THE GUJJU AND GUNS SEASON 1 - 18 in Gujarati Thriller by Urvil Gor books and stories PDF | ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 18 (ભૂતકાળ 1991-92)

ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 18 (ભૂતકાળ 1991-92)

સમરે જેલના મેઈન ગેટની બહાર પગ મૂક્યો. અહમદાબાદ જે 1985 થી લઈને 1987 સુધી હતું તેનાથી બિલકુલ વિપરીત હતું.

રસ્તા ધમધમી રહ્યા હતા. બધી દુકાનો , શાકભાજીની લારીઓ , વાહનો , બસો બધું જ શરૂ હતું.

પણ તે દિવસે કઈક ઉજવણીનો માહૌલ રસ્તા પર હતો.... ટ્રકોમાં, પોતાની ગાડીઓ તેમજ બસોમાં રેલીઓ નીકળી રહી હતી.

હવામાં રંગબેરંગી ગુલાલ ઉડાડીને રેલી આગળ વધી રહી હતી સાથે સાથે રસ્તાપર ફટાકડાની રેલ પણ હતી.

ચારે બાજુ ફટાકડાના ધુમાડા...સાથે સાથે હવામાં રંગબેરંગી ગુલાલ...

સમર ફટાકડાના ધુમાડાથી આંખ બંધ કરી જમણી બાજુ જવાનું શરૂ કર્યું. ત્યાં એક ચાની કીટલી હતી. ત્યાં જઈને તેણે એક ચા નો ઓર્ડર આપ્યો અને ત્યાં ઉભેલા અમુકમાંથી એકને પૂછ્યું કે

' શું છે... આ બધું? શેની ઉજવણી છે?'

સામેવાળાએ કહ્યું કે

' સરકાર બદલાઈ... ગુજરાતમાં. લોક વિકાસ પાર્ટી હારી ગઈ... જનતા સેવા પાર્ટી આવી તેની જગ્યાએ. '

સમર : કોણ બન્યું મુખ્યમંત્રી?

' ધીરજ પટેલ '

સમર ત્યાંથી ચા પીને એક રિક્ષામાં બેઠો અને સીધો ગયો દરિયાપુર.

***************

સમરે ત્રણ વર્ષ બાદ તેની પોળમાં પગ મૂક્યો હતો. બધું બદલાઈ ગયું હતું. અમુકના ઘર મોટા થઈ ગયા , અમુક ઘર ખાલી કરીને જતા રહ્યા.

સમરે પોતાના ઘરના આંગણે પગ મૂક્યો અને ત્યાંથી પહેલા દીવાલ ઉપરથી ડોકાચીયું કરીને જાવેદના ઘરના દરવાજાને જોવા લાગ્યો. તેમનું ઘર સાવ ખંડેર જેવું થઈ ગયું હતું.

લાકડાનો દરવાજો સડી ગયો હતો અને આખા ઘર પર ધૂળ , સેપટ અને બાવા... જાણે તે ઘટના બાદ જાવેદના મમ્મી પપ્પા ઘરેજ આવ્યા ના હોય.

સમરના મનમાં થયું કે તેનો મિત્ર ક્યાં હશે...કદાચ જેલમાંથી ક્યારનો છૂટી ગયો હશે.

સમરનું ઘર ચોખ્ખું હતું કદાચ તેના પરિવારના લોકો સાફ સફાઈ માટે આવતા હોય.

અંદર જઈને તે સીધો પાટ પર જઈને આડો પડ્યો. તેની આંખ ખુલી તો લગભગ સાંજના ચાર વાગતા હતા.

તે ઉભો થઈને નહાવા ગયો , નાહીંને આવ્યો અને થોડી વાર તેના માતા - પિતાના હાર ચઢાવેલ ફોટા આગળ ઉભો રહ્યો...પણ આ વખતે તે રોયો નહીં... કારણ કે તેને ખબર હતી કે હવે રોવાથી કઈ મારું દુઃખ ઓછું થવાનું નથી ના.. મારા માતા. - પિતા પાછા આવશે.

સમર પહેલા કરતા ઘણો કાઠો અને જબરો થઈ ગયો હતો. તેણે ફટાફટ કપડાં પહેર્યાં અને ટાઇગરે આપેલી પરચી પ્રમાણે તે એડ્રેસ પર પહોંચી ગયો.

****************

એડ્રેસ હતું ડિસોઝાના બંગલાનું. તેણે બંગલો જોયો તો નવાઈ પામ્યો... કારણ કે જીવનમાં આવો બંગલો ક્યારેય જોયો ન હતો.

તે બંગલાના અંદરના દરવાજે ઉભો રહ્યો અને તેના વાળ વ્યવસ્થિત કરી ડોર બેલ વગાડી.

અંદરથી ડિસોઝાએ દરવાજો ખોલ્યો.

ડિસોઝા : યસ...શું મદદ કરી શકું તમારી.

સમર : હું સમર... અઅઅઅ....મને ટાઇગરે મોકલ્યો છે.

ડિસોઝાએ ટાઇગરનું નામ સાંભળતા સમરને ઉપરથી નીચે તરફ જોવા લાગ્યો અને તેને મનમાં થયું કે આતો એક જવાન છોકરો છે... આ શું કરશે?

ડિસોઝાએ તેને અંદર બોલાવ્યો અને બંનેએ મિટિંગ શરૂ કરી.

સમરે પોતાની ઓળખાણ આપી અને અત્યાર સુધીનું બધું કહ્યું કે તે ક્યાં હતો , કેમ જેલમાં ગયો વગેરે વગેરે.

ડિસોઝાએ પણ તેના વિશે કહ્યું અને વનરાજ સાથેની માથાકૂટ કહી.

ડિસોઝા : જો...સમર હું વનરાજનો ધંધો લઈ લેવા માંગુ છું. તે જેલમાં છે અને આવતા વર્ષે આવશે તે પહેલાં હું મારો ધંધો જમાવી દેવા માંગુ છું. એ પણ ખાલી અહમદાબાદમાં નહીં પણ આજુબાજુના શહેરોમાં પણ.

સમર : ઠીક છે...હું તમારી સાથે છું...

ડિસોઝા : પણ... તારું નામ બઉ શરીફ જેવું લાગે છે... સાંભળતા કોઈ નહીં ડરે...કઈક અલગ નામ રાખ જેથી પોલીસ તને ઓળખી ના શકે.

એક કામ કર તારું નામ આજથી "ટોમી"

સમર પોતાનું નવું નામ સાંભળી ધીમી ધારે હસ્યો.

સમર : ઠીક છે...હું નવા પ્લાન બનાવવાનો શરૂ કરું છું તમે ખાલી પૈસાનું સેટિંગ પાડવાનું શરૂ કરી દો.

ડિસોઝા : એની ચિંતા ના કર પૈસો લોટ ભેગો કર્યો છે. તું ખાલી લોકો સુધી શરાબ કેવી રીતે પહોંચાડવી તેનો પ્લાન બનાય.

સમર સીધો તેના ઘરે દરિયાપુર પાછો આવ્યો સાથે સાથે સ્ટેશનરીની ઘણી વસ્તુઓ લઈને આવ્યો.

બજારમાંથી જૂના અખબાર લઈને આવ્યો. સમરે તેના ઘરે એક રૂમનો સામાન બધો અલગ રૂમમાં ભર્યો અને અંદરનો રૂમ એકદમ ખાલી કરી દીવાલ પર મોટો ગુજરાતનો મેપ લટકાવ્યો.

સાથે સાથે તે રૂમમાં જૂના અખબારો , ચોપડો , પેન પેન્સિલ , તેમજ જરૂરી વાસ્તવિક નવલકથા તેમજ અલગ અલગ કાયદાની ચોપડીઓ ભેગી કરી.

તે એક રૂમમાં બરાબર પ્લાન બનાવવાના મૂડમાં આવી ગયો હતો.

***************

સળંગ મુલાકાતો બાદ સમર ઉર્ફે " ટોમી " અને ડિસોઝાએ પ્લાન તૈયાર કરી દિધો.

ટોમીએ તેવોજ પ્લાન બનાવ્યો જે વનરાજ ઉપયોગ કરી રહ્યો હતો.

૧) અમદાવાદમાં લોકલ છૂટક વેપારીઓ તેમજ બૂટલેગરો રાખ્યા...
૨) પોલીસ સ્ટેશનના દરેક કોન્સ્ટેબલોના પરિવારના સભ્યોની જાણકારી મેળવી લીધી.
૩) ટોલ ટેક્સ પર દરેક કર્મચારીઓના નામ સરનામાં તેમજ અંગત જીવનની જાણકારી ટોમીએ અને રાહુલે ભેગા થઈ લગભગ બે થી ત્રણ મહિનામાં એકઠી કરી.

હવે આપણે સમરને ટોમીના નામથી જ ઓળખીશું.

ટોમી : ડિસોઝા આપણી પાસે હાલ સરસ સમય છે... આ બધું શરૂ કરી દેવાનો. સરકાર નવી છે.. મુખ્ય મંત્રી નવા છે... આજ મોકો છે એક સરસ મજાનું કારખાનું તૈયાર કરી નક્કી કરેલી આઇટમો બનાવવાની શરૂઆત કરીએ.

ડિસોઝા : હા...વાત સાચી છે તારી પરંતુ આ કામ તારા એકલાથી નઈ થાય...થોડા વધારે માણસો હોય તો એક સાથે ઘણા બધા કાર્ય થઈ શકે.

ટોમીએ નવા માણસો શોધવાના શરૂ કર્યા જેના પર ભરોસો કરી શકાય. તેણે અમુક માણસો જે કેદી હતા સાબરમતી જેલમાં તેનો સંપર્ક કર્યો અને તેઓને ટોલ ટેક્ષ પાર કરાવવાનું કામ સોંપ્યું.

ડિસોઝાએ એક જંગલ જેવા વિસ્તારમાં કારખાનું ઉભુ કરાવ્યું અને સૌ પ્રથમ ત્યાં તેની શરાબ બનાવવાનું શરૂ કર્યું અને તે શરાબની કંપનીને "J BLACK " નામ આપ્યું

ટોમી : તમે... આ કેમ નામ રાખ્યું.

ડિસોઝા : સમય આવતા બતાવીશ ચિંતા ના કર.

દિવસે દિવસે ટોમી અને ડિસોઝાની મિત્રતા ગાઢ બનતી ગઈ.

શરાબ તૈયાર થવા લાગી અને ટોમીએ સલાહ આપી કે પહેલા થોડી ગાડીઓ દ્વારા શરાબ બીજા શહેરમાં મોકલીએ જો તે સફળ થાય તો... ટ્રકનું વિચારીશું.

ડિસોઝાએ તેની સલાહ માની અને શરૂઆતમાં બે ચાર ગાડીઓ દ્વારા શરાબ પહોંચાડવા લાગ્યા.

**************

ટોમી અને રાહુલ દરેક શહેરની મુલાકાત લેવા લાગ્યા અને ત્યાં થોડુ નુકસાન કરી ફ્રીમાં શરાબ વેચવા લાગ્યા જેથી ગ્રાહકોની નજર તેમની શરાબ પર જાય.

લગભગ આજુબાજુના ચાર - પાંચ શહેરો ટોમી અને ડિસોઝાએ ભેગા થઈ પચાવી પાડયા.

પોલીસ પકડતીતો પાણીના જેમ પૈસા આપતી.

ટોમીને હવે થયું કે બજારમાં ટોમીનું નામ પડતાં લોકો કાંપવા જોઈએ તેથી તેણે ભર બજારમાં મોંઢે માસ્ક પહેરી લોકલ ગુંડા જે પાકીટ માર કે આવતા જતા લોકોને છેડતા બધાને પકડી પકડી ઘસેડીને ટોમીએ મારવાનું ચાલુ કર્યું.

એક બે વાર તો બજારની વચ્ચે જ એક ગુંડાને ચપ્પુના ઘા માર્યા... આજુબાજુમાં ભાગ દોડ થઈ ગઈ.

તે ગુંડાને માર્યા બાદ રાહુલના મોંઢે બોલાવ્યું કે હવે કોઈ ગુંડા નહીં રહે... તેઓને મારવા માટે ટોમી છે...
નામ યાદ રાખજો ટોમી...ટોમી...

લગભગ દરેક જગ્યાએ ટોમીએ આવું કર્યું. અમુક વાર તો પોલીસ પકડીને લઈ જતી તો તેમની સામે પગ પર પગ ચઢાવી એક ગેંગસ્ટરના રીતે નીડર બેસતો અને ટેબલ પર નોટોના બંડલો તે પોલીસવાળા સામે ફેંકતો.

**************

ધીરે ધીરે કરીને તેણે સોની અને બીજા વેપારીઓ જેમનું રોજનું લાખોનું ટર્ન ઓવર હોય તેમને પ્રોટેક્શન આપવાનો ધંધો શરૂ કર્યો.

વેપારીઓને પ્રોટેક્શન સામે તે નક્કી કરેલા પૈસા લેતો સાથે સાથે તેની ધાગમાં પણ વધારો થઈ રહ્યો હતો.

માત્ર 23-24 વર્ષનો ટોમી દરેક જગ્યાએ ચર્ચામાં હતો અને દાદાગીરી એવી રીતે કરતો કે પોલીસ સ્ટેશનમાં લઈ ના જવાય.

હવે ટોમી પિસ્તોલ લઈને ફરતો થઈ ગયો પરંતુ એક વાત હતી તે કોઈને હેરાન ન હતો કરતો સાથે સાથે સામાન્ય તેમજ નિર્દોષ લોકોને નહતો મારતો.

જો કોઈ તેના રસ્તે આવતો તો તેને પહેલી વાર ચેતવણી આપતો અને બીજી વારમાં તેને સાફ કરી નાખતો.

*******************

લગભગ ચાર પાંચ મહિનામાં તો ધંધો ધમ ધમ તો થઈ ગયો. ટોમીએ સાથે સાથે ડ્રગ્સ , કટ્ટાઓનો પણ ધંધો તેજ કારખાનામાં શરૂ કરી દીધો.

ટામેટામાં શરાબ ભરવાની યુક્તિ પણ ટોમીની હતી.

એક વાર ટોમી ક્યાંક હોટેલમાં જમવા બેઠો હતો ત્યાંજ કોઈ લોકલ ગુંડા આવ્યા અને ટોમીને હેરાન કરવા લાગ્યા. ટોમીએ પહેલાતો સમજાવ્યા પરંતુ તેઓ ચપ્પુ બતાવી ડરાવીને હાથાપાઈ કરવા લાગ્યા.

ટોમી એકલો હતો... તેણે પણ હાથાપાઈ કરી પરંતુ તેને તેજ હોટેલમાં ખૂબ માર્યો અને તે ગુંડાઓ ત્યાંથી જતા રહ્યા.

બે ચાર દિવસ પછી ટોમી તે ગુંડાઓના ઠેકાણે ત્રણ ચાર માણસો લઈને ગયો.ત્યાં તે ગુંડાઓ કેરમ રમી રહ્યા હતા.

ટોમીને આવતા જોઈ તેઓ ઊભા થઈ ભાગવા ગયા એટલામાં ટોમીએ ધડાધડ પિસ્તોલથી ફાયરિંગ કરી. બે ત્રણ ત્યાંજ ઢેર થઈ ગયા... જેણે ટોમીને ખૂબ માર્યો હતો...તેને પગમાં ગોળી મારી ટોમી તેની પાસે ગયો.

ટોમી : ઓળખે છે...

ગુંડો : હા...હા...ટોમી ભાઈ... મહેરબાની કરીને માફ કરો આગળથી હું તમારો સેવક બનીશ.

ટોમી આ સાંભળતા હસવા લાગ્યો અને પાછળથી ચપ્પુ કાઢી તેની ગરદન કાપી નાખી અને બધાની લાશ એવી જગ્યાએ સળગાવી નાખી દીધી કે પોલીસવાળાને પણ ના મળે.

***************

સમય વીત્યો ટોમી અવનવા કાંડમાં અખબારોમાં હોય...જાણે કોઈ સેલિબ્રિટી... પોલીસ તંત્ર પર ઉપરથી ઓર્ડર આવે પરંતુ પૈસા હોય તો શું ના થઈ શકે.

ટોમી અને ડિસોઝા પાસે પૈસાનો પાવર હતો. તેમને અડવાની હિંમત ન હતી.

લગભગ એવું કોઈ નહીં હોય જે ટોમીનું નામ ન જાણતો હોય .

અમુક લોકોએ જ ટોમીને જોયેલો પરંતુ તેનું નામ બધાના મોંઢે હતું. તે કોઈ જગ્યાએ જઈને ખાલી ટોમી કહેતો તો પણ લોકો તેની સામે જોઈ રહેતા.

***************

એક દોઢ વર્ષમાં તો ટોમીએ ડિસોઝાને માલામાલ કરી દીધો. ટોમી અને ડિસોઝા પર નોટોની વર્ષા થવા લાગી.

કોઇ પણ મોંઘી વસ્તુ બંને માટે સાવ પરચુરણ હતી. ટોમી જે ધારે તે વસ્તુ લઈ શકતો હતો.

આ રીતે ટોમી ડિસોઝા સાથે મળ્યો અને બંનેએ આખું માર્કેટ ઉભુ કર્યું.

આગળના ભાગમાં આપણે ડાયમંડ ક્લબથી ફરીથી શરૂઆત કરીશું જ્યાં ટોમી અને પેલી યુવતી બેઠા છે.

(ક્રમશ:)
- Urvil Gor