Tran Vikalp - 31 books and stories free download online pdf in Gujarati

ત્રણ વિકલ્પ - 31

ત્રણ વિકલ્પ

ડો. હિના દરજી

પ્રકરણ : ૩૧

અજય તાલી પાડતો બોલે છે: “હું અને આત્મહત્યા! ભાંગ પી ને આવી છું? હું શું કરવા કરું આત્મહત્યા? અને મેં તારું શું બગાડ્યું છે, કે તું મને કોઈ નુકસાન પહોચાડીશ?” નિયતિનો સ્કાફ ખેંચી આંખ મારી અજય બોલે છે: “તું બળાત્કારને આત્મહત્યા કહેતી હોય તો તારા પર કરી નાખું... માધવને શું કહેવું એ હું ફોડી લઇશ.”

નિયતિ પોતાનો સ્કાફ અજયના હાથમાંથી પાછો લઈ બોલે છે: “તેં મારૂ જે બગાડ્યું છે એવું આ દુનિયામાં બીજા કોઈએ બગાડ્યું નથી...”

અજય થોડું વિચારી બોલે છે: “મેં તારું શું બગાડ્યું? મને યાદ નથી...” નિયતિના ગાલ પર અજય હાથ ફેરવવા લાગે છે: "શું મસ્ત માખણ જેવા ગાલ છે... વાતો બંધ કર ચાલ મસ્તી કરીએ... તને સ્વર્ગની લહેર કરાવુ..."

નિયતિ સટ્ટાક દઇ અજયના ગાલ પર તમાચો મારી બોલે છે: “સ્વર્ગની મજા લૂટંવાની બહુ ગમે છે તને... અરે તને તો નર્કમાં પણ જગ્યા નથી મળવાની... અસંખ્ય આશાભરી છોકરીઓની હાય લાગશે તને..."

અજય ગડથોલિયું ખાઇ સોફા પર ફસડાય છે. નસાની અસરના લીધે પોતાના શરીરને કાબૂમાં રાખવાની તાકાત ઓછી થઇ હતી. તાકાત એકઠી કરી નિયતિ પર હાથ ઉપાડવા ઉગામે છે. નિયતિ એનો હાથ પકડી એના પેટમાં જોરથી મુક્કો મારે છે. અજય નીચે ઢળી પડે છે અને એના મોઢામાંથી લાળ ટપકવા લાગે છે.

અજય બન્ને હાથનો ટેકો લઈ ઊભો થઇ બોલે છે: “તારા મુક્કામાં પણ સેક્સી અદા છે... સાલી તું પગથી માથા સુધી સેક્સી છું સાથે ફાઇટિંગ પણ એવી જ કરું છું...” અજય એક હાથથી પોતાનું મોઢું લૂછે છે બીજો હાથ નિયતિના વાળ સુધી લઈ જાય છે. અજયના હાથમાં વાળ આવે એ પહેલાં નિયતિ પગથી અજયને લાત મારે છે. અજયના મોઢામાંથી ચીસ નીકળે એ પહેલા નિયતિ એના મોઢા પર હાથ મૂકે છે. અજયને જમીન પર ઊંધો કરી એના બન્ને હાથ પાછળ ખેંચે છે. એક હાથથી અજયનું માથું જમીન પર દબાવે છે બીજા હાથથી અજયના બન્ને હાથ પકડી રાખે છે. અજયને નસાની અસર શરૂ થવા લાગી હતી. એની જીભ થોથવાવા લાગી હતી. નિયતિને અંદાજ આવે છે કે થોડી વાર પછી અજય ઉપર વાયગ્રા અને દારૂના ઓવરડોઝની અસર થશે. નિયતિ હાથની પકડ ધીલી ઢીલી કરી અજયને ચત્તો કરે છે. અજયની આંખો લાલ થઈ હતી. એ નિયતિ સામે જોઈ પૂછે છે: “મેં તારું શું બગડયું છે? એ તો મને કહે... મને દારૂની આટલી વધારે પડતી અસર ક્યારેય નથી થઈ... આજે કોઈ જુદી અસર થઈ રહી છે.”

નિયતિ હાથનો ટેકો આપી અજયને સોફા પર બેસાડે છે. સોફાના બન્ને હાથા પર પોતાના હાથ મૂકી નિયતિ બોલે છે: “આરૂ! યાદ છે?”

અજય પોતાના હાથ ઉપર કરવાની કોશિશ કરતો બોલે છે: “આરૂ પંચાલ! નિમિતા પંચાલની બહેન?”

નિયતિ: “હા, હું જ છું આરૂ... દીદીનાં કહેવા પ્રમાણે બદલો લેવા આવી છું... એ દિવસે માટી વાળો ચહેરો જોયો હતો... આજે અસલી ચહેરો જોઈ લે...”

અજયને ખબર પડે છે કે હાથ બિલકુલ હલનચલન કરી શકતા નથી. નસાયુક્ત આંખોથી નિયતિ સામે તાકી રહે છે. જીભ હજી બોલી શકતી હતી: “નિમિતા અને આરૂ બન્ને મૃત્યુ પામ્યા છે... નિમિતા સાથે બનેલા બનાવ પછી મેં પંચાલ અટક ધરાવતી છોકરીઓને નોકરી પર રાખી નથી... અને તું એની બહેન કેવી રીતે થાય? તું તો મહેતા છું ને?”

હવે હસવાનો વારો નિયતિનો હતો. તાલી પાડતી બોલે છે: “નસામાં પણ યાદશક્તિ ખૂબ સારી છે તારી... કહેવું પડે... જેટલી સારી બુધ્ધિ છે એટલા સારા કામ કર્યા હોત તો આજે કમોતે મારવાનો વારો ના આવતો... પોતાને મર્દ કહેવડાવે છે અને કામ નામર્દના કરતો રહ્યો છે...”

અજય પર દારૂ અને વાયગ્રાની અસર પૂરી રીતે શરૂ થઈ હતી. એના શરીરમાં હવશ પૂરી કરવા માટે આગ લાગી હતી. એ નિયતિની ટીશર્ટ ખેચવાની કોશિશ કરતો બોલે છે: “એક વાર કપડાં કાઢી મારી સાથે સૂઈ જો... તને ખબર પડી જશે કે આ મર્દમાં કેટલું પાણી છે...”

અજયનો હાથ પકડી નિયતિ બોલે છે: “સાલા તારું પાણી તો મેં દોઢ વર્ષ પહેલાં જ જોઈ લીધું... અનુપના ગુસ્સાનો, પ્રેમનો તારા પરના વિશ્વાસનો સહારો લઈ એ એક કોડિલી કન્યાને દુલ્હન બનવા નથી દીધી... તારા આ હાથથી તેં ઘણાં પાપો કર્યા છે... હવે બધા પાપોનો હિસાબ ઉપર જઈને કરજે... બસ અડધા કલાકની વાર છે... તારો ખેલ ખલાસ થઈ જશે...” આટલું બોલી નિયતિ અજયને પેટમાં લાત મારે છે: “દીદીને તારા પગથી આ રીતે જ લાતો મારતો હતો ને... અત્યારે તને લાતો પડે છે ત્યારે અનુભવ થાય છે કે કેટલી તકલીફ પડી હશે...” નિયતિ પોતાના ગુસ્સા પર અંકુશ રાખી સોફા સામે ત્રિપોઇ પર બેસી અજયની હાલત જોવા લાગે છે.

અજયના હ્રદયના ધબકારા વધવા લાગે છે. એની આંખોની નસોમાં ગરમ લાહ્ય ઊડે છે. એના શરીરની નસો ફૂલવા લાગે છે. એના નાકમાંથી લીહીની ધાર શરૂ થાય છે. એના ગુપ્ત ભાગમાં અચાનક વીર્ય સ્ખલન શરૂ થાય છે. એનું શરીરનું તાપમાન અચાનક વધવા લાગે છે. નસોમાં લોહીનું ભ્રમણ અતિશય વેગ પકડે છે. શરીરની દરેક નસ ફાટી જવાની હોય એવો નસોમાં દુખાવો શરૂ થાય છે. એનું માથું અતિશય ભારે થઈ જાય છે જાણે માથા પર હજારો ટનનું વજન મૂક્યું હોય.

અજયની બોલવાની તાકાત પણ જવા લાગી હતી: “મને... બહુ ગભ... રામણ... થાય... છે... મને... દવા... ખાને... લ....” અજય પોતાનું વાક્ય પૂરી કરી શકતો નથી. એના મોઢામાંથી, નાકમાંથી લોહી પાડવા લાગે છે. એના ધબકારા સતત વધતાં જતા હતા. એની નસોનું લોહી એટલું ગરમ થઈ ગયું હતું કે એના શરીરનું તાપમાન અચાનક સતત વધવા લાગે છે. અજય હાથ ઊંચો કરવા જાય છે પણ થતો નથી. બોલવા જાય છે પણ બોલી શકતો નથી. નિયતિ સામે જોઈ લાચાર પડી રહેવા સિવાય કોઈ ચારો નહોતો અજય પાસે.

અજયની હાલત જોઈ નિયતિના દિલમાં થોડી રાહત થાય છે: “તારી આ હાલત જોઈ ખરેખર મને ખુશી થાય છે... તેં દીદીની જિંદગી બગાડી... એટલું કરી તારે અટકી જવાની જરૂર હતી... પણ તેં મારી મમ્મી અને નાનાની હત્યા કરી... મામાને અપંગ બનાવ્યા... બહુ તકલીફ આપી છે તેં મને, મારા પરિવારને અસંખ્ય છોકરીઓને અને એમના પરિવારને... એની સામે તારી આ તકલીફ કઈ ના કહેવાય...”

નિયતિની વાતો સાંભળતો અજય એના મૃત્યુ નજીક જતો હતો. એના ધબકારા વધતા વધતા અચાનક ધીરા થવા લાગે છે. મોઢા અને નાકમાં લોહી થીજવા લાગે છે. શરીર એકદમ ઠંડુ થવા લાગે છે. થોડી મિનિટોમાં શ્વાસ રોકાઈ જાય છે. નિયતિ એક હાથમાંથી ગ્લોસ કાઢી અજયના નાક અને નસ ચેક કરે છે. અજય મૃત્યુ પામ્યો છે એ ખાતરી કરી ગ્લોસ પાછા પહેરે છે. રૂમમાં કોઈ વસ્તુ આઘીપાછી થઈ નહોતી એટલે સરખી કરવાની જરૂર નહોતી. છોકરી હજી પણ બેભાન હતી. એના પરથી રજાઈ દૂર કરે છે. અજય પર એક નજર નાંખી દરવાજો ખોલી બહાર જઈ લોક કરે છે. છ માળની સીડી ઉતરતા જો કોઈ જોવે તો મુસીબત થાય પરંતુ એના સિવાય નીચે ઉતરવાનો કોઈ બીજો રસ્તો નહોતો. ધીરેથી અવાજ ના થાય એમ લોંખડની સીડી ઉતારવા લાગે છે. સ્ટુડિયોનાં દરવાજાની અંદર બધાનો અવાજ આવતો હતો. ત્યાં ખૂબ સાવચેતી રાખી નીચે ઉતરે છે. નીચેના બે માળની સીડી લગભગ દોડતી ઉતરી કોટ બાજુ અંધારામાં જાય છે. અંધારામાં જઈ કોઈની નજર નથી પડી એની ખાતરી કરી કોટ કૂદી જાય છે.

બે કલાક થાય છે તો પણ અજય નીચે આવતો નથી એટલે રાકેશને ખૂબ ગુસ્સો આવે છે ‘સાલો આખી રાત જશે તો પણ મારો વારો નહીં આવવા દે’ મનમાં બોલી અજયને ગાળો આપતો દારૂ પીતો રહે છે.

સવારના પાંચ વાગવા આવે છે એટલે હેમા બોલે છે: “રાકેશ સર, અજય સરને કહો હવે છોકરીને છોડે... એ હવે ભાનમાં આવી જશે...”

રાકેશ ગુસ્સામાં હતો ઉપરથી સવાર થઈ ગઈ એ સાંભળી વધારે ગુસ્સો કરે છે: “તમે જાઓ ઉપર... હું નથી જવાનો...” અનુપ સોફા પર સૂતો હોય છે. “આને પણ કેટલી સારી ઉંધ આવી ગઈ... સાલી આખી રાત રાહ જોવામાં ગઈ...” બોલતો રાકેશ ઉપર જાય છે. હેમા, શંભુ અને બીજા હાજર હોય છે એ લોકો રાકેશની હાલત પર હસવા લાગે છે. થોડીવારમાં રાકેશ હાંફતો, પરસેવે રેબઝેબ નીચે આવે છે. સીધો અનુપને ઉઠાડે છે: “અનુપ, અજયને જો શું થયું...”

બધા ઉપર જાય છે ત્યારે અજયના પ્રાણ ઊડી ગયા હોય છે. રાકેશનો નસો ઉતરી જાય છે. હેમા બેડ પર જુએ છે તો છોકરી હજી બેભાન હોય છે અને સોફા પર અજયની લાશ જોઈ ગભરાઈ જાય છે. અનુપ આંખો ચોળતો અજયને જોયા કરે છે.

ક્રમશ: