relations of the game of emotional buisness - 6 books and stories free download online pdf in Gujarati

સંબંધો લાગણીની રમતોનો ધંધો - 6

કહાની - ટ્રેલર: નિધિ એક સંસ્કારી અને સાચ્ચી છોકરી છે, જે શેખર નામના રઇઝ છોકરા ને બહુ જ લવ કરે છે! શેખર પણ એના સ્વભાવ અને વર્તન થી અત્યંત સુશીલ માલૂમ પડે છે, પણ એક વાર નિધિ ની ફ્રેન્ડ સાંજ એની ઉપર આરોપ મૂકે છે કે એણે એની સાથે ગલત કર્યું છે એમ, પણ શેખર એટલો તો ભલો છે કે એવું શક્ય જ નથી! નિધિ વાત ને જાણવા આગળ વધે છે તો ઘણી વધી વાતો બહાર આવે છે. જે ચોંકાવનારી હોય છે.

નિધિ એ જાતે જ ડોર ઓપન કર્યો... આજે ખબર નહિ પણ કેમ એણે શેખર પર વધારે જ પ્યાર આવી રહ્યો હતો! એણે અંદર બોલાવ્યા વિના જ એ એણે દરવાજા પર જ ભેટી પડી.

"હવે એમ ના પૂછતી કે ટ્રાફિક હતી ને એમ! તો યાર કલીર થઈ ગઈ તો હું જલ્દી આવી ગયો!" નિધિ સવાલ કરશે જ એમ જાણી ને એણે કહી દીધું, પણ જેમ કોઈ દુનિયાથી હારેલું થાકેલું બાળક એની મમ્મી ની ગોદમાં સુકુન મેળવે એમ નિધિ ને શેખર ની બાહોમાં સુકુન મળી રહ્યું હતું! શેખર ની વાતો એની ઉપર બેઅસર હતી.

"નિધુ... શું થયું જાન!" શેખર એ એના પીઠ ને પંપોરતા કહ્યું.

"કઈ નહિ!" ખુદ ને સંભાળતા શેખર થી અલગ થતાં એ એણે અંદર લઇ આવી. "ચા... પી લે!" એની મન પસંદ આદુવાળી ચા એની મમ્મી એ બનાવી ક રાખી હતી.

થોડી વાર નિધિ તો બસ શેખર ને જોઈ જ રહી! ઓફિસર ટાઇપ ના કપડા... સુડોળ શરીર... કોઈ હીરો જેવી માસૂમ અને ભોળી શકલ... ઉપરથી બધા જ દુઃખો ને હરી લે એવી એની સ્માઇલ! આવા શેખર ને આખીર કોણ મારી શકે?!

"નીધુ... એક વાત કહું! તું તો મને એમ જોઉં છું... જાણે કે હવે બસ મને મારી જ નાંખીશ! જાન જોઈતી હતી ને!" ચા પીતા પીતા જ શેખર એ મજાક કર્યો.

"ભલે હોટેલ એ જઈ ને હું એનું મર્ડર કરી દઈશ... પણ હમણાં તો મને મારી જાન સાથે મન ભરી ને જીવી લેવા દે!" નિધિ એક નિશ્વાસ સાથે વિચારી રહી.

શેખર એ ચા ફિનિશ કરી તો નિધિ નો ખુશ ચહેરો મુરઝાઇ ગયો, પણ એના આ બદલાવ ને શેખર કળી ગયો, એણે કહ્યું - "તારું શું માનવું છે! હું આમ જ ચા પી જ કરું અને તું જોયા જ કરે! અરે હજી જીવીશ હું... હું મરી..." એ આગળ કઈ બોલે એ પહેલાં જ નિધિ એ એણે દૂરથી જ ચૂપ રહેવાનો ઈશારો કરી દિધો.

"ચાલ હવે રેસ્ટોરન્ટ જઈએ..." શેખર એ કહ્યું તો નિધિ ને વિચાર્યું "હવે એ સમય આવી જ ગયો... જુદાઈ નો!" એક નિશ્વાસ સાથે નિધિ એ "હા..." કહ્યું બંને કાર તરફ ચાલ્યા.

‌"શીખ... આઈ વોન્ટ ટુ સ્પેન્ડ અ નાઈટ વિધ યુ!" કારમાં બાજુમાં જ બેસતા જ નિધિ એ શેખર ને કહ્યું.

"ઑય પાગલ છું તું પણ કઈ?! એ બધું મેરેજ પછી!" શેખર એ તુરંત જ કહી દીધું.

નિધિ ને આમ તો ખબર જ હતી... તેમ છતાં એ એનો જવાબ જાણવા માગતી હતી! એના જવાબથી અનાયાસે જ એના ચહેરા પર એક મુસ્કાન આવી ગઈ.

નિધિ આખાય રસ્તા દરમિયાન શેખર ને બસ જોઈ જ રહી... આ ચેતના થી ભરેલી આંખો હવે હંમેશાં માટે બંધ થઈ જવાની હતી!

રેસ્ટોરન્ટ આવી ગયું તો શેખર એ કાર ને બ્રેક મારી... કોઈ ખૂબસૂરત સપનાની જેમ જ એ ખૂબસૂરત સફર બંધ થયો!

"શીખ... આઈ વોંટ ટુ કિસ યુ! રાઇટ નાવ!" નિધિ એ કોઈ નાની છોકરી ની જેમ લાડમાં કહ્યું.

"હા... જાન!" શેખર પણ માણી જ ગયો. નિધિ એ એક સેકંડ પણ ગવાયા વિના એના ગાલ... આંખ... નાક... કપાળ ને એના સ્નેહ ની લાડથી ભીંજવી દીધા!

"કેમ આજે બહુ પ્યાર આવે છે, મારી ઉપર!" શેખર એ કહ્યું.

"હું મરી જવાની છું ને એટલે..." નિધિ એ રડમસ રીતે કહ્યું તો શેખર એ એણે ગાલ પર કિસ કરતા કહ્યું - "એવું ના બોલ પાગલ... હું જ..." એ આગળ કઈ બોલે એ પહેલાં નિધિ ની આંગળી એ એના હોઠ ઉપર લગામ લગાવી દીધી.

આ રેસ્ટોરન્ટ બંને માટે બહુ જ મહત્ત્વ ધરાવતું હતું... બંને એ પહેલી ડેટ પણ અહીં જ રાખી હતી... સ્ટાફ ને એમની પસંદ ની ડીશ પણ યાદ હતી!

બંને ડિસ્ટર્બ ના થાય એમ દૂર ગાર્ડન માં એક ડાઇનિંગ ટેબલ ની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી... એમની પસંદ નું ખાવાનું પણ ત્યાં ઓલરેડી સર્વ કરી દેવામાં આવ્યું હતું.

આ બધાની વચ્ચે જ નિધિ તો કઈ અલગ જ ફિતુરમાં હતી... એ બસ એમની આ લાસ્ટ ડેટ ને યાદગાર રીતે જીવી જ લેવા માંગતી હતી!

બંને ટેબલ પર ગયા તો ટેબલ પર જ એક નાઇફ (છરી) પડી હતી... નાઈફ જોઇને નિધિ ને રડવું જ આવવા નું હતું... પણ એણે ખુદ ને સંભાળ્યું!

વધુ આવતા અંકે...

એપિસોડ 7માં જોશો: "ઓય, એક્સક્યુઝ મી! તારા હોશ તો ઠેકાણે છે ને?!" શેખર એ ગંભીરતાથી કહ્યું તો નિધિ ને કળ વળી.

"હા... તો એક છોકરી ને જાતે જ પોતાની ઈજ્જત આમ ઉછાળવામાં મજા આવતી હશે કઈ?!" નિધિ એ એણે કહ્યું.

"સાંજ એ કોઈ છોકરી નહીં... પણ એ..." શેખર એની વાત પૂરી કરી શકે એ પહેલાં જ દૂર થી કોઈ વ્યક્તિ એ ગોળી શેખર ઉપર ચલાવી... પણ નિધિ વચ્ચે આવી ગઈ!