Mari Shikshan Yatrani 2 Daykani Safare.Bhag 18 in Gujarati Novel Episodes by Jagruti Vakil books and stories PDF | મારી શિક્ષણ યાત્રાની બે દાયકાની સફરે - ભાગ ૧૮

મારી શિક્ષણ યાત્રાની બે દાયકાની સફરે - ભાગ ૧૮

ગણિત - સંગીતનો સુભગ સમન્વય ::'ગણિતવિજ્ઞાન કોલાવરી'
અગાઉના પ્રકરણમાં વાત કરી તેમ શાળાના પ્રોક્સી તાસમાં, વિદ્યાર્થિનીઓ સાથે થયેલી અવનવી વાતો માંથી જ મને અવનવા પ્રોજેક્ટની દિશાઓ મળતી રહેતી. એ જ રીતે એક વખત proxy તાસમાં ગઈ ત્યારે વિદ્યાર્થીઓ કહે, અમને ગીતો ગાવા છે, અંત્તકડી રમવી છે.. પણ શાળામાં તો ફિલ્મી ગીતો ગાઈ શકાય નહિ.. આમ તો કેમ રમાય? સામાન્ય મૂડમાં અલગ અલગ પ્રયત્નો કરતી,કે ગુજરાતી ગીતો ની અંતકડી કે અભ્યાસક્રમના કાવ્યોની અંતાક્ષરી, દુહા ની અંતાક્ષરી.. આવું બધું રમાડતા..તો ક્યારેક સુવાક્યો ની અંતાક્ષરી રમાડું .. પણ આજે વિદ્યાર્થીઓ જીદે ચડી કે બેન અમને 'કોલાવેરી' ગીત ગાવું છે!! એ સમયે આ કોલાવરી સોંગ ખૂબ જ પ્રખ્યાત થયું હતું અને એમાં પણ ખાસ કરીને teen agers બાળકોને ખુબ પસંદ હતું.
મિત્રો આપને યાદ હશે કે 'વાય ધીસ કોલાવેરી ડી'
ગાયક ધનુષના અવાજમાં અને અનિરુદ્ધ રવિચંદ્રન ના મ્યુઝિક માં ઐશ્વર્યા ધનુષ એ ડિરેક્ટ કરેલું,આર.કે. ફિલ્મ પ્રોડક્શનનું અને સોની મ્યુઝિકનું આ ગીત ખૂબ ધૂમ મચાવી રહ્યું હતું.
મસ્તી તોફાન થી ભરેલું આ ગીત જો બાળકો ગાય તો એમના અસલ મૂડમાં આવી જાય : મસ્તી તોફાનમાં.. અને શાળાનું વાતાવરણ ડહોળાઈ જાય, મારા માટે ધર્મ સંકટ ઊભું થયું કે આ ગીત માટે હા કેમ પાડવી?
પરિણામે એક નવો વિચાર ઉદભવ્યો.મેં કહ્યું કે 'કોલાવરી ગીત ગાવાનું, પણ એમાં ગણિત વિજ્ઞાન ના શબ્દો આવવા જોઈએ!' અને વિદ્યાર્થીઓ જે ખડખડાટ હસી..કહે કે ' બેન,આ કેવી વાત? કોલાવરી સોંગ મસ્તી મજાકના મૂડમાં ગવાય છે. હવે તમે એમાં પણ ગણિત અને વિજ્ઞાન લઈ આવ્યા ?બેન, પ્લીઝ હવે કંઈક દયા કરો અમારા ઉપર હો!!!' અને હું પણ ખડખડાટ એ લોકો સાથે હસી પડી.
પણ મારી દિકરીઓ મારા જેવી જ! પડકારને ન ઝીલે તો એ મારી વિદ્યાર્થીનીઓ કેમ કહેવાય? સંગીતવૃંદની રિયા, રીમા, રુચિ, પ્રિયલ, ઝલક, ઉર્વા અને માનસી મારા આ j વર્ગમાં હતી. આ દીકરીઓ ની ખાસિયત એ હતી કે તેઓ અભ્યાસમાં પણ ટોપટેનમાં હતા.એટલે એક પણ ક્ષણ અભ્યાસ ન બગાડતા હોવા છતાં પણ ગમે તે રીતે આ કોલાવેરી બનાવવા માટે ટાઇમ મેનેજમેન્ટ કરીને,આ સંગીત ટોળીએ નવો પણ મનગમતો પડકારને ઝીલી લીધો. અને કહ્યું,"ઓકે બેન,એ ગીત અમે જાતે બનાવીશું. જેમાં ગણિત-વિજ્ઞાનના શબ્દો આવશે અને એનું નામ રાખીશું : "ગણિત-વિજ્ઞાન કોલાવેરી"!!
વર્ગના બધા મિત્રોએ તેમના આ પડકારને પહોંચી વળવા સાથ આપ્યો..
ચર્ચામાં જ એ તાસ પૂરો થઈ ગયો પણ આ નવા ગીતની લગની લાગી ને એની શરૂઆત કરવા તમામ કામે લાગી ગયા... તેમને સાથ મળ્યો, શાળાના જીવવિજ્ઞાનના તરવરિયા અને મીઠડા, અદભુત,જ્ઞાની એવા શિક્ષક શ્રી એકતા બેનનો.. પછી તો પૂછવું જ શું ?જ્યારે જ્યારે સમય મળે ત્યારે સરસ મજાના શબ્દો ગોતી ગોતીને તેને બેસાડવા લાગ્યા અને એક સુંદર મજાનું ગીત 'ગણિત વિજ્ઞાન કોલાવેરી' તૈયાર કરી.પણ એટલેથી ન અટકતા, આખી સંગીત ટોળીએ સંગીતશિક્ષિકા શ્રી પ્રગતિ બેનનું માર્ગદર્શન મેળવ્યું પણ જાતે જ ચર્ચા કરી, ગીત કંપોઝ કર્યું.ખરેખર તો એ ગીત નું કમ્પોઝિશન એટલું અઘરું હતું કે તેમાં બીજા શબ્દ અને એમાં પણ પાછા ગણિત અને વિજ્ઞાનના શબ્દો, એ જ લય, તાલ, સૂરમાં બેસાડવા?? મને તો ખૂબ અઘરું લાગતું આ કામ, આ સંગીતવૃંદની વિદ્યાર્થિનીઓએ અદભુત મહેનત કરી આખરે તૈયાર કરી j લીધું ને એમનામાં રહેલી અદભૂત શક્તિનો પરિચય કરાવ્યો.
ને તેને શાળાના સ્ટેજ પર પ્રાર્થના સભામાં રજુ કર્યું.આ અદભૂત ગીત શાળાના એક બહુ મોટા કાર્યક્રમમાં તમામ વાદ્યો, વાજિંત્ર સાથે જાતે કમ્પોઝ કરેલું અને આટલી j વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વયમ રીતે તૈયાર કરેલ, આ સંગીત પ્રેમી ટોળકી દ્વારા ગણિત વિજ્ઞાન કોલાવરી રજૂ થયું અને ઉપસ્થિત તમામ મહાનુભાવોએ આ ગીતને તાળીઓના ગડગડાટથી વધાવી, બાળકોના અદમ્ય ઉત્સાહ અને તેમનામાં રહેલી શક્તિની ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા.
આખી સંગીત પ્રેમી દીકરીઓ અત્યારે પોતપોતાના ક્ષેત્રમાં ખૂબ ઊંઝા રીતે આગળ વધી છે અને સમાજમાં ઉચ્ચ સ્થાન પર પહોંચી છે.
આ વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વયમ રચિત અને સ્વયં કમ્પોઝ કરેલી ' ગણિત વિજ્ઞાન કોલાવરી" અહી રજુ કરું છું...
Yo friends,
We r singing song,
Maths song,science song.
Why this Maths,Science Always lots of Fun.

હેરોન પાસ્કલ પાયથાગોરસ
પાયથાગોરસ theorem
theorem big big
My mind small !!
Na cl meet meet
then we eat Salt
Apple fall down down
newton give us ગ્રેવિટી!!!

આંકડાશાસ્ત્ર ઇઝી શાસ્ત્ર
માર્કસ કમ ફાસ્ટ
logeridhm easy rythum
Marks કમ ફાસ્ટ!!

ઝીરો ઝીરો ઓ માય ઝીરો,
મેથ્સ સુપર હીરો.
લાયસોઝોમ્સ રીબોઝોમ્સ
વી ડોન્ટ નો વોટ આર ધેર.
ટીચર. એક્ઝામ કમિંગ.. નાઉ, વી.આર હેપ્પી નાઉ...
because ટીચર ટીચિંગ વેલ,
વી આર lucky નાઉ.....
વાય ધીસ કોલાવેરી ડી......
મિત્રો આજે જ youtube ખોલીને આ સોંગ સાંભળી અસલી સોંગ સાથે સરખાવો અને એ જ રીતે એ અને આ ગીત ગાવાનું પ્રયત્ન કરશો તો તમને મારીધોરણ નવ ની આ નાનકડી વિદ્યાર્થીનીઓની મોટી અદભૂત શક્તિનો ખ્યાલ આવતા આશ્ચર્યચકિત ન થાવ તો જ નવાઈ!!!
જરા ટ્રાય તો કરી જુઓ...એ j રિધમમાં ગાવાની...why this કોલાવરી ડી....


Rate & Review

Alka Dave

Alka Dave 1 year ago

Jagruti Vakil

Jagruti Vakil Matrubharti Verified 1 year ago

ગણિત ગુજરાતી સંગીત નો ત્રિવેણી સંગમ.

Kishor Dave

Kishor Dave 1 year ago

સુંદર રચના વિજ્ઞાન ભૂમિતિ આંકડાશાસ્ત્ર વગેરે વિષયોનું સંગીતના સૂર તાલ લય સાથે સ્વરબદ્ધ કરેલ આ ગીતમાં વિદ્યાર્થી અને શિક્ષકો વચ્ચેનો તાલમેલ પણ અદભુત રીતે વણી લેવામાં આવ્યો છે દરેક ને પસંદ પડે તેવું ગીત ગાવું પણ ગમે સાંભળવું પણ ગમે શાળાનું વાતાવરણ શિક્ષકો ની જહેમત અને વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો કરતું આ સુંદર ગીત અભિનંદન ને પાત્ર છે

Asha Shah

Asha Shah 1 year ago

ગણિત - સંગીત નો સમન્વય સુંદર પણ ગણિત સાહિત્ય નો સમન્વય અદ્ભુત ખૂબ ખૂબ અભિનંદન જાગૃતિબેન.💐💐