The turn of destiny - 14 in Gujarati Novel Episodes by Krisha books and stories PDF | નસીબ નો વળાંક - 14

નસીબ નો વળાંક - 14

આગળ ના પ્રકરણ માં આપણે જોયું કે આનંદવન માંથી ઘાયલ થયેલા વેણુ ને લઈને યશવિર અને ગોપાલ સાંજના સમયે જ વેણું નો ઈલાજ કરાવવા માટે સીધાં ગામમાં પહોંચતાની સાથે જ વૈદ્યજી પાસે જાય છે અને વૈદજી ને બધી હકીકત જણાવીને એક દિવસમાં વેણુ ને સાજો કરવાનું કહે છે.. પરંતુ વૈદ્ય પાસે પહોંચતા મોડું થવાના કારણે વેણુ ની હાલત ખુબ જ બગડી ગઈ હતી.. આથી વૈધજી એ ઈલાજ કરતાં કહ્યું કે "આને (વેણુ ને) એકદમ સાજુ થવામાં ઓછામાં ઓછાં બે-ત્રણ દિવસ તો થાશે જ.... અને જો એક દિવસમાં લઈ જવો હોય તો એને પીડા ના થાય એવી ઔષધી લગાવીને પાટો બાંધી દવ... પણ તમારે પાટો બદલાવવા પણ બે-ત્રણ દિવસ સુધી તો આવવું જ પડશે..!!"

હવે આગળ,

"પ્રેમ ની ઝલક"

પહેલા તો યશવીર અને ગોપાલ ફરી પાટો બદલાવવા આવવાની વાત સાંભળી અસમંજશ માં મુકાઈ ગયા અને એકબીજા સામું અચરજ થી જોવા લાગ્યા.. પણ તરત જ યશવીર ને અચાનક કંઈક વિચાર આવ્યો હોય એમ પોતાનું મૌન તોડીને બોલવા લાગ્યો,.." હા, વૈદ્યજી આ ઠીક રહેશે... આમેય એક દિવસમાં તો સાજું થાય એમ નથી 'ને વળી અમે એના માલિકને (અનુરાધા ) કાલના દિવસમાં આ ઘેટાંના બચ્ચા ને પરત કરવાનું વચન આપીને આવ્યા છીએ.. તો અમારે ગમે તેમ કરીને કાલે તો આને એની પાસે પહોંચાડવું જ પડશે..!!તો આજે એક કામ કરીએ કે તમે આને પાટો વાળી આપો...અને અમે કાલે સવારે આને અહીંથી અમારી જોડે જ લઈ જાશું.. અને કાલે એના માલિકને સોંપી એને બધી જ હકીકત જણાવશું... પછી એમનો નિર્ણય..!!!એ જે કહેશે એમ..!!!અમે તો એવું જ ધારેલું કે આને એકદમ સાજુ કરીને એક દિવસમાં એના માલિક ને પરત કરી દેશું..!!પણ હવે સાવ સાજુ કરીને પરત કરવું એ શક્ય લાગતું નથી.. તો હવે પાટો બંધાવી ને જ લઈ જવું પડશે.."

યશવીર ને આમ એકીસાથે યુક્તિબાજી કરતાં જોઈ ગોપાલ થોડીવાર તો એકદમ ચકિત થઈને એની સામુ જોવા લાગ્યો. વૈધજી પણ યશવીર ની વાત માં હા પૂરીને વેણુ ને પાટો બાંધવા લાગ્યાં.. વૈધજી પાટો બાંધવામાં વ્યસ્ત હતાં ત્યારે ગોપાલે ધીમેથી યશવીર નો હાથ પકડી અને એને થોડે દૂર લઈ જઈને ધીમેથી અને વ્યાકુળ ભાવે કહેવા લાગ્યો,"અરે ભાઈ....આ શું વાત કરે છે??? આપણે આ પાટો બાંધેલા ઘેટાને આપડી જોડે ઘરે કેવી રીતે લઈ જાશું???અને લઈ જઈશું તો બધાને શું જવાબ આપીશું??? "ગોપાલ ને આમ વેવલો થયેલો જોઈ યશવીરે એને શાંત પાડતાં કહ્યું કે," ભાઈ જો સાંભળ, આપણે આને આજની રાત અહી જ વૈધજી પાસે જ રાખીશું...સવારે અહીંથી લઈને પછી જંગલમાં જાશું.. તું ચિંતા ના કર..!! બધું મારા ઉપર છોડી દે..!!"આટલું કહી યશવીર જેવો વેણુ ની બાજુમાં જવા લાગ્યો કે ફરી ગોપાલે એનો હાથ પકડી એને ખેંચ્યો અને કહ્યું,"હા , ચાલ આ વાત માની લીધી તારી!!! પણ કાલે પેલી છોકરીને આ પાટો બાંધેલા ઘેટાને કેવી રીતે સોંપશું?? મને તો કંઈ નહીં સમજાતું કે આખીર તારા મનમાં ચાલી શું રહ્યું છે?? "

પોતાના મિત્ર ગોપાલ ને આમ વિમાસણમાં પડેલો જોઈ યશવીરે એની સામું આછું સ્મિત આપ્યું અને દિલાસો આપતાં કહેવા લાગ્યો કે ,"દોસ્ત તું જરાય ચિંતા ના કર!! હું છું ને!!જો સાંભળ, આપણે કાલે સવારે અહીંથી આને લઈ જઈને પેલી છોકરીને આપીશું અને પછી બધું તું મારા ઉપર છોડી દે!! ચાલ હવે વૈધજી ની રજા લઈને જટ ઘર ભેગા થઈએ...!!"આમ કહી વૈધજી ની રજા લઈને વેણુ ને સવારે લઈ જવાનું કહીને બન્ને મિત્રો ઘરે જતા રહ્યાં.

બીજા દિવસે સવારે યશવીર અને ગોપાલ વૈદ્યજી પાસેથી વેણુને લઈને આનંદવન તરફ જવા નીકળી ગયાં.હવે તો વેણુ ભાનમાં આવી ગયેલું પણ હજુ એ થોડું માયુસ દેખાતું હતું... યશવીર વેણુને જોઈને ગોપાલને કહેવા લાગ્યો.., "શું ખરેખર આ પેલી છોકરી ને યાદ કરતો હશે?? શું આ પેલી છોકરીથી વિખુટું પડવાના કારણે આમ સાવ માયુસ છે કે આને હજુ ઘાવ ઉપર પીડા થતી હશે??"આમ યશવીરને વેણુ અને પેલી છોકરીની નિસ્વાર્થ લાગણીઓ ના દિલચસ્પી સાથે અનોખા સવાલો પૂછતો જોઈ ગોપાલ એની મશ્કરી કરતા કહેવા લાગ્યો,"ભાઈ હમણાં આપણે એ છોકરી ને મળીશું હો...!!તો ત્યારે તારા મનમાં જેટલાં સવાલો હોય એ પૂછી લેજે હો...!!અને હા, નામ પૂછવાનું તો ભૂલતો જ નઈ હો..!!"આવું કહી ગોપાલ યશવીર સામું મરકમરક હસવા લાગ્યો. યશવીર પણ થોડું ઝાંખું હાસ્ય આપી વેણુ સામું જોવા લાગ્યો.

આ બાજુ અનુરાધા તો આજે રોજ કરતા ઘણી વહેલી સવારે ઉઠીને ઉતાવળમાં શીરામણ કરીને રાજલને કહેવા લાગી,."માડી, આજે હું થોડી વહેલા આ પારૂડાને (ઘેટાં બકરાં ને) લઈને જાવ હો.. મારે આજે નદીએ ન્હાવા નું પણ છે વાળ પણ ધોવાના છે...અને વળી કાલના થોડા કપડાં પણ ધોવાના બાકી રહી ગયાં હતાં... તો વેલેરી જાવ તો આ પારૂડા પણ થોડું વધારે ચરે!!"આમ અનુરાધા એ રાજલ સમક્ષ પોતાની શાણપણ અને કળાસુજી વાપરીને જટ જંગલમાં જવાનું બહાનું કરી દીધું..અને તરત જ વેણુ ને મળવાની અધીરાઈ થી એ વાડામાં પૂરેલા ઘેટાં બકરાં ને ફટાફટ છોડીને કપડાંનું પોટલું લઈને નદી કિનારા તરફ જવા નીકળી ગઈ.

હવે અનુરાધા તો નદી કિનારે કે જ્યાં વેણુ ઘાયલ થયું હતું ત્યાં પહોંચી ગઈ અને ઘેટાં બકરા ને ત્યાં આસપાસ ચરવા લગાવી દીધા... પછી પોતે સામેના રસ્તા બાજુ તાકીને જોવા લાગી કે જ્યાંથી યશવીર અને ગોપાલ વેણુ ને લઈને ગયા હતા... થોડીવાર તો એ રસ્તા સામુ અનુરાધા એકીનજરે તાકી ને જોવા લાગી... પણ હજુ યશવીર અને ગોપાલ ત્યાં આવ્યા ન હતા... એટલે પછી એણે વિચાર્યુ કે,"હું હવે કપડાં ધોઈ નાખું અને હાથપગ પણ ધોઈ લવ... ત્યાં તો પેલા લોકો મારા વેણુ ને લઈને આવી જાશે..!!"પછી અનુરાધા કપડાં ધોવા લાગી.... અને વારે વારે ફરી પેલા રસ્તા સામુ જોવા લાગી કે જ્યાંથી પેલા લોકો વેણું ને લઈને આવવાના હતા. રાહ જોવા જોવામાં તો અનુરાધાએ કપડાં પણ ધોઈ નાખ્યાં.... અનુરાધા ને તો હવે ચિંતા થવા લાગી... મનમાં ને મનમાં ઘણા સવાલો ઉઠવા લાગ્યાં કે શું પેલા લોકો નઈ આવે તો??? એ લોકો ફરેબી નીકળશે તો?? તેઓએ મારા વેણુ જોડે કંઇક ખોટું કર્યું હશે તો??? શું કરું હવે??? આમ વિચારતા અનુરાધા એકદમ બેબાકળી થઈ ગઈ.. પણ પછી પોતાની જાતને જ મનાવતી હોય એમ વિચારવા લાગી... કે આ તો હું એમ જ ખોટા વિચારો કરું છું, બાકી એટલી વારમાં તેઓ (યશવિર અને ગોપાલ) છેક એના ગામડે થી અહી થોડા પહોંચે!!! આ તો હું જ કંઇક વધુ વેણુ ને લઈને લાગણીશીલ બની ગઈ અને વધુ જ વિચારવા લાગી..!!આમ મનને મનાવીને અનુરાધા હવે વાળ ધોવાની તૈયારી કરતાં માથે ઓઢેલી ગુલાબી રંગની ચૂંદડી ખભ્ભા ઉપર રાખી અને એક છેડો કમરે ખોંચ્યો..અને પછી અંબોડો છોડી એના કાળા કેશ ને ધોવા લાગી.

હવે યશવીર અને ગોપાલ વેણુ ને લઈને પેલા રસ્તેથી આવી રહ્યાં હતાં ત્યાં જ યશવીરની નજર અનુરાધા ઉપર પડી કે જ્યારે અનુરાધા વાળ ધોઈને એને સૂકવવા માટે એક ખેસ(કપડું) થી એને ઝાંટકતી હતી... અને બધા જ કેશ એક બાજુએ આગળ રાખી એને સુકાવી રહી હતી... અનુરાધા તો હજુ એના કેશ ને સૂકવવામાં વ્યસ્ત હતી... એની નજર હજુ વેણુ ઉપર પડી જ ન હતી... યશવીર તો નદી કિનારા થી થોડે દૂર રહીને ઊભા ઊભા એકચિત્તે અનુરાધાને નિહાળી રહ્યો હતો... યશવિરને આમ ઊભો રહી ગયેલો જોઈ ગોપાલે ખોંખારો ખાતા કહ્યું,"ભાઈ, હવે કોની રાહ જોવે છે..!! જેની રાહ જોતો હતો એ તો સામે જ છે તો પછી હવે કેમ ઊભો રહી ગયો??? ચાલ હવે જે પૂછવું હોય અને જે કહેવું હોય જલ્દી કહી દે તો પછી જટ ઘેરભેગા થઇએ".. હજુ તો ગોપાલની વાત સાંભળી યશવીર એને વળતો જવાબ આપવા ગયો ત્યાં જ અનુરાધા સામેથી " વેણુ... વેણુ... મારા વ્હાલા....".. એમ બોલતી દોડતી આવી અને યશવીર ના હાથમાંથી વેણુ ને લઈને એને ચુંબન કરવા લાગી.... અનુરાધા વેણુ ને વ્હાલ વરસાવી રહી હતી... જ્યારે યશવીર મનમાં ને મનમાં અનુરાધા સંગેની પ્રેમની ઝલક માણી રહ્યો હતો..(હા, સાચું જ વાચ્યું.. યશવિર ને અનુરાધા જોડે પહેલી નજર નો પ્રેમ થઈ ગયો હતો..)અનુરાધા ની મિત્રતા અને યશવિર ના પ્રેમ ની ઝલક ને ગોપાલ એક તરફ ઊભો ઊભો નિહાળી રહ્યો હતો.

થોડીવાર એ લાગણીઓ ના રસની ઝલક માણી ગોપાલે એમાં ખલેલ પહોંચાડતા યશવીર ને કોણી મારી અને અનુરાધા તરફ ઈશારો કર્યો.. પછી યશવીરે અનુરાધા ને કહ્યું કે,"તમે ખોટું ના લગાવો તો હું તમને વેણુ ને લઈને કંઇક કહેવા માંગુ છું..!!"વેણુ ને વ્હાલ કરવામાં અનુરાધા એટલી વ્યસ્ત હતી કે એને વેણુ ના પગનો પાટો દેખાયો જ નહીં... એ યશવિર સામુ જોઈ ને કહેવા લાગી,"હા, બોલોને... ખોટું એમાં શું લાગે..??"

યશવીરે પહેલા ગોપાલ સામુ નજર કરી પછી અનુરાધાને હિચકિચાટ સાથે કહેવા લાગ્યો કે "સાંભળો, હજુ વેણુ ને અમે સાવ સાજુ નથી કરી શક્યા...જો તમારે આને સાવ સાજુ કરવું હોય તો વેણુ ને ત્રણ દિવસ સુધી અમારી જોડે પાટો બદલાવવા માટે અમને સોંપવું પડશે ..રોજ સાંજે અમે વેણુ ને અમારી જોડે લઈ જાશું અને બીજા દિવસે તમને ફરી આપીશું.. આમ બે-ત્રણ દિવસ સુધી તો ના છૂટકે તમારે વેણુ ને અમારા હાથે સોંપવું જ પડશે..!! બાકી તમારી ઈચ્છા?? તમે જેમ કહો એમ???

હવે અનુરાધા નો શું નિર્ણય હશે??? શું એ વેણુ ને ફરીથી યશવીર જોડે પાટો બંધાવવા મોકલશે?? ને વળી, શું યશવિર અનુરાધા સમક્ષ પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકશે???


જાણો આવતાં.... ભાગ-15...."અદભૂત મેળાપ"...માં

Rate & Review

bhavna

bhavna 9 months ago

dinesh gadhe

dinesh gadhe 10 months ago

Krisha

Krisha Matrubharti Verified 1 year ago

Kamini Vora

Kamini Vora 1 year ago

SMChauhan

SMChauhan 1 year ago