Old memories of childhood Corona books and stories free download online pdf in Gujarati

બાળપણ કોરોના ને જૂની યાદો

સમય સાથે જ્યારે માનવીના જીવનમાં આજે ખુબજ કહીંએ તો આકરી પરિક્ષા થઇ રહી છે. ક્યારે આપણે વિચાર્યુ પણ હતુ કે આપણે આ કોરાનારૂપી મહામારીમાં આપણે એવા તે કેવા જકળાઇ જાશુ કે ઘરની બહાર પણ નહી જઇ શકીએ આ કોઇ સંકેત પણ હોઇ શકે, આપણે કયારે નથી વિચારી શક્યા આ વિશે, કહેવાય છેને જે થાય તે સારા માટે જ થતુ હોય છે. તો ચાલો આજે આપણે બાળપણની થોડી યાદોરૂપી સપનામાં એક ડોકાચ્યુ કરી આવીએ. આપણે બધા ઘરે છીએ તો કેમ નહિ આપણે આપણું બાળપણ યાદ કરી લઈ ચાલો ફરી થી હું તમને તેની સફર કરાવું .તો ટાઇમમશિન શરૂ થઇ રહ્યુ છે બધા બેસી જાઓ .

આપણા બાળપણની ટાઇમમશિનનુ ઉતરાણ થઇ રહ્યુ છે . ચાલો મિત્રો તમને એક અનોખો શબ્દ બતાવુ .

:#π™ Ω∑ cos⁡α cos⁡β=2 cos⁡〖1/2 (α β)〗 cos⁡〖1/2 (α-β)〗

કાઇક યાદ આવ્યુ,તમને બધાને મન થતુ હશે કે આમાંથી છુટ્યા તો જગ જિત્યા જેવુ લાગે પણ આ કેમ પાછુ યાદ અપાવે છે . પણ સાહેબ આ વર્ડ નો સાચો અર્થ તો છેલ્લી બેંચ વાળા જે આપે તે તો ખુદ આઇન્સ્ટાઇ પણ તેમના જવાબ સાભળી કહે આજે મારુ ગણીત સફળ રહ્યુ. હાતો ચાલો આપણે છેલ્લી બેચ પાસે જાણીશુ કે ગણીત અંગે તમારા શુ વિચાર છે.
છેલ્લી બેંચ પર બેઠેલા વિદ્યાર્થી :- ગણિત એટલે ૧૦માં પાસ થવુ હોય તો જેમ ગાડીમાં બ્રેક, ટ્રેકટરમાં ટાયર , જેમ મોબાઇલ માં બેટરી, તેમ ૧૦માં ગણીત એમા પણ આપણૂ કોસ ઠીટા પણ છેલ્લી બેચવાળૉ કહે સાહેબ કોસથી તો અમે ખેતરમાં ખાડો કરીએ.
ઠીટા નો અર્થ કાઇક આમ નીકળે સાહેબ તમારે ભુલ થાય છે ઠીટા નહી ઠોળીયા હશે .
અને પેલો એક પ્રમય કરીને આવતો પાયથાગોરસ ત્યારે છેલ્લી બેંચ વાળો જવાબ આપે સાહેબ એ પાયથા નથી પથરો હશે અને ગોરસ તો આમલી હોય ને બિચારા માસ્ટર ગણીતનાં ભુલી જાય . અમારા છેલ્લી બેંચ એસોસીયેશન જણાવે છે કે અમારે ગણીત સાથે દુર દુર સુધી કોઇ જ લેવા દેવા નથી તેની અમે ખાતરી આપીએ છીએ અમને ફક્ત ૩૩ માર્ક આપશે તો તમને ખુબજ પુન્ય મળશે લીખીત . છેલ્લી બેંચ એશોસીયેશન .
સાહેબ બાળપણ અને ,મોબાઇલ બન્નેનો કરણ અર્જુન જેવો સંબધ છે .તમને થશે વળી આ કાઇક નવુ લાવ્યા. કેમ કે બાળપણથી મોબાઇલ સાથે જ મોટા થયા પણ તે સમય મોબાઇલ આત્મનિર્ભર ભારતને ટેકો આપતો હતો એટલે કે હાથથી બનાવેલ આજે આપણે શિખીશુ મોબાઇલનો આવિશ્કાર કોણે કર્યો નોધ ફ્ક્ત જાણકારી હેતુ ગુગલમાં શોધવાના જતા પછી નહી તો ભુઠા પડશો .
મોબાઇલ બનાવવા માટે જરૂરી સામાન .
(૧) ઉતરાયણ પછી વધેલ ઘુચડા ઉકેલી દાદી એ ભેગી કરેલી દોરી.
(૨) બે ખાલી કપ અને બે નાના લાકડા
સૌપ્રથમ તો એક લાંબી દોરી લેવી ધ્યાન રાખવુ ગાંઠ ના હોય નહીતો સભળાશે નહી. પછી બન્ને છેડે તેને બાધી લેવી દોરને કપસાથે અને તૈયાર થઇ ગયો આપણૉ આત્મનિર્ભર ભારતનો મોબાઇલ. નોધ દોરી એક્દમ સિધી હોવી જોઇએ ઢીલનહી ચાલે.
પછી આપ્ણો મોબાઇલ અપગરેડ થઇ ગયો કેવો ખબર છે પેલો યાદ છે ને નિબુડા નિબુડા,ચલ છૈયા,ચલ છૈયા,ધૂમ મચાલે ધૂમ ,યાદ છે ને એક હતો મોબાઈલ ,આપડી પહેલી ઉતરાયણ મા વધેલા ઘુચડા ની ગાંઠો વાળી દોરી,એમાં આપણી તો દોરી ના બંને છેડે પહેલી ચા ની પયાલી હોય યાદ છે ને તમને બધા ને કે ભૂલી ગયા,
આપણું બાળપણ કેવું હતું જ્યા સવારે પડે ને ત્યાં તો બાળકો ને ખીલખીલાટ કરતો મીઠો અવાજ થી આખી ગલી ગુંજી ઉઠે,બાળપણ ની આપણી રમતો પણ કેવી મજાની કા,

બાળપણ ની રમતો :
ગિલ્લી દંડો :~
બાળપણ મા આપણે ખુબજ રમ્યા જ હોઈશું તેવી એક અદ્દભૂત રમત જેનું નામ ગિલ્લી દંડો ઉર્ફ ( મોય દાંડીયો)
આ રમત તો ગામડા માં સૌથી ફેમસ હો ભૂરા,
રમત રમતા પેહલા તેના નિયમ તો સમજી લઈએ,
#niyam
5 દાંડિયા જ માગવા ના .
100 દાંડિયા કરવા ના હો,
3 ટચ્ચિ થી વધુ નહિ મારવા ની ,6 તચ્ચચીએ નખ ગણવા નો( જાણ ખાતર નિયમ લાગુ)
પગ બહાર કાઢી ને ગિલ્લી નહી મારવી,
અંદર ડબલ ટચ્ચિ નહિ ગણાય,
લગડી મા ગિલ્લી ભરાવી ને લાવવી,
પડી જાય તો બીજી વાર,

દાવ તો લેવા નો જ મફતિયું નહિ આવતું,
તે લીધું તો અમારે પણ લેવા નું જ

રમત 2:સંતાકુંકડી ઉર્ફ (થપ્પો)
એક દાવ આપે ને બધા એ સંતાઈ જવાનું છે ,
#RuLES
ગણવા ની રીત ,1,3,2,4,5,8,9,સાડા નવ,પોણા નવ,સવા નવ,10 આવું,
મુખ્ય પકાઉ ફરજીયાત રહેશે જે ના પાકે એને નહિ રમાડવા નો,
માટલી ચિરાણી રમત નું બ્રહ્માસ્ત્ર
રમત નું નામ છે ઘરઘર
કદાચ તમે બધા આ રમત રમેલા હશો મને ખબર જ છે.
કેમ કે નાના હતા ત્યારે થી જ તમને ઘર ઘર જ રમ્યા પણ હવે ખબર પડી કે આ રમત તો આપણા ને તો 31 માર્ચ સુધી ખુબજ જ કામમાં આવશે ચોક્કસ.
આ રમત નું નામ છે હું ઘરે તો તમે બધા પણ ઘરે
રમત ના નિયમ ;
ઘર મા જ રહેવાનું
મુકાકાકા નું નેટ વાપરવા નું
કેરમ નો પ્રયોગ કરવો.
બહુજ કંટાળી જાઓ તો બહાર નીકળવું (ક્યારેય નહીં)
છાપો રમો.
વાઘ બકરી રમો
થપ્પો રમો,
ચેસ ( આવડે તો જ રમવી )
યાદ શક્તિ ઓછી હોય તો કઈ રમત
શબ્દ સ્મરણ ;
રમત મા વારફરી અલગ અલગ નામ ને બોલવાના એક પછી એક ,
ઉદા, શિવાજી,મહારાણા પ્રતાપ, ભગતસિંહ,
એક ને એક નામ બીજી વાર ના આવે તે ધ્યાન રાખવું .
જો મુકાકાકા નું નેટ દગો આપે પછી શું કરવું .
ચકલી ઉડે ફુરર, ભેંસ ઉદે ના ઉડે,માણસ બહાર નીકળે ફુરર,
મેના ઉડે ફુરર ,આ રમત બહુજ મજા આવશે તમો ને ગમશે.
લુડો પણ રમી શકો જો આવડે તો હો ,
જીતે એને નાસ્તો કરાવા નો રહેશે .
એકબીજા ના ઘરે ના જઈને પોતાના જ ઘરે માળિયા પણ સાફ કરી શકો,
જૂની યાદો તાજી કરવી હોય તો છેલ્લો ઉપાય,
પોત પોતાના ના દાદા દાદી પાસે બેસી જાવાનું પછી દાદી મા ની વાર્તા સાંભળવા ની જેમ એક હતો ગરીબ બ્રાહ્મણ ને એક હતો અમીર વાણિયો, સોનાનું ઈંડુ આપતી બતક ની વાર્તા,વાઘ આવ્યો વાઘ વાળી વાર્તા ,સસલા ને કાચબા ની વાર્તા, મગર નું કાળજું વાળી વાર્તા છેલ્લે .
હાલરડું સાંભળી ને સુઈ જવા નું
પ્રેમનું ઘડાવું રૂડું પારણું રે લોલ;
શોભાના બંધાવું હું હિંડોળ જો
:વ્હાલાં! વિરાજો મ્હારા પ્રાણમાં રે લોલ.