ત્રણ વિકલ્પ - 22 in Gujarati Novel Episodes by Dr Hina Darji books and stories Free | ત્રણ વિકલ્પ - 22

ત્રણ વિકલ્પ - 22

ત્રણ વિકલ્પ

ડો. હિના દરજી

પ્રકરણ : ૨૨

 

અનુપ દારૂ પીવે છે એટલે અજય આંખના ઇશારાથી રાકેશને નિમિતાનો ફોન લેવા કહે છે.   રાકેશ જમીન પરથી ફોન લઈ સ્વિચ ઓફ કરી પોતાના ખિસ્સામાં સરકાવે છે.  સાથે નિમિતાની કિસ્મત પણ અંધારામાં ગરકાવ થાય છે.

જ્યારે અનુપનું મગજ કામ ના કરતું હોય ત્યારે તેને દારૂ પીવાની આદત હોય છે.  નિમિતાએ દારૂની આદત છોડાવી હોય છે.  પણ અજય જાણતો હતો કે અનુપ વધારે તણાવ સહન કરી શકશે નહીં.  અજયે થોડી મિનિટોની રમતમાં અનુપને ખૂબ ભારે તણાવગ્રસ્ત સ્થિતિમાં લાવી દીધો હતો.  વિદ્યા અને નિમિતા શાંત થઈ ગયા હોય છે.  ખુરશી પર બેઠા-બેઠા બન્ને બેભાન અવસ્થામાં પહોંચ્યા હોય છે.  અનુપને પણ દારૂ અને ગોળીનો નસો શરૂ થાય છે.  

અજય પોતાની હોશિયારીથી અનુપની કાન-ભંભેરણી શરૂ કરે છે.  અનુપના ગ્લાસમાં ફરી ગોળી અને દારૂ રેડી અનુપને આપતા બોલે છે: “અનુપ, અંકલ સાચું કહે છે...  સ્ત્રીઓ પ્રેમ કરતી નથી...  નિમિતા જાણે છે કે તારી સાથે રહેવાથી એ ખૂબ જલ્દી ખ્યાતિ મેળવશે...  એને બધા જ પ્રકારનું સુખ મળશે...  એટલે તારી પાસે ટાઈમપાસ કરતી હતી...  જો તને પ્રેમ કરતી હોય તો તને પૂછતી કે આ બધી વાત સાચી છે કે ખોટી...  તારી વાત સાચી માનવાના બદલે એ વિદ્યાની વાત સાચી માની તારા ઉપર હાથ ઉગામે છે...  તું કેવી રીતે સહન કરી શકું છું આ અપમાન...  તું મારો દોસ્ત છે એટલે હું આ બધું સહન નહીં કરી શકું...  સેજલભાભી ખૂબ સારા છે એમને છોડીને તું આ મતલબી છોકરી, જેને તારા પ્રેમ પર વિશ્વાસ નથી...  એની જોડે લગ્ન કરવા માંગે છે...”  અનુપનું મગજ વિચારવા માટે મથે છે પણ ગોળીએ એનું કામ શરૂ કર્યુ હોય છે.  અનુપના મગજની વિચાર કરવાની ક્ષમતા ક્ષુબ્ધ થઈ હતી.  અત્યારે અજયની રચેલી માયાજાળમાં અનુપ પૂરી રીતે સપડાયો હતો.  અજયના દરેક શબ્દો સત્ય માની નિમિતાનાં પ્રેમ પર અવિશ્વાસ પેદા થયો હતો.

અજય ત્રીજો ગ્લાસ બનાવતા વાત આગળ વધારે છે: “ઉપરથી પાછી તને પ્રેમ પણ નથી કરતી...  તારા ઉપર શક કરે છે...  છોડી દે એને...  આ વિદ્યાને પણ કેટલું સમજાવી ના સમજી...  નિમિતા પણ કંઈ ઓછી નથી...  એની દાનત ખરાબ હતી...  એ મારી સાથે પણ સૂવા તૈયાર છે...  મને કહેતી હતી એક વખત અનુપ સાથે લગ્ન થઈ જવા દો...  તમારી રાતો પણ રંગીન બનાવીશ...  રાકેશને પણ કહેતી હતી...  હું ખોટું બોલતો હોય તો પૂછી જો રાકેશને...  તારી સાથે માત્ર અને માત્ર એની કેરિયર બનાવવા માટે સંબંધ રાખે છે...” 

અજય વાતો-વાતોમાં અનુપને છ ગ્લાસ દારૂ પીવડાવે છે.  અનુપને ગેરમાર્ગે લઈ જવાની બાકી રહેલી કસર પૂરી કરે છે: “આવી લાલચુ છોકરી સાથે લગ્ન કરીને જિંદગીભર સાથે ના રખાય...  આવી છપ્પરપગીને  પગના તળિયા નીચે જ રાખવાની હોય...  તું કહે તો એની હાલત વિદ્યા કરતા પણ ખરાબ કરું...  તું બહુ ભોળો છું...  આ છોકરી તને નચાવે છે અને તું નાચું છું...  તારી સાથે એ લગ્નનું નાટક કરે છે...  મારી અને રાકેશની સાથે એણે સેક્સ કરવાની તૈયારી બતાવી હતી...  તને ખરાબ ના લાગે એટલા માટે મેં તને કહ્યું નહોતું...  પણ હવે મારાથી કહ્યા વગર રહેવાતું નથી એટલે જાણવું છું.” 

અજયના જુઠ્ઠા વાક્યો પર અનુપ સાચ્ચો ભરોસો કરે છે.  અનુપ ઊભો થઈ બેભાન થયેલી નિમિતા પાસે જાય છે.  નિમિતાને પકડી બોલે છે: “તારા માટે મેં ઘરમાં બધાની સાથે અણછાજતું વર્તન કર્યુ...  તારા અને મારા લગ્ન કરાવવા માટે એ લોકોને મજબૂર કર્યા...  તને ખુશ કરવા સવારથી ગાડાની જેમ બજારમાં ખરીદી કરું છું અને તું મારા દોસ્તોની રાતો રંગીન કરવાની વાતો કરું છું...  મારા વિરુદ્ધ ફરિયાદ કરવાની ધમકી આપું છું...” 

અજયના બોલેલા છેલ્લા શબ્દો અનુપ વાગોળતો નિમિતાને સંભળાવી રહ્યો હતો પણ નિમિતા તો કાંઈપણ સાંભળવા માટે ભાનમાં નહોતી.  અનુપને એટલી પણ સમજણ નહોતી પડતી કે નિમિતા બેભાન છે.  અનુપ હજી પણ બોલતો હોય છે: “અજય આની હાલત તારે વિદ્યા કરતાં પણ વધારે ખરાબ કરવી છેને...  તો હું તને કહું છું જે કરવું હોય એ કર એની સાથે.”  અનુપનું છેલ્લું વાક્ય સાંભળતા અજય અને રાકેશ ખુશ થતા ખુશીનું જશ્ન મનાવવાની તૈયારી કરે છે.  રાકેશ ઓફિસના દરવાજા પર do not disturb નું ટેગ લગાવી દરવાજો લોક કરે છે.  વિદ્યાને સોફા પર સાંકળથી બાંધે છે.  દારૂ અને ગોળીની અસરના લીધે અનુપ પણ બેભાન થવાની તૈયારીમાં હોય છે.  અજય પણ એ જ તકની રાહ જોતો હોય છે.  અનુપ બેભાન થઈ નિમિતા પર ઢળી પડે છે.  અજય ધીમેથી અનુપને સોફા પર સુવાડે છે.  અજય અને રાકેશ નિમિતાને લઈ બેડરૂમમાં જાય છે.  બન્નેની જીભ ડાઘિયા કૂતરાની જેમ નિમિતાને જોઈને લાળ ટપકાવતી હોય છે.  બન્ને એકસાથે નિમિતાના શરીર ઉપર તૂટી પડે છે.  સતત બે કલાક સુધી નિમિતાના શરીરને નોચી ખાય છે.  બેભાન અવસ્થામાં પણ નિમિતા માટે બે પુરુષોનો અત્યાચાર સહન કરવો અસક્ષમ હોય છે.  બે પુરુષોનું વરૂ જેવું વર્તન નિમિતાને ભાનમાં આવવા માટે મજબૂર કરે છે.  નિમિતા આંખો ખોલે છે પોતાને સંપૂર્ણ નગ્ન અવસ્થામાં જોવે છે.  સામે અજય અને રાકેશ પણ એવી હાલતમાં હોય છે.  નિમિતાનું મગજ સંપૂર્ણ ભાનમાં નહોતું.  એ ઊભા થવાની કોશિશ કરે છે પણ શરીર સાથ આપતું નથી.   

અજય પાનેતર લઈ નિમિતા ઉપર નાખતા બોલે છે: “પત્ની બનવાનો બહુ શોખ છે તને...  લે પાનેતર લપેટ...  રોજ પત્ની બનાવીશ તને...  રોજ તારી સાથે સુહાગરાત ઉજવીશ.”

એ દિવસે અજય અને રાકેશ હવશ પૂરી કરવા મિત્રને દગો આપે છે અને બે સ્ત્રીઓને બંદી બનાવી અત્યાચાર આપવાની શરૂઆત કરે છે.  અનુપને પૂરી રીતે કાબુમાં રાખવા માટે પણ અજયે બધા રસ્તા વિચારી રાખ્યા હતા.  અનુપના ઘરેથી એના કપડા ઓફિસમાં મંગાવી દે છે.  સેજલ, સુહાસિની તથા હર્ષદરાય એવું વિચારે છે કે અનુપ અને નિમિતાએ લગ્ન કરી લીધા છે અને અનુપ એની નવી પત્ની સાથે રહેવા જતો રહ્યો છે.  એક રીતે સેજલને થોડી શાંતી લાગે છે અને અનુપના કપડા રાકેશને આપી દે છે.  એ દિવસથી અજય દિવસમાં બે વાર અનુપને ગોળી અને દારૂ આપી સતત નસાની હાલતમાં રાખે છે.  અજય અને રાકેશ જ્યારે ઈચ્છા થાય ત્યારે વિદ્યા અને નિમિતાના શરીર સાથે બળાત્કાર કરતા રહે છે.

અજય નિમિતાનો ફોન પોતાની પાસે રાખે છે.  નિમિતાના પરિવારના whatsapp ગ્રુપમાં એક મેસેજ કરે છે કે ‘મને હવેથી ફોન કરશો નહીં.  હું સવારે અને સાંજે ગુડ મોર્નિંગ અને ગુડ ઇવનિંગ નો મેસેજ કરીશ.  મને મારા કામમાં તકલીફ થાય છે તો મને ડિસ્ટર્બ કરશો નહીં.  હું શૂટિંગના કામથી ફોરેન ટ્રીપ પર જવું છું.  ત્યાં કામ વધારે રહેવાથી વાત થઇ શકશે નહીં.  ઇન્ડિયા પછી આવીશ ત્યારે તમને લોકોને મળવા આવીશ.  હવે મને ફોન કરીને હેરાન કરશો નહીં.’  એ દિવસથી અજય પોતે નિમિતાના મોબાઈલમાં મેસેજ કરવાનું શરૂ કરે છે.  નિમિતાના મેસેજથી ઘરમાં બધાને ચિંતા થાય છે.  નિમિતા લગ્નમાં આવવા માંગતી નથી એ બધા જાણતા હોય છે, એટલે બધા એવું વિચારે છે લગ્નમાં આવવું ના પડે એટલે નિમિતા ફોરેન શૂટિંગ કરવા જતી રહી છે.  એક રીતે નિમિતા પોતાનું સપનું પૂરું કરવા ગઈ છે એવું વિચારી પરિવારના સભ્યો લગ્નના કામમાં વ્યસ્ત થઈ જાય છે.  

એક મહિના જેવો સમય પસાર થાય છે.  અજય અને રાકેશ હવશ પૂરી કરતા રહે છે.  અનુપના મગજમાં નિમિતા માટે નફરત પેદા કરતા રહે છે.  અનુપ પણ બન્ને સ્ત્રીઓ પર અત્યાચાર કરવા લાગે છે.  એક દિવસ અજયને સમાચાર મળે છે કે માધવ દિલ્લીથી આવવાનો છે.  નિમિતા અને વિદ્યાને ઓફિસમાં કેદ કર્યા છે એ માધવને ખબર પડે તો એ સ્ટુડિયોને હંમેશા માટે બંધ કરી દે.  જે અજય કોઈ કાળે થાય એવું ઇચ્છતો નહોતો.  અજય ફરીથી એના શેતાની મગજથી અનુપ સાથે રમત શરૂ કરે છે.

 

ક્રમશ:

Rate & Review

Bhakti Makwana

Bhakti Makwana 5 months ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 5 months ago

Harsh Parmar

Harsh Parmar 10 months ago

Chandubhai

Chandubhai 10 months ago

Dhany

Dhany 10 months ago