THE GUJJU AND GUNS SEASON 1 - 14 in Gujarati Thriller by Urvil Gor books and stories PDF | ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 14 (Ak47)

ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 14 (Ak47)

સમય વીત્યો વનરાજે ડિસોઝાને ધરાહાર ધંધો ના કરવા દીધો તો ના જ કરવા દીધો.

આનું એક કારણ એ પણ હતું કે વનરાજ અહમદાબાદમાં જન્મેલો અને ઘડાયેલો સાથે સાથે તેનો પરિવાર પણ તેને મદદ કરતો. વનરાજની અમીરી ઇલાકામાં એક મોટી હવેલી.

વનરાજની પત્ની તેમજ તેના બે બાળકો , વનરાજના બે ભાઈ ભાભી પણ તેજ હવેલીમાં રહેતા હતા. વનરાજનો એક ભાઈ જેલમાં હતો. તેની હવેલીમાં નોકર ચાકર , મોંઘી ગાડીઓ , તિજોરીમાં ખૂબ રૂપિયો ભરેલો. વનરાજનો પરિવાર રાજાશાહી જીવન જીવી રહ્યો હતો.

જ્યારે ડિસોઝા અહમદાબાદમાં જન્મેલો પરંતુ વીસ વર્ષ પછી તે અહીંયા આવ્યો. તે અમેરિકા અમદાવાદમાં અમુક કાંડ કરીને જ ગયો હતો. તેની પત્નીનું મૃત્યુ અમેરિકામાં જ થઈ ગયું હતું જ્યારે તેની એક દીકરી ભણતર માટે ડિસોઝાના ભાઈ ભાભી તેમજ દાદા દાદી સાથે અમેરિકા જ રહેતી હતી.

ડિસોઝાને એમ હતું કે બે નંબરના રૂપિયા અહમદાબાદ આવી દારૂના ધંધામાં લગાવશે અને વધારે પૈસા કમાશે...પરંતુ તે વનરાજ સામે પડ્યો અને મોટા ભાગના રૂપિયાનું પાણી થઈ રહ્યું હતું.

ડિસોઝાએ નક્કી કર્યું કે કંઇક કરવું પડશે આ વનરાજનું ...

' હમ તો ડૂબેંગે સનમ...તુમ્હે ભી લે ડૂબેંગે '

ડિસોઝાએ અમુક માણસો રાખી વનરાજ ઉપર ચાંપતી નજર રાખવાનું શરૂ કર્યું.

સાથે સાથે થોડા દિવસમાં તે જ્યાં શરાબ બનાવતો હતો ત્યાંથી બધો સામાન ખુફિયા જગ્યાએ મૂકી દીધો.

તે શરાબના ધંધા સાથે જોડાયેલ છે તેવા બધા પુરાવા ગાયબ કરી નાખ્યાં.

******************
નવેમ્બર , 1988

ગુજરાતમાં સરકાર હતી લોક વિકાસ પાર્ટી. તે પાર્ટીના એક ધારાસભ્યનો જન્મદિવસ

નીરજ કુમાર જે લોક વિકાસ પાર્ટીના ધારાસભ્ય તેમનો જન્મદિવસ હતો. તેમના બંગલે જન્મદિવસની પાર્ટી રાખી હતી.

પાર્ટીમાં તેમના નજીકના મિત્રો , તેમના પરિવારવાળા તેમજ બીજા નજીકના લોકો ઉપસ્થિત હતા.

' અરે ...વનરાજ આવો આવો...' નીરજ કુમારે વનરાજને આવતા તેને ગળે લગાડતા કહ્યું.

બંને એકબીજાને મળ્યાં...વાતચીત કરી. બધા વનરાજ દ્વારા લાવેલ વ્હિસ્કી , વાઇન તેમજ વોડકાના સ્ટોક સાથે કાયદાના લીરે લીરા ઉડાડી રહ્યા હતા.

પાર્ટીમાં નોન - વેજ , શરાબ , હુક્કા અને સિગારેટના ધુમાડા... ધુમાડા...જાણે એક ક્લબ હોય તેવી પાર્ટી હતી.

રાતના લગભગ નવ વાગ્યા હશે.

નીરજ કુમારનો બંગલો મોટો હતો. મેઈન ગેટ ઊંચો અને આગળ બે વોચ મેન હતા. બંગલાના નીચેના ભાગે તેમજ બીજા અને ત્રીજામાળે કાંચની દીવાલ અને ઉપર બાલ્કની સાથે સાથે ઘણી બધી બારીઓ.

લગભગ સવા નવ વાગ્યા હશે.

બંગલામાં પાર્ટી બરાબર જામી હતી. અંદર ફિલ્મી ગીતો વાગી રહ્યા હતા. મેઈન ગેટ આગળ બે વોચ મેનો ઊભા હતા.

એક બ્લેક કલરની ગાડી બંગલાના મેઈન ગેટ આગળ ઊભી રહી. તેમાંથી એક યુવાન બંગલાની સામે એક પી.સી.ઓ હતો એના અંદર જઈ ઉભો રહ્યો અને બાકીના ત્રણ યુવાન બંગલાના મેઈન ગેટ પાસે જવા લાગ્યા.

વોચ મેન તરત સતર્ક થઈ ગયા. તે હજુ પૂછે એ પહેલાં...બે યુવાન સાઈલેન્સરવાળી પિસ્તોલથી બંનેને મોતને ઘાટ ઉતારી દીધા અને ગાળીમાંથી ત્રણ Ak47 લઈને બંગલા તરફ ગયા અને....

એકજ ધારે ત્રણે જણે બંગલા પર અંધાધુંન ગોળીબારી શરૂ કરી. જોતા જોતા તો બધા કાંચ ફૂટી ફૂટીને નીચે પડ્યા.

જેવી ગોળીબારી શરૂ થઈ બધા ગભરાઈ ગયા અને બંગલાના પાછળના ભાગમાં દોડવા લાગ્યા.

બંગલાના અંદરના લોકોને કશી જ ખબર ના પડી કે શું થઈ રહ્યું છે.

ગોળીઓ દીવાલ છેડી સીધી રૂમમાં આવી રહી હતી. રૂમમાં પડેલી શરાબની બોટલો તેમજ ગ્લાસ ધડાધડ ફૂટવા લાગ્યા.

દીવાલ છિન્નભિન્ન થઈ ગઈ. બહાર તેમનામાંથી પી.સી.ઓ માં ઉભેલા યુવાને પોલીસ સ્ટેશન તેમજ પત્રકારોને ફોન લગાવ્યા અને જાણ કરી "ધારાસભ્યના ઘરે પાર્ટી ચાલી રહી હતી અને અજાણ્યા યુવકોએ ફાયરિંગ કર્યું. ધારાસભ્ય માંડ માંડ બચ્યા..." એટલું બોલીને ફોન મૂકી દીધો અને ફટાફટ બહાર આવ્યો અને તે બ્લેક કલરની કારમાં બેસી ગયો.

પેલા ત્રણ યુવાનો પણ Ak47ના રાઉન્ડ ખતમ કરી ભાગતા ભાગતા આવ્યા અને બ્લેક કારમાં બેસી અને બધા ત્યાંથી ફરાર થઈ ગયા.

*************

ત્યારે જ તે યુવાનના એક ફોનથી પોલીસ સ્ટેશનમાં દોડધામ મચી ગઈ. પી.આઈ , અમુક કોન્સ્ટેબલ તેમજ સબ ઇન્સ્પેકટર લઈ પોલીસ કાફલા સાથે ધારાસભ્ય નીરજ કુમારના ઘરે પહોંચ્યા.

તેમની પાછળને પાછળ બધા અખબારના પત્રકારો આવી ગયા. જોતા જોતા આજુબાજુમાંથી પણ ગોળીઓનો અવાજ સાંભળતા પબ્લિક જોવા આવી પહોંચી.

પીઆઈ જાધવે એમ્બ્યુલન્સને ફોન લગાવ્યો. એમ્બ્યુલન્સ થોડી વારમાં આવી બંને વોચ મેનની લાશ લઈ ગઈ.

પત્રકારો પણ ફોટા લેવા લાગ્યા , બીજા કેટલાક ટેપ રેકોર્ડર લઈને આવ્યા હતા તે રેકોર્ડિંગ કરવા લાગ્યા...

બંગલાના આજુબાજુ તો કાંચના ઢગલા થઈ ગયા હતા.

અમુક પત્રકાર દીવાલ કૂદી કૂદીને બંગલાના અંદર દાખલ થવા લાગ્યા અને ત્યાં પડેલા શરાબના સ્ટોકના ફોટા લેવા લાગ્યા.

****************
બીજા દિવસે બધા અખબારમાં મોટા મોટા અક્ષરોમાં આવી ગયું કે ધારાસભ્ય નીરજ કુમારના ઘરે થઈ રહી હતી દારૂ પાર્ટી અને અજાણ્યા યુવકોએ કર્યું ફાયરિંગ.

પોલીસ તંત્રમાં દોડધામ થવા લાગી. પીઆઈ તેમજ કમિશનર સુધી મોટા મોટા નેતાઓના ફોન આવવા લાગ્યા.

ગુજરાતના મુખ્યમંત્રી એ પોલીસ કમિશનરને ફોન કરી બરાબર ધમકાવ્યા અને આના ઉપર કડક પગલાં લેવા કહ્યું.

(ક્રમશ:)
- Urvil Gor


Rate & Review

Hiren Patel

Hiren Patel 2 years ago

Pragnesh Desai

Pragnesh Desai 2 years ago

Rakesh

Rakesh 2 years ago

Nilesh Bhesaniya

Nilesh Bhesaniya 2 years ago

Parash Dhulia

Parash Dhulia 2 years ago