Lift of Luck books and stories free download online pdf in Gujarati

લિફ્ટ ઓફ લક

વિચારો નહી,સાહેબ!આતો નસીબની લીફ્ટ છે,
કયારેક ફસ્ટ ફલોર,તો કયારેક ગ્રાઉન્ડ ફલોર !

મીરજાપુર નામનું ગામ હતુ, નાનુ એવુ પણ સુખી અને સમૃદ્ધ ગામ! એજ ગામમાં ગરીબ ધરના "ભીખાભાઈ મહેશ્વરી" નામના ૬૫ વર્ષીના વડીલ વ્યક્તિ રહેતા હતા.જેમના ધર્મપત્ની એક વર્ષ પહેલા ગુજરી ચુકયા હતા અને આજ એમના બે દિકરાઓ જોડે રહેતા હતા. ભીખાભાઈ સ્વભાવે ઓછાબોલા અને દયાળુ વ્યકિત હતા. જીવનભર ભીખાભાઈ એ મજુરી કરી કરીને પરીવારના પેટ પાળ્યા હતા. એમનો રોજનો નિત્યક્રમ,"સવારે નાહી-ધોઈ,ભગવાનને યાદ કરીને પગે ચાલીને ગામના વડના ઓટે જઇ બેસતા. અમુક ગામના વડીલ માણસો ત્યા ભેગા થાય અને સુખ દુ:ખ ની વાતો કરે.

ગામડાંઓના દેશી ડોશલાઓ જોડે બીડી ની ઝુડી અને બાકસ રાખે,જયાં ઉભા રહે ત્યા બીડીના ઠુઠા પીધા કરે! મીરજાપુર મા પણ આવુંજ ચિત્ર હતુ,વડના ઓટે! ડોશલા વડ નીચે બેઠા બેઠા ગપ્પા મારે અને બીડીઓ પીધા કરે.જેટલી વાતો ના કરે એથી વધુ તો પટ મા બીડીના ઠુઠા હોય! ભીખાભાઈને પણ આદત બીડીની પણ પૈસા ખીસ્સા મા હોય નહી,શુ કરે? બીજા ડોશલા ભીખાભાઈ ને બીડી ઘરે તો ભીખાભાઈ બીડી ફુકી લેતા.

દરરોજ આવી આવીને બીડીઓ ફુકી ફુકી ગપ્પા મારવા,એ આ બધાં વડીલોનો નિયમ! હા..પણ, સાહેબ આમાં કયાં કાંઇ ખોટું હતુ? આ બધાં વડના નીચે બેસવા વાળા વડીલોએ ઘર ના ભરણપોષણ માટે દોડધામ કરી કરી ને પોતાના જીવન ની પહેલી પારી રમી લીધી હતી! જીવન ની બીજી પારી પોતા માટે રમવી જરૂરી છે! શુ ક્યો? સાચું ને? અફકોર્સ,યેશ! આ એજ વડીલો હતા,જે પોતાના જીવન ની બીજી પારી રમતા હતા.ભલે વડ નીચે બેઠા બેઠા બીડી પીતા પીતા ગપ્પા મારીને પણ એમને ખુશી થતી,આનંદ મળતો.

એક દિવસની વાત છે,ભીખાભાઈ રોજની જેમ વડીલો જોડે વડ નીચે બેઠા હતા.અચાનક ત્યા એક ઇમ્પોર્ટેડ ગાડી આવી અને વડ પાસે આવી ઊભી રહી. સૌ વડીલો ગાડી સામે જોઈ કહેવા લાગ્યા,"કોણ આવ્યુ હશે? આટલી મોંધી ગાડી મા ભાઈ ? વડીલો મુંઝવણ મા વાતો કરતા હતા ને ત્યાજ ગાડી માથી શુટ-બુટ મા સજ્જ બે વ્યકિત ઉતરીને વડીલો ને પુછ્યુ,"તમારા માથી ભીખાભાઈ કોણ છે?" એમાના એક ઉત્સુક બાપાએ ઉભા થઈ ભીખાભાઈ પાસે જઈ એમના ખભે હાથ રાખી કહ્યુ, "આ રહ્યા ભીખાભાઈ!" ભીખાભાઈએ ઉભા થઈ પેલા સાહેબ પાસે જઈને ગંભીર અવાજે પુછયું,"હા,બોલો સાહેબ! મારું શું કામ આપને?

પેલા સાહેબ બોલ્યા,"કાકા! અમારી કંપની પાસે તમારા નામની જમીન છે.જે અમને કંપની ના વધારાના પ્રોજેક્ટ માટે જોઇએ છીએ,એ જમીન લીધા વગર અમારૂં કામ આગળ નહી વધી શકે! અમે એ જમીનની વિગતો જાણી તો એમા તમારું જ નામ અને વિગતો મળી.જેના દ્વારા અમે તમારી પાસે પહોચ્યા છીએ!"

ભીખાભાઈ તો જાણે શુધ્ધ-બુદ્ધ ખોઇ બેઠા હોય એમ બોલ્યો,હેં......શું શું? મારી જમીન?

પેલો વ્યકિત બોલ્યો,"હા,તમારી જમીન.જેના હાલ બજાર ભાવ પ્રમાણે અમે તમને એંશી લાખ રૂપિયા રોકડા આપી દઇશુ! બસ,તમે હા,પાડો તો અત્યારે જ કાગળીયા બનાવી લઇએ અને તમે સહી કરી આપો તો તમને પૈસા આપી દઇએ.

ભીખાભાઈ તો જાણતાં જ નહોતા કે એમની કોઈ જમીન પણ છે! ભીખાભાઈ કે જેણે જીવનભર ૪૦૦-૪૦૦ રૂપિયા દિવસના લેખે જીવનભર મજુરી કરી હતી એમને એંશી લાખ નું નામ સાંભળી હરખ ના ચક્કર આવ્યા તો લથડી પડયા. માંડ માંડ પોતાને સંભાળી ને હોશ મા આવ્યા.આખરે કલાકના સમયમા ભીખાભાઈએ જમીન વેચી,સહીઓ કરીને,પૈસા પર કબ્જો મેળવ્યો! પેલા સાહેબ ભીખાભાઈ ને અભિનંદન પાઠવી ચાલ્યા ગયા.ગામમાં ગણતરી ના કલાકો મા "ભીખાભાઈ લખપતિ બની ગયા છે" એવા સમાચાર ફેલાઈ ગયા! આ બાજુ ભીખાભાઈ ના ધરે દિવાળી જોઈ લ્યો જાણે! પળવાર મા તો ભીખાભાઈ નુ જીવન સંપુર્ણ બદલાઈ ગયું! ભીખાભાઈ ના છોકરાઓએ નવી ગાડીઓ લઈ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નું કામ ચાલુ કર્યુ! મહિનાઓ વિતી ગયા હતા. ભીખાભાઈને એમ જ કે એમના દિકરાઓ સારું કમાય છે એજ ભ્રમ મા રાજી ખુશી જીવતા હતા.

એક નિયમ છે,"વિનાશ કાળે વિપરીત બુદ્ધિ!" આખરે કળયુગી માણસ ને સુજે જ! ભીખાભાઈ ના પુત્રો અનુભવ વગર ના ધંધામાં પડયા હતા.અનુભવ વગર કામ ના ધોડે! ભીખાભાઈ ના પુત્રો અનુભવ વગર ના ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ના ધંધામાં ટુટી પડયા! છેવટે દિકરાઓ એમના પિતા ભીખાભાઈ પાસે જઈ પૈસા ની માગણી કરી. ભીખાભાઈ બોલ્યા,"જોવો દિકરાઓ! મે આ મકાન બનાવીને જેટલા પૈસા વધ્યા એ તમને આપી દિધા! હવે મારી પાસે કાંઈજ નથી!" એમના દિકરાઓને પિતાની વાત પચી નહી. પૈસાના મોહ મા પાગલ થયેલા કુપુત્રોએ પિતા ને સરખા ઢીબી નાખ્યા! બંને પુત્રો એમના પિતાને માર મારી ત્યાથી નાસી ગયા! ભીખાભાઈ ને ગામના સેવાભાવી માણસો દવાખાને લઈ ગયા. ભીખાભાઈ ને ૨ મહીનાનો ખાટલો આવ્યો! દવાખાનાનો ખર્ચ ગામના સેવાભાવી માણસોએ આપ્યો.

૨ મહીના વિત્યા બાદ, ભીખાભાઈ પાછા ગામડે આવ્યા એ જાણતાં હતા ગામડે જુના ઘર સિવાય હવે કાંઈજ બચ્યુ નહી હોય, એના પુત્રો બધું વેહચી દીધું હશે! હા, ભીખાભાઈ સાચા હતા. ગામડે હવે એમના જુના પતરાં વાળા મકાન સિવાય કાંઈજ બચ્યુ નહોતું! દિવસો વિત્યા સાથે ભીખાભાઈ પાછા એમના રૂટ ની ગાડી "ધરે-વડના ઓટલે-ધરે" વાયા- ગપ્પા મારી મારી બીડી ના ઠુઠા પીતા પીતા!" રાબેતા મુજબ એના સમય પર ટીચુક ટીચુક ચાલવા લાગી!

આને કહેવાય,"નસીબની લીફ્ટ ક્યારેક ફસ્ટ ફ્લોર તો ક્યારેક ગ્રાઉન્ડ ફ્લોર! મારા વ્હાલા વાંચક મિત્રો, આ વાર્તા મારફતે મારે તમને એટલું જ કહેવું છે કે," જીવન મા ક્યારેક કઠીન સમય માંથી પસાર થાઓ તો નિરાશ ના થજો! પ્રભુ મોટા કલાકાર છે, તમારૂં જીવન કેવી રીતે ચીતરવુ એકદમ ઠીક થી જાણે છે!" સુખને મીઠાઈ સમજી ખાતા જાઓ અને દુ:ખને દવા સમજી પીતા જાઓ! એજ જીવન છે વ્હાલા! એટલુ જરૂર યાદ રાખો કે ગમે તેવો સમય આવે ત્રણ અમુલ્ય દાગીના ક્યારેય ના ઉતારજો,"પ્રેમ,વિશ્વાસ અને પ્રભુ ભક્તિ!"


📍બોધ - લક ( નસીબ,ભાગ્ય) એ કંઈ કુંડલી કે જન્માક્ષર માં નથી આવતું,પણ એનો નિર્માતા મનુષ્ય પોતે હોય છે! કેવી રીતે ? સત્કર્મો કરશો તો તમારું ભાગ્ય તમને આપશે ! સત્કર્મો એટલે દયા, ભક્તિ, પ્રેમ, ઈમાનદારી, દુઃખિયા ની સેવા, અન્ન દાન, વડીલો ની સેવા, માં બાપ ની સેવા, ઈશ્વર સ્મરણ, નિસ્વર્થતતા, પશુ - પક્ષી સેવા, અબોલા જીવો પ્રત્યે દયા , એવા સત્કર્મો આપણી આસપાસ રોજ જોઈએ છીએ પરંતુ કરવામાં આપણે રસ હોતો નથી ! આવા કર્મો કરીને આપણે આપણું ભાગ્ય ખોલી શકીએ છીએ ! તો ચાલો, આજથી જ નિયમ બનાવી ને સત્કર્મો ની શુરુઆત કરીએ ને આપણે જ આપણા ભાગ્ય ના નિર્માતા બનીએ !

- શક્તિ અનુપમભાઈ હરસુખલાલ પંડયા