Maharana Pratap, the heroic son of India in Gujarati Motivational Stories by Dave Tejas B. books and stories PDF | ભારતના વીર પુત્ર મહારાણા પ્રતાપ

ભારતના વીર પુત્ર મહારાણા પ્રતાપ

*જેઠ શુક્લ પક્ષની તૃતીયા એટલે મહારાણા પ્રતાપની જયંતિ*
ત્યારે ઇચ્છા થઇ હતી કે તેમના વિશે ક્યક લખવું છે....અને આજે એ ઇચ્છા પૂર્ણ થઈ છે
આજે તમારી સામે ભારત માતાના એ વિર પુત્રના જીવનની આછી ઝાંખી પ્રસ્તુત કરું છું
*સમય હોય તો અવશ્ય વાંચજો*


*નામ =* કુંવર પ્રતાપ સિંહ (શ્રી મહારાણા પ્રતાપ સિંહ જી)
*જન્મ =* ૯-૫-૧૫૪o ઇ.સ
*જન્મ તિથિ =* જેઠ શુક્લ પક્ષ, તૃતીયા
*જન્મ સ્થળ =* કુંભલગઢ, રાજસ્થાન
*પુણ્ય તિથિ =* 29 जनवरी, 1597 ई.
*સંતાન =* ૩ પુત્રો ૨ પુત્રી
*પિતા =* રાણા ઉદયસિંહજી
*માતા =* જીવત કુંવરબાઇ (જયવંતા બાઈ)
*રાજ્ય =* મેવાડ
*રાજધાની =* ઉદયપુર
*શાસન કાળ =* ૧૫૬૮~૧૫૯૭ ઇ.સ
*શાસન અવધિ =* ૨૯ વર્ષ
*વંશ =* સૂર્યવંશી
*રાજવંશ =* સિસોદિયા
*રાજઘરાના =* રાજપુતાના
*ધર્મ =* હિન્દુ
*પ્રસિદ્ધ યુદ્ધ =* હલ્ડીઘાટી નું યુદ્ધ
*પ્રિય વાહન =* ચેતક ઘોડો
*રાજ્ય પૂર્વાધિકાર =* રાણા ઉદયસિંહ જી
*ઉતરાધિકારી =* રાણા અમરસિંહ જી

રાજપુત શિરોમણી મહારાણા પ્રતાપ મેવાડના સિસોદિયા રાજવંશના રાજા હતા.
મહારાણાનું નામ ઇતિહાસમાં વીરતા અને દ્રઢ પ્રણ માટે ખૂબ પ્રચલિત છે.


*©* *મહારાણા પ્રતાપ વિશે થોડાક જાણવા જેવા તથ્યો*

*૧)* હલ્ડીઘાટીના યુદ્ધમાં પોતાની બહેનના
પતિને મારનાર અકબરનો એક નાયક *બેહલોલ ખાનને* ઘોડા સહિત તલવારના એકજ ઘા થી ચીરી નાખ્યો હતો....

*૨)* જ્યારે અબ્રાહિઁમ લિંકન પેહલી વાર ભારતની મુલાકાતે આવતા હતા ત્યારે તેની માતા ને પૂછીયુંં કે "'હું તમારા માટે ભારતથી શું લાવું..'* ત્યારે તેમની માતાનો જવાબ હતો...
"ભારત દેશની એ વિર ભૂમિ હલ્દીઘાટીની એક મુઠ્ઠી માટી લેતો આવજે કે જ્યાના રાજા પોતાની પ્રજા પ્રત્યે એટલો વફાદાર હતો કે તેણે અડધા હિન્દુસ્તાનની બદલામાં પોતાનું રાજ્ય આપવાની ના પડી હતી"...
પરંતુ કોઈ કારણથી લિંકન સાહેબ ત્યારે ભારત આવી ન શક્યા પરંતુ તેમને આ વાત *બુક ઓફ પ્રેઝીડેન્ટ ઓફ યુ.એસ.એ* માં લખેલી છે.

*૩)* મહારાણા પ્રતાપના માત્ર એક ભાલાનો વાજન ૮o kg હતો.
અને કેહવાય છે કે અકબર સાથેના ચિત્તોડ યુદ્ધ માં તેમને આ ભાલો ચિત્તોડના દુર્ગ ઉપરથી છેક 1.5 km દૂર અકબરના સેનાપતિના હાથી ઉપર ફેકિયો હતો જેથી *તેના હાથીનું માથું ફાટી ગયું હતું....*

*૪)* પ્રતાપ ની ઉંચાઈ ૭.૫ ફૂટ વજન ૧૧o kg અને યુદ્ધ વખતે ૨o,૨o kg ની બે મ્યાંન વાળી તલવાર સાથે રાખતા હતા.
કવચ, ભાલો, ઢાલ અને હાથ ની તલવાર નો કુલ વજન ૨o૭ kg થતો...
આજે પણ તમાંમ યુદ્ધનો સમાન ઉદયપુર પેલેસમાં જોવા મળે છે


*૫)* અકબરે એે કહિયું હતું કે "રાણા પ્રતાપ મારી સામે ઝૂકે તો હું તેને અડધા હિન્દુસ્તાનનો રાજા બનાવી દઈશ..."
છતાં રાણાજી એ પરાધીનતા નો અસ્વીકાર કર્યો.

*૬)* મહારાણા પ્રતાપને શસ્ત્રોની શિક્ષા ગુરુ રાઘવેન્દ્રજી એ આપી હતી, જે ૮,ooo રાજપૂતો સાથે ૬o,ooo અફઘાન સાથે લડિયા હતા, તે યુદ્ધ માં ૮ooo રાજપૂતો મુત્યુ પામિયા હતા પણ તેઓ એ ૪o,ooo અફઘાનને મારિયા હતા...

*૭)* હલ્દીઘાટીમાં મેવાડ ના ૨o,ooo સૈનિકો અને અકબરના ૮૫,oooo સૈનિકોનું ઘમાસાણ યુદ્ધ થયું હતું...

*૮)* મેવાડના આદિવાસી ભીલ સમજે
હલ્દીઘાટીના યુદ્ધમાં અકબરની ફોઝ સામે તીર અને ભાલાથી લડીને તેને ભાગવા મજબૂર કર્યા હતા. સમાજ રાણાજી પોતાના પુત્રની જેમ રાખતા અને રજમનાજી પણ કોઈ દિવસ એમની સાથે બેદભાવ ન કરતા.
મેવાડના રજ્યાચિંહ માં એક તરફ રાજપુત અને બીજી તરફ ભીલ નજરે ચડી છે.

*૯)* આ યુદ્ધ અનિર્ણાયક રહિયું હતું પરંતુ સેનાકિય નુકશાન અકબરને વધુ થયું હતું....
ઇતિહાસ કાર કહે છે કે યુદ્ધ અકબર વિજય થયો હતો..
પરંતુ.... અકબરે તેની સભામાં કહિયું હતું કે મારો પ્રયાશ પણ વિફળ ગયો છે. જેથી જાણી શકાય કે અકબર વિજય થયો ન હતો માત્ર તેને રાજ્ય માળિયું હતું....

*૧o)* યુદ્ધમાં ૩oo વર્ષ પછી પણ ૧૯૮૫માં તલવારો અને ભાલા પ્રાપ્ત થાયા હતા...

*૧૧)* સોના ચાંદી અને મહેલોને મૂકીને રાણાજી ૨o વર્ષ મેવાડના જંગલોમાં ફરિયા હતા.

*૧૨)* મહારાણા પ્રતાપે જ્યારે મહેલ નો ત્યાગ કર્યો ત્યારે તમને સાથે લિહર જ્ઞાતિના લજલો લોકેને પોતાના ગૃહનો ત્યાગ કર્યો હતો આજ લુહરોએ યુદ્ધ વખતે રાણાજી માટે તલવારો. ને ભાલા બનાવિય હતા... આજે આ લુહાર જ્ઞાતિ ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્રમાં ગઢીયા લુહાર તરીકે ઓળખાય છે.


*૧૩)* મુત્યુની પહેલા રાણાજીએ ઉદયપુર સહિત ૩૬ મુખ્ય મથકો એટલે કે લગભગ ૮૫% રાજ્ય પાછું છીનવી લીધું હતું...

*©* *સ્વામિભક્ત ચેતક*

ચેતક મહારાણા પ્રતપના અશ્વવર્ણી ઘોડાનું નામ હતું. ચેતક કાઠીયાવાડી નસ્લનો અશ્વ હતો. ચેતકનું મુળ ગામ *ચોટીલા* *પાસે* *ભિમોર* (જે હાલમાં પણ અશ્વ માટે વખણાય છે) માનવામાં આવે છે. હળવદ પાસેના ખોડગામના દંતી શાખાના ચારણે ચેતક અને નેતક બન્ને અશ્વને ભીમોરાના કોઇ કાઠી દરબાર પાસેથી લઇ મારવાડ પહોંચાડ્યા હતા, *માહારાણા પ્રતાપે આ બન્ને અશ્વની પરીક્ષા કરેલ તેમા નેતક મૃત્યુ પામેલો અને ચેતકને પોતાના અશ્વ તરીકે સ્વીકાર્યો.*
આ ઘોડો એટલો બહાદુર ને પહાડી હતો કે યુદ્ધ વખતે તેની આગળ હાથીનો મોરો પેહરાવી દેવ માત્રથી દુશ્મનના *હાથી આનેે ઘોળાના સ્થાને હાથી સમજતા.*
હલ્દીઘાટીના યુદ્ધમાં મહારાણા પ્રતાપની અનિચ્છા હોવા છતાં એમના કેટલાક વફાદાર સાથી સરદારો દ્વારા નિશ્ચિત હાર તરફ જતી લડાઇના મેદાનને છોડી જવાની વિનંતી કરવામાં આવી. *માનસિંહ ઝાલા* સરદારે મહારાણા પ્રતાપ પાસેથી રાજ્ય પ્રતિક લઈ લેવામાં આવ્યું અને તે જાતે પહેરી ઝાલા સરદાર મોગલ સેનાનું *ધ્યાન બીજી તરફ દોરી જવામાં સફળ થયા.* મહારાણા પ્રતાપના રૂપમાં ઘુમતા ઝાલા સરદાર પર મુગલ સેના મહારાણા સમજીને તુટી પડી, એ દરમિયાન *મહારાણા પોતાના કેટલાક સાથી અનુયાયીઓ સાથે યુદ્ધનું મેદાન છોડી ગયા હતા.* આ વેળા ચેતક અશ્વ અત્યંત થાકી ગયા હતો અને ગંભીરતાથી એક પગ કપાઈ ગયો હતો, તેમ છતાં તેને *૨૬ ફૂટ પોહલું નાળુ પાર કર્યું પરંતુ અફસોસએ તેની છેલ્લી કોશીશ હતી *૩ પગ ઉપર ૨ માઈલ દોડી ને ૨૬ ફૂટ મોટું નાળુ* ઠેકવાથી ખૂબ રક્ત વહી ગયું જેથી તે બીજી વાર ઊભોજ થાય ન શક્યો, ચેતક જ્યાં પડિયો હતો ત્યાં જે પણ *ખોડી આમલી* નામનું વૃક્ષ છે અને તેનીજ નીચે રાણાજી બનાવેલું ચેતનનું મંદિર છે


*©* *અનસુની કહાની*
*મહારાણા પ્રતાપનો હાથી*

આપણે બધાએ ચેતક વિશે તો ખૂબ સંભળાયું છે પરંતુ ચેતક ની સામાનજ સ્વામી ભક્ત હતો રાણા પ્રતાપનો હાથી *રામપ્રસાદ*
રામપ્રસાદ વિશેનો ઉલ્લેખ *અલ-બદાયુની* જે અકબરની એક હાથીની ટુકડીનો નાયક હતો તેને પોતાના ગ્રંથ માં કરેલો છે

ગ્રંથ. મલખે છે કે જ્યારે મહારાણા ઉપર અકબરે ચડાઈ કરી હતી ત્યારે અકબર ને બે વસ્તુ જોતી હતી.. *એક ખુદ પ્રતાપ ને બીજો પ્રતાપનો હાથી રામપ્રસાદ* અને બંને ને બંદી બનાવાનું ફરમાન બાર પાડિયું હતું.
વધુ લખે છે કે...
આ હાથી એટલું સમજુ અને શક્તિશાળી હતો કે તેને એકલાજ અકબરના ૧૩ હાથીને મારી નાખ્યા હતા..
*આ હાથી ને પકડવા માટે ૭ મોટા હાથીની ચક્રવ્યૂહ રચાયો હતો અને ૧૪ મહાવતો ને બેસાડવા પાળિયા હતા...* ત્યારે જઈ રામપ્રસાદ બંદી બનીયો....

*રામપ્રસાદની સ્વામી ભક્તિ*

જ્યારે હાથીને અકબર ની સામે લાવામા અવ્યો ત્યારે અકબરે ખુશ થાય ને તેનું નામ *પિરપ્રસાદ* રાખ્યું, અને હાથીને ભાવતો ખોરાક શેરડી ખાવા માટે આપી.. પરંતું આ હાથી એ 18 દિવસ એકજ સ્થાને ભૂખ્યા-તરસ્યા ઉભા રહીને પોતાનો દમ તોડીઓ અને શાહિદ થયો...

અકબર આ દૃશ્ય જોઈ ને બોલ્યો હતો...
કે *"જે વ્યક્તિ ના એક હાથીને હું મારી સામે ઝૂકાવી ન શક્યો એવા મહારાણા પ્રતાપને હું કંઈ રીતે ઝૂકાવી શકીશ..."*

*સાચું પ્રતાપ જેવો દેશ જનુની, નીડર અને સાહસિક યોદ્ધા ભાગ્યેજ જોવા મળે છે....*
*કે જેની સામે અકબર જેવા પણ પાણી ભરે છે....*

*©* મહારાણા દેહાંતના સમાચાર અકબર ને પ્રપ્ત થયા ત્યારે *શહેનશા-એ-હિંદ-જલાલુદ્દીન મહમદ અકબર* ની આખ માંથી પાણી વહી ગયા હતા.

*જય મેવાડ*
*જય રાજપુતાના*
*જય હિન્દ*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

*દવે તેજસકુમાર ભારતભાઈ*
*દર્શનમ્ સંસ્કૃત મહવિદ્યાલય*
*SGVP,* *અમદાવાદ*
*๑;ु*
*,(-_-),*
*'\'''''.\'='-. *
*\/..\\,'*
* //"")* રાધે શ્યામ
* (\ /* 🌹❤🌹
* \ |*
*༺꧁જય સ્વામિનારાયણ꧂༻*