Rudrani ruhi - 59 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ-59

રુદ્રની રુહી... - ભાગ-59

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -59

" હેલો આદિત્ય, કેમ છે?" રુચિએ કઇંક નિશ્ચય કરીને આદિત્યને ફોન લગાવ્યો.

"હાય ,સ્વિટહાર્ટ.હું ઠીક નહીં એક્સાઇટેડ છું.કાલથી આપણા લગ્નના ફંકશન શરૂ થઇ જશે."આદિત્યના અવાજમાં ઉત્સાહ હતો જે રુચિના અવાજમાં નહતો.

"આદિત્ય,મારે તને કઇંક કહેવું છે." રુચિ.

"શું થયું બેબી?"આદિત્યને રુચિના અવાજથી ચિંતા થઇ.

"આદિત્ય,હું આ લગ્ન નથી કરવા માંગતી કેમ કે હું તને નહીં પણ શોર્યને પ્રેમ કરું છું.તે પણ મને ચાહે છે.તું પપ્પાને જાણે છે તે આ વાત માટે રાજી નહીં થાય.તો આદિત્ય પ્લીઝ,તું આ લગ્ન માટે ના પાડી દે.આદિત્ય તને મારા સમ જો તે મને ક્યારેય પણ સાચો પ્રેમ કર્યો હોય અને જો હું તારી દોસ્ત હોઉ તો તું મને તારી સાથેના આ સંબંધ માંથી મુક્ત કર."રુચિ આટલું કહેતા રડી પડી.આદિત્યને આઘાત લાગ્યો.તેના માટે આ બેવડો માર હતો કેમકે તે રુચિને નાનપણથી પોતાની પત્ની બનાવવા માંગતો હતો અને હેત ગજરાલની મિલકત જ તેને બરબાદીમાંથી બચાવી શકે એમ હતી.રુચિ માટે તેણે પોતાનું સુખી લગ્ન જીવન પણ દાવ પર લગાવી દીધું હતું.તે સમજી ગયો હતો કે રુચિ સાથે સમજદારીથી કામ લેવાનું હતું.

"હા હા રુચિ,ગુડ જોક.મને ખબર છે કે તું પેલા દિવસની વાતને લઇને એટલી નારાજ છે કે મને સબક શીખવાડવા માટે તું આ કરી રહી છો.ડાર્લિંગ એક વાર આપણા લગ્ન થઇ જવા દે પછી આપણે વચ્ચેનો કોઇ રસ્તો કાઢીશું અને હા મને ખબર છે કે શોર્ય માત્ર તારો દોસ્ત છે.બેબી આઇ લવ યુ અને સોરી તે દિવસ માટે.ચલ બાય મમ્મી બોલાવે છે.આ જોને સગાંસંબંધીથી ઘર ભરાઇ ગયું છે.લવ યુ બેબી બાય."ફોન પર તેને કીસ કરીને આદિત્યએ ફોન કાપી નાખ્યો અને તેને સ્વિચઓફ કરી નાખ્યો.

અહીં રુચિએ ગુસ્સામાં પોતાનો ફોન ફેંક્યો.તેની સહેલીએ તેને શાંત કરવાની કોશીશ કરી.

"રુચિ,મને ખબર જ હતી કે આવું જ કઇંક થશે.એક વાત કહું કે જો શોર્ય તને સાચો પ્રેમ કરતો હોતતો તે કોઇપણ રસ્તો કાઢી જ લેત તારી સાથે લગ્ન કરવા આમ શાંતિથી બેસીના રહેત.ભુલી જા તેને અનેકરીલે આ લગ્ન આદિત્ય સાથે."તેની સહેલીએ તેને સાચી સલાહ આપી.

રુચિ શાંત થઇને બેસી તે ખુબ જ દુખી હતી તેણે વિચાર્યું,
"આ આદિત્ય બહુ જ સ્માર્ટ બને છે પણ હું તેની સ્માર્ટનેસ નહીં ચાલવા દઉં.મારી સહેલીની વાત પણ સાચી છે.શોર્યે મને એકવાર પણ ના કહ્યું કે રુચિ હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું.

લાગે છે કે આ લગ્ન કરવા સિવાય મારી પાસે કોઇ જ રસ્તો નથી પણ એક વાત તો છે કે હું તેને મારી સાથે તે રીતે તો નહીં જ વર્તવા દઉં કે જે રીતે તે રુહી સાથે વર્તતો હતો.તેણે મારી વાત અત્યારે મજાકમાં કાઢીને લગ્ન પછી તેની જિંદગી હું મજાક બનાવી દઈશ.આ મારું વચન છે."

અહીં આ વાત આદિત્યે અદિતિને કહી,

"ભાઇ,રુચિ બહુ જ ચાલાક છે સાચું કહું તેને રુહીની જેમ હળવાશમાં લેવાની કોશીશ ના કરતા અને ભાઇ પેલી રુહી પણ લગ્ન કરી રહી છે.તેનું પણ કઇંક કરવું પડશે.ભાઇ કઇંક તો કરો કે રુચિ અને રુહી બન્નેને પાઠ મળે."અદિતિ દાંત ભીસીને બોલી.રુચિ અને રુહી વિરુદ્ધ પોતાના ભાઇને ભડકાવવામાં તેણે કશુંજ બાકી ના રાખ્યું.

* * *

અહીં રુદ્ર આરુહને લઇને પોતાના રૂમમાં આવ્યો.તેણે આરુહને બ્રશ કરાવ્યું ,તેને નાઇટ ડ્રેસ પહેરાવ્યો.તેના માથામાં તેલ નાખીને માલીશ કરી દીધું પછી રુદ્ર તેને ઉંચકીને પલંગ પર લઈ ગયો.

"આરુહ,ચલ સુતા પહેલા આપણે પ્રાર્થના કરીએ."

" પણ બડી,મને તો સ્કુલની એક કે બે પ્રેયર સિવાય કશુંજ નથી આવડતું.મોમ શીખવાડવાની કોશીશ કરતી હતી પણ મે ક્યારેય તેની વાત ના માની."આરુહ બોલ્યો

"કોઇ વાંધો નહી.હું શીખવાડીશ તને.તું મારી પાસેથી શીખીશ ને?"રુદ્ર બોલ્યો.આરુહે હકારમાં માથું હલાવ્યું.

રુદ્ર અને આરુહ પલંગ પર હાથ જોડીને આંખો બંધ કરીને બેસી ગયા.રુદ્રએ આરુહને થોડા શ્લોક અને એક નાની પ્રાર્થના શીખવાડી.આરુહને ખુબ જ મજા આવી.

રુદ્ર રાત્રે સુતી વખતે હંમેશાં માત્ર શોર્ટ્સ પહેરતો હતો.તેણે પોતાનું ટીશર્ટ કાઢ્યું અને સાઇડમાં મુક્યું.આરુહ તેનેજ જોઇ રહ્યો હતો.

"બડી,તમારા સિક્સ પેક તો મસ્ત છે અને મશલ્સ પણ.મારે પણ આવા સિક્સપેક્સ બનાવવા છે.મારે પણ ટીશર્ટ નિકાળીને ઊંઘવુ છે તમારી જેમ."આરુહ બોલ્યો અને તેણે પણ રુદ્રની જેમ ટીશર્ટ કાઢી નાખ્યું.જે જોઇ રુદ્રને હસવું આવ્યું.આરુહ ખુબ જ દુબળો પતલો હતો તેમાપણ બોર્ડીંગ સ્કુલમાં જઇને તે વધુ સુકાઇ ગયો હતો.
"હમ્મ આરુહ બડી,તારી બોડી બનાવવામાં આપણે ખુબ જ મહેનત કરવી પડશે.તારી મમ્મીના અને મારા લગ્ન પછી આપણે તે કરીશું."રુદ્ર બોલ્યો.

"બડી,મને બેડટાઇમ સ્ટોરી સાંભળવી છે."આરુહે ડિમાન્ડ કરી અને રુદ્ર ક્લિનબોલ્ડ કરી નાખ્યો.

"બેટા,આ તો ખુબ જ ડિફિકલ્ટ છે.એક કામ કર આજે તું મને સંભળાવ કાલે હું તને સંભળાવીશ.મને તો નથી અાવડતી પણ કાલે હું શીખી લઇશ."રુદ્રે કહ્યું.

"ઓ.કે બડી."આટલું કહીને આરુહે રુદ્રની ખુલ્લી છાતી પર પોતાનું માથું રાખ્યું તેની ફરતે પોતાના નાના હાથ વિટાળ્યાં અને તેણે સ્ટોરી કહેવાની શરૂ કરી પણ થોડીક જ વારમાં બાપદિકરો ધસધસાટ સુઇ ગયાં.એકબીજાને વ્હાલા થઇને આરુહ રુદ્રની ઉપર જ સુઇ ગયો.

અહીં રુહી બેચેન હતી.તેને આરુહના જ વિચારો આવતા હતા.રિતુનું ધ્યાન હતું તેની આ બેચેની પર.

"રુહી,જા જઇને મળી આવ એક વાર આરુહને.મને ખબર છે કે તું તેના જ વિશે વિચારી રહી છે."રિતુ બોલી.

રુહી તરત જ ઊભી થઇને રુદ્રના રૂમમાં ગઇ અને ધીમેથી દરવાજો ખોલ્યો.સામેનું દ્રશ્ય જોઇને તે ભાવવિભોર થઇ ગઇ.આરુહ અને આદિત્યનું બોન્ડીંગ પણ ખુબ જ સરસ હતું પણ આદિત્ય તેને ક્યારેય પોતાના બેડરૂમમાં નહતો સુવા દેતો જ્યારથી તે સાત વર્ષનો હતો ત્યારથી તેને અલગ સુવાની તેણે ફરજ પાડી હતી જ્યારે રુહી આ વાતના વિરોધમાં હતી.આરુહ રુદ્રની છાતી પર નિશ્ચિત થઇને સુતેલો હતો અને રુદ્ર, તેના ચહેરા પર પણ એક શાંતિ અને પિતા બનવાનું સુખ ઊંઘમાં પણ ઝળકતું હતું.

રુહીએ પોતાની આંખમાં આવેલા આંસુને તેણે લુછ્યાં અને જઇને રુદ્ર અને આરુહના કપાળ પર ચુંબન કરી તે પણ સુવા જતી રહી.

બીજા દિવસે સવારે રુદ્ર,રુહી અને અભિષેક તૈયાર થઇ ગયાં.તે લોકો ખેડૂતો અને તે મહિલાઓને આમંત્રણ આપવા કંકોત્રી ,મિઠાઈ અને ડ્રાયફ્રુટના બોક્ષ લઇને ગયાં.તેમને જોતા જ બધાં ખેડૂતો અને તે ગૃહઉધોગની મહિલાઓ ત્યાં આવી ગયાં.બધાંની અંદર ગુસપુસ થવા માંડી.તેમનો આગેવાન આગળ આવ્યો અને બોલ્યો,

"રુદ્રભાઈ,તે દિવસે રાત્રે પાર્ટીમાં જે પણ બન્યું તે અમારા સાંભળવામાં આવ્યું.અમે બધી જ સત્ય હકિકત જાણી.ત્યાં એ વાતની ચર્ચા થઇ કે તમારી સાથે આગળ કામ કરવાથી અમારા બાળકો પર ખોટી અસર થશે."

રુદ્ર અને રુહી દુખી ચહેરે એકબીજાની સામે જોવા લાગ્યાં.તેમને લાગ્યું કે કાકાસાહેબ ,શોર્ય,રુચિ અને આદિત્યનો પ્લાન સફળ થઇ ગયો.વર્ષોથી રુદ્રના ભાગીદાર એવા ખેડૂતો આજે તેનો સાથ છોડી દેશે.તેણે હાથ જોડ્યા અને ત્યાં ઊભા રહેવાનો કોઇ ફાયદો નથી તેમ વિચારીને ઘરે જવાની તૈયારી કરી.

તેટલાંમાં તેમના મહિલા આગેવાન અને ગૃહ ઉધોગની મહિલાઓ આગળ આવી.તે ખુરશી અને ચા પાણી ,નાસ્તો લાવ્યા.

ખેડૂતોના આગેવાન આગળ આવ્યાં અને બોલ્યા,

"રુદ્રભાઇ,ક્યાંજાઓ છો? લાગે છે કઇંક કહેવા આવ્યાં હતા અને તે કહ્યા વગર જ જતા રહેશો.આ ચા-ન‍ાસ્તો કર્યા વગર તો નહીં જ જવા દઉં."

"રુદ્ર ભાઇ,રુહીબેન સાથે જે થયું તે ખુબ જ ખરાબ હતું.તે મહિલા પત્રકારે તેમનું અપમાન કરવાની ખુબ કોશીશ કરી.સાંભળ્યું છે કે પેલા વિદેશી લોકો પણ પેલી ફાયદા વાળી ડીલ કેન્સલ કરી.સાચે આજે સાબિત થઇ ગયું કે વિદેશમાં રહેવાથી વિચારો આધુનિક નથી થતાં."તે મહિલા આગેવાન બોલી.

"હા રુદ્રભાઇ,અમે તમામ ખેડૂત ભાઇઓ અને અમારો પરિવાર અને આ ગૃહ ઉધોગવાળી મહિલાઓ પણ આપની સાથે જ છીએ.એક વિદેશી ડીલ કેન્સલ થવાથી કોઇ ફરક નથી પડતો.નુકશાન તેમનું જ છે.અમને તમારા પર વિશ્વાસ હતો,વિશ્વાસ છે અને વિશ્વાસ રહેશે."ખેડૂતોનો આગેવાન બોલ્યો.જેમા ત્યાં હાજર બધાએ જોરથી હકારો પુરાવ્યો.રુદ્ર,રુહી અને અભિષેકની આંખમાં આંસુ હતાં તેમણે બે હાથ જોડીને તેમનો આભાર માન્યો.

"ખેડૂતભાઇઓ અને મહિલાઓ,આજથી આપના લાડલા રુદ્રભાઇ અને રુહીના લગ્નના પ્રસંગ શરૂ થાય છે.તો આપ સૌને આમંત્રણ છે કે ત્રણે ત્રણ દિવસ આપ સૌ આપના પરિવાર સાથે દરેક પ્રસંગમાં હાજરી આપશો."આટલું કહીને અભિષેકે રુદ્ર અને રુહી સાથે મળીને આમંત્રણપત્રીકા અને મિઠાઇ-ડ્રાયફ્રુટના બોક્ષ વેંચ્યા.તે લોકો ખુશી ખુશી ઘરે પાછા આવ્યાં.

"બડી,ક્યાં જતા રહ્યા હતા મને ઊંઘતો મુકીને? આઇ એમ એન્ગ્રી."આરુહ મોઢું ફુલાવીને બોલ્યો.

"ઓહો...સોરી આરુહ હવે તને મનાવવા મારે શું કરવું પડશે?" રુદ્ર તેની પાસે જઇને વિચારવાની મુદ્રામાં બોલ્યો.

"ક્રિકેટ રમવું પડશે અને મને હોર્સરાઇડીંગ કરાવવું પડશે.તો જ હું માનીશ."આરુહ જોરથી તેના કાનમાં બોલ્યો.

"ડન."રુદ્ર બોલ્યો.

"ઓ હેલો,શું ડન?હમણાં કોરીયોગ્રાફર આવશે કાલે તમારા સંગીત અને મહેંદીનું ફંકશન છે.તો ડાન્સ શીખવાડશે.તારે અને રુહીએ કપલ પરફોર્મન્સ આપવાનું છે.બાકી જેની ઇચ્છા હોય તે પરફોર્મન્સ આપી શકે છે."અભિષેક બોલ્યો.

"એક મીનીટ અભિષેક ચાચુ,તમે અને રિતુચાચી પણ સાથે પરફોર્મન્સ આપશો અને હું મારા રુદ્ર બડી સાથે."આરુહે જાણે કે ફરમાન કર્યું.

અભિષેક અને રિતુએ એકબીજાની સામે જોયું.રિતુ થોડી શરમાઇ ગઇ.

"રુહી ,ચલ બ્યુટીશીયન આવી ગઇ છે.તારી બ્યુટી ટ્રીટમેન્ટ શરૂ કરીએ.રસોડાની ચિંતા ના કરતી.અમે રસોઈયા બોલાવી લીધાં છે.હવે લગ્ન સુધી આ ઘરમાં નો રોના ધોના ઓન્લી ફન.કોઇ હવે તે ચંડાળચોકડીનું નામ નહીં લે."રિતુ બોલી તેણે આદિત્યનું નામ ના લેતા તેમની ટોળકી તરફ ઇશારો કર્યો.

તો શરૂ થઇ ગઇ છે એક રોયલ કપલના લગ્નના ફંકશન્સ.માણો રુદ્ર- રુહીના સંગીત અને મહેંદીના ફંકશનને આવતા ભાગમાં.ફુલ ઓફ મસ્તી,ફન અને રોમાન્સ.
કેવો રહે છે તેમના લગ્નનો આ પહેલો પ્રસંગ ?
જાણવા વાંચતા રહો.

Rate & Review

Avnibhabhi

Avnibhabhi 1 week ago

Gadhvi Aaspar

Gadhvi Aaspar 8 months ago

Bhimji

Bhimji 1 year ago

Pragnesh Desai

Pragnesh Desai 1 year ago

Neepa

Neepa 1 year ago