લવ અંશ – “ तेरा ना होना मेरे साथ हे ” -18

ભાગ ૧૭ ની યાદગાર પળો

 

રાજ અને જહાનવી કોલેજના છેલ્લા દિવસે સાથે બહાર ના જઈ શક્યા એટલે રાજ તે જ દિવસે પોતાના ઘરે રાજકોટ આવવા માટે નીકળી ગયો .

રાજ ઘરે આવીને મમ્મી પપ્પા સાથે બધી કોલેજની વાતો કરે છે જહાનવી એક બે દિવસ મનાવે છે અને અંતે રાજ ને જહાનવી વગર ચાલતું ન હોવાથી બંને પાછા નોર્મલ થઇ જાય છે જહાનવી હવે પાછા રાજના અમદાવાદ આવવાની રાહ જોવા લાગે છે અને રાજને કંપની માટે અમદાવાદ આવવાનું થાય છે .

બીજી બાજુ ડિમ્પલ પણ રાજને મળવા માટે ઉતાવળી થતી હોય છે કારણ એને એના દિલની વાત રાજને કહેવી હોય છે.

 

રાજ અમદાવાદ આવીને કંપની નું બધું કામ પૂરું કરી ને પછી જહાનવીને ફોન કરે છે કે એ હોસ્ટેલ જાય છે ફ્રેન્ડ્સ ને મળવા માટે અને કહે છે કે સાંજે ૪ વાગ્યા આસપાસ મળીએ .

 

જહાનવી પણ બહુ જ ખુશ હતી અને જહાનવીને બપોરે દેવિકા નો ફોન આવ્યો કે નેહાની તબિયત નહિ સારી તો એની ઘરે બેસવા જવું છે??

 

જહાનવી મુશ્કેલીમાં મુકાઈ ગઈ ....

 

ભાગ ૧૮

 

“ સમય “ એક એવી અદભુત અને અલૌકિક વસ્તુ કે જે તમને આગળ પણ વધારી શકે અને પાછળ પણ .

સમય નો જો સદુપયોગ ના કરોને તો સમય તમારો દૂરઉપયોગ જરૂર કરી નાખશે.

જીવનમાં સમયને હંમેશા મહત્વ આપવું જોઈએ . જેમ માણસનું મહત્વ હોય એમ સમયનું પણ ચોક્કસ મહત્વ હોય .

 

એક ગમતી વાક્ય રચના

“ જો બીત ગઈ સો બીત ગઈ તકદીર કે શિકવા ના કરે

જો તીર કમાન સે નિકલ ગયા ઉસ તીર કે પીછા કોણ કરે??

 

એક વાર જો સમય હાથમાંથી જતો રહ્યો તો પછી એને પાછો લાવવો કે એની ભરપાઈ કરવી શક્ય જ નહિ .

 

એટલે જેમ માણસનું મહત્વ છે એમ સમય નું પણ એટલું જ મહત્વ છે .

 

જહાનવીના કિસ્સામાં દર વખતે આવું બનતું હતું એને સાચા સમયે માણસનું મહત્વ કેટલું એ નક્કી કરવામાં ખુબ જ સમય લાગતો હતો .

 

આ વખતે  પણ જહાનવી માટે ખુબ જ મુશ્કેલીની ઘડી હતી . રાજ already ઘરેથી આવ્યો છે એક જ દિવસ છે અને સાથે નેહાની તો તબિયત ખરાબ છે .

 

રાજ પાછો બીજા દિવસે તો રાજકોટ જતો રહેવાનો હતો.

જહાનવીએ થોડીવાર વિચાર કર્યો કે શું કરવું અને એને નેહાને ફોન કર્યો તબિયત પૂછવા માટે નેહાએ આમતો કહ્યું થોડું સારું છે પણ તમે લોકો આવોતો સારું લાગશે .

 

જહાનવી એ વિચાર કર્યો ૧-૨ કલાકમાં મળીને આવતા રહીએ અને એમાં પણ નેહા નું ઘર ગાંધીનગર હતું.

 

જહાનવીએ રાજને ફોન કર્યો કે ૪ ની જગ્યા એ ૫ વાગ્યે મળીએ તો અને ડિનરમાં બહાર જઈશું જહાનવીએ રાજને સાચું કારણ ના જણાવ્યું નહીંતર એને ખ્યાલ હતો કે રાજને નહિ ગમે.

રાજએ કહ્યું વાંધો નહિ કાંઈ તકલીફ નહિ ને ?? જાહ્નવીએ કહ્યું ના કાંઈ જ તકલીફ નહિ .

જાહ્નવી અને દેવિકા બંને નેહાના ઘરે જવા માટે સાથે નીકળ્યા જહાનવીના જ વ્હીકલ પર .

 

જહાનવીએ દેવિકાને તરતજ કહી દીધું કે મારે ૫ વાગ્યે અમદાવાદમાં કામ છે એટલે આપણે એ રીતે નીકળી જઈશું.

 

દેવિકા એ પણ કહ્યું હા વાંધો નહિ બીજી બાજુ રાજ એ આ જે સમય મળ્યો એમાં ડિમ્પલને મેસેજ કર્યો અને કહ્યું કે એ હોસ્ટેલ છે . ડિમ્પલ તો લેક્ચરમાં હતી તો પણ એને રાજને જવાબ આપ્યો કે લેક્ચર પૂરો થાય એટલે મળીએ રાજ એ કહ્યું વાંધો નહિ ફ્રી થા એટલે કોલ અથવા મેસેજ કરજે.

 

ડિમ્પલતો ફટાફટ લેક્ચર પૂરો થવાની રાજ જોવા લાગી એને ૨-૩ વખત તો એવું થયું કે ચાલુ લેક્ચર માંથી બહાર નીકળી જાવ પણ ટીચરની પણ મર્યાદા એ સમજતી હતી.એને રાહ જોઈ લીધી અને એને ફટાફટ હોસ્ટેલ ગઈ અને કપડાં બદલાવીને તૈયાર થઇ ગઈ અને એને રાજ ને ફોન કર્યો કે મળીએ ??

 

ડિમ્પલ અને રાજ બંને મળ્યા કોલેજની બહાર અને બહુ બધી વાતો કરી અને ડિમ્પલના હૈયાની વાત ઘણી બધી વખત હોઠ પર આવી ગઈ પણ બહાર  ન આવી.

 

ડિમ્પલ ખુશ તો હતી પણ સાથે એ ડર પણ લાગતો હતો એને કે રાજને નહિ ગમે તો ફ્રેન્ડશીપ પણ તૂટી જશે.

 

આજે ડિમ્પલ ખુબ જ સિમ્પલ અને સુંદર લગતી હતી બ્લુ સલવાર અને સફેદ કુર્તીમાં એનો નિખાર જ કંઈક અલગ આવતો હતો એમ પણ સફેદ કલર તો હતો જ રાજનો ફેવરિટ !!

 

રાજ 5 વાગ્યા એટલે ઘડિયાળ ના કાંટા સામે જોવા લાગ્યો સાથે મોબાઇલ પણ જોતો હતો ના તો જહાનવી નો ફોન મેસેજ આવ્યો કે ના એ પોતે!!!!!!!!

રાજ એ ડીમ્પલ ને કહ્યું કે એને એક કામ છે તો હવે છૂટા પડીએ ,ડીમ્પલ ને જરા પણ ઈચ્છા ના હતી છૂટા પડવાની અંદ ડીમ્પલ એ છેલ્લે દિલ પર પથ્થર મૂકી ને એટલુ પૂછ્યું કે પરમેનેન્ટ અમદાવાદ ક્યારે આવે છે ,રાજ એ કહ્યું બસ એક બે મહિના માં આવવાનું જ છે.

5.15 થઈ પણ જહાનવી નો કોઈજ અતો-પતો જ નહોતો ,રાજ એ સામેથી ફોન કર્યો પણ એનો ફોન સ્વિચ ઓફ હતો.

 

રાજ ને ટેન્શન પણ થતું હતું ક કઈ થયું તો નહીં હોય ને અને સાથે એ પણ ખ્યાલ હતો કે જહાનવી ના સ્વભાવ પ્રમાણે બેટરી નહીં હોય તો પણ આવું થયું હસે.

 

આ બાજુ નેહા ને ઘરે જહાનવી ખૂબ જ ઉતાવળ કરતી હતી અને દેવિકા ને ઘણી બધી વખત કહ્યું કે ઘરે ભાઈ અને પપ્પા એની રાહ જુએ છે.દેવિકા એ કહ્યું કે ફોન કરી ને કહી દે થોડી વાર લાગશે ,જહાનવી એ કહ્યું કે બેટરી નહીં એટલે ફોન બંધ છે ,દેવિકા એ કહ્યું કે એના ફોન માથી કરી લે અંદ રાજ ને દેવિકા ના ફોન માથી તો ફોન ના જ કરાય !!!!!!!!!

 

જહાનવી એ નેહા ને ચાર્જર માટે પણ પૂછ્યું પણ ત્યારે 2013 માં બધા સ્માર્ટ ચાર્જર આવતા ના હતા અને ચાર્જર ના મડ્યું.

અંતે દેવિકા ઊભી થઈ ,જહાનવી એ વ્હીકલ એટલી સ્પીડ માં ચલાવ્યું હતું ક દેવિકા ને ડર લાગતો હતો અને આજે પેલી વાર જહાનવી દેવિકા પેર ગુસ્સે હતી પણ બોલી નહોતી સકતી.ફટાફટ બને 5.45 ની આજુબાજુ હોસ્ટેલ પર આવી પહોચ્યા.

રસ્તા માં જહાનવી એ દેવિકા સાથે એક પણ શબ્દ બોલ્યો નહતો અને પૂરું પ્લાનિંગ વિચારી રાખ્યું હતું અંદ દેવિકા ને મૂકી ને એ ફટાફટ કોલેજ ની બાજુ ના PCO માં ગઈ રાજ ને ફોન કરવા માટે અને તમે જેને પસંદ કરતાં હોય એનો નંબર તો યાદ જ હોય ને !!!!!!!!!!!

 

જહાનવી એ PCO માથી ફોન કર્યો રાજ ને તરત જ ખ્યાલ આવી ગયો કે એ જ હસે અને તરત જ પુછ્યું ક્યાં છે તું ???કોલેજ ની બહાર જ છું અને ફોન માં બેટરી નહીં એટલે સોરી.....

રાજ એ જરા પણ ગુસ્સો નહીં કર્યો કારણ ઘણા બધા દિવસો પછી બને મળવાના હતા.જહાનવી એ કહ્યું કે કોલેજ ના ગેટ પાસે આવ હું બસ આવું જ છું.

જહાનવી જ્યારે રાજ ની સામે આવી ત્યારે એનું મો ઉતરેલું હતું અને ધીમા અવાજે એક જ શબ્દ બોલી સોરી.!!!!!!!!!!!!!!!!!

રાજ એ કહ્યું યાર આટલા બધા દિવસો પછી મળીએ છી અને તને એવું લાગે છે કે હું ગુસ્સો કરીશ ???મળવું મહત્વ નું છે.અને તું આવી એજ બવ છે.

રાજ અને જહાનવી બને બહાર હોટેલ માં જમવા ગયા.જહાનવી પણ આજે રાજ ના ફેવરિટ સફેદ ટોપ અને બ્લૂ જીન્સ માં જ હતી.

રાજ એ તરત જ કહ્યું કપડાં મને ગમે એવા જ પેહરયા છે એમને.કોઈપણ છોકરી હા તો પાડે જ નહીં ને ભલે ને એના માટે જ પેહર્યા હોય.

જહાનવી બધી એને પહલે થી વાત કરી નેહા ની તબિયત ની અને બધી અને મોડુ શેના લીધે થયું એ પણ.રાજ નું કોઈપણ રીએકસન ના હતું અને એને કહ્યું બાવ જ શાંતિ થી ક મને કઈ પણ વાંધો નહીં

 

રાજ એ જહાનવી ને પૂછ્યું હવે આગળ નો શું પ્લાન છે સ્ટડી કે પછી જોબ ???

જહાનવી એ કહ્યું જોબ સારી મળે તો કરી લેવાની નહિતર સ્ટડી તો છે જ ,પછી જોબ ની અને એ વાત ચાલી અને જહાનવી એ કહ્યું આજે પાર્ટી હું આપીશ તે મારી 2 ભૂલ માફ કરી એના માટે એક કોલેજ ના લાસ્ટ દિવસની અને એક આજ ની.

 

રાજ એ હસી ને કહ્યું તો તો 2 પાર્ટી આપવી પડશે ,બને હોટેલ માં એટલા મસ્ત લાગતાં હતા કે કોઈ પણ હોટેલ માં પેલું દાખલ થાય તો એમનું ધ્યાન પેલા આમના પર જ પડે.

 

જહાનવી એ રાજ ને પૂછ્યું ક પૂરેપુરી અમદાવાદ ક્યારે આવનું સાહેબ ???રાજ એ કહ્યું બસ એક બે મહિના થશે જોબ ચાલુ થતાં.

જહાનવી પણ આજે એટલી જ ખૂશ હતી જેટલો રાજ ,જહાનવીએ રાજ ને મજાક માં કહ્યું તારી ઘરે આવવાની છું રાજકોટ ,રાજ એ તરત જ કહ્યું મોસ્ટ વેલકમ.

પછી જહાનવી એ કહ્યું કે આવતા મહિને દેવિકા નો બર્થડે છે તો અમે બધા દેવિકા ની ઘરે જામનગર જવાનું વિચારી છીએ.એટલે રાજ એ તરત જ કહ્યું તો મારૂ ઘર વચ્ચે જ આવશે અને તારે આવવું જ પડશે ,જહાનવી એ ના પાડી ક નેહા અંદ બીજી એક ફ્રેન્ડ પણ હસે સાથે.

રાજ એ કહ્યું હું કઈ પણ ના જાણું તારે આવવું પડશે બસ.

જહાનવી એ કહ્યું હા બાબા જોઈશુ બસ અત્યારે બીજી વાત કરી એ ???

રાજ અને જહાનવી જ્યારે મળે ને ત્યારે સમય પોતે જ જરા ફાસ્ટ ચાલતો હોય ને એવું લાગે બંનેને...

જોતજોતામાં 9 વાગવા આવ્યા ,રાજ એ પૂછ્યું તારે ઘરે નહીં જવાનું ??જવું તો પડસે જ ને 3 વાગા ની બહાર છું 5-10 મિનિટ માં જઈએ...

રાજ ના મગજ માં પાછા વિચાર શરૂ થઈ ગયા હતા ક જહાનવી 3-4 કલાક મળે તો પણ પોતે કેટલો ખુશ હોય છે અને જો એ આખી જિંદગી એની સાથે રહે તો એ કેટલો ખૂશ રહી શકે.

બીજી બાજુ જહાનવી ના મન અને મગજના વિચારો કોઈ જ સમજી શકતું ન હતું.

બને હવે ધીરે ધીરે કોલેજ ના ગેટ પાસે આવ્યા ,ત્યાં પણ 15-20 મિનિટ ઊભા રહ્યા અને વાતો કરી.

એ જ સમયે દેવિકા એની બધી ફ્રેંડ્સ સાથે બહાર થી જમી ને આવતી હતી અને એની નજર રાજ અને જહાનવી પર પડી..

 

વધુ આવતા ભાગમાં.........

 

“સમય” માણસનો મિત્ર અને માણસ નો શત્રુ.

હવે તે મનુષ્ય ઉપર આધાર રાખે છે કે એ તેમનો કઈ રીતે સદુપયોગ કરે છે કે દુરુપયોગ.

એક વસ્તુ તો ચોક્કસ છે કે જૂના માણસો ની કેહવત ખરેખર સાચી છે

“કોઈ પણ વસ્તુ સમયે જ સારી લાગે”

દરેક વસ્તુ નો એક ચોક્કસ સમય હોય છે જો તમે એ સમય ચૂકી જશો તો પછી પસ્તાવાનો વારો આવે છે.

માટે કોઈપણ વસ્તુ ક વ્યકતી માટે યોગ્ય સમય મળે તો એને આવકારી લેજો....  

Rate & Review

Parth Rajpopat

Parth Rajpopat 4 months ago

Jkm

Jkm 5 months ago

Radhi patel

Radhi patel Verified User 6 months ago

Dimple Trivedi

Dimple Trivedi 6 months ago

Dipesh N Ganatra

Dipesh N Ganatra Verified User 6 months ago