Prem Pujaran - A Crime Story - Part 2 books and stories free download online pdf in Gujarati

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૪૪

સમીર પોતાની સપોર્ટ બાઈક ફાસ્ટ ચલાવી થોડે દૂર આવેલ એક ક્લિક માં જીનલ ને લઇ જાય છે અને ડોક્ટર ને મળીને તેની પ્રાથમિક સારવાર કરાવે છે. પગના સામાન્ય ઇજા થઇ હતી એટલે ડૉકટર તેને પગમાં મલ્લમ પટ્ટી લગાવે આપે છે અને ધ્યાન રાખવાનું કહી ઘરે જઈને આરામ કરવાનું કહે છે.

સમીર નો હાથ પકડી ને જીનલ ધીમે ધીમે ક્લિનિક માંથી બહાર નીકળી ને કહે છે. સમીર હું ઠીક છું તું જઈ શકે છે. હું ઓટો કરીને ઘરે પહોચી જઈશ.

સમીરે કહ્યું. ભલે પણ હજુ ચાલી શકાતુ ન હોય તો હું ઘરે તને મૂકી આવું.

જીનલે સ્માઇલ કરીને ના કહી અને એક ડગલું ચાલવા જાય છે ત્યાં તે પડી જાય છે.

સમીર તેને ઉભી કરી. અને બોલ્યો લો...મેડમ આપ તો ઠીક થઈ ગયા છો ને....સમીર થોડું હસ્તો..

જીનલ કઈ બોલી નહિ અને જોઈ રહી સમીર શું કરશે. સમીર તેને ધીરેથી બાઇક પર બેસાડીને બાઇક સ્ટાર્ટ કરી.
પાછું વળીને પૂછ્યું મેડમ હવે કહેશો તમારું ઘર ક્યાં આવેલું છે.
હસીને જીનલે કહ્યું મિસ્ટર...બસ ચલાવતા રહો હું રસ્તો તને બતાવતી રહીશ.

વાતો કરતા કરતા બંને ઘરે પહોંચ્યા. જીનલ જાતે બાઈક પર થી નીચે ઉતરી ને ચાલવા લાગી ત્યાં તેને ચાલવામાં મુશ્કેલી આવી રહી હતી. આ જોઈને સમીરે કોઈ વિચાર કર્યા વગર જીનલ ને ઉંચકીને દાદર ચડવા લાગ્યો.

જીનલે તો સમીર ની આંખોમાં ખોવાઈ ગઈ હોય તેમ તેની આંખો ને જોઈ રહી. તેને તે આંખો જોઈ હોય તેવું ફરીવાર લાગ્યું. હજુ કંઈ વિચારે તે પહેલા સમીર તેને તેના રૂમ સુધી આવી ગયો. અને રૂમ ખોલી ને તેના બેડ પર જીનલ ને સુવડાવે છે. અને સમીર "ધ્યાન રાખજે તારું" કહી ચાલતો થાય છે ત્યાં જીનલ તેનો હાથ પકડી ને કહે છે ચા કે કોફી લઈશ તું....?

હસીને સમીર બોલ્યો. તારી થી ચલાતું નથી ને ચા કે કોફી ની વાત કરે છે..!!

સામે જીનલે હસીને જવાબ આપ્યો. તારા માટે નહિ મારે પીવી છે એટલે કહુ છું...!

બહુ હોશિયાર હો મેડમ આપ....કહેવું પડે..!
ભલે હજી એક બીજી મદદ થઈ જાય શું ફર્ક પડશે મને..!
અચ્છા બતાવ કિચન કઈ બાજુ છે. જીનલ સામે નજર કરી સમીર બોલ્યો.

હાથ થી ઈશારો કરી જીનલે કિચન બતાવ્યું અને હસીને કહ્યું. મસ્ત બનાજે હો. જાણે કે સમીર ને સારી રીતે જાણતી હોય તેમ હસી મઝાક થી વાતો કરવા લાગી. સમીર કોણ છે તે જીનલ જાણતી પણ ન હતી પણ એક નિઃસ્વાર્થ મદદ અને તેની આંખો જોઈને તેની પર આટલો વિશ્વાસ કરી બેઠી અને મનમાં તેનો દોસ્ત બનાવી લીધો.

બે કપ કોફી બનાવી સમીર જીનલ પાસે આવી ને એક કપ કોફી આપતા કહ્યું લો મેડમ આ તમારી કોફી..
બીજી કોઈ ફરમાઈશ હોય તો બંદા સેવામાં હાજિર છે.
ના..ના..મિસ્ટર સમીર
તમારી સેવાથી થી જીનલ ખુશ થઈ છે. માંગો મિસ્ટર શું આપુ ઈનામ રૂપે તમને...?

તારા હાથની કોફી...હસીને સમીરે જવાબ આપ્યો.
બંને હસી પડ્યાં અને સમીર ત્યાં થી નીકળી ગયો.

બીજે દિવસે વિક્રમ અને છાયા પરિવાર ના આશિર્વાદ લઈને એરપોર્ટ પર જવા રવાના થયા. એરપોર્ટ પર વિક્રમ નો ફ્રેન્ડ તેમને મૂકવા આવ્યો હતો. એરપોર્ટ આવ્યું એટલે વિક્રમ તે ફ્રેન્ડ ને છાયા થી દુર લઇ જઇને કહ્યું.
યાર હું ફોરેન છું તે કોઈને કહીશ નહિ. મે કોઈને કહ્યું નથી હું આ દેશમાં બિઝનેસ માટે જાવ છું. બસ તને કહ્યું છું. હું આ દેશમાં જાવ છું. અને સાંભળ જીનલ નું તું કઈક કરજે. હવે તે ઠીક થઈ ગઈ છે એટલે ભૂત બની ને પણ મારો પીછો નહિ છોડે..

વચન આપતા વિક્રમ નો ફ્રેન્ડ બોલ્યો.
ચિંતા કરીશ નહિ વિક્રમ.. હું બધું સંભાળી લઈશ. તું ભાભી સાથે એન્જોય કર. અહી ની ચિંતા છોડી દે. અને સાંભળ હું જ્યાં સુધી તને અહી આવવા કહુ નહિ ત્યાં સુધી તો ફોરેન જ રહેજે. અને જે જરૂર હોય તે કહેજે આટલું કહી વિક્રમ પાસે થી તેનો અને ભાભી નો ફોન માંગ્યો.

વિક્રમ સમજી ગયો એટલે તેનો ફોન અને છાયા નો ફોન લઈને તેના ફ્રેન્ડ ને આપ્યો. હું આ ફોન તારી ઘરે મૂકી દઈશ એટલે તું બિન્દાસ.. !!
હેપ્પી જર્ની કહી તે કાર લઈને ચાલતો થયો. અને વિક્રમ અને છાયા પહેલી ફ્લાઇટ પકડી ફોરેન નીકળી ગયા.

જીનલે સમીર પર વિશ્વાસ કરીને ભૂલ તો નથી કરીને...? વિક્રમ ક્યાં દેશમાં જતો રહ્યો..? આગળ જીનલ શું કરશે જે જોશું આગળ ના ભાગમાં....

બધુ આવતા ભાગમાં...

ક્રમશ....