The mystery of skeleton lake - 13 books and stories free download online pdf in Gujarati

ધ મિસ્ત્રી ઓફ સકેલેટન લેક (ભાગ ૧૩ )

રાત્રે રાઘવકુમાર ડી.જે.ઝાલા ને ઘેર મળવા ગયા . ત્યારે ઝાલા અને સોમચંદને એક સાથે જમતા જોઈને તેઓ દંગ રહી ગયા . એમને ખબર નહોતી કે સોમચંદ એટલા માહેર હતા કે શિયાળના મોઢા માંથી પણ પુરી ઝૂંટવી શકવાની આવડત છે . તેઓ અંદરથી ખુશ થયા કારણકે બે મહાન પ્રતિભાશાળી વ્યક્તિ સાથે કામ કરવા જઈ રહી હતી .સોમચંદે એમના પ્રવેશ સાથે જ રાઘવકુમારને ઈશારો કરી દીધો હતો કે આપડે બંને એકબીજાને ઓળખતા નથી . એવીજ રીતે વર્તતા એમને ઝાલાને પૂછ્યું
" કેમ છો ઝાલા સાહેબ ...આજે કોઈ મહેમાન આવ્યું લાગે છે ... !!"
" હા રાઘવકુમાર ... આ મારા મિત્ર નંદેશ છે ... આપડા કેસમાં આપડો સાથ આપશે ... એ પણ ભાવના રેડ્ડી કેસ પર જોડાયેલા છે ..." નજીક જઈને માત્ર ઝાલાને સંભળાય એટલા અવાજ માં રાઘવકુમારે પૂછ્યું " માણસ યોગ્ય તો છે ને ....!!? અવાજ ધીમો જરૂર હતો પણ સોમચંદને આસાનીથી સંભળાય એમ હતું .... આ સાંભળી એ પોતાનું હસવાનું માંડ માંડ રોકી શક્યા " હા ..એકદમ યોગ્ય છે ..આપણને મદદ કરી શકે એમ છે " ઝાલાએ કહ્યું
ઝાલા અને સોમચંદનું જમવાનું પત્યા પછી ચર્ચા કરી રહ્યા હતા . ઝાલા અને સોમચંદ પોતપોતાની પાસેની માહિતી વહેંચી રહ્યા હતા . રાઘવકુમાર પણ અમુક વાર માહિતીમાં સુધારા વધારા અને વધારાની માહિતી ઉમેરી રહ્યા હતા . ત્યાં ઝાલાએ એક અગત્યની માહિતી આપી .
" ૬ વર્ષ પહેલા જ્યારે હું એ કેસ સોલ્વ કરી રહ્યો હતો ત્યારે અચાનક એક રાત્રે મારા પર એક ફોન આવ્યો કે એ માણસ પાસે આ કેસ પર અત્યંત ગંભીર દસ્તાવેજો છે . પેલા એ વ્યક્તિ મને મળવા માંગતો હતો , પછી જો એને યોગ્ય લાગેતો બધા દસ્તાવેજ મને સોંપી દેશે એવું કહ્યું . હું તેને મળવા કેફે ગ્રીનલેન્ડ પહોંચ્યો જે એસ.જી. હાઈવે , ઇસ્કોન મંદિરની નજીક છે . એ મને મળ્યો . એ પોતાને ભાવના રેડ્ડીનો ભાઈ ગણાવી રહ્યો હતો . એને મને જણાવ્યું કે આ માત્ર રેપ એન્ડ મર્ડર કેસ જ નથી , હજારો કરોડો રૂપિયાનો ખૂની ખેલ ખેલાઇ રહ્યો છે. જે રહસ્યમય પુસ્તક ગાયબ થયું છે એ કોઈ ખજાના સુધી પહોંચવાની ચાવી છે . એ પુસ્તક હાલ ક્યાં છે એ તો ખબર નથી પણ એના પર એક નકશો ચિતર્યો છે , જે એક ભ્રામિક રસ્તો છે , હકીકત કોઈ બીજી જ છે . કોઈ એ પુસ્તક ચોરીને એ નકશો અનુશરી એ સ્થાને પહોંચી પણ ગયું તો એમને હાથ કશુ નહીં લાગે કારણ કે એ ભ્રામિક છે ...કોઈ શુદ્ધ ઉદ્દેશ્ય વાળી કન્યા કે જે રતીભર પણ અશુદ્ધ ના હોય , શુદ્ધ દેહ અને મનોવૃત્તિ ધરાવતી હોય એજ ત્યાં સુધી પહોંચી શકે . એ ખજાનો માત્ર જાહેર હિત માટે જ વાપરી શકાશે .અંગત ઉપયોગ માં લેવાના વિચાર માત્રથી એ વ્યક્તિ તબાહ થઈ શકે છે . એ કન્યાના આંખ નીચેના ભાગ પર કાળો ડાઘ હશે જેથી તેની ઓળખ થઈ શકશે....."
" પછી ..પછી શુ થયું ....!!?? " અધીરાઈ થી સોમચંદે પૂછ્યું
" પછી શુ ... એને મને મડીને નક્કી કર્યું કે એ બધા દસ્તાવેજો ટૂંક સમયમાં મને સોંપી દેશે "
" તો એ દસ્તાવેજો ક્યાં છે ...!?"
" એ તો હું કહી રહ્યો છુ , હું એ કેસ સોલ્વ કરવાની નજીક હતો , એ દસ્તાવેજો મારા હાથમાં આવવાની તૈયારી જ હતી ...ત્યાં ....ત્યાં મને આ કેસ પરથી દૂર કરવામાં આવ્યો અને ફરી સપનામાં પણ એના વિશે ના વિચારવા સખ્ત શબ્દોમાં મનાઈ ફરમાવવામાં આવી "
" અને તમે એના પર કામ કરવાનું બંધ કરી દીધું ..બરાબરને ...?" રાઘવકુમારે પૂછ્યું
" ના .... ખાનગી રીતે મારા માણસો દ્વારા તપાસ ચાલુ રાખી હતી , એમાં એક ઘટસ્પોટ થયો કે ભાવના રેડ્ડીને કોઈ ભાઈ નહોતો .ઓમકાર રેડ્ડીને એટલકે ભાવના રેડ્ડીના પિતાની એ એકની એક દીકરી હતી ..."
" શુ વાત કરો છો તમે .....!!!? ... તો પેલો માણસ ...એને પુછાયને કે ....." સોમચંદે અશ્ચર્યથી પૂછ્યું
" એ વ્યક્તિ એ દિવસ પછી મને મળ્યો જ નથી ...ઘણી તપાસ કરાવી પણ એનો કોઈ પતો ના લાગ્યો ..... તેથી છેવટે મેં એ કેસ પર ના છૂટકે કામ બંધ કર્યું ...પણ આજ સુધી એ કેસ મારા મગજ માંથી દૂર થયો નથી ...." ઝાલાએ કહ્યું
હવે હકીકત જાણવા માટે એક જ રસ્તો હતો , ઓમકાર રેડ્ડી....!! રાતોરાત ઝાલાએ ફોન ઘુમાવ્યા , પોતાના નેટવર્કને કામે લગાડ્યું અને ઓમકાર રેડ્ડીનો થિરુવંતપુરમથી ઉઠાવીને તાત્કાલિક પ્લેનની ટિકિટ કઢાવી અમદાવાદ મોકલવામાં આવ્યા . એમને લેવા મહેન્દ્રરાય અને સોમચંદ સરદાર વલ્લભભાઇ પટેલ ડોમેસ્ટિક એરપોર્ટ પહોંચ્યા .
રાઘવકુમાર અને ઝાલા પેલા ૬ વર્ષ પહેલાના ભાવના રેડ્ડીના ભાઈનો ફોટોગ્રાફ ગોતવાનો પ્રયત્ન કરી રહ્યા હતા . ૬ વર્ષ પહેલાની પોતાના ટ્રાન્સફર પછી ગાયબ થયેલા માણસોની FIR તપાસી રહ્યા હતા . એનો સ્કેચ બનાવવો હવે શક્ય નહોતું . તેથી એ માણસને કેવી રીતે ગોતવો એના પર ચર્ચા કરી રહ્યા હતા . ત્યાં ઝાલાનો ફોન રણક્યો
" ઝાલા સાહેબવ.. જે કાળી એમ્બેસેડર વિશે તમે માહિતી માંગી હતી એ મળી ગઈ છે ... એક સફેદ એમ્બેસેડર અકસ્માતના કેસમાં ઉત્તરાખંડના ચમોલી પોલીસ દ્વારા ૨૦૦૮માં કબજે કરવા આવી હતી . ત્યાંથી બે-ત્રણ વર્ષમાં ચોરી થઈ ગઈ હતી ... તેના માલિક એક એક્સ-આર્મી હતા જેનું આગળ-પાછળ કોઈ જ હતું નહીં " પેલા માણસે ઝાલાને માહિતી આપી . ફોન મુકતા રાઘવકુમારને જણાવતા કહ્યું
" રાઘવ , પેલી કાળી એમ્બેસેડર ઉત્તરાખંડના પોલીસ સ્ટેશન માંથી ચોરી થયેલી છે , જે એક એક્સ-આર્મીની હતી અને લગભગ ૨૦૧૦ થી ૨૦૧૨ વચ્ચે ચોરાઈ હોવાની શંકા છે " ઝાલાએ કહ્યું
એમ્બેસેડર ઉત્તરાખંડની હતી . પેલું રઘુડો પણ ઉતરાખંડનો હતો . આ એમ્બેસેડર રઘુડા દ્વારા જ ચોરવામાં આવી હોઈ શકે એ વાતમાં કોઈ શંકા લાગતી નહોતી . એની કુંડળી અનુસાર એ કોઈ ખૂન કેસનો આરોપી હતો અથવા ખૂન કરીને અંડરગ્રાઉન્ડ થયેલો હતો . રાઘવકુમારે ચમોલી પી.આઇ નો કોન્ટેક્ટ કરી ગાડીના માલિક એક્સ-આર્મી રતનસિંઘના અકસ્માતની ફાઇલ મંગાવી . થોડા જ સમયમાં આખી ફાઇલ ફેક્સ થઈ ગઈ હતી . ફાઇલ જોઈને રાઘવકુમાર અને ઝાલા બન્નેના હોસ ઉડી ગયા ... એ અકસ્માતનો મુખ્ય આરોપી હતો રઘુવીર સિંધિયા , એ ફાઇલ અનુસાર આ અકસ્માત નહીં પરંતુ જાણી જોઈને કરવામાં આવેલી હત્યા હતી . કોકડું વધુને વધુ ઘુચવાઈ રહ્યું હતું . આ કેસનો અંત આવશે કે કેમ...!!?? આવશે તો કેવી રીતે આવશે એ કોઈ જાણતું નહોતું. ●●●●●●●●●●●●●●●●●●●●●●
સોમચંદ અને મહેન્દ્રરાય વહેલી સવારથી એરપોર્ટ પર ઓમકાર રેડ્ડીની રાહ જોઈ રહ્યા હતા . ઓમકાર રેડ્ડીને કાલે રાત્રે ૧૧:૨૭ ની ફ્લાઇટ હતી ,સવારે ૪:૪૫ અમદાવાદ આવવાના હતા . ઓમકાર રેડ્ડી અંદરથી ખુશ હતા ,કારણ કે પેલા રાક્ષસ બાજવાથી એમને છૂટકો મળવાનો હતો .
સવારે ફ્લાઈટ લેન્ડ થતાંજ બહાર ઓમકાર રેડ્ડી , થિરુવંતપુરમ લખેલું બોર્ડ લઈને બંને ઉભા હતા . વહેલી સવારે ધોળી દાઢી અને મોટા ચશ્માં વાળી ઍક આધેડ વ્યક્તિ નજીક આવી . એમને હિન્દી બોલવામાં તકલીફ પડતી હોય એમ લાગ્યું . પણ ઇંગલિશમાં લખેલું પોતાનું નામ ખૂબ સારી રીતે વાંચી લીધું અને નજીક આવીને કહ્યું
" મેંઇ હી હાવ ... ઓમકારા રેડ્ડી ....."
ઓમકાર રેડ્ડીને સોમચંદના ઘેર લઈ જવામાં આવ્યા . ત્યાંજ તેમને રહેવાની સગવડ કરવામાં આવી હતી . સોમચંદે પોતાના ઘેર ગેસ્ટ હાઉસમાં એમને ઉતારો આપ્યો અને ઝાલા અને રાઘવકુમારને ત્યાંજ બોલાવી લીધા . થોડી જ વારમાં ચારે ત્યાં હાજર હતા . વચ્ચે ઓમકાર રેડ્ડીને બેસાડી ચારે તરફ ગોઠવાઈ ગયા .અને પૂછપરછ ચાલુ કરી
" આપકા બેટા કહા હૈ....!!!?? " ઝાલાએ સીધો પ્રશ્ન પૂછ્યો
" મેરા ...મેરા કોઈ .....કોઈ બેટા નહિ હૈ...એક બેટી થી. . ...." કહીને રડવા લાગ્યો
" ઓમકાર રેડ્ડી ..યે રોના બહુત હુઆ ... હમને પુછા આપકા બેટા કહા હૈ ...!!? "
" મેં સહિ બોલતા હું ....મેરી એક બેટી હી થી ...."
" હમારે પાસ એક લડકા હૈ ... જો ખુદકો ભાવના રેડ્ડી કા ભાઈ યાની આપકા બેટા બતા રહા હૈ....."
" આપ ક્યાં બોલ રહે હો સાબ ....!! ? ઇસકા મતલબ મેરા બેટા ક્રિષ્ના મીલ ગયા ક્યાં ...!???"
" ક્યાં મતલબ... ?? આપ બોલ રહે થે આપકા કોઈ બેટા નહિ હૈ ....ઔર અબ બોલ રહે હો બેટા મિલ ગયા .... આપ બોલ ક્યાં રહે હો ..!!? " ઝાલાએ કડક શબ્દોમાં પૂછ્યું
" બતાતા હું , બતાતા હું , મેરી ભાવના ૧૨ સાલકી થી ઔર ક્રિષ્ના ૫ સાલકા થા . હમ અલ્લાહબાદ કુંભ દેખને ગયેથે . ઉસમેં મચી ભાગદોડ મેં કાફી લોગ મારે ગયે થે. ઔર કાફી લોગ રહસ્યમય રૂપસે ગાયબ હો ગયે.... હમારા બેટા હમશે બિછડ ગયા થા ... ફિર વો મિલા હી નહીં " આટલું કહેતા તો એમના આંખમાંથી અશ્રુ વહેવા લાગ્યા . " મેરા બેટા...મેરા બેટા કહા હૈ....મુજે ઉસસે મિલના હૈ ..." ઓમકારે ઉમેર્યું
" જરૂર મિલાયેંગે ... વો જીંદા હૈ પર અભી કહા હૈ પતા નહીં ...આપ ઉસકે બારેમે કુછ બતાઓ ..તાકી હમ ઉસે જલ્દી ઢૂંઢ શકે ..." રાઘવકુમારે પૂછ્યું
" પંદરાહ સાલ હો ગયા ઉસકે ગયે હુવે ...અબ કૈસ દિખતા હોગા પતા નહીં ... પર હા ઉસકે મુહ પર નિશાન હૈ.... ૪ સાલકા થા તબ સીડી સે ગિરને પર ટાંકે લગે થે ...ઉશીકા નિશાન આજ ભી હોગા ..." ઓમકારે કહ્યું
આ વાત સાંભળી મહેન્દ્રરાયને કશું યાદ આવી ગયું અચાનક બોલી ઉઠ્યા ..." ક્યાં કહા આપણે.... મુહ પર નિશાન થા ...!!?? દાયી આંખ કે નીચે ....??"
" જી હા સા'બ.... દાયી આંખ કે નીચે હી થા.... દાયી આંખ કે નીચે હી થા ...." આ સાંભળી મહેન્દ્રરાયના મોઢા પર ખુશી પથરાઈ ગઇ . અત્યંત આનંદમાં આવેલો જોઈને ઝાલા અને રાઘવકુમાર કશુ સમજ્યા નહીં કે આને અચાનક શુ થઈ ગયું છે . મહેન્દ્રરાયે ત્રણે જણાને ઓમકારથી દૂર લઈ જઈને કહ્યું
" પેલો પાગલ માણસ યાદ છે .....!!? જે જંગલ માંથી મળેલો ...!??
જેના પછી જ આ બધી શોધખોળ ચાલુ થઈ છે ..? એ માણસ જ ઓમકાર રેડ્ડીનો પુત્ર છે . એની આંખ નીચે એવું જ નિશાન છે " મહેન્દ્રરાયે કોઈ રાઝ ખોલતો હોય એવી અદામાં કહ્યું . ખરેખર એક બીજા રહસ્ય પરથી પડદો ઉઠી ગયો હતો કે એ માણસ કોણ છે . હવે એ ત્યાં શુ કરી રહ્યો હતો એની માહિતી પેલા કેમેરા પરથી મળી શકે એમ હતું . સવારના ૧૦ વાગી રહ્યા હતા . હજી સૌ સોમચંદના ગેસ્ટહાઉસમાં જ બેઠા હતા . ત્યાં સોમચંદનો નોકર આવીને ફોન આપી ગયો

(ક્રમશ )

તો કેવી લાગી રહી છે વાર્તા તમને ...!??

હવે એક પછી એક રહસ્ય પર પડદો ઉઘડશે અને સાથે સાથે તમારી આખો પણ આશ્ચર્ય થી વશીભૂત થઈ જશે . બસ તમારો સાથ મળતો રહે એવી આશા સહ , તમારો ખૂબ ખૂબ આભાર .

તમારા અમૂલ્ય ... અભિપ્રાય મને બીજી વાર્તા લખવા પ્રેરે છે .