Anant Safarna Sathi - 14 books and stories free download online pdf in Gujarati

અનંત સફરનાં સાથી - 14

૧૪.વિશ્વાસ નામે વિશ્વાસઘાત




બનારસ
રોહિતનુ ફાર્મ હાઉસ
સમય સાંજના: ૦૬:૦૦

એસીપી જયસિંહ ચૌહાણ તેની ટીમ સહિત બધાંની સાથે રોહિતના ફાર્મ હાઉસ પર પહોંચી ગયાં હતાં. એસીપી ના આદેશથી બધાં ઓફિસરો અને કોન્સ્ટેબલોએ ફાર્મ હાઉસને ચારે તરફથી ઘેરી લીધું હતું.
"અંદર જાને કા કોઈ દૂસરા રાસ્તા હૈં??" એસીપી એ ફાર્મ હાઉસનાં મુખ્ય ગેટ સામે ઉભાં રહીને રોહિતને પૂછ્યું.
"હાં, પીછે ગાર્ડન મેં સે અંદર જા શકતે હૈં." રોહિતે કહ્યું.
એસીપી આગળ અને બાકી બધાં તેની પાછળ ગાર્ડનના રસ્તે આગળ વધ્યાં. પાછળ એક મોટો કાચનો દરવાજો બનેલો હતો. બધાં ત્યાં પહોંચ્યાં. ત્યાં જ બધાંની આંખો પહોળી થઈ ગઈ. રોહિત અને શુભમને સૌથી મોટો ધક્કો લાગ્યો.
ફાર્મ હાઉસની અંદર દશેક જેટલાં વ્યક્તિઓ દારૂનાં ગ્લાસ હાથમાં લઈને હસી હસીને વાતો કરી રહ્યાં હતાં. તેમની સામે એક ખૂણામાં કેટલીયે છોકરીઓ બાંધેલાં હાથ અને મોંઢે પટ્ટી લગાવેલી હાલતમાં ઘૂંટણિયા ભેર બેઠી હતી. જેમાં એક રાધિકા પણ હતી.
"બ્રિજેશ આખરી બાર મજા લેની હો તો લે લો. આજ રાત તો યે સબ અપની અસલી જગ પહુંચ જાયેગી." રોહિતે જેવો દરવાજો ખોલ્યો. એવું જ એક સૂટ બૂટમાં સજ્જ વ્યક્તિએ ગ્લાસમાંથી એક ઘૂંટ દારૂનો પીને ગંદુ હસીને કહ્યું. એ વ્યક્તિ બીજું કોઈ નહીં. રોહિતના પપ્પા જ હતાં. જે તેનાં નાનાં ભાઈ અને રોહિતના કાકાને જ કહી રહ્યાં હતાં.
જગજીવન મહેતા બ્રિજેશ મહેતાનાં મોટાં ભાઈ હતાં અને રોહિતના પપ્પા પણ...એ પગ પર પગ ચડાવીને બેઠાં હતાં. બ્રિજેશ એક ગંદા હાસ્ય સાથે બધી છોકરીઓ તરફ આગળ વધ્યો. અચાનક જ તેનાં કદમ રાધિકા પાસે જઈને રોકાયાં.
"વો કલ હી નયી આયી હૈં. શુરૂઆત તુમ હી કર લો." જગજીવન મહેતાએ ગંદુ હસીને કહ્યું.
"જો તેને સ્પર્શ કરવાની કોશિશ પણ કરી તો તારો હાથ કાપીને બીજાં હાથમાં પકડાવી દઈશ." અચાનક જ એક તીવ્ર અવાજ આખાં ફાર્મ હાઉસમાં ગુંજી ઉઠ્યો. બ્રિજેશ મહેતા તેની જગ્યાએ જ થોભી ગયો. તેણે એક નજર પાછળ કરી. તો એસીપી જયસિંહ ચૌહાણ સાથે રોહિત, શુભમ અને અન્ય ત્રણ છોકરાં પણ ઉભાં હતાં. જે શિવાંશ, આકાશ અને શ્યામ હતાં. થોડીવાર પહેલાં જે તીવ્ર અવાજ ફાર્મ હાઉસમાં ગુંજી ઉઠ્યો હતો. એ શ્યામનો જ હતો. પણ ફાર્મ હાઉસમાં મોજુદ કોઈ પણ તે ત્રણેયને ઓળખતું ન હતું. કોઈ શ્યામે શું કહ્યું. એ પણ સમજી શક્યું ન હતું. કેમ કે બધાં ત્યાં હિંદી ભાષી હતાં. જ્યારે શ્યામ ગુજરાતી બોલ્યો હતો.
"ઓહ, એસીપી જયસિંહ ચૌહાણ....આઈયે...આઈયે... આપકા ઈસ ફાર્મ હાઉસ પર સ્વાગત હૈં." અચાનક જ જગજીવન મહેતાએ ઉભાં થઈને કહ્યું.
એસીપી ને જોઈને કોઈનાં ચહેરાં પર ડર નજર આવતો ન હતો. એ વાતથી શિવાંશ અને શ્યામ બંનેને આશ્રર્ય થયું. પણ શુભમ અને રોહિત અસમજની સ્થિતિમાં ઉભાં બધું જોઈ રહ્યાં હતાં.
"બ્રિજેશ, ડરને કી જરૂરત નહીં હૈ. તું ઉસ લડકી કો ઉઠા ઔર ઉપર જા. યહાં મૈં સબ સંભાલ લૂંગા." જગજીવન મહેતાએ શાંત અવાજે કહ્યું.
બ્રિજેશ રાધિકાનો હાથ પકડવા લાગ્યો. તો શ્યામે તેનો હાથ પકડીને તેને રોકી લીધો. રાધિકાની આંખ પર પટ્ટી બાંધેલી હતી. જેનાં લીધે તે કંઈ જોઈ શકતી ન હતી. પણ એ શ્યામનો અવાજ ઓળખી ગઈ હતી. જેનાં લીધે તે છૂટવા માટે પ્રયાસ કરી રહી હતી.
શ્યામે એક મુક્કો બ્રિજેશના મોંઢા પર માર્યો. તેનાં મોઢામાંથી લોહી વહેવા લાગ્યું. એ નીચે પટકાયો. હવે જગજીવન મહેતાને બરાબરનો ગુસ્સો આવ્યો. તે શ્યામ તરફ આગળ વધ્યાં. ત્યાં જ એસીપી એ તેમનો હાથ પકડીને તેમને રોકી લીધાં.
"ઉસ લડકી કો છોડ દો. અગર ઉસે કુછ હુઆ. તો હમ સબ મુસીબત મેં પડ સકતે હૈં. યે શિવાંશ પટેલ હૈં. મુંબઈ કે સબસે બડે બિઝનેસમેન.!! યે ઈસ લડકી કો અચ્છી તરહ સે પહચાનતે હૈં. તો ઉસે છોડ દો. બાકી સબ મૈં સંભાલ લૂંગા." એસીપી એ શિવાંશ અંગે જણાવતાં કહ્યું.
જગજીવન મહેતાએ એક ઈશારો કર્યો. તો ત્યાં મોજુદ એક પહેલવાન જેવાં દેખાતાં વ્યક્તિએ રાધિકાના હાથ છોડીને તેનાં મોંઢા અને આંખો આડેથી પટ્ટી હટાવી દીધી. રાધિકા ઉભી થઈને તરત જ શ્યામને વળગી પડી. શ્યામે તેને હળવેથી પોતાનાથી અળગી કરીને તેની આંખના આંસુ સાફ કર્યા. અચાનક જ રાધિકાની નજર જગજીવન મહેતા પાસે ઉભેલાં છોકરાં તરફ ગઈ. રાધિકાના ચહેરાનાં હાવભાવ અચાનક જ બદલાઈ ગયાં. તે ઉતાવળે પગલે ચાલીને એ છોકરાં પાસે ગઈ અને તેનાં ગાલ પર એક જોરદાર થપ્પડ જડી દીધી. આખાં ફાર્મ હાઉસમાં સનસનાટી પ્રસરી ગઈ. છોકરાંએ દાંત પીસીને જેવાં રાધિકાના વાળ પકડવાની કોશિશ કરી શિવાંશે તેનો હાથ પકડી તેને રોકી લીધો.

શિવાંશ અને એ છોકરાંની આંખો મળી. શિવાંશે તેને એક ધક્કો મારીને સોફા પર પછાડી દીધો. ત્યાં એસીપી ચૌહાણ આગળ આવ્યાં. તેમણે શિવાંશનો હાથ પકડીને તેને દૂર લઈ જતાં કહ્યું, "રાધિકા અબ આઝાદ હૈં. તુમ સબ ઈસે લેકર યહાં સે ચલે જાઓ."
એસીપી ચૌહાણની વાત સાંભળીને શિવા‌ંશ બધું સમજી ગયો. તેણે એક નજર બધાં પર કરી પછી હસવા લાગ્યો. હવે હેરાન થવાનો સમય એસીપી ચૌહાણ અને બીજાં બધાંનો હતો. શિવાંશે એક નજર રાધિકા પર કરીને તેને એક ઈશારો કર્યો. ત્યાં જ રાધિકાએ એક બીજી થપ્પડ એ જ છોકરાનાં ગાલ પર જડી દીધી. જેને થોડીવાર પહેલાં જ રાધિકા પહેલી થપ્પડ મારી ચુકી હતી.
"નામ વિશ્વાસ અને કામ વિશ્વાસઘાત કરવાનું. છીં... તું આટલી હદ સુધી જઈ શકે. એવી ખબર ન હતી. બાકી તને ત્યારે જ ઠેકાણે પાડી દીધો હોત. જ્યારે તને પહેલીવાર મળી હતી. મેં પ્રેમ કર્યો. બદલામાં તે મને આવો દગો આપ્યો. આ રાધિકા દગો ખાઈને ચુપ બેસી રહે કે બેઠી બેઠી રડતી રહે. એવાં લોકોમાંથી નથી. સો જસ્ટ વેઈટ એન્ડ વોચ... હવે તારી શું હાલત થાય છે." રાધિકાએ પોતાનાં મનની ભડાસ કાઢતાં કહ્યું. ત્યાં મોજુદ બીજું કોઈ તો રાધિકાની વાતનો એક પણ શબ્દ સમજી નાં શક્યું. પણ વિશ્વાસ ગુજરાતી જાણતો હોવાથી એ બધું સમજી ગયો હતો. જેનાં લીધે તેને ગુસ્સો પણ આવી રહ્યો હતો.
રાધિકા એટલું બોલી ત્યાં જ તે હાંફી ગઈ. શિવાંશે ત્યાં ટેબલ પર પડેલો પાણીનો ગ્લાસ ઉઠાવીને રાધિકાને આપ્યો. ત્યાં શ્યામ રાધિકાની પાસે આવ્યો. તેણે રાધિકાને ત્યાં પડેલી ચેર પર બેસાડી. ફાર્મ હાઉસ પર મોજુદ બધાં લોકો આ દ્રશ્ય જોઈ રહ્યાં હતાં. શિવાંશ ચહેરાં પર રહસ્યમયી હાસ્ય સાથે એસીપી ચૌહાણ પાસે ગયો.
"આપ સિર્ફ મેરા સ્ટેટ્સ દેખતે હુયે યહાં આને કે લિયે તૈયાર હો ગયે. યે જાન કર મુજે બહુત અજીબ લગા. લેકિન અબ સબ સમજ આ ગયાં. આપ ભી ઈન લોગોં કે સાથ મિલે હુયે હૈ. લેકિન મૈં યહાં સિર્ફ રાધિકા કો નહીં. સભી લડકિયો કો લે જાને આયા હૂં. જો મૈં લેકર હી જાઉંગા." શિવાંશે એક આત્મવિશ્વાસ સાથે કહ્યું.
"તો અબ તુમ મેં સે કોઈ યહાં સે નહીં જા પાયેગા. અભી દશ બજ રહે હૈ. અગલે દો ઘંટો મેં ઇસ લડકી કે સાથ બાકી સારી લડકિયા યહાં સે બહુત દૂર અપની સહી જગહ પહુંચ જાયેંગી. ઔર તુમ સબ અપની જગહ પરલોક સિધાર જાઓગે." આ વખતે જગજીવન મહેતાએ કહ્યું.
"પાપા, આપ ઐસા કુછ ભી કરતે હૈ. યે મુજે પતા નહીં થા. લેકિન અબ આપ અપને ખુદ કે બેટે કી નજર મેં ગિર ચુકે હૈં. ઔર મૈં આપકે સાથ નાં હોકર ઈન સબ કે સાથ હૂં." રોહિતે શિવાંશ અને આકાશની બાજુમાં ઉભાં રહીને કહ્યું.
"તો મુજે તેરી કોઈ જરૂરત ભી નહીં હૈ. મુજે તો પહલે સે પતા હૈં. તુમ મેરે કિસી કામ કે નહીં હો. તુમ તો બસ ઉસ સોનિયા કે પ્યાર મેં અંધે હો ચુકે હો. ખેર છોડો મૈંને ઉસે ભી ઉઠવા લિયા હૈ. આખરી બાર ઉસસે મિલ લો. ફિર ઈન સબ કે સાથ વો ભી યહાં સે બહુત દૂર ચલી જાયેંગી." જગજીવન મહેતાએ ખંધું હસીને કહ્યું.

રોહિતને તેનાં પપ્પાના મોંઢેથી આવી વાતો સાંભળીને ખુબ દુઃખ થયું. તેનાં પપ્પા આવું કંઈક પણ કરતાં હશે. એ વાતથી રોહિત બિલકુલ અજાણ હતો. રોહિત બીજાં વિચાર છોડીને તરત બધી છોકરીઓ તરફ ભાગ્યો. પચ્ચીસથી ત્રીસ છોકરીઓ વચ્ચે રોહિત સોનિયાને શોધવાં લાગ્યો. આખરે તેની નજર એક હલ્કા ગુલાબી રંગના ડ્રેસ પહેરેલી છોકરી પર પડી. એ સોનિયા હતી. રોહિતે તેનાં આંખે અને મોંઢે બાંધેલી પટ્ટી હટાવી અને હાથ છોડ્યાં. રોહિતને જોઈને સોનિયાના જીવમાં જીવ આવ્યો.
"બસ..બસ... બહુત મેલ મિલાપ હો ગયાં. અબ હમેં હમારા કામ કરને દો." અચાનક જ જગજીવન મહેતાએ રોહિતને સોનિયાથી દૂર કરીને કહ્યું.
"અબ કામ તો હમ અપના કરેંગે. શુભમ, રોહિત, આકાશ સભી લડકિયો કો આઝાદ કરો." શિવાંશે જગજીવન મહેતા સામે ઉભાં રહીને તેની આંખમાં આંખ પરોવીને કહ્યું.
"દેખો શિવાંશ, ઇસકા અંજામ બહુત બૂરા હોગા. હમારે કામ મેં ટાંગ મત અડાઓ. ચુપચાપ રાધિકા કો લેકર યહાં સે ચલે જાઓ." એસીપી ચૌહાણે શિવાંશને સમજાવતાં કહ્યું.
"અબ ઐસા તો હોને સે રહા. તુમ દેશ કો ધોખા દે સકતે હો. લેકિન મૈં ખુદ કી નજરો મેં નહીં ગિર સકતા. રાધિકા કો તો મૈં યહાં સે જરૂર લે જાઉંગા. લેકિન ઈન સભી લડકિયો કે સાથ." શિવાંશે સખ્ત અવાજે કહ્યું.
એસીપી ચૌહાણ શિવાંશની સખ્તાઈ જોઈને વિચારમાં પડી ગયાં. તેમને એમ હતું કે પોતે થોડીવાર બધાંને ગુમરાહ કરશે ત્યાં સુધીમાં તેમનું કામ થઈ જાશે. પછી તે રાધિકાને એકને જ બચાવી શક્યા. એમ કહીને રાધિકાને શિવાંશના હવાલે કરી દેશે. એટલે તેઓ ફાર્મ હાઉસ પર આવવામાં મોડું કરી રહ્યાં હતાં. સાથે જ તેમને એવો વ્હેમ પણ હતો કે રોહિતને તેનાં પપ્પાના કામ વિશે બધી જાણકારી હશે. એટલે તે બધું સંભાળી લેશે. પણ એવું કંઈ નાં થતાં તેમણે રોહિતને ફાર્મ હાઉસ પર સાથે જ લેવાનો પ્લાન બનાવ્યો. જેથી જગજીવન મહેતાનાં કામ વિશે જાણકારી થતાં કદાચ રોહિત તેમનો સાથ આપે. પણ રોહિતે શિવાંશનો સાથ આપ્યો એમાં એસીપી હવે બરાબરના ફસાયા હતાં. અહીં આવીને તે રાધિકાને છોડાવીને શિવાં‌શને સોંપી દઈને આ કેસમાંથી નીકળવા માંગતા હતાં. પણ શિવાંશ હવે બરાબરનો હઠે ભરાયો હતો. જેનાં લીધે એસીપી ને પણ થોડો ડર લાગી રહ્યો હતો. તે આવાં ખરાબ કામમાં સામેલ છે. એની જાણકારી જનતાને અને કમિશનર સાહેબને થતાં તેની નોકરી જવાની શક્યતા હતી. બસ આ કારણથી જ તેમણે જગજીવન મહેતાને સમજાવવાનો નિર્ણય કર્યો.

"દેખો મહેતા, અભી કદમ પીછે લેને મેં હી હમ સબ કી ભલાઈ હૈ. અગર યે કાંડ બહાર આ ગયાં. તો હમ સબ કામ સે જાયેંગે. ઈસ બાર લડકિયો કો છોડ દો." એસીપી ચૌહાણે જગજીવન મહેતાને સમજાવવાની નાકામ કોશિશ કરતાં કહ્યું.
"તું ઇનસે ડરતાં હોગા.મૈ નહીં. કાલુ, રાકા ઈન સબ કો પકડ લો ઔર લડકિયો કો ટ્રક મેં ભરને કી તૈયારી કરો." જગજીવન મહેતાએ હુકમ કરતાં કહ્યું.
ફાર્મ હાઉસ પર પાંચ પહેલવાન જેવાં દેખાતાં વ્યકિત હતાં. એમાંથી બે છોકરીઓ તરફ આગળ વધ્યાં. અને ત્રણ વ્યકિત શિવાંશ, શ્યામ અને આકાશ તરફ આગળ વધ્યાં. એ સાથે જ બધાં વચ્ચે હાથાપાઈ શરૂ થઈ ગઈ. રાધિકા બોક્સિંગ જાણતી હતી. તો એ બધાંને પંચ મારવાં લાગી. પણ અધૂરી પ્રેક્ટિસના લીધે અને પહેલવાન સાથે મુકાબલો હોવાથી તેની કોશિશ નાકામ રહી. છતાંય તેણે હાર નાં માની. એ જે વસ્તુ હાથમાં આવતી હતી. એ ઉઠાવીને મારવાં લાગી. અચાનક જ એક લાકડાનો જાડો ડંડો હાથમાં આવતાં તેનું કામ બની ગયું.
શ્યામ, શિવાંશ, આકાશ, શુભમ, રોહિત, સોનિયા બધાંનો એ પહેલવાનો સાથે સારો એવો મુકાબલો ચાલી રહ્યો હતો. મારપીટનો અવાજ આવતાં જ બહારથી એસીપી ચૌહાણની ટીમ પણ અંદર ધસી આવી‌. હવે જગજીવન મહેતા અને બ્રિજેશ પણ મેદાનમાં ઉતર્યા. શિવાંશ, શ્યામ અને આકાશ કસરતી શરીર ધરાવતાં એક પછી એક બધાંને ધૂળ ચાટતા કરી રહ્યાં હતાં. આખરે જગજીવન મહેતાએ બંદૂક કાઢીને એક ગોળી શિવા‌ંશના હાથ પર મારી. એ સાથે જ ગોળીનો અવાજ સાંભળીને બધાં સ્ટેચ્યુની માફક ઉભાં રહી ગયાં.
જગજીવન મહેતાનાં ચહેરાં પર હાસ્ય રમતું હતું. એસીપી ચૌહાણે ફાર્મ હાઉસ પરથી છટકવાની તૈયાર કરી. ટીમ અંદર આવી ગઈ હતી. તો તે પોતાની અસલિયત છુપાવવા માટે નાસી છૂટવાના ઈરાદાથી પોતે જે દરવાજેથી અંદર આવ્યાં હતાં. એ દરવાજા તરફ જ આગળ વધ્યાં. ત્યાં જ તે કમિશનર રાકેશ રાઠોડ સાથે ટકરાઈ ગયાં. તેમને ત્યાં જોઈને એસીપી ના કપાળે પરસેવો વળી ગયો. કમિશનર સાહેબ અંદર આવવાં કદમ ઉઠાવવા લાગ્યાં તો એસીપી ડરના લીધે પોતાનાં આગળ વધારેલ કદમ પાછળ ખેંચવા લાગ્યાં.
કમિશનરને અચાનક જ ત્યાં આવેલ જોઈને શિવાંશને શાંતિ થઈ. ત્યાં જ તે જમીન પર ઢળી પડ્યો. રાહી અને અભિનવ તરત જ શિવાંશ પાસે ગયાં. શિવાંશના હાથમાંથી લોહી વહેતું જોઈને બધાં તેની પાસે આવ્યાં. કમિશનર સાહેબે જગજીવન મહેતા અને બ્રિજેશ મહેતાને હાથકડી પહેરાવી દીધી અને એક કોન્સ્ટેબલને ઈશારો કરીને તેને બહાર પોલીસની જીપમાં બેસાડવા કહ્યું.

"થેંક્યું સર, આપ એક ફોન પર હી હમારી મદદ કે લિયે આ ગયે." અભિનવે કમિશનર સાહેબ સાથે હાથ મિલાવીને કહ્યું.
"જબ અપને હી થાને મેં બગાવત હો રહી હો. તો હમે આના હી પડતાં હૈ." કમિશનર સાહેબે એસીપી ચૌહાણ તરફ આંખો લાલ કરીને જોતાં કહ્યું. એસીપી ચૌહાણની નજર તરત જ નીચે ઝુકી ગઈ.
આકાશ, રોહિત, શુભમ અને શ્યામે બધી છોકરીઓને આઝાદ કરી. રાહી રાધિકાને સહી સલામત જોઈને ખુશ થઈ. રોહિતને પણ સોનિયાને બચાવી લીધાનો સંતોષ હતો. વિશ્વાસ, જગજીવન મહેતા અને બ્રિજેશ મહેતા સહિત તેમની સાથે કામ કરતાં બધાં વ્યક્તિ અત્યારે પોલીસ કસ્ટડીમાં હતાં.
"મૈં અભી ઈસી વક્ત તુમ્હે તુમ્હારે એસીપી કે હોદ્દે સે બરખાસ્ત કરતાં હૂં. યે તુમ્હારી વર્દી પર જો સિતારે લગે હૈં. ઈનકી ચમક તુમ અપને બૂરે કામો સે ફીકી કર ચુકે હો. તો ઈસે નિકાલકર મુજે સોંપ દો." કમિશનર સાહેબે હુકમ કરતાં કહ્યું. તેમની આંખોમાં ગુસ્સો સાફ નજર આવતો હતો. એસીપી ચૌહાણ તેમની સામે એક શબ્દ પણ બોલી નાં શક્યાં. તેમણે તેમની નોકરી પરથી હાથ ધોઈ નાંખ્યા હતાં. હવે કાંઈ બચ્યું ન હતું. દેશ સાથે ગદ્દારી કરવાની તેમને તગડી સજા મળી હતી. જે મળવી જ જોઈએ.
"થેંક્યું વન્સ અગેઈન સર." કહેતાં અભિનવ સહિત બધાં ઘરે જવા રવાનાં થયાં. કમિશનર સાહેબે બધી છોકરીઓને તેની ઘરે પહોંચાડવાની પ્રોસેસ ચાલું કરી દીધી.
રાહીએ એક નજર ત્યાં મોજુદ બધી છોકરીઓ પર કરી. કોણ જાણે કેટલાંય દિવસોથી ભૂખ્યાં પેટે આવી નરક જેવી જીંદગી જીવી રહેલી એ છોકરીઓનાં ચહેરાં સાવ ફીકા પડી ગયાં હતાં. એ જોઈને રાહીની આંખ ભરાઈ આવી‌. જે લોકો દુર્ગાની પૂજા કરતાં હોય છે. એ જ લોકો એક સ્ત્રી સાથે આટલું ખરાબ વર્તન કરે અને તેને એવાં દલદલમાં ફેંકી દે. જ્યાં તે નરકથી પણ બેકાર જીવન જીવે. જે જગ્યાએ શ્વાસ લેવામાં પણ ઘુટન મહેસૂસ થાય. તેમની મરજી વગર તેનાં શરીર સાથે રમત રમવામાં આવે. જ્યાં તેમની એક એક મિનિટ કપરી જતી હોય. એ વિચાર માત્રથી જ કોઈ પણ વ્યક્તિનું હૃદય દ્રવી ઉઠે. એવી જગ્યાએ માસૂમ ફુલ જેવી છોકરીને વેચી દેતાં પહેલાં જે લોકો એકવાર પણ વિચાર નથી કરતાં. એનાં વિશે વિચારીને જ રાહી અંદરથી તડપી ઉઠે છે.
રાહીએ પોતાની બહેનને તો આ દલદલમાંથી સહી સલામત બચાવી લીધી હતી. પણ જે છોકરીઓ આજે પણ એવી જીંદગી જીવી રહી હતી. તેની કલ્પના માત્રથી જ રાહીનુ દિલ બેસી જાય છે. એ પણ એક હકીકત જ હતી. કે માત્ર પચ્ચીસ ત્રીસ છોકરીઓને બચાવીને આ ખેલ ખતમ થયો ન હતો. કારણ કે આજે પણ દેશમાં આ બધું ચાલી જ રહ્યું છે. આવાં ખરાબ કામ કરનારાં પોલીસને ખરીદીને પોતાનાં કાળાં કામ આજે પણ છુપાવી રહ્યાં છે. આ હકીકતને કોઈ જૂઠલાવી શકે એમ નથી.



મિશ્રા નિવાસ
સમય રાતનાં: ૦૨:૦૦

શ્યામ અને આકાશ રાધિકાને લઈને ઘરે આવી ગયાં હતાં. રોહિત સોનિયાને લઈને તેની ઘરે જતો રહ્યો હતો. શુભમ, અભિનવ અને રાહી શિવાંશને હોસ્પિટલ લઈને ગયાં હતાં. તન્વી રાધિકાને જોઈને તરત જ તેને ભેટી પડી. પણ રાધિકાએ કોઈ રિએક્શન નાં આપ્યું. જે થયું તેનાં પછી પોતે રાહીને અને પોતાનાં પરિવારને શું જવાબ આપશે? એ સવાલ જ રાધિકાને સતાવી રહ્યો હતો. એવામાં અચાનક જ તન્વીએ પૂછ્યું, "ભાઈ, રાહી અને શુભમ ક્યાં??"
તન્વીના આ સવાલથી શ્યામ તેની સામે જોવાં લાગ્યો. શિવાંશને ગોળી વાગી છે. એ વાત તન્વીને કેવી રીતે કહેવી? એ શ્યામની સમજમાં નાં આવ્યું. ત્યાં જ દામિનીબેને પૂછ્યું, "અભિનવ પણ રાહીની સાથે જ ગયાં હતાં. તો એ બધાં ક્યાં છે??"
આ વખતે આકાશે શ્યામ સામે જોયું. રાધિકા તો કંઈ કહેવાની હાલતમાં ન હતી. એવામાં શ્યામ અને આકાશે જ બધાંને સમજાવીને સંભાળવાના હતાં. શ્યામે આંખની પાંપણો જપકાવીને ઈશારો કર્યો. તો આકાશે બધાંને કહ્યું, "ત્યાં હાથાપાઈ થવાથી શિવાંશને ગોળી વાગી છે. તો બધાં તેને હોસ્પિટલ લઈને ગયાં છે."
આકાશની વાત સાંભળીને તન્વી રડવા લાગી. એક પછી એક મુસિબતો આવી રહી હતી. એવામાં હવે તન્વી હિંમત હારી ગઈ હતી. રાધિકા સહી સલામત ઘરે આવી. તો શિવાંશ હોસ્પિટલમાં હતો. એ વાતે ફરી બધાં દુઃખી થઈ ગયાં.
"મારે અત્યારે જ ભાઈ પાસે જવું છે." અચાનક જ તન્વીએ કહ્યું. રાતનાં બે વાગી ગયાં હતાં. એવામાં તન્વીનું એકલાં જવું યોગ્ય ન હતું. પણ તેને સમજાવવી મુશ્કેલ હતી. એટલે આકાશ અને રાજુભાઈ તન્વીને લઈને હોસ્પિટલ પહોંચી ગયાં. શ્યામે જેમ તેમ કરીને રાધિકાને તેનાં રૂમમાં સુવડાવી દીધી.

આકાશ રાજુભાઈની કારમાં તન્વી અને રાજુભાઈ સાથે હોસ્પિટલ પહોંચી ગયો. રાહી, અભિનવ અને શુભમ બહાર લોબીમાં ઉભાં હતાં. અંદર શિવાંશની હાથમાંથી ગોળી કાઢવાની પ્રક્રિયા ચાલી રહી હતી.
"હે મહાદેવ, શિવાંશે મારી બહેન અને બીજી કેટલીયે છોકરીઓને બચાવીને તેમને ફરી એક સારી જીંદગી આપી છે. તો પ્લીઝ તમે શિવાંશને કંઈ નાં થવા દેતાં." રાહી મનોમન મહાદેવને પ્રાર્થના કરવા લાગી.
"ભાઈઈઈ.." કહેતાં તન્વી ચોધાર આંસુએ રડી પડી. રાહીએ અને શુભમે તેને સંભાળી. તન્વી અને શિવાંશ અવારનવાર પોતાનાં વિપરિત સ્વભાવને લીધે ઝઘડ્યા કરતાં. પણ આખરે તો બંને ભાઈ-બહેન જ હતાં. તો ભાઈને તકલીફમાં જોઈને બહેનને દુઃખ નાં થાય. એ કેમનું બને!?
"ગોલી નિકાલ દી હૈ. લેકિન હોશ આતે આતે સુબહ હો જાયેગી. આપ મેં સે કોઈ દો હી લોગ યહાં રુકે. બાકી સુબહ જબ પેશંટ હોશ મેં આ જાયે. તબ વાપસ આ જાના." ડોક્ટરે આવીને કહ્યું.
"આપ અંકિતા કે પાસ ઘર ચલે જાઓ. વો ભી પરેશાન હોગી. મૈં ઔર શુભમ યહાં રુક જાયેંગે." રાહીએ કહ્યું.
"નહીં, હું પણ રહીશ. હું ભાઈને છોડીને ક્યાંય નહીં જાવ." તન્વી જીદ્દ કરવાં લાગી.
રાહીએ શુભમને ઈશારો કર્યો. તો શુભમે તેને સમજાવી. રાતનાં ત્રણ તો થઈ ગયાં હતાં. એટલે તે ઘરે જવા તૈયાર થઈ ગઈ. રાહી અને શુભમ બંને હોસ્પિટલમાં જ રોકાઈ ગયાં.
રાહીને આજ પહેલીવાર એક અજાણ્યા વ્યક્તિની આટલી ચિંતા થઈ રહી હતી. તેની પાછળ માત્ર શિવાંશે રાધિકાને બચાવી. એટલી જ વાત તો ન જ હતી. એટલું તો રાહી પણ સમજતી હતી. તો પછી એવું તો શિવાંશ સાથે રાહીનું કેવું કનેક્શન હતું? એ રાહી હજું સુધી સમજી શકી ન હતી.
રાહી આખરે લોબીની બેન્ચ પર જઈને બેસી ગઈ.‌ આંખોમાંથી ઉંઘ તો ગાયબ હતી. છતાંય તે થોડીવાર આંખો મીંચીને બેસી ગઈ. એમ કરવાથી તેની બેચેની વધી ગઈ. તો એ આંખો ખોલીને ઉભી થઈને શિવાંશ જે રૂમમાં એડમિટ હતો. એ રૂમનાં દરવાજા સામે જઈને ઉભી રહી ગઈ. દરવાજાની ઉપર બનેલાં આરપાર જોઈ શકાય એવાં ગોળાકાર કાચમાંથી રાહી અંદર બેડ પર સૂતેલાં શિવાંશને જોવાં લાગી.
"આખરે આ કેવું નવું સફર શરૂ થયું છે?? શું અંત છે આનો?? કંઈ સમજાતું નથી. આપણી વચ્ચે એવી તે કંઈ ડોર બંધાઈ છે?? જે મને તારી તરફ આકર્ષિત કરી રહી છે. હું અહીં કોઈ બીજાં જ વ્યક્તિને શોધવાં આવી હતી. તો મહાદેવે આખરે તારી સાથે મારી મુલાકાત શાં માટે કરાવી??" રાહીના મનમાં કંઈક આવાં સવાલો ચાલી રહ્યાં હતાં. જેનાં જવાબ હાલ પૂરતાં તેની પાસે ન હતાં.

સવાર થતાં જ રાજુભાઈ દામિનીબેન, રાધિકા, શ્યામ અને તન્વી સાથે હોસ્પિટલ આવી પહોંચ્યાં. આકાશ સવારે જ કોઈને જાણ કર્યા વગર એક ચીઠ્ઠી લખીને અમદાવાદ જવાં નીકળી ગયો હતો. બધાં હોસ્પિટલ પહોંચ્યા. ત્યાં સુધીમાં ડોક્ટર પણ આવી ગયાં. તેમણે શિવાંશનો ચેકઅપ કર્યો. ત્યાં શિવાંશ પણ ભાનમાં આવી ગયો.
"હમ ભાઈ કો ઘર કબ લે જા સકતે હૈં?" અચાનક જ તન્વીએ પૂછ્યું.
"આજ રાત યે યહીં રુક જાયે. તો અચ્છા રહેગા. કલ સુબહ આપ ઈન્હે ઘર લે જા સકતે હૈં." ડોક્ટરે કહ્યું.
"નહીં, મુજે આજ હી ઘર જાના હૈ." શિવાંશે હતી એટલી હિંમત એકઠી કરીને ઉંચા અવાજે કહ્યું.
"ક્યૂં, યહાં ક્યાં તકલીફ હૈ? ડોક્ટર રુકને કો બોલ રહે હૈ. તો કોઈ તો વજહ હોગી ના." આ વખતે રાહીએ શિવાંશને ફટકાર લગાવીને કહ્યું.
"એક બાર તુમ યહાં રહ કર..." શિવાંશ કંઈક કહેવા ગયો. ત્યાં જ કંઈક વિચારીને અટકી ગયો.
"વજહ કોઈ નહીં હૈ. આપ ચાહે તો ઈન્હે ઘર લે જા સકતે હૈં. લેકિન ઈનકે હાથોં મેં પટ્ટા લગા હૈ. તો યે ઈસ હાથ સે કોઈ કામ નાં કરે. ઉસકા ખ્યાલ રખના હોગા." ડોક્ટરે સલાહ આપતાં કહ્યું. બધાંએ સહમતી આપી. તો ડોક્ટરે ડિસ્ચાર્જ પેપર્સ તૈયાર કરી આપ્યાં. બધાં શિવાંશને ઘરે લઈ જવાની તૈયારી કરવા લાગ્યાં.
"આમ તો મોટો બિઝનેસમેન છે. પણ જીદ્દ નાનાં બાળકોની માફક કરે છે." રાહી શિવાંશને વ્હીલચેર પર બેસાડતાં બોલી. શુભમ અને રાહીએ શિવાંશને વ્હીલચેર પર બેસાડ્યો. પછી બધાં ઘરે જવા નીકળ્યા.

દામિનીબેને શિવાંશની આરતી ઉતારીને તેને ઘરમાં આવકાર્યો. રાજુભાઈએ શિવાંશના ઘરે ફોન કરીને બધી જાણકારી આપી દીધી. શિવાંશના પપ્પાને બધી હકીકત સાંભળીને આઘાત લાગ્યો. પણ શિવાંશ હવે સાજો થઈ ગયો હતો. એ સાંભળીને તેમને શાંતિ થઈ.
શ્યામ શિવાંશને તેનાં રૂમમાં લઈ ગયો. શુભમ તેની ઘરે જતો રહ્યો. રાહી આખી રાત હોસ્પિટલમાં જ રહી હતી. તો એ ફ્રેશ થવા જતી રહી. રાહી ફ્રેશ થઈને અરીસા સામે ઉભી હતી. ત્યારે જ તેનાં મોબાઈલમાં મેસેજની નોટિફિકેશન પોપ‌‌‌ અપ થઈ. રાહીએ મેસેજ વાંચ્યો.
"પંદર તારીખમાં બસ એક જ દિવસ બાકી છે. તો તારી કોમ્પિટિશનની તૈયારી કેવી ચાલી રહી છે??" મેસેજ રચનાનો હતો. મેસેજ વાંચતા જ રાહીને કોમ્પિટિશન યાદ આવ્યું. જેને તે રાધિકા ગુમ થઈ અને શિવાંશને ગોળી વાગી. એ બધાંની વચ્ચે ભૂલી જ ગઈ હતી. આજે તેર તારીખ થઈ ગઈ હતી. રાહી પાસે હવે સરખાથી દોઢ દિવસ જ બચ્યાં હતાં. આજનો દિવસ તો અડધો પસાર થઈ ગયો હતો.
"દીદુ.." અચાનક જ રાહીના કાને અવાજ પડ્યો. દરવાજે રાધિકા ઉભી હતી. તેનો ગંભીર ચહેરો જોઈને રાહી તેની પાસે ગઈ.
"કંઈ કામ હતું??" રાહીએ રાધિકાના ગાલે પ્રેમથી હાથ મૂકીને પૂછ્યું.
"દીદુ, આઈ એમ સો સોરી. હું તમને વિશ્વાસ વિશે જણાવવાની જ હતી. બસ યોગ્ય તકની શોધમાં હતી. ત્યાં આ બધું થઈ ગયું. મને માફ કરી દો દીદુ. મારાં લીધે બધાંને પરેશાની થઈ. તમને દુઃખ થયું. અને શિવાંશને તો..." રાધિકા કહેતાં કહેતાં અટકી ગઈ. તેની આંખો ભીની થઈ ગઈ. રાહીએ તેને ગળે લગાવીને વાત કરતાં કહ્યું, "બસ હવે, તને તારી ભૂલ સમજાઈ ગઈ. એટલું ઘણું છે. આ પરથી તને નવું શીખવા પણ મળ્યું, કે ક્યારેક યોગ્ય તકની રાહ જોવામાં જ આપણે ઘણો સમય માંગી લઈએ છીએ. પછી બધું રેતીની જેમ હાથમાંથી સરકી જાય છે. જેમાં આપણું જ નુકશાન થાય છે. તો કોઈ પણ વાત કહેવા કે કોઈ કામ કરવાં યોગ્ય તકની રાહ જોવા કરતાં જે સમય આપણને મળે તેને જ યોગ્ય તકમાં પરિવર્તિત કરી દેવો જોઈએ."

રાહીની સાચી સમજાવટથી રાધિકા સમજી ગઈ હતી. હવે બધું સરખું હતું. ત્યાં જ શિવાંશના રૂમમાંથી કંઈક પડવાનો અવાજ આવ્યો.‌ રાહી તરત જ તેનાં રૂમ તરફ દોડી ગઈ. જ્યાં શિવાંશ ટેબલ પર પડેલું સિગારેટનું પેકેટ લેવાં મહેનત કરી રહ્યો હતો. એમાં જ ટેબલ પર પડેલો પાણીનો ગ્લાસ નીચે પડીને તૂટી ગયો હતો.
"તારું દિમાગ ખરાબ છે કે શું!? ડોક્ટરે તને એ હાથને તકલીફ આપવાની નાં પાડી છે. છતાં તું આ ફાલતુની સિગારેટ માટે ખુદને તકલીફ આપી રહ્યો છે." રાહીએ શિવાંશને ફટકાર લગાવીને કહ્યું.
"એ સિગારેટ ફાલતું નથી. એ તો..."
"આ યુ.એસ.એ ની આર.જે રોનાલ્ડ ટોબેકો કંપનીની પોલ મોલ (pall mall) સિગારેટ છે.‌ જેની કિંમત ૪૫૦૦ રૂપિયા છે‌. મને ખબર છે. પણ શું તું તારાં અમૂલ્ય સ્વાસ્થ્ય આગળ ૪૫૦૦ રૂપિયાની સિગારેટને તરછોડી નાં શકે??" રાહીએ એટલાં પ્રેમ અને ચિંતાથી કહ્યું કે શિવાંશ ફરી એકવાર તેની આગળ નિ:શબ્દ થઈ ગયો. ત્યાં જ તન્વી અને બાકી બધાં પણ ત્યાં આવી પહોંચ્યા.
"ભાઈ, આજે તમારાં બધાં કામ હું અને શુભમ કરી આપશું અને આજથી આ સિગારેટ પીવાનું પણ બંધ." તન્વીએ ટેબલ પર પડેલ સિગારેટનું પેકેટ ડ્રોવરમા મૂકી દેતાં કહ્યું.
"એ તો હું હવે આમ પણ પીવાનો ન હતો." શિવાંશ રાહી તરફ જોઈને મનોમન જ બોલ્યો.

દામિનીબેન શિવાંશનુ જમવાનું રૂમમાં જ લાવ્યાં હતાં. તન્વી તેને પોતાનાં હાથે જમાડવા લાગી. તો બીજાં બધાં નીચે જતાં રહ્યાં. રાહી પણ જવાં લાગી. ત્યાં જ શિવાંશે તેને રોકતાં પૂછ્યું, "તારી કોમ્પિટિશનની તૈયારી થઈ ગઈ??"
"આટલી તકલીફમાં પણ આને મારું કોમ્પિટિશન યાદ છે." રાહી શિવાંશ સામે જોઈને મનોમન જ બોલી.
"હાં યાર, પંદર તારીખે કોમ્પિટિશન છે. પણ આ બધામાં એની તૈયારી તો રહી જ ગઈ." તન્વી પરેશાન અવાજે બોલી.
"બધું કમ્પલિટ જ છે. આજે બસ એક છેલ્લી પ્રેક્ટિસ થઈ જાય. પછી કાલ બધી વસ્તુઓ તૈયાર કરીને પંદર તારીખે સવારે કોમ્પિટિશનના વેન્યુ પર જઈને બધું ચેક આઉટ કરી લઉં. પછી રાતે આઠ વાગ્યે કોમ્પિટિશન શરૂ થાશે." રાહીએ અત્યારે જેટલી શાંતિથી બધું કહ્યું. એટલી શાંતિ અને સરળતાથી કોમ્પિટિશનમા બધું હેંડલ કરવુું સરળ ન હતું. એ વાત શિવાંશ, તન્વી અને રાહી ખુદ પણ જાણતી હતી. કોઈ કામને કેવી રીતે કરવું એ કહેવું સરળ હોય છે કરવું એટલું જ અઘરું હોય છે.
તન્વી શિવાંશને જમાડીને દવા આપીને નીચે જતી રહી. રાહી પણ નીચે આવીને જમીને તૈયારીમાં લાગી ગઈ. સાંજનાં છ વાગ્યા સુધી તૈયારી જ ચાલી. હવે જે પાંચ છોકરીઓ રાહીના ડિઝાઇન કરેલાં કપડાં પહેરીને રેમ્પ વોક કરીને કોમ્પિટિશનના જજ અને બીજાં અન્ય લોકો સામે પ્રેઝન્ટ કરવાની હતી. એ છોકરીઓ પૂરી રીતે તૈયાર હતી. રાહીને એ જાણીને શાંતિ થઈ.

રાહી બધું કામ પૂરું કરીને બહાર ગાર્ડનમાં બેઠી. આજે તેને સુખદ શાંતિનો અનુભવ થયો. બે દિવસમાં એટલું બધું બની ગયું હતું. જેને યાદ કરતાં જ તેનું હૃદય આજે પણ કંપી ઉઠતુ. રાત્રિ નજીક હોવાથી તેનાં આછાં અંધારામાં ઠંડી હવાની લહેરખીઓ વચ્ચે રાહી ખુલ્લાં આકાશને નિહાળતી બેઠી હતી. ત્યાં જ તન્વી પણ તેની પાસે આવી.
"હેય, બધી તૈયારી થઈ ગઈ??" તન્વીએ પૂછ્યું.
"હાં, બધું એકદમ પરફેક્ટ રીતે થઈ ગયું. હવે બસ કોમ્પિટિશન પૂરું થાય‌. એટલે બીજાં દિવસે જ અમદાવાદ જવાં નીકળી જવું છે." રાહીએ કહ્યું.
રાહી અને તન્વી બેસીને વાતો કરવાં લાગી. દામિનીબેન રસોઈની તૈયારી કરી રહ્યાં હતાં. શ્યામ કોઈ કામથી બહાર ગયો હતો અને રાધિકા તેની કોઈ ફ્રેન્ડ સાથે વાતોમાં લાગી હતી.
"શિવ ભૈયા, આપ યહાં ક્યાં કર રહે હૈં??" એકાએક જ તન્વી બોલી. તો રાહીની આંખોમાં એક અલગ જ ચમક આવી ગઈ. તેણે મહાશિવરાત્રીના દિવસે આવો જ અવાજ અને આ જ નામ સાંભળ્યું હતું. એ તેને યાદ આવી ગયું. રાહીએ તેજ ધડકનો સાથે આંખો મીંચીને પાછળ જોયું. ગરદન પાછળની તરફ ફેરવ્યાં પછી તેણે ધીરેથી આંખો ખોલી. દિલની ધડકન પહેલાંથી પણ વધું તેજ થઈ ગઈ. રાહીની નજર સમક્ષ શિવા‍ંશ ઉભો હતો.

રાહીનુ દિલ શિવાંશને નજર સમક્ષ જોઈને તૂટી ગયું. તેણે કંઈક બીજું જ વિચારી લીધું હતું. પણ એવું હકીકતમાં કંઈ હતું નહીં. એ જાણીને તેને દુઃખ થયું. પણ બીજી જ મિનિટે તેનાં મનમાં એક વિચાર આવ્યો.
"આનું નામ તો શિવાંશ છે. તો શિવ કેમ?" રાહી પોતાનું પાગલપન દર્શાવતો સવાલ પૂછી બેઠી. તો તન્વી હસવા લાગી.
"આજકાલ કોઈને લાંબા નામે બોલાવવા લોકોને પસંદ નથી આવતું. તો મુંબઈમાં અમારાં બંનેનાં શોર્ટ નામ છે. મારું તન્વીનુ તનું અને ભાઈનું શિવાંશનુ શિવ.!! ઘરે અને કોલેજમાં અમને બધાં આ નામથી જ બોલાવે છે."
રાહી તન્વીની વાત સાંભળીને કંઈક વિચારવા લાગી. અચાનક જ તે એક સવાલભરી નજરે શિવાંશ તરફ જોઈને અંદર જવાં લાગી. દરવાજે પહોંચતા જ તે રાધિકા સાથે અથડાઈ ગઈ.
"સારું થયું દીદુ તમે..." રાધિકા કંઈક કહેવા ગઈ. ત્યાં જ રાહી દોડીને પોતાનાં રૂમમાં જતી રહી. તન્વી અને શિવાંશ પણ રાહીની પાછળ પાછળ આવ્યાં.
"દીદુને શું થયું?? હું તો તમને લોકોને ડીનર માટે બોલાવવા આવતી હતી. પણ દીદુ અચાનક જ હું કંઈ કહું એ પહેલાં તેનાં રૂમમાં જતાં રહ્યાં." રાધિકાએ હેરાનપરેશાન અવાજે પૂછ્યું.
"અમને પણ ખબર નથી. મેં તો ભાઈને શિવ ભૈયા કહ્યું. તો રાહી અજીબોગરીબ સવાલ કરવાં લાગી કે એનું નામ તો શિવાંશ છે તો શિવ કેમ કહે છે? મેં કહ્યું ઘરે અને કોલેજે બધાં તેમને શિવ કહીને જ બોલાવે છે. તો એ અચાનક જ ઉઠીને અંદર આવી ગઈ." તન્વીએ બધી વાત જણાવતાં કહ્યું.
તન્વીની વાત સાંભળીને રાધિકા બધું સમજી ગઈ. તે પરેશાન ચહેરે ઉભેલાં શિવાંશ સામે જોવાં લાગી. જેનાં મનમાં રાહી કેટલાંય સવાલો છોડીને ગઈ હતી. એક નામ માત્રથી રાહીનું આટલું પરેશાન થઈ જવું. એ વાત શિવાંશને ખૂબ જ અજીબ લાગી.
"ડોન્ટ વરી, હું દીદુને નીચે લાવું છું. તમે જમવા બેસો." રાધિકાએ કહ્યું અને તે રાહીના રૂમ તરફ આગળ વધી ગઈ.

દામિનીબેન બધાંને જમવાનું પરોસવા લાગ્યાં. ત્યાં સુધીમાં રાજુભાઈ અને શ્યામ પણ આવી ગયાં. રાધિકા રાહીને લઈને હજું સુધી આવી ન હતી. શિવાંશની નજર સીડીઓ પર જ હતી. ત્યાં જ રાહી અને રાધિકા સીડીઓ ઉતરતી નીચે આવી. રાહીનો ચહેરો હજું પણ અસમજના ભાવોથી ઘેરાયેલો હતો. એ શિવાંશ જોઈ શકતો હતો.
રાહી નજર નીચી રાખીને જમવા લાગી. એક ઉમ્મીદનુ કિરણ કાચનો ગ્લાસ તૂટે એમ તૂટી ગયું હતું. જે રાહીના દિલમાં ઉંડા ઘાવ આપી ગયું હતું. જેને રાહી સિવાય કોઈ મહસૂસ કરી શકે એમ ન હતું. રાહી જમીને ફરી પોતાનાં રૂમમાં જતી રહી. તેનું મન હજું પણ બેચેન હતું. પણ એ બેચેની તે કોઈ સાથે વહેંચી શકે એમ પણ ન હતી.
રાહીની આંખોમાંથી ઉંઘ આજે કોસો દૂર હતી. બંધ આંખોએ રાહી પોતાને અત્યાર સુધી આવેલાં સપનાંઓ, એમાં ઘટેલી ઘટનાઓ અને શિવનાં જોયેલાં આછાં પાતળાં પ્રતિબિંબને જોડવા લાગી.




(ક્રમશઃ)


_સુજલ બી.પટેલ