Locha in Love - 10 - The last part books and stories free download online pdf in Gujarati

લવમાં લોચા - 10 - છેલ્લો ભાગ

( ગતાંકમાં જોયું કે મિતવા પ્રિતમને વળગી રડી પડી છે. કેફેમાં કોઇ ગર્લ મિતવાને રોમેન્ટિકલિ પ્રપોઝલનો આન્સર આપવાનું કહે છે. મિતવા વિચારે છે શું કહું!?...)

મિતવા કેફેની એ અનનોન ગર્લને કહે છે " ડૂડ પહેલાં મેં પ્રપોઝ કર્યું હતું એને એન્ડ એનું ઓન્લી ફ્રેન્ડ, બેસ્ટ ફ્રેન્ડ, ક્લોઝ ફ્રેન્ડ આ બધું કન્ફ્યુઝન હતું જેનાં લીધે અમે ક્યાંય સુધી જુદા રહ્યા. એનાં કન્ફ્યુઝન ક્લીયર થયાં પછી એને મને આજે પ્રપોઝ કર્યું. એન્ડ વી કેન રીડ ઇચ અધર્સ ફિલીંગ્સ સો આઇ ડોન્ટ નીડ ટુ સે સમથીગ ટુ હીમ. સ્પેશિયલી રોમેન્સ😴 હમસે ના હોગા 😁"

" અરે તું બી કોઈ સોંગ ગાઇ લે ને એમાં શું? " કેફેમાં બેસેલી એ ગર્લે કહ્યું.

હવે મિતવા શું બોલે એનું કન્ફ્યુઝન હતું. કેટલાં બધાં સોંગ્સ આમ ગાયા કરતી હોઇશ ! હવે એક બી યાદ નહીં આવે 😴. પ્રિતમ મિતવા માટે મસ્ત ચા લઈને આવ્યો. એ ચા સામે ધરીને ઉભો રહ્યો હતો અને મિતવા બસ આમ જ ઉભી રહી હતી. કેફેની ગર્લ એને ઇશારો કરી હતી કંઈક બોલવા માટે.

🎶🎶🎶

ગો થ્રુ ધ ડાર્કેસ્ટ ઓફ ડેય્સ
હેવન્સ અ હાર્ટબ્રેક અવેય
નેવર લેટ યુ ગો નેવર લેટ મી ડાઉન
ઓહ, ઈટ્સ બીન અ હેલ ઓફ અ રાઇડ
ડ્રાઇવિંગ ધ એજ ઓફ અ નાઇફ
નેવર લેટ યુ ગો નેવર લેટ મી ડાઉન

ડોન્ટ યુ ગીવ અપ નો નો નો
આઇ વોન્ટ ગીવ અપ ના ના ના
લેટ મી લવ યુ
લેટ મી લવ યુ

🎶🎶🎶🎶

" ડૂડ યુ રોક 🤘🏼, આઇ એમ સો હેપ્પી ફોર બોથ યુ કોઝ આઇ નો ધેટ હાઉ ઈટ્સ હર્ટ વેન યોર લવ્ડ વન્સ ઇસન્ટ ધેર વીથ યુ. એની વે એન્જોય યોર લાઈફ વીથ ઇચ અધર એન્ડ એન્જોય યોર ટી ઓલ્સો 😁" કેફેમાં બેસેલી એ અનનોન છોકરીએ મિતવાને કહ્યું અને પોતાની જગ્યાએ બેસે ગઈ.

મિતવા અને પ્રિતમ વિન્ડો પાસે બેસી ગયા.

" આટલી બધી ચા? સિરીયસલી? 🙄 તું ઇડિયડ છે?" મિતવા.

" હા ઇડિયડ છું..... તું. સિમ્પલ છે યાર એક જ કપમાં તું એન્ડ હું ચા એન્જોય કરીશું. એમ પણ ઘરે જવાનો તમારો ઇરાદો નથી એ દેખાય છે મેડમ" પ્રિતમ.

" ધોધમાર વરસાદ એમ જ થોડો આવી રહ્યો છે! તને એમ પણ સમય નથી હોતો એટલે આજે મારાં મનની પૂરી થાય છે 😁. એવું લાગે છે હવે ધીમે ધીમે બધી જ વિશ પૂરી થશે" આમ કહી મિતવાએ પ્રિતમના ખભે માથું ઢાળી દીધું.

" હાં બધી વિશ પૂરી થાય એનો હું પૂરો ટ્રાય કરીશ. પણ તારાં પપ્પાને મળવાની વિશ પહેલાં આવે ને? પહેલાં એમને અને મારાં પેરેન્ટસને મળાવીશુ પછી તારું વિશ લિસ્ટ. બાય ધ વે વરસાદ ધીમો કે બંધ થશે એ લાગતું નથી. કેફે તો બંધ પણ થઇ જશે બે કલાકમાં પછી શું? એન્ડ તારાં ઘરે પણ ટેન્શન થશે ને બધાને? " પ્રિતમ.

" લોડ ના લે. ગમે તેટલી સદી વિતશે પણ ટેક્ષ્ટ મેસેજ તો ઓલ્વેઝ રહેશે જ. ઘણાં ટાઇમ પહેલાં પપ્પાને ટેક્ષ્ટ મેસેજ કર્યો છે કે કેફેમાં છું એન્ડ સેફ છું એન્ડ પપ્પાએ કહ્યું છે કે અહીં જ રહીશ હું પછી આવી શકાશે તો મને લ‌ઇ જશે, અધરવાઇઝ થર્ડ ફ્લોર પર હોટેલ છે ત્યાં રોકાઇ જ‌ઇશ" મિતવા.

" રોકાઇ જવાનો આઇડિયા બેસ્ટ છે સો લેટ્સ ગો ધેર " પ્રિતમ.

ચા ફિનિશ કરી બંને કેફેની બહાર નીકળી હોટેલ પર પહોંચ્યા.
"બાજુ બાજુમાં જ રૂમ લ‌ઇશુ ને?" પ્રિતમ.

" ના એક જ" મિતવા.

" પાગલ 😁. ચાલ હું તારાં એન્ડ મારાં રૂમ બૂક કરાવી લ‌ઉ પછી કંઇક થોડી વારમાં જમીએ" પ્રિતમ.

" હું મજાક નથી કરતી એક જ રૂમ વિશે" મિતવા.

" ઓકે મેડમ એઝ યુ વિશ" પ્રિતમ.

પ્રિતમ રૂમ બૂક કરાવીને સ્માર્ટ કી લ‌ઇ આવ્યો. બંને રૂમમાં જ‌ઇને ફ્રેશ થઈ જમવા માટે આવ્યા. બંનેએ પોતાની મનગમતી અલગ અલગ ડિશ ઓર્ડર કરી.

" મિતવા કેટલું ઓઇલી ખાય છે તું? 🙄" પ્રિતમ.

" ચૂપ. આઇ લવ દેશી વાનગી એન્ડ આઇ વીલ ઇટ એ પણ લાઇફ ટાઇમ. તું ચૂપ 🙄. મને તારાં જેમ ડાયેટ પ્લાન ફોલોવ કરવો નહીં ફાવે 😴" મિતવા.

" તું મારી વાત ક્યારેય સાભળીશ નહીં ને? " પ્રિતમ.

મિતવા હસીને બોલી " નાં ".

ડિનર પતાવી બંને પોતાના રૂમમાં ગયા. પ્રિતમને આજે પહેલીવાર મશીનોની દુનિયા યાદ નહોતી આવતી. ઓછાં બોલો પ્રિતમ આજે મિતવા સાથે મનભરી વાતો કરવા માંગતો હતો. પણ મિતવા જાણે ઘણા સમયથી ઉંઘી જ નાં હોય એમ સૂઇ ગયી. પ્રિતમ બસ એને જોયાં જ કરતો.

એક વર્ષ પછી....

" કોન્ગ્રેચ્યૂલેશન્સ બોથ ઓફ યુ " અવની.

" થેન્કસ" મિતવા.

આજે મિતવા અને પ્રિતમ લગ્નગ્રંથિથી જોડાયા. બંને એક નાનકડી ગેટ ટુ ગેધર પાર્ટી આપી હતી ક્લાસમેટ્સને.

" આઇ હોપ હવે મિતવામા ચેન્જ આવ્યો હોય " સાહિલે મિહિરને કહ્યું.

" 😁 કંઈ પણ, ચાલ કોન્ગ્રેચ્યૂલેશન્સ કહેવાનું રિસ્ક તો લેવું પડશે જ પણ" મિહિર.

" હા એ પણ છે, ચાલ જોઇએ શું થાય છે મારું" સાહિલ.

" કોન્ગ્રેચ્યૂલેશન્સ " મિહિર.

" કોન્ગ્રેચ્યૂલેશન્સ " સાહિલ.

" વોઇલા મેરા ખોફ આજ ભી તેરી આંખો મેં દિખતા 😂" મિતવાએ સાહિલને કહ્યું.

" તારાથી બીજું શું એક્સપેક્ટ કરાય?‌ હવે સુધર કાલ ઉઠીને બે છોકરાની મમ્મી બનીશ તો પણ આવી એ રહીશ? " સાહિલ.

" અચ્છા કાલ ઉઠીને જ મમ્મી બની જ‌ઇશ? પણ બે જ છોકરાં કેમ? ચાર પાંચ હોવાં જોઇએને? લાગે બાકી આખો દિવસ મમ્મી મમ્મી બોલ્યા કરે તો મિતવા મા બની ગ‌ઇ 😍" મિતવા.

" અરે યાર, તારી સાથે વાત કરવી બેકાર છે. હું જ‌ઉ છું" સાહિલ.

" અચ્છા જમીને જજે 😜" મિતવા.

" બસ કરને કેટલો ચિડવીશ એને!!" પ્રિતમ.

ગેટ ટુ ગેધર પાર્ટી પત્યા પછી બધાં છૂટાં પડ્યાં. મિતવા હવે જાણે ફ્રી થઈ એમ પોતાના નવાં ઘરને જોઇ અને એનાં એક એક ખૂણાને જોઇ રહી છે. દિવાલ પર લગાવેલ ફોટોગ્રાફ જોઈ એને પપ્પાનું ઘર યાદ આવી ગયું. કેટલાં બધાં ફોટોગ્રાફ છે પપ્પાના ઘરે મારા અને એજ રીતે અહી પ્રિતમના. ચાલો હવે આ દિવાલની આદત પાડવી પડશે 😁. મનમાં વિચારતી હતી ત્યાં રમીલાબેન આવ્યા અને બોલ્યા , " બહું સારી સારી લાગે એવી વાત તો નહીં કહું પણ હા એટલું જરૂર કહીશ મારો પ્રિતમ મને જેટલો વ્હાલો છે એટલી જ મને તું વ્હાલી છે. જો બેટા આ તારું ઘર છે અને હું તને ધીમે ધીમે બધી જ જવાબદારી સોંપી નિવૃત્ત થવા માંગુ છું. "

" હા જરૂર 😊 જેમ તમને યોગ્ય લાગે એમ" મિતવા નમ્રતા પૂર્વક બોલી.

" પ્રિતમ તમને બોલાવે છે . રમીલાબેન આપની ડોટર ઇન લો સાથે હવે રોજ વાત કરી શકશો એમ પ્રિતમે કહ્યું છે" જીગા એ મિતવા અને રમીલાબેનને કહ્યું.

" જા બેટા" રમીલાબેન.

મિતવા પોતાના બેડરૂમમાં એન્ટર થઈ અને તરતજ ઓર્ડર આપવા લાગી. " તારું પ્લેય સ્ટેશન, તારાં સ્માર્ટ ગેજેટ્સ અને તારો રોબર્ટ જીગો મને આ બેડરૂમમાં કાલથી ના જોવે. જમવાનું ફૂડ પ્રોસેસરમાં નહીં બને, હું બનાવીશ. તારે ચૂપચાપ ખાવાનું રહેશે. ઓફીસ અને ઘરને અલગ જ રાખીશ. મારાં સમયમાં મને તારાં સ્માર્ટ નોટિફેશન કે તારાં વર્કનુ ડિસ્ટર્બન્સ નાં જોઇએ. તારો ટાઇમ મારો એટલે માત્ર મારો જ. હું કહું એ હવે તારે ચૂપચાપ સાંભળવાનું, બીકોઝ આઇ એમ યોર વાઈફ નાઉ😁" મિતવા એકસાથે ઘણું બધું બોલી ગ‌ઇ‌.

" અરે ડન મેડમ, જો‌ આપ બોલો. હાલથી જ બધું ડન" પ્રિતમ. પ્રિતમે પ્લેય સ્ટેશન, સ્માર્ટ ગેજેટ્સ અને જીગો બીજાં રૂમમાં શીફ્ટ કરી દીધાં. પ્રિતમ દરવાજા પાસે ઉભી રહેલી મિતવા પાસે જઈને ઉભો રહ્યો. હળવેથી પ્રિતમે મિતવાની કમર પર હાથ મૂકી કહ્યું, " બીજું કંઈ તું બોલીશ કે હું બોલું? " .

પ્રિતમની આંખોમાં છલકતો પ્રેમ જોઇ ખુશીથી મિતવાની આંખ છલકાઈ આવી. " કેટલું ઈમ્પોસિબલ હતું ને તારી થવું? આજ ખરેખર તારી છું એની ખુશી વ્યક્ત કરવા માટે શબ્દો નથી " આટલું બોલી પ્રિતમના માથાને મિતવાએ ચૂમી લીધું.

કેટકેટલી વાતો, કેટકેટલા લડાઈ ઝઘડા અને વિરહ પછી બંને એક થયાં. બંને એકબીજાનાં થઈ આજે જિંદગી માણી રહ્યા છે...

( સમાપ્ત)