Short stories - 8 - A pinch of love books and stories free download online pdf in Gujarati

લઘુ કથાઓ - 8 - એક ચપટી પ્રેમ

લઘુકથા 8
એક ચપટી પ્રેમ

પુના માં મગરપટ્ટા વિસ્તાર માં " સેવન કલોઉડ" સોસાયટી માં લગભગ 12 માળ ના સાત બિલ્ડીંગસ અને દરેક માળ પર 4 ટુ બીએચકે ઘર હતા હતા આમ ટોટલ લગભગ સવા ત્રણસો કુટુંબ નો વસવાટ રહે.

ફેબ્રુઆરી 2021ની 10 તારીખ કાંઈક અલગ જ ઊગી હતી અહીંયા. સોસાયટી ના તમામ સવા ત્રણસો ઘર માં અલગ અલગ રીતે લોકો એક બીજા ને પોત પોતાની પ્રેમ ની લાગણીઓ વ્યક્ત કરવા માંડ્યા હતા.

એક અલગ જ પ્રકાર ની મીઠાશ અને સુંગંધ ફેલાઈ હતી. કોરોના ના પંજા માંથી માંડ માંડ લોકો જ્યારે નીકળી રહ્યા હતા અને લોકો માં જ્યારે હજી ભય નો માહોલ હતો ત્યાં આ દ્રશ્ય અલૌકિક લાગી રહ્યું હતું.

તમામ પરણીત પુરુષ અને સ્ત્રી એક બીજા ને (પોત પોતાના પાર્ટનર ને) આજ સુધી ન કહી હોય એવી વાતો અને વાયદા ઓ , પ્રેમ સભર ભાષાઓ માં પ્રેમ ની લાગણી વ્યક્ત કરતા હતા,દરેક જુવાન છોકરા છોકરી ઓ પોતા પોતાની પસંદગી ના પાત્રો ને પ્રપોઝ કરી રહ્યા હતા , હસી ખુશી હળી મળી ને આનંદ થી રહી રહ્યા હતા જાણે10 ફેબ એ જ વેલેન્ટાઇન્સ ડે હોય એમ લાગતું હતું.

દરેક ઘર માં જાણે દિલ વાલે દુલનહીંયાં લે જાયેંગે ના સીન્સ ભજવતા હોય.
પણ એજ સોસાયટી ના C વીંગ ના 1203 નંબર ના મકાન માં એક ભાઈ આ તમામ લાગણી ની ભીનાશ થી વંચિત હતા એ હતા સિનિયર સાયન્ટિસ્ટ ડો. વિશ્વનાથ રાણાડે.

પોતાના દ્વારા આયોજિત અને પ્રયોજિત ખેલ જોઈ ને પોતાને એમની ઉપર ગર્વ અને ખુશી બને થઈ રહી હતી...

****************************************
એપ્રિલ 2020.. લોકડાઉન નો સમય..

સવાર પડતા અને સાંજ થતા દરેક વ્યક્તિ પોતપોતાની ગેલેરી માં આવી ને મ્યુઝિક સિસ્ટમ લગાવી ને ગીતો વગાડતા, ભજનો વગાડતા, બાલ્કની માં થી જ અંતાક્ષરી રમતા , ઘરના પુરુષો ઘર કામ માં મદદ કરાવતા , ઘણું સારું થઈ રહ્યું હતું પણ સાથે સાથે અંદરો અંદર ઘણું તૂટી પણ રહ્યું હતું અને એ હતા સહુ ના ધીરજ, સહુ ના ટેમ્પરામેન્ટ..

આ બધું કરવાની પાછળ નો હેતુ હતો ખુશ રહેવા નો પણ કોરોના ના ભય હેઠળ ક્યાંક ને ક્યાંક લોકો એ ખુશી અને આનંદ મેળવી નહોતા શકતા અને એનું મુળ કારણ હતું "ઘરબંધી", અને કામ વગર સતત ઘર માં રહેવાની મજબૂરી..

અને આજ નવરાશ નો ડો. રાણાડે એ બખૂબી ઉપયોગ કર્યો..એમણે એક સિન્થેટિક ડ્રગ બનાવ્યું હતું જેનું એમણે નામ આપ્યું "Love Drug" અને એમણે એમનો ઉપયોગ આ સમય માં જરૂરી લાગતા યુઝ કરવા નું વિચાર્યું.

એમણે સરકારી એપ્રુવલ લઈ ને પોતાની લેબ માંથી એ સબસ્ટન્સ લઈ આવ્યા , અને એને દરેક બિલ્ડીંગ ના water tank માં ઓછી ઓછી માત્રા માં નાખી દીધી. અને પોતાના ઘર માં બનાવેલ નાનકડી લેબ માં એણે બીજા થોડાક વધુ પ્રમાણ માં સબસ્ટન્સ બનાવ્યા અને ટેન્ક માં મિક્સ કરતા ગયા.

અને એની અસર ધીરે ધીરે લોકો ના વર્તન , વાણી માં દેખાવા માંડ્યું . લોકો સ્નેહાળું, પ્રેમાળ , આનંદિત થવા માંડ્યા.
નાના નાના ઘર અને સોસાયટી માં થતા ઝઘડા , હુસા તુસી બંધ થવા માંડી.

અનલોક શરૂ થતાં સુધી માં લોકો ના લોહી માં એ ડ્રગ ધીમી પણ મક્કમ ગતિ એ પ્રસરવા માંડી અને એ તમામ એ તમામ લોકો ના લોહી માં Love Drug કામ કરવા માંડ્યો અને એની પોઝિટિવ અસર કામ ધંધા ની જગ્યા એ પણ થવા માંડી.

પણ સારા કામ માં ક્યાંક ને ક્યાંક ફાચર વાગેજ એ કહેવત સાચી પડી. એજ સોસાયટી ના એક વ્યક્તિ રાજેન્દ્ર પટનાયક ને આની ભનક પડી કે અચાનક લોકો માં આવી ફીલિંગ્સ કેમ આવવા માંડી, પોતાના માં આવો ફેર કેમ પડ્યો એટલે એમણે પોલીસ અને હેલ્થ ડિપાર્ટમેન્ટ માં ફરિયાદ કરી.

અને એના આધારે ડો રાણાડે ની ધરપકડ કરવા માં આવી.

ઓગસ્ટ મહિના માં ધરપકડ કરવા માં આવી અને એમની પૂછપરછ કરવા મા આવી. અને કોર્ટ માં કેસ દાખલ કરવા માં આવ્યો અને જજ સાહેબ સમક્ષ એમને હાજર કરવા માં આવ્યા અને આ ડ્રગ બનાવવા પાછળ નો હેતુ, ડ્રગ નો સોંર્સ અને એ.ના ગેરકાયદેસર ઉપયોગ બાબત સર જવાબ માંગવા માં આવ્યા અને ધીરજ અને શાંતિ પૂર્વક રાણાડે સાહેબ આ તમામ પ્રશ્નો ના ઉત્તર દીધા.

" માઈ લોર્ડ, હમ આજ ઉસ વખત સે ગુઝર રહે હે જહાં ઇનસાનિયત મેં પ્રેમ ઓર સંવેદના એ ગુમ હો રહી હૈ, લોકડાઉન કે દરમિયાન જો દ્રશ્ય દેખે હૈ ટીવી પે, મેરી સોસાયટી મેં, લોગ પૂલિસ કે વિરુદ્ધ હો રહે થે, ડોકટર્સ જો ઉનકા ઈલાજ કર રહે થે ઉન્સે ઝઘડા કર રહે થે , વો કરના નહીં ચાહતે થે પર કર ને લગે થે ક્યોંકી વો ડરે હુએ થે, ડર સે સોચને કી કેપેસિટી ગવા રહે થે, હર છોટી બાતો પે વિદ્રોહ હુએ જા રહા થા બસ તબ મુજે મેરી સ્ટડીઝ યાદ આઈ જો મેને 2019 સે સ્ટાર્ટ કિયા થા જીસ્કા આઈડિયા મુજે શેક્સપિયર કી કહાની " મિડસમર નાઈટ ડ્રિમ રોમાન્સ" સે મિલા થા.

મેને થોડા સર્ચ કિયા ઓર બોટનીકલ ગાર્ડન સે "સસાફર્સ" હર્બ મંગાયા ઓર ઉસમેં સે ઇસોસેફરોલ સે "એસકેટી" યાને "MDMA" ડ્રગ ઈંડ્યુસ કીયા ઓર ઉસે "love Drug" નામ સે એ એક્સપેરિમેન્ટ કરના ચાહતા થા. લેકિન દુનિયા કે તકરીબન સારે દેશો મેં યે બેન ઓર ઇલલીગલ હે સો મેને ઉસે કુછ ટાઈમ કે લિયે પોસ્ટપોન કરદીયા લેકિન શાયદ ભગવાન ભી ચાહતા થા કે યહ ડ્રગ ઇસ દેશ ઓર દુનિયા કે લોગો કે મિલે શાયદ ઇસિલિયે યહ કોરોના મહામારી આયી ઓર મેરે ઇસ એક્સપેરિમેન્ટ કે લિયે મુજે એક મુકામ ઓર મૌકા મિલા. કયુકી મેંને ઓર હમ ને દેખા હૈ આજ કલ કે નૌજવાન કો ઇસ તરહ કે ટાઈમ મેં મેન્ટલી તૂટ કે અધર ડ્રગ્સ કન્સ્યુમ કરતે દેખા હૈ ઓર ઉસમેં સ્યુસાઈડલ ટેન્ડન્સી દેખ ને કો મિલી હૈ બસ ઇસી લિયે મેને યે એક્સપરિમેન્ટ કિયા.એન્ડ યસ સર મેને સારે ડેટા , સારી ડિટેલ્સ બનાયી હૈ જો મેં સબમિટ કરને હી વાલા થા અગલે મહિને ડબલ ચેક કરને કે બાદ લેકિન તબ તક કિસી કો મેરા પ્યાર બાટના અચ્છા ઓર સચ્ચા નહીં લગા. ધેટ્સ ઇટ માઈ લોર્ડ".

જજે તમામ વાતો સાંભળી ને પોતાનો ચુકાદો સંભળાવ્યો, " એઝ યુ સે ડો રાણાડે, આપકા ઇન્ટેનશન બિલકુલ સહી ઓર નેક થા ઇસ ડ્રગ કો બનાને ઓર એક્સપરિમેન્ટ કરને કે લિયે ઓર પોલીસ ઓર હેલ્થ ડિપાર્ટમેન્ટ કો કિસી ભી પ્રકાર સે ઇસકા સેવન કરને વાલો મેં કોઈ સાઇડ ઇફેક્ટ નહીં દેખને કો મિલે , આપ ને અભી આપકે સ્ટેટમેન્ટ મેં કહા હૈ વેસે જલ્દી સે જલ્દી આપકે ફાઇન્ડિગસ, રિસર્ચ ડેટાઝ એન્ડ ડિટેલ્સ સબ કુછ પોલીસ ઓર ઇન્ડીયન મેડિકલ કાઉન્સિલ કો ઓર નારકોટિક્સ કો સબમિટ કરે , ઓર યે કોર્ટ ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ કો ઓર નારકોટિક્સ ડિપાર્ટમેન્ટ કો સારે ડિટેલ્સ કો analyase કરકે ઇસ ડ્રગ કો કોમર્શિયલ યુઝ કે લિયે સેલેબલ કિયા જાના ચાહીયે યા નહીં ઓર અગર હા તો કિતની માત્રા મેં વો સબ જાનકારી કોર્ટ કો સબમિટ કરે. કોર્ટ ઇસ ગિવિંગ વન મન્થ ટાઈમ ટુઓલ ડિપાર્ટમેન્ટ ટુ પરસ્યુ ઘેર વર્ક એન્ડ ડિસ્પાઈટ ઓફ વેલ ઇન્ટનશન કોર્ટ ઇસ ગિવિંગ ઓર્ડર ટુ ડો રાણાડે ઓફ 2 લાખ રૂપીસ ફાઇન ફોર" યુસિંગ ઇલલીગલ ડ્રગ સબસ્ટન્સ એન્ડ એક્સપેરિમેન્ટ ઓન ધ જનરલ પબ્લિક વિધાઉટ એની કંસેન્ટ ઓફ ધ પીપલ ઓન હુમ હી એક્સપરિમેન્ટેડ એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટ એસ વેલ."

10 ફેબ્રુઆરી 2021..

આજે પોતાની ફાઇન્ડિંગસ અને રિસર્ચ ની તમામ ડિટેલ્સ ના સબમિશન માટે ડો રાણાડે પોતાના ઘર માંથી નીકળ્યા જ હતા કે આખી સોસાયટી ના તમામ એ તમામ લોકો સોસાયટી કમ્પાઉન્ડ મા આવી પહોંચ્યા અને એમનું અભિવાદન કરવા માંડ્યા.

એમાં થી એક બેન આગળ આવ્યા અને કહ્યું, લોકો ડોકટર ને ભગવાન નો દરરજો આપતા હોય છે ," આ બધા નું ખબર નહીં પણ મારી માટે તમે ભગવાન થી ઉપર છો, જે લાગણીઓ ખુદ ખુદા એ દીધી હોય છતાં લોકો એનો ઉપયોગ નથી કરી શકતા એ તમે આ દવા થકી કરાવી આપી. છેલ્લા 7 મહિના ઓ થી મારો દીકરો અને વર "દીકરા અને વર" ની જેમ મારી સાથે વર્તી રહ્યા છે " કહી ને હર્ષાસુ સાથે એમને પગે લાગી , આ જોઈ ને ડો રાણાડે પણ ગળગળા થઈ ગયા અને મન માં વિચાર્યું " જે શોધ ની શરૂઆત મેં નોબલ પ્રાઇસ ની લાલચ માં કરી હતી એ નોબલ પ્રાઇસ આજે મળી ગયું."

આજે એપ્રિલ મહિનો શરૂ થઈ ગયો છે અને ડૉ રાણાડે ની આ ડ્રગ ની પેટન્ટિંગ થઈ ગઈ છે અને તમામ ડેટા ના આધારે આવતા મહિના સુધી માં એને માર્કેટ માં લાવવી કે નહીં એનો નિર્ણય લેવાશે.

****************************************

નોંધ: "એસકેટી" અથવા "MDMA ડ્રગ" ની જાણકારી ઈન્ટરનેટ પર ncbi તેમજ અન્ય શોધ ના ઉપલબ્ધ આર્ટિકલ ના આધારે છે. આની લેખક દ્વારા કોઈજ પ્રકાર ની પુષ્ટીકરણ કરવા મા આવેલ નથી.