Prem Pujaran - A Crime Story - Part 21 books and stories free download online pdf in Gujarati

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૩૧


ગુસ્સે થયેલી કીર્તિ ને વિક્રમ શાંત કરે છે અને કહે છે. મેડમ તે કાર ને સાચે હું ઓળખતો નથી. પણ તે દિવસે હું જીનલ સાથે ફરવા ગયો હતો ને થોડીક કલાકો માં અમે પાછા પણ આવી ગયા હતા. બાકી આપ જે સાગર ની વાત કરો છો તે સાગર જીનલ નો ફ્રેન્ડ હતો. વચ્ચે વાત ને કાપતા છાયા બોલી હા સાગર જીનલ નો જ ફ્રેન્ડ હતો. વિક્રમ કે હું તેને ઓળખતા પણ નથી.

કીર્તિ સમજી ગઈ કે વિક્રમ બંને બાજુ છૂપાવી રહ્યો છે. તેના વિશે છાયા પણ પૂરેપૂરી જાણતી નથી કે તે સાગર વિશે મને પણ પૂરેપૂરી વાત કરી શકતો નથી.

કીર્તિ બંને ને કહ્યું સારું મારે જે પૂછવાનું હતું તે મે પૂછી લીધું છે. જો તમારે વધુ જાણકારી આપવી હોય તો આલો મારો મોબાઇલ નંબર મને ફોન કરીને જણાવી શકો છો. આટલું કહી ને કીર્તિ ત્યાં થી નીકળી ગઈ.

કીર્તિ જાણે વિક્રમ ને ધમકી આપીને ગઈ હોય તેવું લાગવા લાગ્યું. તેના ચહેરા પર ચિંતા ના વાદળો ઘેરાવા લાગ્યા. આ જોઇને છાયા એ વિક્રમ ને પૂછ્યું કેમ ચિંતા માં મુકાઈ ગયા..!!! ક્યાંક સાગર ના મોત વિશે આપ કઈક જાણતા તો નથી ને. જે હોય તે મને કહી દો. ??

તને મારા પર ભરોશો નથી કે શું છાયા..!! વિક્રમે વિશ્વાસ સાથે સામે સવાલ કર્યો.

આવી પૂછતાછ તારા પર થઈ રહી છે એટલે કહ્યું બાકી મને તારા પર વિશ્વાસ છે. તું ક્યારેય ખોટું નહિ જ કરે.

ના ના છાયા બસ સાગર ની યાદ આવી ગઈ. કેટલો ભોળો છોકરો હતો. કોઈ સાથે વાત પણ કરતો નહિ બસ ચૂપચાપ એકલો રહેતો. એમ કહી છાયા ને પોતાનું દુઃખ વ્યક્ત કરવા લાગ્યો.

જે થયું તે ભૂલી જાવ. આશ્વાસન આપતી છાયા બોલી.

બસ એમ જ કહુ છું આમ ચિંતા ન કર. એમ કહી છાયા કિચન માં જતી રહી.

આંખોમાં ખોટા આશુ લૂછતો વિક્રમ ઘરે થી બહાર નીકળ્યો. અને તેમના ફ્રેન્ડ ને મળવા પોતાની બાઈક લઈને નીકળી ગયો.

વિક્રમ તેનો એક ખાસ મિત્ર ધીરેન ને મળ્યો. વિક્રમ ધીરેન પર પૂરેપૂરો વિશ્વાસ રાખતો હતો એટલે વિક્રમ તેને બધી વાત કરતો. આ બંને ની વાતચીત કોઈ જાણી શકતું ન હતું. બંને એકબીજા ને કોઈને કોઈ રીતે મદદરૂપ થતા. જેમ વિક્રમ ધીરેન પર મરવા તૈયાર થઈ જતો તેમ ધીરેન પણ વિક્રમ પાછળ મરવા તૈયાર હતો.

આજે સામે થી વિક્રમ ધીરેન ને મળવા આવ્યો હતો. વિક્રમ નો ચહેરો જોઈને ધીરેન સમજી ગયો કે વિક્રમ ફરી કોઈ મુસીબત માં આવી ગયો હશે એટલે પાસે આવીને ધીરેન બોલ્યો. "શું થયું દોસ્ત આમ ચહેરા પર ચિંતા ના વાદળો કેમ છવાઈ ગયેલા છે.!"

ગળે વળગી ને વિક્રમ બોલ્યો કઈ નહિ દોસ્ત બસ આ સાગર ની મેટર હજુ પતતી જ નથી. કોઈ ન્યૂઝ રિપોર્ટર આવી હતી ઘરે અને ઘણા સવાલો કર્યા ને પુરાવા બતાવતી ધમકી આપીને ગઈ. જે કર્યું હોય તે કહી દો નહિ તો જેલ ની હવા ખાવા તૈયાર રહેજો.

બસ આટલી જ વાત..! તું ચિંતા કરીશ નહિ તે ન્યૂઝ રિપોર્ટર પણ તારું કઈજ બગાડી નહિ શકે. તે બધું મારી પર છોડી દે. અને ચાલ આપણે ક્યાંય ફરી આવીએ.

જીનલ હજુ પથારી વસ હતી. ગોપાલભાઈ જીનલ ની રાત દિવસ સેવા કરી રહ્યા હતા. તો ડોક્ટર પણ થોડા થોડા દિવસે જીનલ ની તપાસ કરવા ઘરે આવતા અને ગોપાલભાઈ ને આશ્વાસન આપતાં ડોક્ટર એટલું કહેતાં. આપ ચિંતા ન કરો તમારી દીકરી એક દિવસ જરૂર થી હોશ માં આવશે. હવે તેને કોઈ જાતની પ્રોબ્લમ નથી એટલે તે જલ્દી હોશમાં આવી જશે તેવું લાગી રહ્યું છે.

ડોક્ટર ના ગયા પછી ગોપાલભાઈ જીનલ પાસે બેસી રહ્યા અને જીનલ ના માથા પર હાથ ફેરવતા બોલ્યા. દીકરી તું જલ્દી હોશ માં આવી જજે, જોજે મોડું ન થાય નહિ, નહિ તો હું હોશમાં નહિ રહુ. પોતાને સંભાળતા સંભાળતાં ટીવી ચાલુ કરીને ન્યૂઝ જોવા લાગ્યા.

ટીવી ચાલુ કરતા એક ન્યૂઝ ચેનલ પર એક રિપોર્ટર બોલવા લાગી...

ન્યૂઝ રિપોર્ટર કીર્તિ એ દસ માં મળે થી છલાંગ મારી ને આત્મહત્યા કરી. ઘટના સ્થળે પોલીસ પહોંચી ને તપાસ હાથ ધરી છે કે કીર્તિ એ સાચે આત્મહત્યા કરી છે કે કોઈએ તેની હત્યા કરી છે. જોઈએ પોલીસ ની તપાસ માં શું આવે છે. કેમેરા મેન સાથે હું....

શું કીર્તિ એ આત્મહત્યા કરી છે કે તેનું ખૂન થયું છે તે જોશું આગળ.

વધુ આવતા ભાગમાં.

ક્રમશ....