The mystery of skeleton lake - 5 books and stories free download online pdf in Gujarati

ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ( ભાગ-૫ )

" ટ્રીન...ટ્રીન ......ટ્રીન..ટ્રીન " ટેલિફોનની ઘંટડીએ ડૉ.રોય ને સુસુપ્ત અવસ્થા માંથી જગાડ્યા ત્યારે એમને ભાન થયું કે પોતે ભૂતકાળમાં ખોવાઈ ગયા હતા .
"હેલ્લો ડૉ.રોય સાથે વાત થઈ શકે ..?"
"જી હા આપ ડૉ.રોય સાથેજ વાત કરી રહ્યા છો , શુ હું તમારી કોઈ મદદ કરી શકું '
" સાહેબ ,હુ કુંદલ . કાલે તમે કહેલું એ પેશન્ટ આવી ગયા છે . તમે આવો તો આગળની પ્રોસીઝર કરીએ . "
" ઓકે , આઇ વિલ બી ઘેર ઇન હાફ એન્ડ અવર પ્લીઝ કમ્પ્લીટ ધ ફોર્મલિટીસ "

હોસ્પિટલ માંથી ભાગ્યેજ કોઈ ફોન આવતો . કારણ કે કમ્પાઉન્ડર અને નર્સ પહેલા તો ડોક્ટર હોસ્પિટલમાં આવી જતા . અરે કોઇકોઈ વાર તો પ્યુને આવીને પોતાની કેબિનનો દરવાજો પણ ના ખોલ્યો હોય . તો પોતે બધા દર્દીઓને મળવા નીકળી પડતા એમની સાથે વાતો કરતા અને સાથે બેસીને ચા પીતા અને બધી હાલ-ચાલ પૂછતાં . આજે હોસ્પિટલ માંથી ફોન આવતા એમને દિવાલ ઘડિયાળ પર નજર નાખી તો એ સવારના ૧૦:૨૭ નો સમય બતાવી રહી હતી .ડોક્ટર હેબતાઈ ગયા અને થોડું આશ્ચર્ય પણ થયું કારણ કે ડૉક્ટર આજે પત્નીમગ્ન થઈને સમયનું ભાન ભૂલી ગયા હતા. જલ્દી તૈયાર થઈને રોજિંદી ક્રિયા પતાવી તેઓ હોસ્પિટલ જવા નીકળ્યા .
બાબુકાકા એ સવારનો નાસ્તો તૈયાર રાખ્યો હતો પણ એમને મન "કર્તવ્ય પ્રથમ" નાસ્તો કર્યા વગર જ હોસ્પિટલ પહોંચી ગયા . હોસ્પિટલમાં જઈને પહેલા બાબુડાને તપાસ્યો , એની નાડી તપાસી . કોઈ સુધારો નહોતો . એજ મંદ મંદ શ્વાસ ચાલી રહ્યો હતો . ડૉ.રોય આજે આ કેસ માં થોડી વધુ જ રુચિ બતાવી રહ્યા હતા . કદાચ એટલા માટે કે વર્ષો પછી એમના પત્ની અને બાળક પોતાનથી નજીક આવતા જણાય હતા , ભલે એ સપનું હતું પણ એની અનુભૂતિ એકદમ અદભુત હતી . આગળ જરૂર પ્રમાણેના રિપોર્ટ કાઢવાનું સૂચન આપવામાં આવ્યું અને ડૉ.રોય મુખી બળવંતરાયને પોતાના કેબિન લઇ ગયા . પ્યુનને બોલાવીને બે સ્પેશિયલ ચા મંગાવી . બાબુડા ની પરિસ્થિતિ વિશે થોડી જાણ કરી. તે એવી પરિસ્થિતિમાં હતો કે એ બધું સાંભળી શકતો હોવા છતાં કશું બોલી શકે એમ નહતું . કદાચ એ જાગી પણ જાય તો પણ એની યાદ શક્તિ પાછી આવે કે નહીં એ વાત એક પડકાર હતી. ડૉ.રોયે પછી હળવેકથી પૂછી કાઢ્યું
" આ બાબુડો તમારો શુ થાય ...પૌત્ર છે કે શુ ...!!?" અને ઉમેર્યું જોકે આવું બહાદુરીનું કામ કરનાર બીજું કોણ હોઈ શકે પણ આતો ખાલી પૂછી લીધું .
બળવંતરાય અંદર અને અંદર મુંજાયા . કારણકે પોતાનો પુત્ર તો એ રાતે અવાજ સાંભળી થરથર કાંપતો હતો . જો હા પાડે તો એ વાત એમને ખબર પડ્યા વગર રહે નહીં . તેથી એમને મધ્યસ્થ રસ્તો ગોત્યો .
" ના , ના .... પૌત્ર તો નથ . પણ હા પૌત્ર થી ઓસો ય ના હો ...!! અને સાહિબ રઇ વાત બાદુરીની , એ તો
અમાર લોહીમાં સે સાઇબ ...!! " બળવંતરાય પોતાની મૂછોને તાવ આપી રહ્યા હતા , ત્યાં અચાનક ઉડતા તીર જેવો સડસડાટ પ્રશ્ન આવ્યો .
" તો બાબુડા ના પરિવારજનો , એના સગા-સંબંધીઓ ,એના માતાપિતા એ બધા ક્યાં છે ...!!??"
અચાનક પૂછેલા એ પ્રશ્નનો મુખીને શુ જવાબ આપવો તે ખબર નહોતી પડતી . મુખીનું મૌન કાંઈ કહી રહ્યું હતું અને ડૉ.રોય એ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતા . છેવટે વાતની ગંભીરતા ને સમજીને ડોકટરે આ વાત હાલ પૂરતી મુલતવી રાખી અને રિપોર્ટની રાહ જોવા લાગ્યા .
" બળવંતરાયજી શુ તમે મને એ દિવસની ઘટના ફરીવાર વિગતવાર જણાવી શકો ... !??" અચાનક ડો.રોયે કહ્યું .હાલ તો આમ પણ કોઈ કામ ના હોવાથી બળવંતરાયને ના કહેવાનો સવાલ જ હતો નહીં બળવંતરાયે વાત શરૂ કરી ,
" દાકતર સાઇબ, બીના(ઘટના) કૈક એમ છન " પૂનમની રાત ..અચાનક થયેલો જળબંબાકાર..... પૂનમનો દિવસ અને ભૂતોની લોકવાયકા ...કોઈનો ચિલ્લવાનો અવાજ ...માત્ર બાબુડાનું નીડરતા જંગલમાં જવું અને બેહોશ અવસ્થામાં મળવા સુધીનું બધું મુખીએ કહી નાખ્યું
"તમને ખાતરી છેને કે તમે નાનામાં નાની વાત મને કહી દીધી છે ...!??" ડોક્ટરે પૂછ્યું
" અંઅઅ..... આમ તો સંધુય આઇ ઝ જયું લોન ....."
"ઠીક છે તો , બીજું કઈ યાદ આવે તો કહેવાનું ભૂલતા નહીં " ડોક્ટર રોયે કહ્યું . થોડી ક્ષણો વીતી ડૉક્ટર બીજા દર્દીના રિપોર્ટ જોવામાં વ્યસત હતા અને બળવંતરાય બીજું શુ બન્યું હતું એ યાદ કરવામાં વ્યસ્ત થઈ ગયા .
" અન હા દાક્તર સાઇબ ...." અચાનક ખૂબ મહત્વની વાત યાદ આવી ગઈ હોય એમ બળવંતરાયે કહ્યું
" તે દાડ બાબુડા પાંએ એક બીઝો માણહ બેહોશ મડેલો , જેના સંધાય શરીર ઉપર લાલ રંગ હતો "
" તમે આટલી મહત્વની વાત અત્યારે છેક કહી રહ્યા છો ...!" થોડા ગુસ્સામાં ડોકટર બોલ્યા અને ઉમેર્યું " એ દિવસની બીજી એવી કોઈ વાત કે ઘટના છે કે જે તમે મને કહેવાની મહત્વની ના સમજી હોય અને કહી ના હોય ....??"
તરત બળવંતરાયે કહી કાઢ્યુ "એ દાડે અમ બાબુડાને ગોતવા માટે નેકડ્યા તાણ નદીમાં તરતી પૌરાણિક પુસ્તક મલેલી "
"પૌરાણિક પુસ્તક ....!!?? કેવી પુસ્તક ...!?? છે શુ એ પૌરાણિક પુસ્તકમાં !?? "
" અમ વાંચવાનો કોશિશ કર્યો પણ કોઈ ખબર ના પડી , કૈક અટપટી ભાષા હતી " મુખી એ કહ્યું
" એ ...એ ..પુસ્તક હાલ જોઈ શકું ...??"
" એતો અત્યાર નથ ...ઘરે પડી સ સાઇબ , તો અત્યારે તો નહી "
"તો...તો તમે બીજું કાઈ કહી શકશો ..!!??? એ પુસ્તક વિશે.." ડૉક્ટરને એ વાતમાં રસ પડી ગયો હોય એવું લાગતું હતું .
"બીઝુ તો સાઇબ....?(વિચાર કરતા) .. હા ઇના પૂંઠા ઉપર કોક વિચિતર નકશા જેવું કોઈક ચિતરેલું હતું " મુખી બોલ્યા
" અને કોઈ બીજા વ્યક્તિન વિશે કશુક કહી રહ્યા હતા ...??"
" હા , ઇ માણહ બાબુડાની એકદમ પાંહે પળેલો , એ પણ બાબુડાની ઝેમ બેહોશ.. . એને જગાડતા જાગી જયો અન બાબુડો ....." બળવંતરાયે નિસાસો નાખ્યો
" અને બીજું ...!!?"
" અંઅઅઅ ....(વિચાર કરીને ) એ જુવાન કોઈ પૈસાદાર ઘરનો વર્તાતો તો , એના ગળા માં કેમેરો હતો અન આગળ કીધું ઇમ આખા શરીરે લાલ રંગ હતો "
મુખીને એકએક વાતથી ડોક્ટરને હજારો પ્રશ્નો ઉદ્દભવતા હતા . પણ એના જવાબો કોઈ પાસે નહોતા . જે બે વ્યક્તિ આખી ઘટના ના સાક્ષી છે ,એમનો એક ગાઢ નિદ્રામાં(કોમામાં) હતો અને બીજો ગાંડા જેમ ભટકતો હતો .
"એ કેમેરા પણ ઘરે હશે ... બરાબર ને ...!!!? " ડોક્ટરે ટોણો મારતા કહ્યું "
"હા ..સાઇબ"
" અને છોકરો ... !!? "
" ઇતો ગોમમાં માં ચાંક રખડતો હઇશે .ગોમના માણહ એને બે ટાણાના રોટલા ભેરો થાય છે , અને રાત્ પડે હુવા મા'દેવના મંદિરની ધરમશાળા "
" તમે એને પણ સાથે લાવવાનું યોગ્ય ના સમજ્યું ? "
વાત તો ડૉક્ટરની સાચી હતી , પોતે ગામના મુખી થઈને એના માટે પણ વિચારવું જોઈતું હતું . હજુ મોડું થયું નહોતું સમયની યોગ્યતા સમજી કહ્યું
" સાઇબ , આ દોડાદોડી માં ભુલાઈ જયું .વેળાએ યાદ અપાવા સારું તમાર ઝાઝો આભાર .." આટલું કહીને ડૉક્ટરનો જવાબ પણ સાંભળ્યા વગર ભાગ્યા, સીધા કેસ લખવા વાળા બેન પાસે જઈને
" બેન , એક ટેલિફોન જોડવો તો . બવ જરૂરી છૈય કરૂ ન..!??" મુખી એટલા અધીરા બની ગયા હતા કે એમનો હકાર ભણી જવાબની રાહ જોયા વગર ઘરે ફોન જોડ્યો .
" હલો , કોનું કામ છયે.... ? હું હસુ ..." સામેથી પ્રશ્ન પૂછયો
" પસી હસજો હસુભૈ , હુ બળવંતરાય ...."
વાત અધવચ્ચે જ કાપી હસુકાકા એ પૂછ્યું
" શેઠજી તમ...!!? બધું ઠીક તો છૈન...?? અન બાબુડાને ચમ છ ...!?? સરખો થઈ જાહે ને ..!?? "
એકી શ્વાસે બધા સવાલ પૂછી નાખ્યા એને અટકાવી મુખીએ કહ્યું ,
" હસુભૈ , તમાર હંધાય સવાલનો જવાબ આલે , પેલા તમ મહેન્દ્રરાય હારે વાત કરવો "
" નેના શેઠઝી , ઝલ્દી આવો . શેઠઝીનો શે'રથી ફોન છૈ , ઝરૂરી કોમ છ... શેઠઝી ... ઓ નેના શેઠઝી. ..."
આ સાંભળી મહેન્દ્રરાય દોડવાની ઝડપે ફોન પાસે આવ્યું અને ફોન ઉઠાવી
" બોલો પિતાજી, ચમ આમ ઉતાવરે યાદ કીધો..? . હંધુય બરાબર તો છ ને .... અને આપડો બાબુડો ..."
" એ હંધુય છોડ દીકરા , હુ આઝ આપડો મુખીધરમ ચુકી જ્યો.. પેલા બીજા છોકેડાનું કોઈ વિચાર્યું જ નથ . ઝેમ બને એમ ઝલ્દી જીપમાં સહી-સલામત હોસ્પિટલ ભેગો કર દીકરા , હઝી મોડું થયું નથ ."
બાપના આજ્ઞાંકિત દીકરાએ એકપણ સવાલ પૂછ્યા વગર હકાર દાખવી" અને દીકરા ઓલી હંધીયે વસ્તુ કે જે ઓલા દાડે ઝંગલ માં મળીતી ભૂલ્યા વગર લેતો આવજે " મુખી એ ઉમેર્યું .
" હસુકાકા મારુ ભાણું કાઢી મેલજો , આવીન ખાએ . હાલ ઝરૂરી કામ આવી જયું છ. અન ઘરના હૈ ઝમી લે. " કોઈએ સાચું જ કહ્યું છે કે મોરના ઈંડા ચીતરવા ના પડે . હાવજને ત્યાં હાવજ જ અવતરે , મુખીના દીકરાને ખાલી રાતની બીક લાગતી એનું પણ કોઈક કારણ હતું. બાકી સમાજ માટે , દેશ માટે અને પરિવાર માટે ખપી જવાની ટેક લીધી હતી . એટલે જ ભોજન પણ લીધું નહીં . બાબુકાકાને કહ્યું " હસુકાકા , જીપની ચાવી આલઈ દેજો ને . ડીઝલ ને પાણી ઠીકઠાક છે કી..? ને જોઈ લેજોને ....!!"
" હા સાઇબ , હંધુયે ઠીક છૈ. આઝ હવારે જ જોઈ લીધુ તું "
" અને એ પેલા દાદ વારી હંધીએ ચીજો જીપગાડી માં મૂકી દેજો" નાના શેઠે જેમ કહ્યું એમ બાબુકાકા એ કર્યું
" ઠીક છે તો , હવે તમ એક કામ કરો . મારી હારે આવો અને ગામમાં પેલા માણસને ગોતવામાં મદદ કરો ."
મહેન્દ્રરાય અને હસુકાકા નીકળી પડ્યા પેલા અજાણ્યા માણસને ગોતવા . ગામ ખાસ મોટું નહોતું તો એને ગોતવામાં વધારે વાર લાગે એમ નહોતું . લગભગ બધી જગ્યા ફરી વળ્યાં પણ કોઈ જગ્યાએ એનો પતો લાગ્યો નહીં. લગભગ બધા ઘર ફરી વળ્યાં અને પૂછ્યું કે એને આજે સવારે કે પછી કાલે સાંજે કોને જોયો હતો ..!?? ખવડાવ્યું કોને હતું...!??છેલ્લે કોને જોયો હતો. પણ કોઈ જવાબ મળ્યો નહીં .

" કાલે બપોરે મેં જોયો હતો .પણ કાલ રોજ કરતા થોડો શાંત જણાતો હતો. અરે દૂરથી મને જ ખબર ના પડી કે આ પેલો ગાંડો જ છે "
શંકર મંદિરના પૂજારી એ કહ્યું . કાલે બપોરે છેલ્લીવાર પુજારીએ એને જોયો હતો ,ત્યારબાદ કોઈને દેખાયો નહોતો. ફરી ગ્રામજનો ને થાળી-વાટકાને ઢોલ-નગારા વગાડીને ભેગા કરાયા . પુરુષોને હથિયાર લઈને ગામના ચોકમાં મળવાનું નક્કી કરવામાં આવ્યું . આ બધી વાતથી હજી મુખીને અજાણ જ રાખવામાં આવ્યા હતા કારણકે જેમ મુખીની દરિયાદીલીના વખાણ આખા ગામમાં સંભડાતા એવી જ રીતે એમના ગુસ્સાની ગામ આખામાં અને આજુબાજુના વિસ્તારમાં ધાક રહેતી .એટલે જ ગ્રામજનો એ અને મહેન્દ્રરાયે આ વાત હાલ મુખીને હાલના કહેવી ઉત્તમ માની. થોડીજ મિનિટોમાં બધા ચોકમાં ભેગા થયા . ચાર ટુકડી પાડવામાં આવી અને બધાને અલગ-અલગ દિશામાં જવાનું ફરમાવવામાં આવ્યું .
અડધી કલાકમાં આજુબાજુ તાપસ કરીને પાછા આવવું એવું નક્કી કરવામાં આવ્યું . જો ભગવાન ના કરે ને કદાચ પેલો ગાંડો ના મળે તો આગળ મુખીને કેવીરીતે વાત કરવી એ પછી નક્કી કરવાનું હતું . સુરજ માથા પર ધગધગી રહ્યો છે . મધ્યાન થઇ ગયો છે. એકદમ ચોખ્ખા આકાશમાં ક્યાંક ખોરાકની શોધમાં નીકળેલા પક્ષીઓ હવે આરામ કરવા પોતાના માળામાં જતા હોય એવું લાગે છે . થોડા જ દિવસ પહેલાનું જંગલ અને આજનું જંગલ કૈક અલગ જ ભાસે છે . ધૂળથી ઢંકાય ગયેલા વૃક્ષના લીલાછમ પર્ણો સૂર્યના પ્રકાશથી ચમકી રહ્યા છે , ક્યાંક ક્યાંક તો ધરતી લીલી ચાદર ઓઢી આરામ કરતી હોય એવું જણાય રહ્યું હતું . આવા કુદરતી સાનિધ્યમાં કોઈ યોગી પુરુષ સાજે એવી સ્વર્ગીય શાંતિ છે . આવા શાંત વાતાવરણમાં ગ્રામજનો ના પગના અવાજ " ચપ..ચપ..ચપ..." કૈક ભયાનક જ અવાજ કરતા હતા .
મહેન્દ્રરાય પોતાની સાથે બે ખેડુતભાઈ ને લઈને ઉત્તર તરફ ગયો હતો જ્યાં અરવલ્લીના પર્વત આગળ દૂર સુધી ફેલાયેલા છે . દક્ષિણના ગાઢ જંગલમાં જંગલી જાનવરનો પગફેરો હોવાથી ત્યાં કોઈ ધોળા દિવસે પણ ના જાય છતાં એક ટુકડીને ત્યાં મોકલવામાં આવેલી .હસુકાકા એકટીમ સાથે લઈને પૂર્વ તરફ નીકળ્યા જ્યાં પેલા પૌરાણીક મંદિરો આવેલા હતા. એક ટીમ પશ્ચિમ દિશા માં ગઈ , જે આગળ ઇડર તરફ જતું જંગલ હતું .બધા પોતપોતાની રીતે આપેલા સમયે પાછું વડવાનું છે એમ વિચારી બને એટલી ઝડપી આજુબાજુ ઝાડી-ઝાંખરા તપાસી રહ્યા છે .
અડધો કલાક ને પાંચ મિનિટે મહેન્દ્રરાય અને હસુકાકાની ટુકડી નિરાશ થઈને પાછી આવી . હજી બાકીને બે ટુકડીઓ આવી નહોતી .બીજી પાંચેક મિનિટ વીતી હશે ત્યાં પશ્ચિમ વાળી ટુકડી પણ ખાલી હાથે આવી . પોણી કલાક થવા આવી હતી પણ હજી પેલા ગાઢ જંગલ તરફ ગયેલા લોકોની કોઈ ભાળ નહોતી મડી આથી બધા ને લાગ્યું કે ' એમના પર કોઈ જંગલી જાનવર નો હુમલો ..' , ' ના , ના . એમની પાસે હથિયાર છે ... જંગલી જનાવરે હુમલો ના કર્યો હોય..' પણ વાતની ગંભીરતા સમજી બધા તેમને સામે લેવા નીકળ્યા ત્યાંતો દૂરથી કોઈ પાગલ સાંઢને બાંધી મહામહેનતે લઈને આવતું હોય એમ પેલું ટોળું મહામહેનતે કોઈને પકડીને આવી રહ્યું હતું , થોડીજ વારમાં બધા એમની તરફ દોડી ગયા . કારણકે આ સાંઢ જેવું વર્તન ગાંડો જ કરી રહ્યો હતો .એમનાથી વધારે વાર એને પકડી શકાય એવી હાલત ન હોવાથી બાકીના ગ્રામજનો તેની મદદે દોડ્યા . ગાંડાને પકડ્યો અને એ ટુકડીએ રાહતનો શ્વાસ લીધો તાત્કાલિક એને અફીણ પાણીમાં નાખી પીવડાવવામાં આવ્યું જેનાથી આ ગાંડાને જલ્દી બેભાન કરી સુવડાવી શકાય . ગાંડા અફીણ પીવડાવી સુવડાવી દેવામાં આવ્યો . હજી એ ટુકડી હાંફી રહી હતી . થોડો સમય વીત્યા પછી એમાનો એક બોલ્યો .
"આ ગોંડો મરેલ ઢોરાન હાડકા વચે જઈને બેઠો તો. અન ઝેવો અમે તેને ઝાલ્યો એનાથી આઘો લઇ ઝાવા ખીચ્યો તાંનો સાંઢ જેવું વરવા મન્ડયો " એ માણસોને જેમતેમ કરીને શાંત પાડ્યા અને પાણી પીવડાવ્યું . હસુકાકા અને બીજા બે-ત્રણ માણસોને સાથે લીધા અને પછી સીધો ગાંડાને જીપમાં નાખીને હોસ્પિટલ જવા ઉપડ્યા .
હવે સૂર્ય ક્ષિતિજ પર અગ્નિ વરસાવી સાંજ થવાની તૈયારી હતી , વાતાવરણમાં થોડી થોડી ઠંડક પ્રસરી રહી હતી .ખુલ્લી જીપમાં મંદ-મંદ પવન આવી રહ્યો હતો અને ઠંડા પવનના લય સાથે બધા ઝોકા ખાઈ રહ્યા હતા. રસ્તા પર ક્યાંય ક્યાંય મૃગજળ દેખાતું હતું તો ક્યાંક ક્યાંક મરિચિકા . આવામાં જીપ પવનને કાપતી ડો.રોય ની હોસ્પિટલના દરવાજા માં પ્રવેશી . પ્રવેશની સાથે જ બે કમ્પાઉન્ડર સ્ટ્રેચર લઈને આવી ગયા. ગાંડાને સુવડાવ્યો અને સીધો ઇમર્જન્સી વૉર્ડમાં લઇ ગયા.
બળવંતરાય હજી કેબીનમાં જ બેઠા હતા. બાજૂની દીવાલ પર લટકાવેલી ડીગ્રી અને સર્ટિફિકેટ જોઈ રહ્યા હતા . ત્યાં અચાનક ડૉક્ટર પ્રવેશ્યા અને કહ્યું
" અમે એને તાત્કાલિક સારવાર હેઠળ ભરતી કરી દીધો છે , ઔપચારિકતા પુરી કરવાની છે . તો શુ તમે આ ફોર્મ ભરી દેશો...!??"
" હા , ચમ નઇ સાઇબ , મારો છોરો ભરી દે તો હાલશે ...!?
" હા " અને ઉમેર્યુ " અને હા આ બધા રિપોર્ટ કરવામાં સમય લાગશે . કદાચ બે-ત્રણ દિવસ પણ થાય . તો તમે એક કામ કરો , મારો ડ્રાઈવર તમને મારા ઘરે મૂકી જાય છે . ત્યાં બાબુકાકાને મેં બધી વાત કરી દીધી છે " બળવંતરાય કઈ બોલી ન શક્યા પણ એમની આંખો જરૂર ઘણુંબધું બોલી રહી હતી . આંખો આભારવશ થઈને ધન્યવાદ કહી રહી હતા.
"ના કોઈ ઓળખાણ કે ના કોઈ નાતો છતાં પ્રીતિ આખા મલક ની .....!! " આ વાત આજે સાકાર થતી જણાઈ . ડ્રાઈવર બળવંતરાય અને એમના દીકરા મહેન્દ્રરાયને ઘરે લઈને ગયો . ઘરે બાબુકાકા બધી તૈયારી કરી દીધી હતી . બાબુકાકા માટે કોઈ નવાઇ નહોતી કારણ કે લગભગ દરરોજ કોઈને કોઈ મહેમાન રહેતું જ . ડૉક્ટરનો કોઈ પરિવાર નહોતો તે બધા માણસોમાં સ્વજનો ભાળતા . એ આવીરીતે એમના ઘરમાં માણસોનો આવરો-જાવરો રહેતો. આવી રીતે ડૉ.રોય ને થોડું સારું લાગતું . દરવખતે જેમ બાબુકાકા એ મહેમાનો માટેની ઓરડો ખોલી કાઢ્યો હતો . એમાં સાફ-સફાઈ કરી ચાદર બદલીને બાથરૂમમાં ટુવાલ બદલાવી દીધા હતા . ગરમ પાણીનું હીટર , સાબુ વગેરે ઠીક છે ને એ પણ જોઈ લીધું હતું . અને મહેમાનો માટે સ્વાદિષ્ટ ભોગ તૈયાર કરાયો હતો .આટલા વખતમાં ગાડી નો હોર્ન વાગ્યો
" પી...પીપ.. પી..પીપ" બાબુકાકા ઝાંપો ખોલવા બહાર નીકળ્યા અને ગાડી વિશાળ રાજમહેલ જેવા બંગલાના ખુલ્લા ભાગમાં પાર્ક કરવામાં આવી . મકાન કોઈ વિશાળ રાજમહેલ જેવું લાગતું હતું પણ યોગ્ય માવજતના અભાવે થોડી ખંડેર જેવી હાલત હતી . મકાનની એક તરફ નાનકડો બગીચો હતો જેમાં વિવિધ જાતના ફૂલોની સજાવેલો હતી . એમાં થોડા લાંબા સમય થી ન કપાયેલી લોન ઊગી નીકળી હતી જાણે કોઈ સાધુની લાંબી દાઢી હોય તેમ લાગતું હતું . વચ્ચે એક ટેબલ હતું જેની આસપાસ ત્રણ-ચાર ખુરસી ગોઠવાયેલી હતી . ટેબલ પર થોડા પુસ્તકો , સવારના પેપર ફેલાયેલા હતા . અને ક્યાંક મંદ-મંદ ખુશ્બૂ આવી રહી હતી જેની ખુશ્બૂને બળવંતરાય અને મહેન્દ્રરાય મોહી ગયા હતા . એ ખુશ્બૂમાં વશીકરણ કરી શકાય એવો જાદુ હતો ત્યાંજ
"સાહેબ , જમવાનું તૈયાર છે . હું ટેબલ પર પીરસુ એટલી વારમાં તમે નાહી-ધોઈ તૈયાર થઈ જાવ પછી આરામથી જમો . આવો તમારો કમરો બતાવી દવ..."
"પણ આટલું બધું કરવાની ....."
" સાહેબ , ડૉક્ટર સાહેબનું ફરમાન છે ચાહે અડધી રાતે કોઈ કેમ નથી આવતું બધા માટે જમવાનું , ચા-પાણી અને બધી વ્યવસ્થાનું મારે ધ્યાન રાખવું" બળવંતરાયની વાત અધવચ્ચે જ કાપી બાબુકાકા બોલ્યા .

લગભગ ૪ વાગ્યે બાપ-દીકરો જમવા બેઠા ગરમાં-ગરમ પુરી અને ભાજી સાથે હતો શીરો સોજીના લોટનો શીરો.....! કદાચ આ પરંપરા પણ મિસ.રોય ના ગયા પછી જ પડેલી હોવી જોઈએ .પેટ ભરીને અને આગ્રહ કરીકરીને બાબુકાકાએ બંનેને જમાડ્યા . જમીને મુખ્યકક્ષ માં બેઠા .ત્યાં સામેની દીવાલ પર ડૉક્ટર ની ડિગ્રીઓ , સર્ટીફીકેટ એમના મોટા માણસો સાથેના ફોટોગ્રાફ ટાંગેલા હતા. સાંજ પડ્યે ડૉક્ટર સાહેબ ઘરે આવ્યા . ઘરે આવી સ્નાન કરી સંધ્યા આરતી માટે મહેમાનોને બોલાવ્યા . આ રિવાજ લગભગ બેક દાયકાઓ થી ચાલતો આવ્યો છે . એ બધી સેવાનું બસ એક જ ફળ ઈશ્વર પાસે માંગે છે
" એ મારા વાલીડા , નથી જોઈતું મારે નામ કે પૈસા કે પછી અન્ય કોઈ વસ્તુ . મને મારી પ્રિય પત્ની અને છોકરા સાથે મેળાપ કરાવી દો " ૨૦ વર્ષથી રોજે સબરીને જેમ ડોક્ટર રોય એમના પુત્ર , પુત્રી અને પત્નીની રાહ જોઈ રહયા હતા. સવારે એમના આવવાની આશા બંધાતી અને રાત પડ્યા ચૂરચુર થઈ જતી , સવારી ફરી આશા બંધાતી અને તૂટી જતી .
શરૂવાત ના દિવસોમાં સાંજ પડ્યે ડૉક્ટર હતાશ અને નિરાશ થઈ જતા પણ જેમ કહેવાય છે ને " માણસ એકલતાથી ગભરાતો હોય છે પણ સમય ગયે એ એકલતા જ એને રાચવા લાગે છે એકલતાની અનુભૂતિ એને માફક આવી જાય છે " બસ ડૉક્ટર સાથે પણ એવુંજ કૈક બન્યું સૂર્ય કિરણોની જેમ સવારે આશાઓ જાગતી અને સાંજે સૂર્યના આથમવાની સાથે થમી જતી.
આરતી શરૂ થઈ "જય આદ્યશક્તિ , માઁ જય આદ્યશક્તિ ....." આરતી ભજન અને ગીતાપાઠ પછી બાબુકાકા રસોઈનું બાકી કામ પતાવવા ચાલ્યા ગયા
" કેમ મુખીજી , અમારી મહેમાન નવાજી માં કોઈ ખોટ રહી ગઈ હોય તો માફ કરજો " ડોકટર સાહેબે કહ્યું
" ના સાઇબ ના , તમાર જેવા માણહથી તો જગ ટકી રયુ છે , માફી તો દૂર પણ અમો તમારા ઋણી થયા . અમાર જોગુ કોઈ પણ કામ જણાય તો બેઝિઝક કેજો ." મુખી એ કહ્યું
" અતિથિ દેવો ભવ : મહેમાન દેવ સમાન હોય છે , અને દેવો પાસે કામ કરાવવું અમારે મન હાડો-હડ અપમાન ..."
" સાઇબ રિપોર્ટ ....."
"હા , મુખ્ય વાત તો રહી ગઈ . બાબુડાની અમે તપાસ કરવી પણ કોઈ નક્કર બીમારી પકડ્યામાં નથી આવતી એ હાલ કોમમાં છે ,આવતી કાલે મોટા ડૉક્ટર ને બોલાવ્યા છે " ડૉ.રોય પહેલાજ બોલી ગયા .
" અને ઓલો ..ઓલો ગોંડો .... એનું સુ થયું ...?
" અમેને લાગે છે એને ખૂબ મોટો આઘાત લાગ્યો છે , એ જીરવી ના શકતા એ ગાંડો થઈ ગયો છે "
" તો હવે....!!? આખી નીંદગી ગાંડો....."
" ના , ના . આવા કિસ્સા માં મોટે ભાગે શરૂવાત ના સ્ટેજમાં ખૂબ ઝડપી અને સરળ રિકવરી આવે છે "
" બાબુકાકા એ દરરોજની દિનચર્યા પ્રમાણે ગરમ-ગરમ ચા મૂકી ગયા હતા . " ઠંડી સાંજે સાથે સાથે ગરમાંગરમ મસાલેદાર ચાની ચૂસકી કેવું અદભુત મેળાપ હતો .
"મારુ માનવું છે કે તમારે પેલા ગાંડા વ્યક્તિને મેન્ટલ હોસ્પિટલમાં ભરતી કરાવવો જોઈએ , ત્યાં ખૂબ જલ્દી સાજા થવાની શક્યતા છે . " ડોક્ટરે આગળ બોલ્યા
" અને ત્યાં મારી થોડી ઓળખાણ છે , તો પૈસેટકે કઈ તકલીફ નહીં પડે , છતાં જો તમારાથી સગવડ ના થાય તો હું અહીંયા બેઠો છુ જ ને .....!! તો કહો તમારી શુ ઈચ્છા છે ...?"
" તમતમારે તમને હાચું લાગે એ કરો સાઇબ , મારા મન ગામના ગમે એ ભેરુ મારા પરિવાર નો ...!!"
"સાહેબ બધુ બરાબર પણ એક વાત ખટકે છે , ..."
" કઈ વાત ...??"
" આટલું આલીશાન મકાન લક્ષ્મી વગર કૈક અધુરું-અધૂરું લાગે છે .તમારા પત્ની.....???" મુખી થી પૂછતાં તો પુછાય ગયું પણ પછી પારાવાર અફસોસ થયો .
" વાત તો તમારી સાચી છે , સ્ત્રીતો લક્ષ્મી કહેવાય છે પણ કદાચ લક્ષ્મીની મારા પર કૃપા ના હોય એવું લાગે છે . તમે પૂછ્યું જ છે તો ચાલો વાત વિગતે જ માંડું , એ બાને મારી યાદો પણ તાજી થઈ જશે "
" માફ કરજો સાઇબ , માર આ પૂછવુ નતું જોતું ...!"
" એમાં માફી શેની ...? સત્ય સ્વીકારવું જ રહ્યું . "
"તો વાત જાણે એમ છે ને આજ થી લગભગ બે દાયકા પહેલાની આ વાત છે પોતાની પત્ની સાથેનો પ્રેમ લગ્ન કેવી રીતે છોડી ગયા , ત્યાંથી શરૂ કરી આજ દિવસ સુધીની બધી ઘટના કહી સંભળાવી "

એમના પત્નીનું રાત્રે અચાનક છોડીને ચાલ્યા જવું અને પછી કોઈ ભાળ ના મળવી આ વાત કૈક અજુગતી તો લાગતી જ હતી . પણ બળવંતરાયને એ વાત સ્વીકારવી રહી જ્યાં સુધી સત્ય બહાર ના આવે . એમના યુવાન પત્ની અને કૂપણ જેવું બાળકનું અચાનક ચાલ્યા જવું કોઈને પણ વસમું લાગે એ વાત હકીકત હતી. પણ ડોક્ટર જેવા સતપુરુષ ને સહનશીલ ભગવાન બક્ષિ દેતા હોય છે . મહામહેનતે એમને આ વાત સ્વીકારી લીધી હતી . અને અચાનક એ રાત્રે આવેલા સપનાએ ને મુખીના પ્રશ્નએ ફરી એમને ભૂતકાળમાં ધકેલી દીધા હતા . ફરી એ લાગણીઓ , ઊર્મિઓ ગાંડાતૂર દરિયાની માફક હિલોરા લઇ રહી હતી પણ અફસોસ ... , એ ઠાલવવા યોગ્ય કોઈ હાજર નહોતું . વાત ચાલુ હતી ત્યારે બે વાર બાબુકાકા આવીને બે વાર કહી ગયેલા
" જમવાનું તૈયાર છે , આવો તો પીરશી દવ ..." પણ વાત જ કઇ એવી રસપૂર્વકની થઈ રહી હતી કે ત્રીજીવાર પૂછવાની હિમ્મત બબીકાકમાં નહતી ...!! ઉલ્ટાના એ પણ મશગુલ થઈને ડૉક્ટર રોયની વાતો સાંભળવા લાગ્યા એમાંની અમુક એ પેલેથી જાણતા અને અમુક એમના માટે નવી હતી. સાંજના લગભગ ૮:૦૦ થી રાત્રીના ૧૧:૦૦ થવા આવ્યા ત્યારે ડૉક્ટર આંશુ લૂછતાં બોલી ઉઠ્યા
"અરે ....!! મારા લીધે તમને ભૂખ્યા રાખ્યા , માફ કરજો હો . ચાલો પેલા જમી લઈએ . બાકીની વાતો પછી " રાતનું વાળું ટેબલ પર ગોઠવાયું હતું . બપોર થી એકદમ વિપરીત, આ શુદ્ધ અને સાત્વિક ભોજન હતું . ખીચડી-કઢી , લાપસી , ચોખાના પાપડ હતા . મન ભરીને આરોગ્યું ચારે જણાએ . કહેવાય છે કે માણસ ટેન્શનમાં હોય કે પછી દુઃખમાં હોય ત્યારે એ પેટ ભરીને નહીં પરંતુ મન ભરીને જમે છે. કદાચ પોતાનું અને પોતાના યાદ આવતા પ્રિયજનો બંનેનું પોતેજ જમી લેતો હોવો જોઈએ .. !!


( ક્રમશ )