Kudaratna lekha - jokha - 10 books and stories free download online pdf in Gujarati

કુદરતના લેખા - જોખા - 10


આગળ જોયું કે બધા જ યાત્રિકો આગળ પ્રવાસ માટે તૈયારી બતાવે છે. ટીવી પર દર્શાવાતા એક સમાચાર થી સાગર ચોંકી ઊઠે છે. અને મયુર ને મળવા દોડી જાય છે. હવે આગળ....

* * * * * * * * * * * * *

સાગર ના ઘર થી મયુર ના ઘર સુધી નો રસ્તો ૨૦ મિનિટ સુધી નોજ હતો પરંતુ આજે સાગર ને મયુર નું ઘર માઈલો દૂર જેવું લાગી રહ્યું હતું. સાગર ફૂલ સ્પીડ થી પોતાની બાઈક ચલાવી રહ્યો હતો. એક સર્કલ પર તો એક્સીડન્ટ થતાં થતાં માંડ બચ્યો. આખરે મયુર ના ઘર પાસે વિપુલ અને હેનીશ ને જોતા જ એને હાશકારો થયો.

સાગર :- સારું થયું તમે બંને મારી પહેલા પહોંચી ગયા. સાગર પોતાની ગાડી ને સ્ટેન્ડ માં મૂકતા હેનીશ અને વિપુલ ને કહ્યું.

વિપુલ :- એ બધું છોડ સાગર, તું પહેલા એ વાત જણાવ કે મયુર ના ઘરે શા માટે જવું છે? એ આપણી સાથે સરખી વાત પણ નહિ કરે તો સામે થી આપણે અપમાનિત થવા શા માટે એના ઘરે આવવું જ જોઈએ.

સાગર :- જો વિપુલ, વાત જ એટલી ગંભીર છે કે આપણે મયુર ના ઘરે જવું જ રહ્યું. તને ખબર જ છે ને કે મયુર ના પરિવાર ના સભ્યો ચાર ધામ ની યાત્રા કરવા ગયા છે. આપણે જ એ લોકો ને બસ માં બેસાડવા ગયા હતા.

વિપુલ :- હા, ખબર છે તો. થોડા વધારે ગુસ્સા માં સાગર ને કહ્યું.

સાગર :- હમણાં જ ટીવી પર સમાચાર માં મે જોયું કે સુરેન્દ્રનગર થી ઉપડેલી યાત્રાળુ થી ભરેલી બસ નેપાળ ના રસ્તે મોટી ખીણ માં ખાબકતા હાજર બધા જ યાત્રિકોના ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા છે.

બની જ ના શકે યાર, વિપુલ અને હેનીશ એક સાથે બોલી ઉઠ્યા.

વિપુલ :- એવી શું ખાતરી છે કે એમાં જ મયુર નો પરિવાર હોય? સુરેન્દ્ર નગર થી તો ઘણી બસ યાત્રા માટે નીકળે છે. એક નવી આશા જગાવતા કહ્યું. હેનીશ પણ એ વાત ને સમર્થન આપતા કહ્યું કે એવું પણ બની શકે છે.

સાગર :- કાશ! તમે સાચા હોત. પરંતુ ટીવી પર દર્શાવાતા સમાચાર માં એ જ બસ બતાવતા હતા જેમાં મયુર ના પરિવાર ને આપણે બેસાડ્યા હતા. બસ નો નંબર પણ એ જ હતો. હું તો આ સમાચાર સાંભળી ને જ ખૂબ વ્યાકુળ છું. માટે જ તમને અહી બોલાવ્યા છે. આવી દુઃખદ ઘટના ના સમયે આપણે મયુર ની સાથે રહેવું જ જોઈએ.

વિપુલ:- ઓહ.. ખરેખર મયુર ના પરિવાર સાથે આવું બન્યું હોય તો એ દુઃખદ ઘટના કહેવાય. આપણે મયુર ને આવા સમયે સાથ આપવો જ જોઈએ.
વિપુલ ને અત્યાર સુધી મયુર પ્રત્યે નો ગુસ્સો હતો એ પળવાર માં હવા માં ઓગળી ગયો હતો. એના પ્રત્યે ની ધૃણા લાગણી માં પરિવર્તિત થઈ ગઈ. કદાચ આનું નામ જ મિત્રતા હશે! સુખ માં ભલે સાથ ના આપી શકીએ પણ દુઃખ માં તો સાથ આપવા હંમેશાં તૈયારી બતાવે. અચાનક કંઇક યાદ આવતા વિપુલ સાગર ને કહે છે.

વિપુલ :- મયુર ને આ બાબત ની જાણ છે કે?

સાગર :- ખબર નહિ, મે એને ફોન કર્યા પણ એ ફોન ઉપાડતો જ નથી.

વિપુલ :- તો ચાલો આપણે પહેલા એને મળી લઈએ. એના ચેહરા પર થી જ ખબર પડી જશે કે એ વાત જાણે છે કે નહિ. જો એ ના જાણતો હોય તો આપણે એને આ વાત જણાવીશું.

હા ચાલો આપણે જઈએ. સાગર અને હેનીશ બંને સાથે જ કહે છે.

સાગર મયુર ના ઘરની બહાર લગાવેલી ડોરબેલ સ્વીચ દબાવે છે. થોડી વાર માં જ મયુર દરવાજો ખોલે છે. સામે એના ત્રણેય મિત્રો ને જોતા થોડો આશ્ચર્યચકિત નજરે અને ગુસ્સાના ભાવ થી જુએ છે જાણે આંખોથી જ એના મિત્રો ને કહેતો હોય કે શા માટે અહી આવ્યા છો? સાગર, હેનીશ અને વિપુલ મયુર ના ચહેરા ને જોતા જ સમજી જાય છે કે નેપાળ માં ઘટેલી દુર્ઘટના વિશે મયુર સાવ અજાણ છે. મયુર કાંઈ પૂછે એ પહેલાં જ એના ત્રણેય મિત્રો ઘર ની અંદર પ્રવેશી જાય છે. આવકાર વગર જ અંદર આવી જતા મિત્રો ને જોતા મયુર ને વધુ આંચકો લાગે છે અને તે વધુ ગુસ્સે થાય છે.

ત્રણેય મિત્રો હોલ ના કોર્નર સોફા પર ગોઠવાયા. ત્રણેય સારી રીતે સમજતા હતા કે વાત બહુ જ ગંભીર છે. મયુર ને પાસે બેસાડી વાત ને વ્યવસ્થિત રજૂ કરવી પડશે નહીતો મયુર ને સંભાળવો અઘરો પડી જશે. માટે વાત નો દોર સાગરે સંભાળ્યો.

સાગર:- મયુર તું મારી બાજુ બેસ. સાગરે ખૂબ જ ગંભીર અને લાગણીશીલ અવાજે મયુર ને કહ્યું.

મયુર પણ જાણે સાગર ના ગંભીર અવાજ ને ઓળખી ગયો હોય એમ એની બાજુ માં બેઠક લે છે. સાગર ના એ ગંભીર અવાજ થી મયુર નો ગુસ્સો પીગળી જાય છે.

મયુર :- તમે લોકો કેમ આમ અચાનક મારા ઘરે? આટલા બધા ગંભીર ચહેરા કેમ છે તમારા લોકો ના?
બધા ના ચહેરા જોય ને મયુર લાગણીશીલ થઈ જાય છે.

સાગર :- તારા મમ્મી પપ્પા સાથે તારે ક્યારે વાત થઈ હતી? સાગરે સીધી વાત કરવાની જગ્યા એ વાત ને ફેરવતા કહ્યું.

મયુર :- કેમ શું થયું મારા મમ્મી પપ્પા ને!? મયુર ને આંચકો લાગ્યો. મારે તો સવાર માં જ વાત થઈ છે એ લોકો જોડે. પછી મયુરે આખી વાત એના મિત્રો ને કહી કે ત્યાં ધરતીકંપ આવ્યો હતો માટે ત્યાં બધાના ફોન બંધ થઈ ગયા હતા એટલે મારા પપ્પા એ નેપાળ ચેક પોસ્ટ પર થી મને ફોન કર્યો હતો. પણ ફરી એમનો ફોન આવ્યો નથી. કેમ શું થયું તમે મને કહો.

સાગર આખી વાત સમજી જાય છે. એક એક કડી મેળવતા એટલું એ સમજી જાય છે કે ત્યાં ધરતીકંપ આવ્યા પછી પણ એ લોકો આગળ ની સફર શરૂ રાખી હશે. આગળ જતાં કદાચ ફરી આંચકો આવ્યો હોય અને ડ્રાઈવરે બસ પર કાબૂ ગુમાવી દીધો હશે અને બસ મોટી ખીણ માં ખાબકી હશે અને ...... એ આગળ વિચારતા જ ફરી આઘાત અનુભવે છે. મયુર ના ફરી પુછાયેલ પ્રશ્ને સાગર નું ધ્યાન ભંગ કર્યું.

મયુર :- શું થયું છે મારા મમ્મી પપ્પા સાથે?

ક્રમશ:
પ્રમોદ સોલંકી

શું મયુર ને સાગર ઘટના વિશે જણાવી શકશે?
મયુર આ આઘાત ઝીલી શકશે?

જાણવા માટે વાંચતા રહો "કુદરતના લેખા - જોખા"

વધુ આવતા અંકે........

આપનો કિંમતી પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ
આભાર🙏🙏🙏