Prem Pujaran - A Crime Story - Part 2 books and stories free download online pdf in Gujarati

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૪૫

થોડા દિવસ આરામ કરીને જીનલ ઠીક થઈ જાય છે. આ સમય ગાળામાં સમીર તેની ખબર પૂછવા પણ આવ્યો ન હતો. તે વાત ની જીનલ ને દુઃખ હતું. પણ સમીર વિશે બહુ વિચાર કર્યો નહિ. પણ તેને મહત્વનું જે કામ કરવાનું હતું તે કરવા ઘરની બહાર નીકળી અને સ્કુટી સ્ટાર્ટ કરી.

એક્સીડન્ટ થયા પછી માણસ ને વાહન ચલાવતા વધુ ડર લાગવા લાગે છે તેમ જીનલ પણ સ્કુટી ચલાવતા ડરી રહી હતી. તે ધીરે ધીરે ચલાવતી આગળ વધી. જે જગ્યાએ તેનું એક્સીડન્ટ થયું હતું તે જગ્યાએ તો સાવ ધીમે સ્કુટી ચલાવી અને આજુ બાજુ નજર કરી સમીર ને તેની આંખો શોધતી રહી. પણ સમીર તેને ક્યાંય જોવા મળ્યો નહિ.

જીનલ સ્કુટી ધીરે ધીરે ચલાવતી વિક્રમ ના ઘર તરફ જઈ રહી હતી. ત્યાં તેની નજર એક સપોર્ટ બાઈક પર પડી તે બાઇક રેડ કલર ની હતી એટલે જીનલ ને લાગ્યું આ બાઇક સમીર ની જ છે. એવું માનીને તેની સ્કુટી તેની પાસે પાર્ક કરીને આજુબાજુ નજર કરવા લાગી.

ત્યાં સામેથી સમીર આવતો જોઇને તેની સામે સ્માઇલ કરી "હાય" કહ્યું.
જવાબ માં સમીરે "હાય" કહી તેની તબિયત ની ખબર પૂછી લીધી. " કેમ છે હવે.?"

સારું છે સમીર. જોને હું ચાલવા પણ લાગી હસીને કહ્યું.
તું કેમ મારી ખબર પૂછવા ઘરે ન આવ્યો.? જીનલે ફરી સવાલ કર્યો.
ત્યાં તેને યાદ આવી ગયું કે મારે વિક્રમ ના ઘરે જઈ તેને મળવાનું છે.
સ્કુટી સ્ટાર્ટ કરી સમીર ને કહ્યું સમીર આ મારો મોબાઈલ નંબર તું ફોન કરજે મને. મારે ઉતાવળ છે ફરી મળીશું. કહીને જીનલ ચાલી નીકળી.

જીનલ વિક્રમ ના ઘરે પહોંચી ને વિક્રમ... ઓ વિક્રમ... સાદ કરવા લાગી.
થોડી વાર ઉભી રહી તો પણ કોઇએ દરવાજો ખોલ્યો નહિ એટલે ફરી બેલ વગાડ્યો. છાયા.... ઓ છાયા.... સાદ કર્યો.

થોડો સમય થયો એટલે વિક્રમ ના પપ્પાએ દરવાજો ખોલ્યો અને જીનલ ને અંદર આવવા કહ્યું.
જીનલ મકાન ની અંદર પ્રવેશી એટલે વિક્રમના પપ્પાને સવાલ કર્યો.
અંકલ વિક્રમ અને છાયા કેમ દેખાઈ રહ્યા નથી.?

શાંત સ્વભાવ વાળી જીનલ ને જોઈને વિક્રમ ના પપ્પા ને નવાઇ લાગી. કેમ કે જ્યારે જીનલ ઘરે આવતી ત્યારે બરાડો પાડી કોઈને કોઈ બહાને વિક્રમ સાથે ઝગડો કરતી પણ આજે તે પ્રેમ થી પૂછી રહી હતી વિક્રમ અને છાયા ક્યાં છે.

જીનલે પૂછેલા સવાલ ને વિક્રમ ના પપ્પા પ્રેમ થી જવાબ આપે છે. બેટી વિક્રમ અને છાયા બિઝનેસ કરવા ફોરેન જતા રહ્યા.

આ સાંભળી ને જીનલ ની આંખો લાલ થવા લાગી અને ગુસ્સે થવા લાગી. પણ તે કોઈને બતાવવા માંગતી ન હતી કે મને બધું યાદ આવી ગયું છે. તે જાતે જ કોઈને ખબર વિના વિક્રમ ને મળીને પોતાનો અધિકાર માંગવા માંગતી હતી. પછી ભલે કંઈ પણ કરવું પડે. આ વિચાર થી તે ચૂપ રહી અને પ્રેમ થી પૂછી લીધું .

અંકલ ક્યાં દેશમાં ગયા છે અને ક્યારે આવશે તે કહી શકશો.?

ફોરેન તો નજીક નથી કે થોડા દિવસ માં પાછા ફરે. આમ પણ બિઝનેસ માટે ગયા છે એટલે કેટલા દિવસ રોકશે તે કહેવું મુશ્કેલ છે. ફાવી જશે તો ત્યાં રહેશે નહિ તો અહી આવી જશે.

બેટી તારે વિક્રમ નું કંઈ કામ હતું ..?

ના અંકલ બસ મને નવી જિંદગી મળી એટલે થયું વિક્રમ અને છાયા ને મળી આવું.
અંકલ.. ક્યાં દેશમાં વિક્રમ ગયો છે તે કહેશો.?
ફરી એ જ સવાલ જીનલે પૂછી લીધો.

એ કહી ને ગયો નથી એટલે હું તને શું કહું..આટલું કહ્યું ત્યાં તેના ફોનમાં રીંગ વાગી અને વિક્રમ ના પપ્પા ફોન પર વાત કરવા લાગ્યા.

ફોન માં જીનલ ને એટલું સંભળાયું..
અમે સુરક્ષિત પહોંચી ગયા છીએ અને બિઝનેસ માટે ની તૈયારી પણ શરૂ કરી દીધી છે. શું જીનલ ત્યાં આવી હતી..?

આટલું સાંભળતા જીનલ બધું સમજી ગઈ કે આ ફોન વિક્રમ નો જ હતો. અને આ બધા ઘણું છૂપાવી રહ્યા છે.

ત્યાં થી નીકળી જીનલ ઘરે પહોંચે છે અને એક વિચાર બનાવી લે છે.
પોલીસ સ્ટેશન જઈને કહીશ મારી સાથે વિક્રમે બળજબરી કરી છે અને મારી સાથે રેપ કર્યો છે. પછી તો પોલીસ વિક્રમ ને ફોરેન થી પણ ઢચડતી અહી લાવશે અને પછી હું મારો હક મેળવી ને જ જંપીશ.

શું જીનલ પોલીસ સ્ટેશનમાં જઈને રેપ નો કેસ દાખલ કરશે જોઈશું આગળ ના ભાગમાં....

વધું આવતાં ભાગમાં...

ક્રમશ....