીં.  પોતાના પ્રપંચને સફળ કરવા અજય કમર કસે છે.  કિસ્મત પણ અજયને સાથ આપે છે.  નિમિતા નસાની હાલતમાં ‘આઈ હેટ યુ અનુપ...  તને બહુ જ નફરત કરું છું અનુપ’ એવા શબ્દો બોલે છે.  અનુપ નિમિતાને શાંત પાડવાની કોશિશ કરે છે, પણ નિમિતા હાથથી અનુપની છાતી પર મુક્કી મારતા બરાડા પાડીને બોલે છે: “તેં મારી જિંદગી બરબાદ કરી...  તને ભગવાન એની સજા આપશે...  હું તને માફ નહીં કરું...  લગ્નનું વચન આપી તેં મને ફસાવી છે...  હું પોલીસ સ્ટેશનમાં જઈને કમ્પ્લેઇન કરીશ...  તેં મારો પ્રેમ જોયો હજુ ગુસ્સો જોયો નથી...”

નિમિતા ના શબ્દો સાંભળી અનુપ નાસીપાસ થતો ફરીથી સમજાવવાની કોશિશ કરે છે: “નિમિતા હું લગ્ન કરીશ તારી સાથે...  બસ તું શાંત થઈ જા...”  પરંતુ નસાના કારણે નિમિતાના કાન સુધી અનુપના શબ્દો પહોચતા નથી.  નિમિતાના કાનને અનુપની કોઈ આજીજી સંભળાતી નથી.  નિમિતાના મગજમાં વિદ્યા અને અજયની કહેલી વાતો જ ગોળ ગોળ ફરતી હોય છે.  અનુપનો એકપણ શબ્દ નિમિતાને સંભળાતો નથી.  

અનુપ એ વાતથી અજાણ છે કે નિમિતાને નસો ચડ્યો છે.  નિમિતા અને વિદ્યા અર્ધ-બેભાન અવસ્થામાં બોલતી હોય છે.  અજય એ વાતનો ફાયદો ઉઠાવવાની પૂરી કોશિશ કરે છે.  અજય આંખોથી રાકેશને  ઇશારો કરે છે.  રાકેશ એક દારૂ નો પેગ તૈયાર કરે છે અને એક ગોળી એમાં ઉમેરે છે.  શરીરમાં ગયા પછી માણસની વિચારશક્તિ બિલકુલ ક્ષીણ થાય એવી ગોળી હતી એ. 

અજય એ ગ્લાસ લઈને અનુપ પાસે જાય છે: “અરે યાર...  અનુપ છોડ એને...  તું પહેલા આ પીલે...  સવારનું તેં કાંઇ ખાધું પીધું નથી એ હું જાણું છું...  અને આ છોકરીને તારી કદર નથી...  તું પહેલા થોડુંક પીલે...”  અનુપને ખબર નથી પડતી કે શું કરવું જોઈએ.  એ ગ્લાસમાંથી દારૂ એક સેકન્ડમાં પી જાય છે.  

નિમિતાનો પ્રેમ મેળવ્યા પછી અનુપે દારૂને હાથ નહીં લગાવવાનો નિર્ણય કર્યો હતો.  અનુપ જો એ વખતે એ નિર્ણયને વળગી રહ્યો હોત તો પોતાની અને નિમિતાની સુખી સંસારની દુનિયા રચી શકત.  પણ કોઈનો પ્રેમ આસાનીથી ક્યાં સફળ થાય છે.  અનુપ અને નિમિતાનાં જીવનમાં પ્રેમના બદલે દુ:ખ અને તકલીફે પગપેસારો કર્યો હતો.  આ દુ:ખ અને તકલીફ ઘણાબધાના જીવનમાં ઝંઝાવાત લાવવાનો હતો.

 

ક્રમશ:

 

Rate & Review

Bhakti Makwana

Bhakti Makwana 5 months ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 5 months ago

Harsh Parmar

Harsh Parmar 10 months ago

Chandubhai

Chandubhai 10 months ago

Dhany

Dhany 10 months ago