Prem Pujaran - A Crime Story - Part 2 books and stories free download online pdf in Gujarati

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૨૭


છાયા અચાનક બેહોશ થતાં વિક્રમ "ડોકટર ડોકટર" નો સાદ કરવા લાગ્યો. ત્યાં એક નર્સ આવી ને છાયા ની તપાસ કરે છે. અને તેને બાજુના બેડ પર સુવડાવી ને તેની આંખો અને શરીર ની તપાસ કરે છે. નર્સ ને કઈ ખાસ લાગ્યું નહિ એટલે તેણે છાયા ની આંખમાં પાણી છાંટ્યું. ત્યાં છાયા હોશમાં આવી ગઈ.

વિક્રમ છાયા ને ઘરે લઈ ગયો. અને તેને આરામ કરવા કહ્યું અને પોતે બહાર બેસીને વિચાર કરવા લાગ્યો. વિક્રમના મનમાં એક ખુશી આવી ગઈ હતી કે જીનલ હવે હોશમાં આવશે તો કદાચ તે બધું ભૂલી ગઈ હશે. એટલે હવે હું કોઈ ચિંતા કર્યા વગર છાયા સાથે મારી નવી જિંદગી ની શરૂઆત કરું. અને વિક્રમે એવું જ કર્યું જેટલો પ્રેમ તે જીનલ ને કરી રહ્યો હતો તેટલો પ્રેમ તે છાયા ને કરવા લાગ્યો.

ઘણા મહિના વિતી ચૂક્યા હતા પણ સાગર ની કોઈ ભાળ હજુ સુધી મળી ન હતી. પોલીસે પણ સાગર નો કેસ બંધ કરી દિધો હતો. પણ ગોપાલભાઈ હજુ સાગર ની રાહ જોઈને બેઠા હતા. તેનું બસ એટલું જ કહેવું હતું. ખુશી ખુશી ઘરે થી ગયેલો મારો દીકરો સાગર આમ ઘર છોડીને ભાગી ન જાય. અને જો ભાગી ગયો હોય તો તેની ભાળ તો મળવી જોઈએ ને જીવિત હોય કે મૃત..

ગોપાલભાઈ એક ગાર્ડનમાં સાગર ની યાદમાં
રડી રહ્યા હતા. ત્યાં તેની બાજુમાંથી એક ન્યૂઝ રિપોર્ટર કીર્તિ પસાર થાય છે. તે જુએ છે. એક માણસ દુઃખી હાલતમાં આશુ સારી રહ્યો હતો. કપડાં જોતા કીર્તિ ને એમ લાગ્યું કે તે માણસ ગરીબ તો નથી તો આમ ગાર્ડન માં આવીને રડવું તેને જરા વિચિત્ર લાગ્યું.

કીર્તિ તેની પાસે જઈને બોલી. અંકલ કઈ પ્રોબ્લેમ છે.?? હું તમારી કોઈ મદદ કરી શકું.?

બેસી ગયેલા આવજે ગોપાલભાઈ બોલ્યા ના દીકરી, બસ મારા દીકરા ની યાદ માં હું રડી રહ્યો છું.

કીર્તિ એમ સમજી કે તેમના દીકરા ના લગ્ન થયા હશે અને તેની બહુ એ ઘર થી કાઢી મૂક્યા હશે એટલે તે અહી દુઃખી હાલતમાં બેઠા હશે. પણ કીર્તિ ને સાચું જાણવાની જિજ્ઞાસા થી ગોપાલભાઈ ને પૂછ્યું "અંકલ તમારા દીકરા ને શું થયું છે જેનાથી આપ આટલા દુઃખી છો."?

બેટી તું તારું કામ કર હું મારા દુઃખનો રસ્તો શોધી લઈશ. અને મને નથી લાગતું તારી કોઈ મદદ મને કામ આવશે.

મદદ કામ આવે કે ન આવે પણ એક આશ્વાસન થી તમને રાહત તો જરૂર થી મળશે. આશ્વાસન આપતી કીર્તિ બોલી.

બેટી તો પણ આશ્વાસન બસ થોડો સમય જ રાહત આપે છે બાકી દુઃખ તો હળવું થતું નથી. મારા નશીબ માં દુઃખ લખેલું છે તો એ મારે ભોગવું રહ્યું.

અંકલ આપ ના કપડા અને બોલી જોઈને આપ બહુ સારા અને હોશિયાર લાગો છો પણ આવા તમારા વિચાર થી મને સમજ પડી નહિ. ગોપાલભાઈ ની પાસે બેસીને કીર્તિ ફરી આશ્વાસન આપતા કહ્યું. અંકલ હું એક ન્યૂઝ રિપોર્ટર છું. તમારી કઈક તો મદદ કરીશ તે મને વિશ્વાસ છે.

ન્યૂઝ રિપોર્ટર છું આટલું સાંભળતા ગોપાલભાઈ ને લાગ્યું કદાચ તે મારા દીકરા ને શોધવામાં મદદ કરી શકે. આવું વિચારતા તે બોલ્યા.

બેટી ઘણા મહિના પહેલા મારો દીકરો ખુશી ખુશી ઘરે થી બહાર ફરવા ગયો હતો પણ એમને કહ્યું નહિ કે હું ક્યાં જાવ છું બસ એટલું બોલીને ગયો હતો કે એક બે દિવસમાં ઘરે આવી જઈશ. બે દિવસ નીકળતા સાગર મળ્યો નહિ એટલે સાગર ના ગુમશુદા ની પોલીસ ફરિયાદ લખાવી. પોલીસે કેસ પણ હાથમાં લીધો તેમણે ઘણી શોધખોળ કરી પણ મારા દીકરાની કોઈ ભાળ ન મળતાં તેણે સાગર નો કેસ બંધ કરી દીધો.

મારો પોલીસ ને બસ એક જ સવાલ હતો કે મારા દીકરાની ભાળ કેમ મળી નહિ મારે જીવતો હોય કે મરી ગયો હોય તે સમાચાર તો મળવા જોઈને મને. એટલે સાગર ની યાદમાં હું અહી રડી રહ્યો છું. આટલી વાત કરતા તે ગોપાલભાઈ વધુ જોર્જોર થી રડવા લાગ્યા.

કીર્તિ એ ગોપાલભાઈ ના આશુ લૂછતાં બોલી અંકલ હું તમારી દીકરી થઈ ને મારા ભાઈ સાગર ની ગમે તે ભોગે ભાળ મેળવીશ. ભલે મારે ટીવી ન્યૂઝ પર જાહેરાત આપવી પડે કે પછી હાઈકોર્ટ ના દરવાજા ખખડાવવા પડે આખરે સાગર ક્યાં છે તેની જરૂર થી માહિતી મેળવીને જ જંપીશ.

શું કીર્તિ સાગર ની શોધખોળ માં હાઇકોર્ટ સુધી જશે.? તે જોશું આગળ...

વધુ આવતા ભાગમાં...

ક્રમશ....