ત્રણ વિકલ્પ - 23 (40) 500 972 3 ત્રણ વિકલ્પ ડો. હિના દરજી પ્રકરણ : ૨૩ માધવ દિલ્લીથી આવવાનો છે એ સમાચારથી સ્ટુડિયોની ઓફિસમાં ભગદડ મચી હતી. અનુપ પણ થોડો ગભરાયો હતો. એક મહિનાથી અનુપ ઘરે ગયો નહોતો. અજયની ચઢવણીથી અનુપ પોતે અનેક વખત વિદ્યા અને નિમિતા પર બળાત્કાર કરી ચુક્યો હતો. અજયે એના શેતાની દિમાગથી અનુપને પૂરી રીતે વશમાં કર્યો હતો. અનુપ સમજતો હતો કે માધવ બધી હકીકત જાણશે તો બહુ મોટી મુસીબત ઊભી થશે. અનુપ એક મહિના પછી ઘરે જાય છે. માતા-પિતા અને પત્નીને ધમકી આપી કહે છે ‘માધવને કોઈપણ વાતની ખબર પડે નહીં.’ માધવને કોઈ વાતની ખબર ના પડે તેનું ધ્યાન રાખવાનો નિર્ણય હર્ષદરાય, સુહાસિની અને સેજલ લે છે. માધવ આવે છે ત્યારે કશું અજુગતું થયું છે એવી ગંધ આવતી નથી. માધવ એના કામમાં રચ્યો પચ્યો રહે છે. માધવને જાણ ના થાય એ રીતે નિમિતા અને વિદ્યા પર અનુપ, અજય, રાકેશ અત્યાચાર કરતા રહે છે. અનુપ એના રાબેતા મુજબ ઘર અને ઓફિસ સંભાળે છે. અજય ગોળી આપવાની બંધ કરે છે, પણ ફરીથી અનુપ પ્રેમમાં પાગલ ના થાય એના માટે કાન-ભંભેરણી ચાલુ રાખે છે. અનુપ અને અજય રાત્રે ઘરે જતા રહેતા અને રાકેશ ઓફિસમાં રોકાતો. નિમિતા અને વિદ્યા ઉપર રાત્રે નજર રાખવાનું કામ રાકેશને સોંપવામાં આવ્યું હતું. દિવસમાં બે વખત નિમિતાને નસો આપવાનું કામ રાકેશ કરતો હતો. અનુપની ઊંઘમાં બોલવાની આદતના લીધે સેજલને ખબર પડે છે કે અનુપે નિમિતા સાથે લગ્ન નથી કર્યા, પણ ઓફિસના બેડરૂમમાં તેને કેદ કરી છે. રોજ એના પર બળાત્કાર થાય છે. સેજલ બીજા દિવસે સવારમાં નિમિતાને છોડી દેવા અનુપને વિનંતી કરે છે. અનુપ ફરી એકવાર સેજલ પર હાથ ઉપાડે છે અને બોલે છે: “તમે બધી સ્ત્રીઓ એક જેવી છો... તું પણ મને પ્રેમ કરતી નથી... એ પણ મને પ્રેમ કરતી નથી... એની સાથે જે થઇ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે... તું ચુપ રહેજે નહિ તો તારી હાલત પણ બહુ ખરાબ થશે.” સેજલ ફરી એકવાર મજબૂરીનાં વિષચક્રમાં પોતાને ઊભેલી જુએ છે. પતિને કેવી રીતે સમજાવે કે સ્ત્રી માત્ર એક પુરુષને નહીં પણ પોતાના અને પતિના બન્ને પરિવારને પ્રેમ કરે છે. પોતાના પ્રેમને ભૂલી, ઈચ્છાઓની આહુતિ આપી પતિની બધી જવાબદારી પૂરી પાડે છે. માતા-પિતાની આબરૂ સાચવવા પોતાના હાથે પ્રેમનું ગળું દબાવે છે. સેજલ મનમાં વિચારે છે કે, ‘સ્ત્રીની સૌથી મોટી બદકિસ્મતી એ છે કે સ્વબચાવ કરવા અસક્ષમ સ્ત્રી બીજી સ્ત્રીને બચાવવાનો વિચાર કરી શકે છે પણ વિચારનો અમલ કોઈ કાળે કરી શક્તી નથી.’ બીજો એક મહિનો પસાર થાય છે. માધવ ફરીથી દિલ્લી કામ માટે જાય છે. ત્રણેય હવશખોરોને થોડા દિવસ માટે હાશકારો થાય છે. સતત બે મહિનાથી નિમિતાને નસામાં અને સાંકળથી બાંધી રાખવામાં આવી હતી. વિદ્યાને રૂમમાં ફરવા માટે છૂટ મળી હતી. નિમિતાને આ દોજખમાંથી બહાર કાઢવા માટે વિદ્યા ઉપાય વિચારતી પણ કોઈ માર્ગ દૂર સુધી દેખાતો નહોતો. આટલા દિવસોમાં નિમિતાને કોઈ ભાન નહોતું કે એના શરીર સાથે શું થાય છે. સપનાની ઘેલછા એને કેટલી બિહામણી દુનિયામાં લાવી હતી, જ્યાં અનેક યાતના, અત્યાચાર, બળાત્કાર નિરંતર થતાં હતા. નિમિતા દિવસનો વધારે પડતો સમય નસામાં રહેતી. એની આડઅસર મગજ પર થવા લાગી હતી. વિદ્યાની ચિંતામાં વધારો થયો હતો. એક દિવસ વિદ્યા હિંમત કરી વાત કરે છે: “અનુપ, નિમિતાની હાલત નસામાં રહેવાના કારણે બગડી રહી છે... એ પેશાબ અને સંડાસ ગમે તે જગ્યા પર કરવા લાગી છે... જો આવી હાલત વધારે સમય રહેશે તો એ પાગલ થઈ જશે અથવા નસાથી મૃત્યુ પણ થઈ શકે છે.” અનુપ વાત સાંભળી હસવા લાગે છે: “તારે એ બધુ જોવાની જરૂર નથી... બસ તું એનું ધ્યાન રાખ.” અજયને વિદ્યાની કહેલી વાત ચિંતાજનક લાગે છે. જો ખરેખર નિમિતાનું મૃત્યુ થાય તો મોટી મુસીબત આવી શકે છે. નિમિતાને નસો આપવાનું બંધ થાય છે. વિદ્યાને થોડી ધરપત થાય છે. નસો બંધ થવાથી નિમિતા થોડા દિવસોમાં સાધારણ સ્થિતિમાં આવવા લાગે છે. અત્યાર સુધી એના શરીરને નોચવામાં આવતું ત્યારે એને ભાન નહોતું. હવે ભાનમાં રહેવાથી કારમી યાતના ભોગવવી પડતી. બળાત્કારની વેદના સહન કરવી કેવી મુશ્કેલ હોય એ તો ભોગવનારને ખબર પડે. જે અનુપના પ્રેમમાં પૂરું તન-મન સમર્પણ કર્યું એ માણસ પોતે મિત્રો સાથે મળી દુષ્કર્મ કરતો. નિમિતાને પોતાના રૂપથી નફરત થવા લાગે છે. બધી ઇચ્છાઓ મારી પરવારી હતી. એક દિવસ હેમા અને મીના બન્ને નિમિતા પાસે આવે છે. મીનાને જોઈને નિમિતા ખૂબ નવાઈ પામે છે. મીના મોબાઇલમાં એક વિડીયો નિમિતાને બતાવે છે. વિડીયોમાં રાધા કોઈને નિમિતા વિષે સવાલ પૂછતી હતી. આખા વિડીયોમાં રાધા માત્ર નિમિતાની ચિંતા કરતી દેખાતી હતી. મીના વિડીયો બંધ કરે છે. નિમિતા મોબાઈલ લેવા મીના પાસે આવે છે. મીના મોબાઈલ હેમા તરફ, હેમા અજય તરફ, અજય અનુપ તરફ, અનુપ રાકેશ તરફ વારાફરતી ઉછાળવા લાગે છે. નિમિતા મોબાઈલ લેવા માટે વારાફરતી બધાના પગે પડે છે, જ્યારે પાંચેય પાલતુ જાનવર બટકું રોટલા માટે આમતેમ ગોળ-ગોળ ફરે તે રીતે નિમિતાને ફરતી જોઈ મજા લે છે. વિદ્યા આ રમત રોકવા વચ્ચે આવે છે અને નિમિતાને પકડી બોલે છે: “નિમિતા, ભાનમાં આવ... આ લોકો તને જાણીજોઇ હેરાન કરે છે... અરે નરાધામો, થોડી તો શરમ રાખો...” મીના મોબાઈલમાં વિડીયો ફરી ચાલુ કરી બોલે છે: “શું રૂપસુંદરી... બહુ શોખ હતોને તને મોટી હિરોઈન બનવાનો... બની ગઈ!” નિમિતાનું ધ્યાન ફરી વિડીયો પર જાય છે. મીના મોઢું મચકોડી ફરી બોલે છે: “જો તારી માને... તને શોધવા આવી હતી... તારી કેટલી ચિંતા કરે છે... તું ચિંતા ના કરીશ અમે બધાએ બહુ સરસ રીતે સમજાવી એને પાછી મોકલી દીધી છે... એને અમે વિશ્વાસ આપવી દીધો છે કે તું થોડા દિવસમાં પાછી આવી જઈશ...” નિમિતાનાં વાળ ખેંચી મીના બોલે છે: “પણ હું ભગવાનને પ્રાર્થના કરું છું તારી આખી જિંદગી આ જ રૂમમાં પસાર થાય... તારા અને તારી બેનના લીધે હું ખુશીથી રહી શકતી નહોતી... આનંદ મારી અને મારા દીકરા તરફ ધ્યાન આપતો જ નહોતો... તારી હાલત જોઈને મારા જીવને બહુ ટાઢક મળી છે... તું આ ત્રણ જણની ગુલામી કરે એને જ લાયક છું.” રાધાનો વિડીયો જોઈ નિમિતાનાં શરીરમાં કોઈ કુદરતી તાકાત આવી હોય એમ પોતાના વાળ મીનાનાં હાથમાંથી છોડવે છે. મીનાના બન્ને ખભા પકડી બોલે છે: “મમ્મી ક્યારે આવી હતી?” મીનાનાં બદલે અજય જવાબ આપે છે: “બે દિવસ પહેલાનો વિડીયો છે.” નિમિતાનું મગજથી વિચારવાનું શરૂ થાય છે. એની આ હાલત માટે મીના પણ જવાબદાર છે એવું સમજી ચૂકી હતી. પોતાની મૂર્ખામી પર તે પોતે ગાંડાની જેમ હસવા લાગે છે. ત્રણ મહિના થવા આવ્યા હતા એમાં નિમિતા એક પણ વખત હસી નહોતી. પાગલની જેમ મોટે મોટેથી હસતાં નિમિતા બોલે છે: “મીના તે મારી જિંદગી તો બરબાદ કરી દીધી, પણ તારી જિંદગીમાં સુધારો થયો?” નિમિતાના એક પ્રશ્નથી મીનાની દુ:ખતી નસ દબાઈ હતી. મીના ફરી નિમિતાનાં વાળ પકડવા હાથ લાંબો કરે છે. નિમિતા એ હાથ પકડી લે છે. એનામાં પૂરી તાકાત નહોતી એટલે મીના હાથ છોડાવી નિમિતાને ધક્કો મારે છે. નિમિતા જમીન પર ધડામ અવાજ સાથે પડે છે. નિમિતા જેવી ચાલક છોકરીને વશમાં રાખવા સતત નસો આપવામાં આવતો હતો. નસો બંધ થવાથી મગજ કામ કરવા લાગ્યું પણ શરીર હજુ કમજોર હતું. નિમિતા ફરી જોરથી હસવા લાગે છે. બેઠી થઈ બોલે છે: “મીના, તમારા બધાના આપેલા જખમ હું સહન કરી ગઈ... તું મને ઓળખે છે... સારી વાત છે... તું મારી ‘આરૂ’ને પણ ઓળખે છે ને? એ પણ તારા માટે ખૂબ સારી વાત છે...” નિમિતા ઊભી થઈ મીના પાસે આવી બોલે છે: “તે મારા વિષે આ નરાધમોને બધી જ માહિતી આપી હતી... હવે મારી આરૂ વિષે પણ માહિતી આપ... આરૂ બદલો લેશે ત્યારે આ ત્રણેય હવશખોરોના શું અંજામ થશે એ પણ કહી દે.” મીના પર નિમિતાની વાતની અસર સ્પષ્ટ દેખાવા લાગે છે. મીના ધીરેથી હેમા સામે જોઈ બોલે છે: “આ વાંદરી સાચું બોલે છે... પેલી નાની વાંદરી વધારે ખતરનાક છે.” રૂમમાં અજીબ વાતાવરણ ઊભું થાય છે. મીનાની વાત સાંભળી અજયને અજંપો થાય છે, અનુપ બેફિકર દેખાય છે, રાકેશ થોડો ડરે છે જ્યારે હેમા સ્થિર ઊભી રહી મીનાનાં હાવભાવ સમજવાની કોશિશ કરે છે. ક્રમશ: ‹ Previous Chapter ત્રણ વિકલ્પ - 22 › Next Chapter ત્રણ વિકલ્પ - 24 Download Our App Rate & Review Send Review Heena Suchak 2 days ago ATULCHADANIYA 1 week ago Niketa 2 weeks ago Parash Dhulia 2 weeks ago DrDinesh Botadara 3 weeks ago More Interesting Options Short Stories Spiritual Stories Novel Episodes Motivational Stories Classic Stories Children Stories Humour stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Social Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Dr Hina Darji Follow Novel by Dr Hina Darji in Gujarati Novel Episodes Total Episodes : 40 Share You May Also Like ત્રણ વિકલ્પ - 1 by Dr Hina Darji ત્રણ વિકલ્પ - 2 by Dr Hina Darji ત્રણ વિકલ્પ - ૩ by Dr Hina Darji ત્રણ વિકલ્પ - 4 by Dr Hina Darji ત્રણ વિકલ્પ - 5 by Dr Hina Darji ત્રણ વિકલ્પ - 6 by Dr Hina Darji ત્રણ વિકલ્પ - 7 by Dr Hina Darji ત્રણ વિકલ્પ - 8 by Dr Hina Darji ત્રણ વિકલ્પ - 9 by Dr Hina Darji ત્રણ વિકલ્પ - 10 by Dr Hina Darji