The suffering of Vatsalya books and stories free download online pdf in Gujarati

વાત્સલ્ય ની વેદના

મમ્મી.. મમ્મી.. મારી સ્કૂલ બસ હમણાં જ આવશે.. મારું લંચ બોક્ષ તૈયાર છે ને..જો બસ નું હોર્ન વાગ્યું. આર્યને બુટ પહેરવા પગ બુટ મા નાખતાં પગ અંદર ગયો નહિ.. મમ્મી બુટ મા પગ જતો નથી.. મમ્મી એ બુટ મા ભરાયેલી વસ્તુ કાઢવાની કોશિશ કરતાં મમ્મી એ જોર થી ચીસ પડતાં નાનકડો આર્યન ગભરાઈ ગયો અને તેની બાજુ માંથી કાળોતરો વીંછી નીકળી જઈ ગાર્ડન મા ચાલ્યો ગયો.. મમ્મી ની પીડા જોઈ ને આર્યને.. પપ્પા પપ્પા.. બુમ પાડતા વિનોદભાઈ બહારે આવી ને જોયું તો પત્ની રમીલા ગાર્ડન મા પડી હતી. વિનોદે તરત ગાડી કાઢી ને રમીલા ને હોસ્પિટલ લઈ જતાં હતા આર્યન રડવા લાગ્યો.. મમ્મી ને સારું થઈ જશે તેમ આર્યન ને પપ્પા સમજાવતાં સમજાવતાં ગાડી ને હોસ્પિટલ તરફ જતા હતા ... આ વાત ને વર્ષો વિતી ગયા સમયે પપ્પા ને સાથ ન આપતાં સ્વર્ગવાસ થતા મમ્મી પણ એકાંત નો અનુભવ કરી રહ્યા હતા..
અમારું ઘર નવસારી જિલ્લાના નાનકડા ગામ ધરમપુરમાં ખખડી ગયું હતું. હજુ બે વરસ પહેલાં જ ગ્રેજ્યુએશન કરીને અમેરિકા ગયો હતો. મને ગામનાં આગેવાનોએ ભેગા થઈને સમજાવેલ, 'હવે તારા વૃદ્ધ મમ્મી ને તારી સાથે અમેરિકા તેડી જા અહીંયાં તેમની દેખભાળ સાજે માંદે કોણ ધ્યાન રાખશે.?'


આર્યન વિચારમાં પડી ગયો, હજુ તેને થોડા સમય પહેલા સારી જોબ મળી હતી. તે વધુ કમાણી કરી બચત માંથી ન્યૂ કાર અને પેન્ટ હાઉસ ખરીદવાની લાલસા તેનામા હતી. વધારા માં આ મમ્મી નો વધારાનો ખર્ચ ક્યાંથી કાઢવો ? તે પ્રશ્ન તેને સતાવી રહ્યો હતો
તેના વડીલ કાકાઓ અને અન્ય ગામ લોકોની સમજાવટ અને હઠ આગળ આર્યનનું કાંઇ ના ચાલ્યું. રમીલબા અમેરિકા જવા મળશે તેની ખુશી રમિલાબા ના ચ્હેરા પર જોવા મળતી હતી હવે ત્યાં દીકરા જોડે રહેવાશે અને ત્યાંની જ કોઈ છોકરી જોડે આર્યન નું ગોઠવી જશે તેવા વિચારો ને લઈ ખુશખુશાલ હતા.

સમય જતાં આર્યનાએ મમ્મી ને નોકરી પર લગાડી દેવાનું વિચાર્યું . તેણે મમ્મી ને શાંતિથી સમજાવ્યું. 'મમ્મી, તને અહીં એકલા બેઠા રહેવું નહીં ગમે, તેથી તને સ્ટોરમાં કામે લગાડી દઉં છુ.આર્યન ના મન માં કલાક ના દસ ડોલર ની આવક નો વધારો આવશે તેવી ગણતરી કરી રહ્યો હતો.

'પણ બેટા મને આ ઉંમરે ઓછું સંભળાય છે અને મોતિય પાકવાથી દેખવાનું પણ ઓછું થઈ ગયું છે. વળી મને અહી અંગ્રેજી બોલતા પણ ન ફાવે'. મમ્મી કરગરી ઉઠતાં બોલ્યા.

'મમ્મી હું તને મારા મિત્રના નોવેલ્ટી ગ્રોસરી સ્ટોરમાં જ નોકરી પર રાખીશ, ત્યાં તારે બોલવાનું નથી, શેઠ કહે તે માલ સાફ કરીને ગોઠવવાનો જ છે.' આર્યને મમ્મી ને કડક ભાષામાં કહ્યું. ડોલર ની લાલચ મમ્મી ની ઉંમર લિહાજ ભૂલી રહ્યો હતો.
રમીલાબાએ કચવાતે હૈયે હા પાડી.

આર્યન તેને નોવેલ્ટી ગ્રોસરી સ્ટોરમાં મુકવા ગયો. શેઠે આર્યન ની મમ્મી ની ઉંમર જોઈ આર્યનને મમ્મી ઘેર જ આરામ કરાવવાની સલાહ આપી . પણ આર્યન માને તોને ! તેણે તો મમ્મી ને કામે લગાડી દીધા. મમ્મી ને દુકાનદારે દરરોજ આઠ કલાકની ડયુટી આપી દીધી.
સાડીને બદલે પેન્ટ શર્ટનો ડ્રેસકોડ
મમ્મી માટે સાવ નવો હતો. માંડ માંડ મોર્ડન ડ્રેસ સાથે મમ્મી એડજસ્ટ થયાં, સવારના દસ થી સાંજના છ વાગ્યા ની ડયુટી હોવાથી સવાર મા વહેલું ટિફિન પણ મમ્મી ને જ બનાવવાનું રહેતું તૈયાર થઈ દસ વાગે તો ફરજ પર પહોંચી જવાનું, મમ્મી ને અઘરું પડતું હતું, પણ આર્યનને મનમાં મમ્મીના કમાયેલા ડોલર દેખાતા હતાં, એટલે શું થાય ?

બિચારાં મમ્મી ! દેખાય ઓછું તોય જે સામાન ગોઠવવાનો હોય તે ગોડાઉનમાંથી લાવી સાફ કરી ગોઠવવાનું કામ કરવા લાગ્યા. દિવસનાં એંશી ડોલર આર્યન સીધાં શેઠ પાસેથી આર્યન લઈ લેતો.
આર્યન આ વધારાની આવકથી ખુશ હતો. મનમાં તે સુંદર પેન્ટહાઉસ અને લેક્સસ ગાડીના સપના જોવા લાગ્યો હતો

ડોલરની લાલચ માણસને કેટલો સ્વાર્થી બનાવી દે છે ??

આર્યન મોટી ગુજરાતી મોટેલમાં મેનેજરનું કામ કરતો હતો. તેના શેઠની રૂપાળી સુંદર પુત્રી પ્રિન્સી ને ફસાવવા તે રોજ લાઇન માર્યા કરતો. કોઈને કોઈ બહાને તે પ્રીન્સી પટ્ટાવા અનેક તુત ફિતુર કરતો રહેતો..

પ્રિન્સી ને પણ હવે તેની નજદીકી પસંદ પડી રહી હતી, તે પણ ધીમે ધીમે આર્યન તરફ ખેંચાવા લાગી.
જો શેઠના જમાઈ બની જવાય તો લીલા લહેર છે, તેમ વિચારી આર્યન તેની વધુ ને વધુ નજીક રહેવા લાગ્યો અને પોતાની પ્રેમજાળ માં પ્રિન્સી ને ફસાવવા લાગ્યો

એક વિકેન્ડ ની સાંજે બંને કાર માં ફરીને ઘરે આવી રહ્યા હતા પ્રિન્સી એ નોવેલ્ટી ગ્રોસરી સ્ટોર જોઈ, ઘર માટે ગ્રોસરી ની ખરીદી યાદ આવી જતા તેણે આર્યન ને કહ્યું ડિયર આ નોવેલ્ટી ગ્રોસરી સ્ટોર પાસે પાંચ મિનિટ કાર રોકજે તો, મારે ઘર માટે ગ્રોસરી લેવી છે.'
સ્ટોર ને જોતાં જ
આર્યન ને મમ્મી ની યાદ આવતા કહ્યું, 'ના, ના, મારે આજે ઉતાવળ છે, ફરી ક્યારેક લઈ જશું '
પ્રિન્સી મક્કમ હતી, 'મારે તો આજે રાત્રે જ આ ગ્રોસરીનું કામ છે. પાંચ મિનિટ કાર રોક.'
હવે આર્યનને કાર રોકવા સિવાય છુટકારો જ ન હતો.
નોવેલ્ટી ગ્રોસરી સ્ટોરમાં મમ્મી રમીલાબેન સાંજના કચરા-પોતાં વેક્યુમથી કરતાં હતા. શેઠ બહાર ગયા હતા. પ્રિન્સીએ ઓર્ડર કર્યો 'એય ઓલ્ડ લેડી , મને સારી ક્વોલીટીના ઇન્ડિયન ટી અને બેસન બતાવ.' તેણે ગુજરાતી બુઢીને જોઈ ગુજરાતીમાં જ ઓર્ડર કર્યો.

આર્યન જાણે મમ્મીને જોયા જ ના હોય, તે રીતે મોં ફેરવી લીધું.
મમ્મી સમજી ગયા કે પોતાની ગર્લફ્રેન્ડ સાથે હોવાથી દીકરો મોં છુપાવી રહ્યો છે.

લાલચું આર્યનને આવી સામાન્ય આયા જેવી નોકરી કરતી મમ્મી ને પોતાની પૈસાદાર ગર્લફ્રેન્ડ પ્રિન્સી જોડે ઓળખાણ કરાવતા શરમ આવતી હતી.
પ્રિન્સીને યાદ આવતા બોલી 'માજી, મને ઇન્ડિયન ચીલી અને ટર્મરેટનું પેકેટ આપ.'

રમીલાને અંગ્રેજી ક્યાં આવડે ? તેમણે પૂછયું 'શું આપું ?'
પ્રિન્સીનો મિજાજ ગયો, તે બગડી 'બુઢી, તને ચીલી અને ટર્મરેટનું ગુજરાતી પણ આવડતું નથી, તો નોકરી શા માટે કરે છે ?'
'આવાં ને આવાં ડોસલા શું નોકરીએ આવતા હશે' એવું કહીને આર્યને પ્રિન્સી ની ચમચાગીરી કરવા આડું જોઈને બોલવા લાગ્યો

રમીલાબા વિચારમાં પડયા. 'આ મારો દીકરો થઈને મને જ ભાંડે છે, તેણે તો મને પરાણે નોકરીએ રાખી છે.' પણ શું થાય ?
મરચાંનું પેકેટ લાવતા તેમના ધ્રુજતાં હાથમાંથી પેકેટ સરકી ને પ્રિન્સી નાં કિમતી ડ્રેસ પર પડેલ રમીલા ગભરાઈને ધ્રૂજવા લાગ્યા.

પ્રિન્સીએ ગુસ્સે થઈને ધક્કો મારતાં કહ્યું, 'ડોસલી, દેખતી નથી.' અને રમીલા
સામે પડેલા સ્ટુલના ખૂણા સાથે અથડાતા
માથામાં લોહીની ધાર સાથે જમીન પર પડતા ની સાથે
આર્યન આ જોઈને ગુંચવાયો. અચાનક તેના અંતરાત્માએ ઠપકાર્યો.
'અલ્યા, તારી બુઢીમાંનું આવું અપમાન થાય અને તું જોયા કરે છે, મમ્મી એ તને કેટલું દુઃખ વેઠી ભણાવી ગણાવીને મોટો કર્યો, અને તું તેના આવા હાલ કરે છે ??' લાલચું આર્યનની બનાવટ અને લાલચ હવામાં ઊડી ગયા, તે દોડયો, મમ્મીને બેઠા કરી માથાના લોહીને શુદ્ધ કપડાથી દબાવતા ગુસ્સે થઈને બોલ્યો, 'પ્રિન્સી, સિનિયર સિટીઝન સાથે વર્તન કરતાંય નથી આવડતું તને આ મારા મમ્મી છે' અને તેણે હાથ ના સહારે મમ્મી ને ઉભા કર્યા ની સાથે મમ્મી ની આંખોમાંથી આંસુની ધાર ચાલી.
આવી નોકરાણી તારી માં, પહેલેથી કહેવું જોઈએ ને ?' એવું બોલીને પ્રિન્સી ગુસ્સે થઈ જતી રહી.

આર્યનને હવે તેના ગુસ્સાનો ડર ન હોતો, બહુ તો લવમાં બ્રેકઅપ થશે, બીજું શું' માંનું આવું અપમાન દીકરાથી સહન કઈ રીતે થાય ?? તે તરત જ મમ્મી ને પોતાની કાર માં બેસાડી ડોક્ટર પાસે લઈ ગયો. સારવાર ચાલુ કરી પાટાપીંડીથી લોહી બંધ થઈ ગયું. માં ની આંસુભરી નજરે પોતાના દીકરાને નિરખી રહી હતી

બીજા દિવસે પ્રીન્સીનો નરમ અવાજે ફોન આવ્યો, 'આર્યન પ્લીઝ, ફરગીવ મી. બુઢી માં નાં સ્વમાન માટે લડનાર દીકરા માટે મને પ્રેમ થયો છે. મને આવા લાગણીસભર પુરુષની જ તલાશ હતી, શું હું તને પ્રપોઝ કરવા આવી શકું ?'
આર્યનનાં ચહેરા પર માતૃપ્રેમનાં સંતોષનો આનંદ સ્પષ્ટ ઝબકી રહ્યો હતો, મનોમન તે આ પ્રપોઝલને મમ્મી નાં આશીર્વાદ સમજવા લાગ્યો. નેક્સ્ટ વિકાએન્ડ માં આર્યન પ્રિન્સી અને મમ્મી ને એક સાથે જોઈ ને નોવેલ્ટી ગ્રોસરી ના માલિક હસતા ચહેરે આવકાર્યા અને અજોઇ ને પ્રિન્સી અને આર્યન ને જીવન નો સાચો મર્મ સમજાઈ ગયો અને દુકાન દર પણ ખુશખુશાલ થઈ ને ચોલેટથી આ ત્રણે નું મોઢું મીઠું કરાવતાં ની સાથે મમ્મી ની આંખમાં હર્ષના આંસુ જોઈ આર્યન અને પ્રિન્સી આનંદ ની આ પડ સાથે કાર ને ગાર્ડન તરફ હાંકી ગયા...
શબ્દ સંકલન
હસુ ઠક્કર