Prem Pujaran - A Crime Story - Part 2 books and stories free download online pdf in Gujarati

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૨૬

લગ્ન થઈ ગયા પછી વિક્રમ અને છાયાને વિચાર આવ્યો કે જીનલ કેમ લગ્નમાં આવી નહિ..!! છાયા ને અંદર થી અફસોસ રહ્યો કે જીનલ મારા લગ્નમાં ન આવી પણ વિક્રમ ને તો અંદર અને બહાર બંને બાજુ અફસોસ હતો નહિ. તે ખુશ હતો તેને લાગ્યું કે જીનલ સમજી ગઈ હશે કે છાયા અને મારા લગ્ન ને હું રોકી નહિ શકું એ કરતા ભલે બંને લગ્ન કરી લે. જીનલ નું લગ્નમાં ન આવવાનું કારણ વિક્રમ ને બસ આ જ લાગી રહ્યું હતું.

વિક્રમ ને અંદર થી તો થયું કે જીનલ આમ ચૂપ બેસીને મારા અને છાયા ના લગ્ન ન જ કરવા દે પણ આખરે તે ચૂપ કેમ રહી તે વિચારવા લાગ્યો. છાયા પણ એ જ વિચારી રહી હતી, મારી ખાસ ફ્રેન્ડ જીનલ મારા લગ્નમાં કેમ આવી નહિ. આ વિચારમાં ને વિચારમાં સાંજ પડી ગઈ.

વિક્રમ અને છાયા ની એ સુહાગરાત હતી. હંમેશા બીજાની નજરમાં સાદગી દેખાડનારો વિક્રમ તેના બીજા લગ્નની સુહાગરાત મનાવતા પહેલા જરા પણ વિચાર કર્યો નહિ કે આગળ શું થશે અને આનું પરિણામ શું આવશે..?

ઘૂંઘટમાં બેઠેલી છાયા રાત્રીના અગિયાર વાગ્યે વિક્રમ ની રાહ જોઇ રહી હતી. વિક્રમ તેનું બધું કામ નિપટાવી ને છાયા પાસે આવ્યો. અને છાયા ની બાજુમાં બેસી ને ઘૂંઘટ ઉચો કરીને છાયાને નિહાળવા લાગ્યો. ધીરે ધીરે બંને એક બીજામાં લીન થઈ ગયા. છાયા તો નર્વસ હતી. પણ જેમ જીનલ પર વિક્રમ તુટી પડયો હતો તેમ છાયા પર વિક્રમ તુટી પડ્યો. છાયા કઈજ સમજી શકી નહિ કે વિક્રમ આટલો સેક્સ નો ભૂખ્યો કેમ..? પણ સુહાગરાત છે અને પહેલી વાર છે એમ માની ને છાયા એ બધું સહન કરી લીધું.

બીજા દિવસની સવાર થઈ એટલે વિક્રમ ઊઠીને હાથમાં ન્યૂઝ પેપર લીધું. જોયું તો પહેલા પેજ પર જીનલ નો ફોટો હતો. લખ્યું હતી. "એક પૂરપાટ ઝડપે આવતી સ્કુટી એ એક સામે થી ટ્રક સાથે અથડાતાં યુવતી ગંભીર". વિક્રમે તે આખી ઘટના વાંચી ને જીનલ ને ફોન કર્યો, પણ જીનલ નો ફોન બંધ આવી રહ્યો હતો. વિક્રમ વારે વારે ફોન કરતો જોઈને તેની પત્ની છાયા તેની પાસે આવી.

શું થયું..? કોને ફોન લગાડી રહ્યા છો..?
હાથમાં રહેલું ન્યૂઝ પેપર છાયા ને આપીને વિક્રમ બોલ્યો. જો પહેલા પેજ પર જીનલ નું એક્સીડન્ટ થયું છે ને તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. એટલે આપણા લગ્નમાં આવી શકી નહિ. છાયા એ પૂરી ઘટના વાંચીને જીનલ ને ફોન કર્યો પણ જીનલનો ફોન બંધ આવી રહ્યો હતો.

છાયાને જીનલ પ્રત્યે વધુ ચિંતા થવા લાગી એટલે તેણે જીનલ ના પપ્પા ને ફોન કરીને પૂછ્યું કે જીનલ કઈ હોસ્પિટલમાં દાખલ છે અને તેની હાલત કેમ છે.? જવાબ માં જીનલ ના પપ્પા એ કહ્યું કરુણા હોસ્પિટલમાં જીનલ ને દાખલ કરવામાં આવી છે ને તેની હાલત સ્થિર છે. આટલું સાંભળતા જ છાયા એ વિક્રમ ને કહ્યું ચાલો અત્યારે જ આપણે જીનલ ની ખબર પૂછતા આવીએ.

અત્યારે નહિ પછી જઈશું એમ કહી વિક્રમે થોડી ઢીલાશ બતાવી પણ તે મારી ખાસ ફ્રેન્ડ છે તેની મને બહુ ચિંતા થાય છે. આપણે અત્યારે જ જીનલ પાસે જવું જોઈએ એમ કહી ને છાયા એ વિક્રમ ને સોફા પરથી ઊભો કર્યો.

વિક્રમ પણ જાણવા માગતો હતો કે ન્યૂઝ પેપરમાં આવ્યું છે તો જીનલ ખરેખર ગંભીર હાલતમાં હશે.!! પણ મારી સાથે છાયા છે એ જીનલ જોઈ જશે એ ડરથી વિક્રમ તૈયાર થઈ રહ્યો ન હતો. પણ આખરે છાયા ની જીદ સામે વિક્રમ જવા માટે તૈયાર થયો અને બંને કાર લઈને કરુણા હોસ્પિટલ પહોંચ્યા.

કરુણા હોસ્પિટલમાં પહોંચી ને જીનલ જે રૂમમાં દાખલ હતી ત્યાં છાયા અને વિક્રમ પહોંચ્યાં. ત્યાં જીનલ ના મમ્મી પપ્પા તેની બાજુમાં બેઠા હતા અને જીનલ સૂતી હતી. માથા પર પટ્ટી જોઈને વિક્રમ ને લાગ્યું કે જીનલ ને માથામાં ગંભીર ઇજા થઇ હશે.

વિક્રમ અને છાયા એ જીનલ ના પપ્પાને પૂછ્યું કેમ છે જીનલ ની તબિયત અને તેને શું થયું હતું..?

રડતી આંખોએ જીનલ ના પપ્પા એટલું બોલ્યા કે માથામાં ગંભીર ઇજા થઇ હતી એટલે તેનું ઓપરેશન કરવું પડ્યું. પણ ડોકટરે કહ્યું જીનલ કોમા માં આવી ગઈ છે ક્યારે આવશે તે કહેવું મુશ્કેલ છે.

ડોકટરે કેટલા દિવસ નું કહ્યું કોમા માંથી બહાર આવવાનું. વિક્રમે પૂછ્યું.

તે ખબર નહિ બેટા પણ ડોક્ટર ડોક્ટર વાતો કરી રહ્યા હતા. એક બે વર્ષ કદાચ લાગે.

જીનલના પપ્પા ના આ શબ્દો સાંભળી ને વિક્રમ ને કોઈ ફરક પડયો નહિ પણ છાયા અચાનક બેહોશ થઈ ને જમીન પર પડી ગઈ.

શું છાયા પણ આઘાત માં આવી ગઈ..? તે જોશું આગળ.

વધુ આવતા ભાગમાં..

ક્રમશ ...