The anguish of aspiration books and stories free download online pdf in Gujarati

આકાંક્ષા ની વિરહ ની વેદના

આ વાર્તા એક એવી છોકરીની છે. જેના ટૂંક સમયમાં લગ્ન થવાના હોય છે. પણ‌ આ વાત એને અચાનક ખબર પડે છે એટલે તે થોડી દુઃખી હોય છે તો વાર્તાની શરૂઆત ત્યાંથી કરીએ જયારે એના લગ્ન નક્કી થાય છે. પરંતુ એના પહેલાં થોડો પરિચય આપી દઇએ.

આકાંક્ષા એક વીસ વર્ષની છોકરી છે. જેણે હાલમાં ‌જ એનું કોલેજનુ ભણવાનું પૂરું કરેલું હોય છે. પણ‌ હાલમાં એ ખૂબ જ ખુશ હોય છે. કારણકે આ એનું કોલેજનુ લાસ્ટ યર હતું. પણ એક વાતે થોડી દુઃખી પણ‌ હોય છે. કારણકે રોજ એના friends ને મળવાનુ થતું હતું એ‌ હવે શક્ય નહીં બને. પરંતુ એણે અને એની સહેલીઓએ કોલેજના છેલ્લા દિવસે એ નક્કી કર્યું હતું કે weekend માં એક દિવસ ભેગા થઇને મળવું અને enjoy કરવુ.

આમને આમ થોડા દિવસો જતા રહે છે. એક દિવસની વાત હોય છે જ્યારે આકાંક્ષા એની સહેલીઓ સાથે બહાર ફરવા માટે જાય છે અને બે-ચાર દિવસ પછી આવવાની હોય છે. એટલે ઘરમાં માત્ર આકાંક્ષાની મમ્મી ‌રચનાબેન‌ અને પપ્પા દિવ્યકાંતભાઇ જ હોય છે. આકાંક્ષાનો નાનો ભાઈ પણ‌ છે. જેનુ નામ સમીર છે અને તે અગિયારમા ધોરણમાં ભણતો હોય છે. પણ હાલમાં તેની સ્કૂલની પરીક્ષા પૂરી થઈ હોય છે એટલે તેને થોડા દિવસનુ વેકેશન હોય છે. એટલે તે એના મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયો હોય છે.

હવે આ બાજુ આકાંક્ષાની મમ્મી ‌રચનાબેન‌ અને પપ્પા દિવ્યકાંતભાઇ બંને એકબીજા સાથે વાતો કરતા હોય છે.‌ ત્યારે રચનાબેન કહે છે કે ‌આપણી દિકરી કયારે‌ મોટી થઇ ગઇ એ ખબર પણ ના ‌પડી. તો દિવ્યકાંતભાઇ કહે છે ‌હા આકાંક્ષાની મમ્મી તારી વાત એકદમ સાચી છે. હવે તો થોડા વર્ષોમાં આકાંક્ષાના લગ્ન પણ થઇ જશે અને એ આપણાથી દૂર થઈ જશે. આ વાત વિચારતા બંને દુઃખી થઈ જાય છે. એટલામાં જ આકાંક્ષા બહારગામથી ‌આવી જાય છે.‌ અને એના મમ્મી પપ્પાને દુઃખી થતા જોઈ લે છે. પછી આકાંક્ષા પૂછવા લાગે છે કે શું થયું મમ્મી? શું થયું પપ્પા? કેમ‌ આમ દુઃખી લાગો છો. ત્યારે બંને‌ કહે છે કે કશું થયું નથી બેટા તું ચિંતા ના કરીશ. બસ આ તો એમજ વાત કરતા હતા તો વિચાર આવ્યો કે તું નાની થી‌ મોટી થઇ ગઇ ખબર પણ‌ ના પડી.

આમને આમ થોડા દિવસો જતા રહે છે. અને એક દિવસ આકાંક્ષા માટે એક છોકરાનુ માંગુ ‌આવે છે.‌ તેનુ‌ નામ‌ અમિત છે અને‌ આકાંક્ષાના મમ્મી પપ્પાને એ પસંદ પડી જાય છે. કેમકે છોકરો એક મોટી કંપનીમાં મેનેજરની પોસ્ટ ઉપર હોય છે અને એમની જ‌ નાતનો હોય છે. એટલે કોઈ ને વાંધો હોતો નથી. અને બીજી વાત એ કે છોકરાના મમ્મી પપ્પા પણ આકાંક્ષા ને ફોટા માં જોવે છે તો એમને ત્યારે જ પસંદ પડી જાય છે અને એક જ‌ નાતના હોવાથી એમને પણ આ સંબંધ માટે કોઈ વાંધો હોતો નથી. પછી બંને‌ પરિવાર એકબીજાના ઘરે જવાનું નક્કી કરે છે. પણ આકાંક્ષાના મમ્મી પપ્પા છોકરાના મમ્મી પપ્પા ને કહે છે કે તમે જ આવી જાઓ અમારા ઘરે કેમકે ‌આ‌ વાતની આકાંક્ષા ને ખબર નથી. અમે તેને સરપ્રાઈઝ આપવા માંગીએ છીએ. આગળના ભાગમાં આપણે જોયું કે આ વાર્તા આકાંક્ષા નામની એક વીસ વર્ષની છોકરીની આસપાસ ફરે છે. તેના કોલેજનું છેલ્લું વર્ષ હમણાં પૂરું થયુ હોય છે એ વાતે એ બહુ ખુશ હોય છે પણ તેના friends ને મળી શકશે નહીં એ વાતે એ થોડી દુઃખી પણ હોય છે પણ એ અને એના friends કૉલેજના છેલ્લા દિવસે નક્કી કરે છે કે અઠવાડિયા માં એક વાર મળવું અને એન્જોય કરવું. પણ બીજી પણ એક વાત હોય છે જેનાથી તેને ખૂબ જ દુઃખ થાય છે અને એ હોય છે તેના લગ્નની વાત જે તેને અચાનક ખબર પડે છે. એક દિવસ આકાંક્ષા માટે એક છોકરાનુ માંગુ આવે છે જેનું નામ અમિત હોય છે અને તે મોટી કંપનીમાં મેનેજરની પોસ્ટ ‌ઉપર હોય છે ‌અને એમની જ નાતનો હોય છે એટલે બંનેના મમ્મી પપ્પાને આ બાબતે કોઈ વાંધો હતો નહીં. જોકે આ વાતથી આકાંક્ષા અજાણ હોય છે કેમકે જ્યારે આ બધી ચર્ચા થાય છે ત્યારે આકાંક્ષા ઘરમાં હાજર હોતી નથી. હવે આકાંક્ષાના મમ્મી પપ્પા છોકરાના મમ્મી પપ્પાને એમની ઘરે બોલાવે છે લગ્નની વાતચીત કરવા માટે કેમકે એ આકાંક્ષાને સરપ્રાઇઝ આપવા માંગતા હતા. હવે જોવાનું એ છે કે સરપ્રાઇઝ આકાંક્ષા થાય છે કે એના મમ્મી પપ્પા.

હવે છોકરાના મમ્મી પપ્પા એવું નક્કી કરે છે કે લગ્નની જે પણ‌ વાતચીત છે એ આકાંક્ષાના ઘરે થાય કેમકે એવો આગ્રહ છોકરીના મમ્મી પપ્પા રાખે છે તેથી એ લોકો માની જાય છે. અને એના માટે એક દિવસ નક્કી કરે છે. આમને આમ થોડાક દિવસ જતા રહે છે. કારણકે છોકરાના મમ્મી પપ્પા થોડા બીઝી હોય છે એટલે આવી શકતા ‌નથી.

હવે એક દિવસ સવારે દસેક વાગ્યે છોકરાના પપ્પા અમરીશભાઇનો ફોન આવે છે અને ફોન આકાંક્ષાના પપ્પા જ ઉપાડે છે. અમરીશ ભાઈ કહે છે કે હું અને અમિત ના મમ્મી સાધના બેન સાંજે આવીએ છે લગ્ન ની વાતચીત કરવા માટે અને સાંજે અમિત પણ ઓફિસ થી વહેલો આવી જશે એટલે એ પણ જોડે આવવાનો છે. જેથી બંને એક બીજાને સમજી શકે અને વાતચીત કરી શકે કેમ કે આપણે નિર્ણય તો લઈ લઈશું પણ આકાંક્ષા અને અમિત એક બીજાને પસંદ કરે છે કે નહી એ જોવાનું રહ્યું. ત્યારે આકાંક્ષાના પપ્પા દિવ્યકાંતભાઇ કહે છે સો ટકા સાચી વાત છે આપની અમરીશભાઇ કારણકે રહેવાનું તો બંનેને એકસાથે છે.હવે આમાં વાત એમ છે કે આકાંક્ષાનો‌ ફોટો ફકત અમિતના મમ્મી પપ્પા એ જ જોયો હોય છે અને પેલી બાજુ અમિતનો ફોટો પણ ફક્ત આકાંક્ષા ના મમ્મી પપ્પા એ જ જોયો હોય છે. એટલે બંનેના પપ્પા એકબીજાને આ વાત કહેતા હોય છે.

હવે અમિત એના મમ્મી પપ્પા સાથે આકાંક્ષાના ઘરે આવવા નીકળે છે ત્યારે સાંજના છ વાગ્યા હોય છે. થોડી વારમાં અમિત અને એના મમ્મી પપ્પા આકાંક્ષા ને ત્યાં પહોંચી જાય છે.‌ આકાંક્ષાના મમ્મી પપ્પા બંને ને આવકારે છે આવો આવો અમરીશ ભાઈ અને સાધનાબેન નમસ્તે
સામે અમરીશ ભાઈ અને સાધના બેન પણ નમસ્તે કહીને બંનેનું અભિવાદન કરે છે. પછી આકાંક્ષા ના પપ્પા પૂછે છે કે અમિત નથી આવ્યો તમારી જોડે તો અમરીશ ભાઈ છે કે હા એ ગાડી પાર્ક કરીને આવે છે.

હવે આગળ શું થાય છે એ હવે પછી ના ભાગ માં જોઈશું આપણે કારણકે બીજો ભાગ મૂકવામાં ખુબ જ સમય પસાર થઈ ગયો છે અને વાર્તા ખુબ જ રસપ્રદ રીતે આગળ વધી રહી છે પણ એના પછી નો ભાગ ખુબ j interesting હસે કેમ કે જોવાનું એ થાય છે કે surprise કોને મળે છે આકાંક્ષા ને કે એના મમ્મી પપ્પા ને
પહેલો ભાગ વાંચવા બદલ ખુબ ખુબ આભાર સૌનો

વધુ આવતા અંકે ખુબ જ જલ્દી મળીશું હવે પછીના ભાગ સાથે
Keep smiling 😊😊😊


વધુ આવતા અંકે
😊😊😊


આ વાર્તા નો પહેલો ભાગ છે વાર્તા ગમે તો પ્રતિભાવ જરૂરથી આપશો keep smiling always 😊😊😊

આનો બીજો ભાગ હવે પછી મૂકવામાં આવશે ખુબ જ સરસ વાર્તા છે keep smiling always