Shri Ganapati Stotra - Shri Sankatnashan Ganeshastotram books and stories free download online pdf in Gujarati

શ્રી ગણપતિ સ્તોત્ર - श्री संकटनाशन गणेशस्तोत्रम्

नारद उवाच

प्रणयं शिर्षा देवं गौरीपुत्रं विनायकम्।
भक्तावासं स्मरेन्नित्यं आयुःकामार्थसिद्धये सिद्धये।१।

प्रथम वक्रतुण्ड च एकदन्त दृतियकम्।
तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकम्।२।

लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च।
सप्तं विघ्नराजं च धूम्रवर्णं तथाष्टमम्।३।

नवम् भालचन्द्रं च दशमं तु विनायकम् ।
एकादशं गणपतिं द्वादशं तु गजाननम्।४।

द्वादशैतानि नामानि त्रिसंध्यं यः पठेन्नरः।
न च विघनभयं तस्य सर्व सिद्धिकरा परम्।५।

विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनम्।
पुत्रार्थी लभते पुत्रान् मोक्षार्थी लभते गतिम्।६।

जपेद गणपति स्तोत्रम् षड् भिर्मासे फलं लभेत्।
सवत्सरेण सिद्धि च लभते नात्र संशयः।७।

अष्टेभ्यः ब्राह्मणेभ्श्च लिखित्वा यः समर्पयेत्।
तस्य विधा भवेत्सर्वागणेशस्य प्रसादतः ।८।

ચાર વેદો માં અને અઢારે પુરાણો માં, સ્મૃતિઓ માં અને ધર્મસુત્રો માં પણ સર્વત્ર ગણપતિ પૂજન નો મહિમા ગાવા માં આવ્યો છે.
ભારતીય સંસ્કૃતિ ની સાથે સાથે જ ગણપતિ પૂજન નો મહિમા સમગ્ર વિશ્વમાં વ્યાપક બન્યો અને સાહિત્ય તથા ધર્મ ગ્રંથો માં એનું પ્રતિબિંબ પડ્યું. ભીન્ન ભીન્ન રૂપ ની ગણેશ ની મૂર્તિઓ ફકત ભારત માં જ નહીં. સમસ્ત વિશ્વમાં આજ સુલભ બની છે ભારત માં આ સેતુ હિમાલય સુધી ગણેશ પૂજા વ્યાપક છે.

ગામેગામ અને આજ ના મોટા નગરો માં , અરણયો અને સરિતા પર તેમજ સમુદ્રો ની તટ ઉપર પણ ગણેશજી ની મૂર્તિ ઓ પ્રસ્થાપિત કરવામાં આવે છે.

ગણપતિ વિશે ઋષિ અને ઉપાસકો એ અનેક સ્તોત્રો ની રચના કરી છે અને આરાધના ની વિવિધ વિધિઓ બતાવવામાં આવી છે. એમાં શ્રી ગણેશ કવચ , ગણેશ મહિમા, ગણેશ ચાલીસા અને સંકટ નાશનમ ગણેશ સ્તોત્ર ,ગણેશ સહ્ત્ર નામ આદિ સ્તોત્ર છે.
ગણેશ પૂજા પ્રત્યેક શુભ કાર્ય ના આરંભ માં કરવામાં આવે છે.ગણપતિ વ્રત કરવાવાળા સુદ અને વદ પક્ષ ની ચોથ ના દિવસે ગણપતિ પૂજન કરે છે.જે ચોથ નિજ થી યુક્ત હોય તેને વ્રત ના આરંભે પહેલી લેવી આ દિવસે વિધિયુક્ત ગણપતિનું પૂજન કરવું તેમના નામ નું સ્મરણ અને મંત્રોનો જાપ કરવો અને પુષ્પો અને દૂર્વા થી ગણપતિ નું પૂજન કરવું,ગણપતિ અર્થવશિર્ષ નો પાઠ કરવાથી ઈચ્છિત વસ્તુ ની પ્રાપ્તિ થાય છે.

ગણતિજી ની , સુવર્ણની, ચાંદીની, ત્રાબાની, પંચધાતુ ની કે માટી ની મૂર્તિ પૂજા થાય છે.ભાગ્ય યોગે સફેદ આંકડા ના ગણપતિ મળી જાય તો એમનું પૂજન સિદ્ધિપ્રદ મનાય છે.

ગણેશજી ને નિવેદ માં આઠ લાડુ, ૧૦૦૮ લાડુ કે ફકત ૨૮ લાડુ તલમિશ્રિત, દક્ષિણા સહિત અર્પણ કરવા જોઈએ અને સુખ, શાંતિ , સ્થિરતા અને સમૃદ્ધિ માટે ગણપતિ બાપા ની સ્તુતિ કરવી જોઇએ.
' ॐ गं गणपतये नमः' આ ગણપતિ નો મુખ્ય મંત્ર છે.
૧. આ મંત્ર ના છ લાખ મંત્ર જાપ કરવાથી મનુષ્ય અપરિમિત સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે.

૨.બીજો મંત્ર "ॐ श्रीं ह्रीं, क्लीं ग्लौ गं गणपतये वर वरद
सर्वजनं मे वशमानय नमः"।।

આ મંત્ર ના જાપ થી સર્વ પ્રકાર નાં વિઘ્નો દૂર થાય છે અને સુખ અને સમૃદ્ધિ નું આગમન થાય છે.

૩."ॐ नमो हेरम्ब ! मद्द मोहित संकष्टान्निवाराय"
સંકટો નાં નિવારણ માટે આ મંત્ર ના જાપ રોજ એકવીશ વાર જાપ કરવા.આ મંત્ર નો જાપ સંકષ્ટ ચતુર્થી નું વ્રત કરનાર પણ કરી શકે છે.
ઉપર્યુક્ત સ્તુતિથી આપત્તિ નિવારણ માં ખુબજ અસરકાક સ્તુતિ છે, વિઘ્નો દૂર થાય છે અને સુખ અને શાંતિ માં વધારો કરે છે.

સંકટો નાં નિવારણ માટે નારદ પુરાણમાં બતાવવામાં આવેલું આ સ્તોત્ર એટલે ' સંકટ નાશન ગણેશ સ્તોત્ર ' નો પાઠ કરવાથી કાર્ય સિદ્ધિ થાય છે અને સંકટો નું નિવારણ થાય છે.

જય શ્રી ગણેશ ..