Ganika - Shraap ke sharuaat ? - 17 books and stories free download online pdf in Gujarati

ગણિકા - શ્રાપ કે શરૂઆત? - 17

જો આપને મારી વાર્તા ગણિકા શ્રાપ કે શરૂઆત ગમે છે તો આપ મને instagram ઉપર જોડાઈને મારી સાથે વાત કરી શકો છો! Follow કરો @theankit_chaudhary અથવા આ લિંક નો પણ ઉપયોગ કરી ડાયરેક્ટ મારી id માં join થઈ શકો છો. https://instagram.com/theankit_chaudhary?igshid=12ujnge15qgqb

ભાગ :- 17

મેધા ગહેના બનુના ઘર આગળ બેઠા બેઠા પેલા માજીની સેવા કરી રહી હોય છે, તેના દર્દમાં દુઃખી થઈ રહી હોય છે. મેધાના ખોળામાં પેલા માજી તેમનું માથું રાખીને સૂઈ રહ્યા હોય છે અને મેધા તેમના માથામાં હાથ ફેરવી રહી હોય છે. થોડા સમય પછી પેલા માજી મેઘાના ખોળામાં સૂઈ જાય છે. મેધા તેમના માથામાં હાથ ફેરવી રહી હોય છે કે એજ વખતે ગહેના બાનુંના ચિલ્લવાનો અવાજ આવે છે. "મેં કંઈ નથી કર્યું, હું ત્યાં જઈ રહી છું પણ હું હજુ સુધી તમારા સિવાય બીજા કોઈની નથી થઈ, હું પવિત્ર છું પ્લીઝ મારો વિશ્વાસ કરો. પ્લીઝ મને ન મારો... ઓહ મા.. આહ પ્લીઝ ન મારો મને હું ત્યાં બસ દલાલી કરી છું બીજું કંઈ નહિ! પ્લીઝ મારો વિશ્વાસ કરો." ગહેના બાનુની ચિખો સંભળાઈ રહી હોય છે જે સાંભળીને મેધાનો જીવ ખુબજ ગભરાવા લાગી જાય છે. મેધા તેની મદદ કરવા માગતી હોય છે પણ નથી કરી શકતી; કેમકે ગહેના બાનું પહેલા જ તેને પોતાની સમસ્યાઓથી દૂર રહેવા માટે કહ્યું હોય છે. મેધા જવા માગતી હોય છે પણ એ જઈ શકતી નથી. ગહેના બાનુંની ચીખો તો સમય સાથે વધી જ રહી હોય છે એટલે મેધા પેલા માજીના માથા નીચે પોતાની ઓઢણી મૂકીને ઉભી થઇ જાય છે. મેધા અંદર જવા માગતી હતી પણ અંદર જઈ શકતી ન હતી એટલે તે બહાર જઈને ઉભી રહે છે.

થોડા સમયમાં ગહેનાની દીકરી બહાર આવી જાય છે અને મેધાનો હાથ પકડી લે છે. આવીને મેઘાને કહે છે " પ્લીઝ દીધી ચાલો નહિ તો આજે મારા પિતા મારી માતાને મારી જ નાખશે અને હું નથી ઈચ્છતી કે મારી મા અમારાથી હંમેશા માટે દૂર થઈ જાય! પ્લીઝ મારા પિતાથી મારી માતાને બચાવી લો." અને રડવા લાગી જાય છે. મેધાને હવે પરવાનગી મળી ચૂકી હોય છે એટલે તે ફટાફટ ગહેના બનુના ઘરમાં દોડી જાય છે. ત્યાં જઈને જે નજારો મેધા આગળ હોય છે એવો નજારો આજ સુધી મેધાએ ક્યારેય પણ ન જોયો હતો! આ નજારો જોયા પછી મેઘાના પગ નીચેથી જમીન સરકી જાય છે. મેઘાની આંખો વહેવા પણ લાગી જાય છે કેમકે તેના પિતા જે એની મા સાથે મારપીટ કરતાં એની કરતાં ઘણા વધારે ખરાબ હાલત ગહેના બાનુંના થઈ ચૂક્યા હોય છે. મેઘાને ગહેના બાનું બચાવવા માટે આજીજી કરી રહી હોય છે અને તેનો પતિ ગહેનાને ગળેથી ખેચવા લાગી જાય છે. ગહેનાનો શ્વાસ રૂંધાઇ રહ્યો હોય છે એટલે મેધા પોતાની ઉપર કાબૂ ગુમાવી બેસે છે અને આમ તેમ નજર ફેરવવા લાગી જાય છે. અને અચાનક જ મેઘાની નજર એક લોખંડની પાઇપ ઉપર પડે છે અને આવેશમાં આવી મેધા આ પાઇપ ઉઠાવી લે છે અને પેલા માણસના માથામાં જઈને મારી દે છે.


ગહેનાનો પતિ પાઇપ વાગતાં જ નીચે પડી જાય છે અને ત્યાંને ત્યાં મરી જાય છે. આ જોઈને મેધા અને ગહેના બાનું જોરથી ચિખ પડે છે. ગહેના બાનું સમજી ન શકતી હતી કે તે મેઘાની આ હરકત ઉપર કઈ રીતે રીએક્ટ કરે! તે અત્યારે તો મેઘાને કંઈપણ કહેતી નથી અને પોતાના પતિની અંતિમ ક્રિયામાં લાગી જાય છે. તેના પતિની અંતિમ ક્રિયા પત્યા પછી મેધા તેની પાસે આવી જાય છે અને ખચકાતા કહે છે "ગહેના હું આ કરવા ન માગતી હતી પણ તમારા જીવ ઉપર આવી ચૂકી હતી એટલે એ સમયે મને જે ઠીક લાગ્યું એ મેં કર્યું પણ મને નોહતી ખબર કે મારી એક કોશિશનું આ પરિણામ આવશે ને તમે હંમેશા માટે તમારો સહારો ખોઈ બેસશો! થઈ શકે તો મને માફ કરી દેજે અને જો તમને લાગે તો હું આ ભૂલનું પ્રાયશ્ચિત કરવા માટે પણ તૈયાર છું." ત્યારે ગહેના મેધાને તેની પાસે બોલાવે છે અને કહે છે "મેધા બેશ મારી પાસે; તું હંમેશા થી જાણવા માગતી હતી ને કે હું દિવસે અલગ અને રાત્રે કંઇક અલગ જિંદગી જીવી કેમ રહી છું તો એનો એકજ જવાબ છે કે ના એ માણસ મારો પતિ હતો કે ના આ બાળકો મારા છે. આજ સુધી ક્યારેય પણ મારા લગ્ન થયા જ નથી કેમકે એની પહેલા તો હું આ બદનામ શેરીમાં પહોંચી ચૂકી હતી."

ગહેના બાનુની વાત સાંભળીને મેધા ચોંકી જાય છે અને તે ગહેનાના હાથ પકડી લે છે એટલે ગહેના કહે છે કે "મેધા વર્ષો પહેલાની વાત છે જ્યારે મારા માતા પિતા મને છોડીને હંમેશા માટે ઈશ્વર પાસે પહોંચી ગયા હતા, ત્યારે આ વ્યક્તિ આવ્યો એને મારા ઘર અને જમીન જાગીર ઉપર પોતાનો હક જતાવી લીધો! અને એ સમયે હું ખૂબ જ લાચાર અને નિસહાય હતી એટલે આ માણસે મને પોતાની હવસનો શિકાર બનાવવાનું શરુ કરી દીધું! જ્યારે મેં આ માણસનો વિરોધ કરવાનો શરૂ કર્યો ત્યારે આ માણસે મને તારી જેમ જ ગુડિયા શેરીમાં વેચી દીધી. પચીસ વર્ષથી હું અહીં રોજ મારો હક મેળવવા માવી રહી છું અને આ બાળકો પણ મારા નથી, આ બાળકો થી પણ એમના માતા પિતા છીનવાઈ ચૂક્યા હતા ને એ ઇન્સાન આમને પણ લૂંટી બેઠો હતો. મેધા આ બાળકો મને મા કહીને એટલા માટે બોલાવે છે કેમકે મેં આમને જ્યારે પણ જરૂર પડી ત્યારે એક માની જેમજ પ્રેમ આપ્યો છે પણ સારું થયું કે એ માણસ તારા હાથે જ શિકાર થઈ ગયો કેમકે મા દુર્ગા તો કળયુગમાં આટલી આસાનીથી આવી શકે એમ નથી તો આવા હૈવાનને ખતમ કરવા માટે તારા જેવી દુર્ગાને જન્મ લેવો જ પડશે! તે જે કંઈ પણ કર્યું એ એકદમ ઠીક હતું અને તારા લીધે આજે ઘણા લોકોની જિંદગી સુધરી ચૂકી છે પણ આ ઘટના માટે તારે કંઈપણ વિચારવાની જરૂર નથી કેમકે તું દોશી નથી પણ તે જે કર્યું એ મને બચાવવા માટે કર્યું! હવે આ ઘર ખાલી થઈ ચૂક્યું છે તો આપડે અનાથ આશ્રમ અહીં આવી દઈશું જેથી આપડું ભાડું બચી જાય અને આ અનાથ બાળકો માટે આપડે વધુ સારું કરી શકીએ! તું હવે કશુજ વિચાર્યા વગર પેલા માજીને અંદર લઇ આવ એ પણ આજથી અહીં જ આ બાળકો પાસે રહેશે."

ગહેના બાનુની વાત સાંભળીને મેઘાની આંખમાં આંસું આવી જાy છે કેમકે એને વિશ્વાસ જ ન થઈ રહ્યો હતો કે તેને ખરેખરમાં એક હૈવાનનો વધ કરી તેને મોતને ઘાટ ઉતાર્યો છે. ગહેના મેધાના માથા ઉપર હાથ ફેરવીને કહે છે "મેધા હવે તારે પરવાહ કરવાની કોઈ જરૂર નથી કેમકે અહીં આપડા બંને સિવાય કોઈપણ નથી જાણતું કે તે પેલા હૈવાનનો વધ કરી ચૂકી છે. મેધા મને એક પ્રોમિસ કર કે તું ક્યારેય પણ પોતાને એ હૈવાનના મોત માટે જવાબદાર નહિ માને; અને હંમેશા લોકોની ખુશી માટે તું પોતાનું કર્તવ્ય નિભાવતી જ રહીશ અને લોકોની હંમેશા સેવા કરીશ!" ત્યારે મેધા તેના ગળે લાગી જાય છે. થોડા સમય પછી તે પેલા માજીને અંદર લઇ આવે છે અને તેમને સુવડાવી દે છે. માજી અને પેલા બાળકોના સુયા પછી ગહેના અને મેધા ગુડિયા શેરી તરફ ચાલી નીકળે છે.

શું મેધા રોહન સાથે નજર મિલાવી શકશે? શું ગુડિયા શેરીમાં આજે રોહન છેલ્લી વખત આવશે કે પછી તે મેઘાને મળવા માટે એને વધુ સમય માટે ખરીદી લેશે? જાણવા માટે બન્યા રહો મારી સાથે ગણિકા - શ્રાપ કે શરૂઆતમાં..