Today's student and social media books and stories free download online pdf in Gujarati

આજનો વિદ્યાર્થી અને સોશિયલ મીડિયા

"આજનો વિદ્યાર્થી અને સોશિયલ મીડિયા"

વિધાર્થી જીવન એટલે...!!મનુષ્યના જીવનનો સૌથી સુવર્ણ કાળ હોય તો એ છે વિધાર્થી તરીકે જીવવું.આખે આખા જીવન ધડતરનો પાયો નક્કી કરતો સમય એટલે વિદ્યાર્થી જીવન.આ સમય દરમિયાન જેટલું જાણીએ,જેટલું શીખીએ એટલુ ઓછું છે.હવે સવાલ એમ થાય કે, "વિદ્યાર્થી કેવો હોવો જોઈએ...??" સંસ્કૃતમાં એક સુભાષિત છે જેમાં વિદ્યાર્થીના પાંચ લક્ષણો વર્ણવામાં આવ્યા છે.

काकचेष्टा बकोध्यानं श्वाननिद्रा तथैव च
सदाचारी सत्यभाषी विद्यार्थी पंचलक्षणम

જેનો ગુજરાતી અર્થ એવો થાય છે કે,"કાગડાની માફક મંડી પડનાર, બગલાની માફક ધ્યાન કરનાર, કૂતરા જેવી ઉંઘ લેનાર,સદાચારથી વર્તનાર અને હંમેશા સત્યને ઉચ્ચારનાર."

શુ ખરેખર , "આજના આ આધુનિક યુગમાં વિધાર્થીમાં ઉપરોક્ત પાંચમાંથી એક પણ લક્ષણ છે ?? મારા મત મુજબ તો નથી .કારણ કે, આજનો ૨૧મી સદીનો વિદ્યાર્થી મોબાઈલ યુઝ કરનાર પેઢીમાં જન્મ્યો છે.એવી પેઢી જેમના માટે ટેકનોલોજી વગર શ્વાસ લેવો કદાચ અઘરો છે.આજની પેઢીના લક્ષણો કઈંક આવા છે :

कमप्युटरचेष्टा आईफोनध्यानं सूर्यवंशीनिद्रा तथैव च
सदाफेशनेबल अंग्रेजीभाषी विद्यार्थी पंचलक्षणम

જેનો સાવ સરળ અર્થ એવો થાય છે કે, "આજનો વિદ્યાર્થી કમપ્યુટર પર મંડ્યો રહે, આઈ ફોનનું ધ્યાન ધરે, સૂર્ય ઉગે પછી ઉઠે,ટાપટીપમાં અને અંગ્રેજીમાં ગોટપીટ કરે તે તેનાં પાંચ લક્ષણ છે" ૨૧મી સદીમાં કમપ્યુટર વગર ન ચાલે એ હકિકત છે. આ એવી પેઢી છે જે આપણા દરેક સવાલનો જવાબ આપવા ગુગલનો યુઝ કરે છે.આજનો વિધાર્થી ટેકનોલોજી યુઝ કરવાની બાબતે શિક્ષકથી પણ વધારે ચિઢીયાતો છે.આ બાબત ઘણી સારી કેહવાય કે,"વિધાર્થી સમય પ્રમાણે અપડેટ થતો રહે છે."આજની પેઢી પેલું કેહવાય ને ,એકદમ chill છે.ગુજરાતીમાં chill નો અર્થ કરીયે તો આજની પેઢી ખરેખર ઠંડી જ છે.કદાચ આળસુ પણ કહી શકાય .આ બાબત વિશે વધારે અભ્યાસ કરતા જાણવા મળ્યું છે કે,"આજના વિદ્યાર્થીને સોશિયલ મીડિયાનું વ્યસન થઈ ગયું છે." જ્યાં સુધી એ વોટ્સએપ,ફેસબુક,ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટર જેવી એપ યુઝ નથી કરતો ત્યાં સુધી તેને મોબાઈલને તાકી રેહવાની એક તલબ રહે છે.મેસેજની નોટિફિકેશન આવે એટલે તરત જ રિપ્લાય આપવનું મન થાય છે.ઘણી વાર તો," કોઈનો મેસેજ તો નથી આવ્યોને...!!" એ વિચારે ફોન હાથમાં લઈને વારંવાર ચેક કર્યા રાખે છે.યુવા પેઢીને માટે આપણાં સ્વામી વિવેકાનંદએ કહું છે કે, "ઉઠો,જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો." આજના યુવાને એનું સાવ ઊંધુ જ કરી નાખ્યું છે .જેમ કે, "ઉઠો,જાગો અને ફોનની બેટરી ના પતે ત્યાં સુધી તમારી ઉર્જા એમાં ખર્ચા કરો."


એક રીતે જોવા જઈએ તો આજના યુવાન ટેકનોલોજી આવ્યા બાદ ઘણો આગળ છે.એનું એકમાત્ર કારણ હોય તો તે મોબાઈલ જ છે.આજના વિધાર્થીને આપણે ફોન યુઝ કરતા શીખવવું નથી પડતું.ગણિતનો એક દાખલો ગણતા એ 10 મિનિટ લે છે.બીજી બાજુ મોબાઈલથી મેસેજ ટાઈપ કરવામાં માત્ર દસ સેકન્ડ. હા,પણ જેમ દરેક સિક્કાની બે બાજુ હોય તેમ આજના યુવાન પણ બીજી ઘણી રીતે પાછળ છે તેનું એકમાત્ર કારણ પણ ટેક્નોલોજી જ છે.આજનો વિધાર્થી ધીમે ધીમે આપણી સંસ્કૃતિને ભૂલી રહ્યો છે. કારણ કે,એણે જય શ્રી કૃષ્ણનું jsk કરી દીધું.શુભ સવારનું gm કરી દીધું.કપડાં અને વિચારો પણ ટૂંકા કરી દીધા.આપણે ભારત જેવા દેશમાં રહીએ છીએ.આપણી પાસે ભવ્ય સંસ્કૃતિનો વારસો છે.આજે દુનિયાનો દરેક દેશ ભારતની સંસ્કૃતિ,ભારતની સભ્યતાને વખાણે છે.આજનો વિધાર્થી ,જે આવતીકાલનો ભારતીય નાગરિક છે.માટે એની પણ ફરજ છે કે,આપણા આ સાંસ્કૃતિક વારસાને જાળવી રાખે,એનું જતન કરે.

આજનો વિદ્યાર્થી pubg જેવી ગેમ રમવામાં દિવસના ઘણા કલાકો વેડફી નાખે છે.જ્યારે ફેમિલી કે દેશ માટે એની પાસે સમય જ નથી.ભારત એવો દેશ છે જેની પાસે સંસ્કૃતિ,સભ્યતા અને યુવા છે. ભારતની સૌથી મોટી તાકાત આજની યુવા પેઢી જ છે.અફસોસ એ વાતનો થાય કે, ''આ એવી યુવા પેઢી છે જે મોબાઈલ અને સોશિયલ મીડિયાની શિકાર છે.જે ઓનલાઇન સંબધોની શિકાર છે.જે હિરો હીરોઇનના મૃત્યુના શોકમાં પોતાનો જીવ ત્યાગી દેવાની શિકાર છે. જે નાની નાની વાતમાં ડિપ્રેશનનો શિકાર છે.જે જ્ઞાન અને સમજ નહીં પણ ડિગ્રી અને નોકરી મેળવવા માટે ભણે છે.જે આખું વર્ષ ફોનમાં એકટિવ રહે છે અને પછી બેરોજગારીના નારા લગાવે છે.હા,આ એ જ પેઢી છે જે,બીજાની પોસ્ટને લાઈક આપવામાં પોતની લાઈફને લાઈક કરવાનું ભૂલી જાય છે."

સોશિયલ મીડિયા એક નશો છે અને આજનો વિધાર્થી 24 કલાક આ નશામાં ચકનાચૂર છે.વ્હાલા દોસ્તો,તમને કોઈને પણ આ સોશિયલ મીડિયા વાપરવાની જરાય ના નથી પણ કોઈ પણ વસ્તુનો અતિરેક હંમેશા વિનાશ સર્જે છે.આટલી મસ્ત જિંદગી મળી છે.તો સોશિયલ મીડિયા જેવી આભાસી દુનિયામાંથી આ વાસ્તવિક દુનિયામાં ડોકિયું કરી તો જુઓ.આ કુદરતને જરાક માણી તો જુઓ.તમને વારંવાર અહીં જીવવાનુ મન થશે.


અંતે તો એટલું જ કહીશ દોસ્તો કે,
વોટ્સએપ,ઈન્સ્ટાગ્રામને મારો ગોળી,
જુવો આપણી દુનિયા અનોખી,
ફેસબુક જાય તેલ લેવા
પહેલા માણસના ફેસ વાંચી લેવા
સોશિયલ મીડીયા ભૂલી બતાવ
નવી હિંમતથી તું જીવી બતાવ

છેલ્લે દિલથી કહું તો એક ગીત યાદ આવે છે....

ઈક જિંદગી મેરી,
મેં જીના મેં જીના મેં જીના પુરી તરાહ
સાથ હી રોક હૈ,ટોક હૈ
નોક હૈ, જોક હૈ
પર દિલમેં ફિરભી હોપ હૈ

- SHILPA PARMAR "SHILU"