Emporer of the world - 27 books and stories free download online pdf in Gujarati

Emporer of the world (જગતનો સમ્રાટ) - 27

જગતનો સમ્રાટ (ભાગ-27)

સમ્રાટ બનવાની યાત્રાનો આરંભ


સ્થળ:- ઉત્તરાખંડની એક હોસ્પિટલ.

અકસ્માતના 15 દિવસ બાદ શરીરમાં થોડી હરકત દેખાતા દિશા દોડીને હોસ્પિટલના ICU રૂમની બહાર જાય છે અને ડોક્ટરને આ સમાચાર આપે છે. ડોક્ટર કમલ પોતાના કેબિનમાં બેસીને અન્ય કેસોની ફાઈલ સ્ટડી કરી રહ્યા હતા, જ્યારે દિશાએ તેમને આ સમાચાર આપ્યા. એકપણ સેકન્ડનો વિલંબ કર્યા વગર ડોક્ટર કમલ ICU તરફ આગળ વધ્યા. ICU ની અંદર દાખલ થઈને તેમણે દર્દીની તપાસ કરી અને પરિણામ હકારત્મક હોવાની પુષ્ટિ કરી. ડોક્ટર કમલે હવે રાહ જોવાની હતી કે ક્યારે આ દર્દી સંપૂર્ણ ભાનમાં આવે. તેમણે દિશા તરફ જોઈને તેને પણ "જલ્દીથી બધુ સારું થઈ જશે" એવું આશ્વાસન આપ્યું. તેનાં પ્રતિયુત્તરમાં દિશાએ હકારમાં માથું હલાવી અભિવાદન કર્યું.



15 દિવસ પહેલા થયેલ અકસ્માતે કેદારનાથ નજીકના સમગ્ર પંથકને શોકમાં ડૂબી જવા માટે મજબૂર કરી દીધો હતો. અકસ્માતમાં જીવિત બચી ગયો હોય તેવો એક જ વ્યક્તિ હતો અને જ્યારે તેને હોસ્પિટલ સુધી પહોચાડવામાં આવ્યો ત્યાં સુધીમાં તે જીવન અને મૃત્યુ વચ્ચેની અવસ્થામાં પહોંચી ગયો. આપાતકાલીન પરિસ્થિતીમાં તે સમયે હોસ્પિટલમાં ડોક્ટર કમલ હાજર હતા અને ત્યારથી આ દર્દી તેમની દેખરેખ હેઠળ હતો. દર્દીની એમ્બ્યુલન્સ પાછળ એક ટ્રાવેલ કાર હોસ્પિટલમાં આવી હતી, જેમાં એક દંપતી અને તેમની પુત્રી હતા. આપાતકાલીન સ્થિતિમાં ડોક્ટર કમલે દર્દીને પ્રાથમિકતા આપી અને તેની સારવાર ચાલુ કરી દીધી હતી. સારવાર ચાલુ કર્યાની થોડી મિનિટોમાં જ લોકલ પોલીસ અધિકારીઓ અકસ્માત સ્થળેથી પોતાનું કામ આટોપીને હોસ્પિટલમાં આગળની કાર્યવાહી કરવા આવી ગયા હતા.


15 દિવસ પહેલા:-

યાત્રાની બસના અકસ્માતના સમાચાર મળતા જ સિનિયર ઇન્સ્પેક્ટર નરવાલ પોતાની ચોકીએ હાજર આખી ટીમ સાથે દુર્ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ત્યાં ઉપસ્થિત પ્રવાસીઓ અને લોકલ માણસો પાસેથી અકસ્માતની પ્રાથમિક માહિતી એકત્ર કરી ઇન્સ્પેક્ટર નરવાલે હેડક્વાર્ટરમાં અકસ્માતનો રિપોર્ટ કર્યો અને વધુ મદદ માટે રેસક્યુ ટીમ અને મેડિકલ ટીમની જરૂરિયાત પડશે એમ જણાવ્યું. લગભગ એકાદ કલાકના સમયગાળામાં રેસક્યુ ટીમ અને આપાતકાલીન મેડિકલ ટીમ તેમના જરૂરી યંત્રો અને સાધનસામગ્રી સાથે દુર્ઘટના સ્થળે પહોંચી ગયા. રેસક્યુ ટીમના સભ્યોએ ખીણમાં ઉતરીને તપાસ આરંભી.



ખીણમાં ખાબકેલ બસની હાલત જોતા જ રેસક્યુ ટીમના સભ્યો સમજી ગયા હતા કે બસમાં સવાર યાત્રીઓમાંથી કોઈનું જીવતું હોવું શક્ય નથી. ઇન્સ્પેક્ટર નરવાલને ખીણમાંથી પેહલો સંદેશ પ્રાપ્ત થાય છે કે બસના નીચે ખીણમાં ખાબકતા તેમાં આગ લાગેલ છે. જેનો અર્થ એક જ થતો હતો કે યાત્રીઓના જીવતા હોવાની શક્યતા નહીવત છે. ઇન્સ્પેક્ટર નરવાલે તેમને જરૂરી સૂચનાઓ આપી પંચનામાની કાર્યવાહી કરવાના ઓર્ડર આપી દીધા. દશેક મિનિટના અંતરાલ બાદ ઇન્સ્પેક્ટર નરવાલની વોકી ટોકી પર રેસક્યુ ટીમનો સંદેશ આવે છે કે બસના અવશેષોથી અંદાજિત 150 મીટરના અંતરે એક યુવક સિરિયસ મેડિકલ કન્ડીશન સાથે જીવિત મળી આવેલ છે.



નરવાલને આ સંદેશ પ્રાપ્ત થતાની સાથે જ તેણે મેડિકલ ટીમને તાત્કાલિક નીચે મોકલવાની વ્યવસ્થા કરી દીધી. બીજી તરફ મેડિકલ ટીમની હરકત થતા ત્યા ઉપસ્થિત લોકોમાંથી એક દંપતી અને તેમની છોકરી નરવાલને મળવા માટે તેમની તરફ આગળ વધે છે પરંતુ પોલીસે કરેલ ઘેરાબંધીને લીધે તેઓ આગળ વધી શકતા નથી. તેઓ કોન્સ્ટેબલને પણ વિનંતી કરે છે પણ પરિણામ શૂન્ય. આ બધી રસાકસીમાં દંપતીની છોકરી ઘેરાબંધી તોડીને નરવાલ સુઘી પહોચી જાય છે. નરવાલ તે છોકરીને પોતાની સમીપ જોઈને સમજી જાય છે કે તેનો આ અકસ્માત સાથે કોઈને કોઈ સંબંધ જરૂર છે એટલે તેની સાથે વાર્તાલાપ કરવાના ઈરાદે તેણીને બોલાવે છે.



નરવાલને વાતવાતમાં એટલી જાણકારી મળી જાય છે કે આ છોકરીનું નામ દિશા છે. તેણી તેનાં માતાપિતા સાથે કેદારનાથ દર્શન કરવા ટ્રાવેલ કારમાં જઈ રહ્યા હતા. તથા જે બસનો અકસ્માત થયો છે તેમાંના તમામ વ્યક્તિઓ તેમના પડોશી છે અને બધા સાથે જ યાત્રાએ નીકળ્યા હતા. દિશાની વાતની ખરાઈ કરવા માટે ઇન્સ્પેક્ટર થોડાક સવાલો પૂછે છે અને સાથે સાથે કોન્સ્ટેબલને મોકલીને દિશાના માતાપિતાને પણ ઘેરાબંધીની અંદર લઈ આવવા કહે છે. દિનેશભાઈ ઇન્સ્પેક્ટર નરવાલને યાત્રાના આરંભથી લઈને અકસ્માતના દિવસ સુધીની તમામ જાણકારી આપી દે છે.



ઇન્સ્પેક્ટરને તેમની વાતોમાં સત્ય દેખાઈ આવે છે અને તેમને ધીરજ રાખવાનું પણ કહે છે. તેમની વાતો પૂરી થઈ જ હતી ત્યાં જ દિશા તેનાં પિતાને ગળે વળગીને રડવા લાગી. જ્યારથી તેણે પોતાની નજરો સમક્ષ એ ભયાનક અકસ્માતનો નજારો જોયો, ત્યારે તેનાં મોઢેથી એક તીવ્ર ચીખ નીકળી ગઈ હતી. બસ એ ભયાનક ક્ષણથી લઈને અત્યાર સુધી દિશા એક દમ ખામોશ બની ગઈ હતી. તેના માતા પિતાએ ઘણી કોશિશ કરી હતી કે દિશા કઈક તો રીએકશન આપે, કઈ બોલે, પણ તે જાણે નિષ્પ્રાણ મશીન જેમ બની ગઈ હતી. જયારે ઇન્સ્પેકટર નરવાલને સંદેશો મળ્યો ત્યારે દિશાએ મૌન તોડ્યું જાણે તેનામાં પ્રાણ પુરાયો હોય.



દિનેશભાઈના ખભે રડતી દિશાને જોઈને ઇન્સ્પેકટર પણ થોડી ક્ષણો પૂરતા ભાવુક બની ગયા. પરંતુ તેમણે પોતાની જાતને જલદી સ્વસ્થ કરી લીધી અને તેની સામે મોજૂદ પરિવારને રેસક્યુ ટીમે આપેલ સંદેશ જણાવ્યો. ઇન્સ્પેકટર નરવાલના શબ્દો સાંભળી દિશાએ રડવાનું બંધ કર્યું. થોડી મિનિટોમાં મેડિકલ ટીમ ઘાયલ વ્યક્તિને લઈને ઉપર આવ્યાં. ઇન્સ્પેકટરની સાથે દિશા અને તેના માતાપિતા પણ એ બાજુ દોડ્યા. ઘાયલ વ્યક્તિને જોઈને દિનેશભાઈ અને શાલિનીબેન રડવા લાગ્યા. કેમ કે એ વ્યક્તિ જૈનીષ હતો. આવી હાલતમાં જૈનીષને જોઈને દિશા ફરી દિગ્મૂઢ બની ગઈ. મેડિકલ ટીમના સભ્યએ ઇન્સ્પેકટર નરવાલને જાણકારી આપી કે વ્યક્તિને કેટલી સિરિયસ ઈજાઓ છે. એટલે ઇન્સ્પેકટરએ તેમને તરત હોસ્પીટલ તરફ રવાના કર્યા. સાથે સાથે દિનેશભાઈને પરિવાર સહિત હોસ્પિટલ મોકલી આપ્યા.



દુર્ઘટના સ્થળે પંચનામા અને બીજું કામકાજ નિપટાવી ઇન્સ્પેકટર નરવાલ તેમના બે કોન્સટેબલ અને એક મહિલા કોન્સ્ટેબલને લઈને હોસ્પિટલમાં પહોચી ગયા. એમ્બ્યુલન્સને રવાના કરતી વખતે જ ઇન્સ્પેકટરે હોસ્પિટલમાં જાણકારી આપી દીધી હતી જેથી તાત્કાલિક ધોરણે સારવાર ચાલું કરી શકાય, અને બન્યું પણ એવું જ હતું. જૈનીષને તરત જ આપાતકાલીન દ્વારેથી ડોક્ટર કમલે ઓપરેશન થિયેટરમાં શિફ્ટ કરાવ્યો અને તેની સારવાર ચાલું કરી દીધી. એમ્બ્યુલન્સ સાથે આવેલ વ્યક્તિઓ ચિંતાતુર ચહેરે ઓપરેશન થિયેટરની બહાર બેસીને પ્રાર્થના કરવા લાગ્યા. અડધા કલાકમાં તો ઇન્સ્પેક્ટર નરવાલ પણ આવી પહોંચ્યા. હોસ્પિટલના રિસેપ્શન કાઉન્ટર પરથી દર્દીની માહીતી એકત્ર કરી તેઓ ઓપરેશન થિયેટર તરફ આગળ વધ્યા.



દિનેશભાઈ પોતાના પરિવાર સાથે ત્યાં મોજૂદ હતાં. ઇન્સ્પેક્ટરે તેમના નિવેદનો નોંધીને બાકીની કાર્યવાહી આટોપી. હવે તો બધાને રાહ હતી કે ક્યારે ઓપરેશન થિયેટરનો દરવાજો ખૂલે અને ડોક્ટર બહાર આવીને દર્દીની સ્થિતિની જાણકારી આપે. લગભગ ચાર કલાક જેટલા લાંબા ચાલેલા ઓપરેશન બાદ ડોક્ટર કમલ બહાર આવીને ઇન્સ્પેક્ટર તેમજ અન્ય ઉપસ્થિત લોકોને દર્દીની વર્તમાન સ્થિતિની જાણકારી આપે છે. "દર્દીનો જીવ તો બચાવ્યો હતો પણ દર્દી ક્યારે ભાનમાં આવશે તે નહી કહી શકાય. દર્દી અત્યારે કોમામાં છે."



ડોક્ટરનું નિવેદન હાજર તમામ લોકો માટે વજરઘાત સમાન હતું. શાલિનીબેન તો ફસડાઈ પડ્યા અને તેમને દિનેશભાઈ સાચવી રહ્યાં હતાં. ઇન્સ્પેક્ટર નરવાલ ડૉક્ટર પાસેથી જરૂરી વિગતો લઈ થાને જવા નીકળી ગયા અને જરૂર પડે તો સંપર્ક કરવા માટે પણ કહી દીધું. માત્ર દિશા જ શાંત અને ઊંડા વિચારોમાં ખોવાયેલી હતી. ડૉક્ટર કમલે તેની સાથે વાર્તાલાપ કરવાનું વિચાર્યું જેથી તેની ઉદાસી દૂર કરી શકાય. દિશાએ ડૉક્ટર કમલને તમામ વાતોથી માહિતગાર કર્યા. ડૉક્ટર કમલ પણ જૈનીષ અને દિશા વચ્ચેનો સંબંધ અનુભવી શક્યા. તેમણે દિશાને સાંત્વના આપી અને વિશ્વાસ રાખવાનું કીધું કે જૈનીષ જલદી જ ભાનમાં આવી જશે. બસ તે દિવસથી દિશા અને તેના માતાપિતા હોસ્પિટલમાં રોકાઈ ગયા અને દિશા રાહ જોતી રોજ જૈનીષ પાસે બેસી રહેતી. ભગવાનને પ્રાર્થના કરતી કે જૈનીષ જલદી ભાનમાં આવી જાય. છેક 15 દિવસ બાદ દિશાએ જૈનીષના શરીરમાં હલચલ અનુભવી અને ડૉક્ટર કમલને જાણ કરી.



વધુ આવતાં ભાગમાં,



રાધે રાધે

હર હર મહાદેવ