THE GUJJU AND GUNS SEASON 1 - 25 in Gujarati Thriller by Urvil Gor books and stories PDF | ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 25 (ભૂતકાળ પૂર્ણ)

ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 25 (ભૂતકાળ પૂર્ણ)

આ બધું ઉપરના માળેથી વનરાજ તેમજ નીરજ કુમારના પરિવારવાળા જોઈ રહ્યા હતા અને ઈર્ષ્યા સાથે ગુસ્સો કરી રહ્યા હતા.

ટોમીએ રાહુલને પાછો ખેંચ્યો અને રાહુલના કાન હાથ રાખીને ફટાકડાના અવાજ વચ્ચે પૂછ્યું કે જેનેલિયા કેમ નથી આવી?

રાહુલ : અઅઅઅ....તે ઘરે છે...તારી રાહ જોઈ રહી છે...એને પૂરો ભરોસો હતો કે તું નિર્દોષ સાબિત થઇશ.

ત્યાંથી ટોમી , રાહુલ અને બાબા ગાડીમાં બેસી બંગલે પહોંચવા નીકળ્યા.

ઘરે જેનેલિયા ટોમીની રાહ જોઈને દરવાજા આગળ દીવો તેમજ કંકુ ચોખાની થાળી લઈને ટોમીનું આગમન કરવા ઊભી હતી.

બધું પૂરું થાય પછી જેનેલિયા અને ટોમી તેમના રૂમમાં બેઠા હતા...જેનેલિયા થોડી નિરાશ અને ગુસ્સામાં હતી.

ટોમી : શું થયું...કેમ હું આવ્યો ત્યારથી નિરાશ લાગી રહી છે.

જેનેલિયા : શું કહું? મેં તો તને પહેલાજ કહ્યું હતું કે હવે આ બધું બંધ કરીએ અને સારો ધંધો શરૂ કરીએ... આપણા જોડે એટલા તો રૂપિયા છે જ જેથી આપણે વ્યવસ્થિત કાયદા પ્રમાણે નવો બિઝનેસ શરૂ કરી શકીએ.

ટોમી : હા...તારી વાત સાચી છે... પરંતુ આ એકદમથી બંધ કરી શકાય એવું નથી...હજુ થોડો સમય લાગશે...

જેનેલિયા તરત આ સાંભળી ઊભી થઈને જવા લાગી અને જતા જતા કહ્યું

' જેમ કરવું હોય તારે... નહિતર હું તો અમેરિકા પાછી ચાલી જઈશ... અહીંયા બધું છોડીને... '

ટોમીને આ બધું સાંભળી થોડું મનમાં એવું તો થયું કે તેને પોતાની ગતિ ધીમી કરી હવે પરિવાર બનાવવા વિશે વિચારવું જોઈએ...

બીજા દિવસે ફરીથી ફ્રન્ટ પેજ પર ટોમીનો મોટો ફોટો હતો અને લખ્યું હતું ...
" ટોમી ગેંગસ્ટર નિર્દોષ સાબિત થયો અને ટોમીના નિર્દોષ જાહેર થતાં તેના માણસોએ નિયમ ભંગ કરી અદાલતના દરવાજેથી બેન્ડ વાજા તેમજ ફટાકડા સાથે કાઢી જાન..."

********************

ડિસેમ્બર , 1994

આખરે ટોમીએ જેનેલિયાને વચન આપ્યું કે તે થોડા સમય બાદ ધીરે રહીને આ આડી અવળી લાઈન બંધ કરીને સારું અને સરળ જીવન જીવશે.

બંનેએ રાજી ખુશી સાથે લગ્ન કરી લીધા. લગ્નમાં માત્ર ટોમીના થોડા મિત્રો અને તેના માણસો...સાથે સાથે જેનેલિયાના મિત્રો અને તેમના થોડા દૂરના પરિવારના સભ્યો કારણ કે ટોમીએ તો જેલથી જ તેની માતા એટલે કાવેરી બહેનના પરિવાર સાથે ધીમે રહીને દૂરી બનાવી લીધી હતી અને તેમને હવે ' તેની રીતે જીવન જીવશે...' તેમ કહી દીધું હતું.

લગ્ન બાદ ટોમીએ પોતાની ગતિ ધીમી કરી અને મોટા ભાગનું કામ રાહુલ અને બાબાને સાંભળવા આપી દીધું.

ટોમીએ લગ્ન પછી પોતાની શરાબની કંપનીનું નામ જે જેનેલિયાના નામ પરથી ડિસોઝાએ "J BLACK " કરીને રાખ્યું હતું ...જેને બદલી " T.J BLACK " કરી દીધું.

સાથે સાથે તેના બંગલાના આજુબાજુના ત્રણ ચાર બંગલા ખરીદી તેને એક મોટા હવેલી જેવા પેલેસમાં ફેરવી દીધું અને તેને પણ નામ આપ્યું..." T.J PALACE "

હવે ટોમીના મોટા ભાગની પ્રોડક્ટનું નામ તેણે T.J BLACK જ રાખ્યું હતું.

********************

15જૂન,1995
T.J પેલેસ, અહમદાબાદ

એક દિવસ જેનેલિયા તેની ફ્રેન્ડસ સાથે રાત્રે ડિનર કરવાની જીદ કરવા લાગી...

ટોમી : કોણ કોણ જવાના?

જેનેલિયા : હું અને મારી બે ફ્રેન્ડ...અદિતિ અને લીના.

ટોમી : એવું હોય તો હું મૂકવા આવું છું...

જેનેલિયા : ના...આજે મારે ડ્રાઇવ કરવાની ઈચ્છા છે અને એમ પણ હવે ક્યાં પહેલા જેવો ડર છે કે કોઈ હુમલો કરી દેશે.

ટોમી : હા વાત સાચી પણ એવું હોય તો તું ચલાવી લેજે હું બાજુમાં બેસીશ.

જેનેલિયા : ના... ના...ના એક દિવસ તો ફ્રી માઈન્ડ સાથે ડિનર કરવા જવા દો.

જેનેલિયાના આ પ્રેમ ભર્યા શબ્દો આગળ ટોમીનું કશું ના ચાલ્યું અને તેને એકલી જવા દીધી.

તે કાર લઈને નીકળી ત્યાં ટોમીને મળવા રમણ કાકા આવ્યા જે છૂટક શરાબનું વેચાણ કરે છે.

તેમણે ટોમી પાસેથી અમુક શરાબનાં ખોખાની માંગણી કરી અને કહ્યું...

' ટોમી...તારી શરાબ તો લોકો ખૂબ પીવે છે...મને આ વખતે એક્સ્ટ્રા ચાર ખોખા જોઈએ છે...'

"એવું છે રમણ કાકા... ગુજરાત ને બોટલ નો ચસ્કો ને...મારી તિજોરીમાં જલસો.લઈ જાઓ ખાલી 30% યાદ રાખજો." ટોમીએ રમણ કાકા ને T.J BLACK ની શરાબ ની બોટલો ના ખોખા પર હાથથી ઈશારો કરતા કહ્યું.

તો હવે આપણે એ જગ્યાએ પહોંચી ગયા જ્યાંથી આ કથાના પહેલા ભાગની શરૂઆત થઈ હતી.

જ્યારે રમણ કાકા જાય છે અને ટોમી તેના રૂમમાં નવલકથા વાંચતો હોય છે ત્યાં જ બાબા ટોમીને ગોળી મારી ભાગી જાય છે અને જ્યારે બીજી બાજુ જેનેલિયા જે હોટેલ થી નીકળી રસ્તામાં હોય છે ત્યાંજ તેની કારનો અકસ્માત થાય છે.

ટોમીનું ઓપરેશન તેના પેલેસમાં જ્યારે જેનેલિયાનું હોસ્પિટલમાં.... ટોમી બીજા દિવસે જેનેલિયાના બાજુના બેડમાં પહોંચી જાય છે.

આ હતું આખું ભૂતકાળ કે કેવી રીતે એક ડરપોક ભોળો સમર એક નીડર ખૂંખાર " ગેંગસ્ટર ટોમી " બને છે.

આ હતું સમરનું " ટોમી " અને કરણનું " બાબા " બનવા સુધીનું પરિવર્તન.

આગળના ભાગથી આપણે વર્તમાન સમય એટલે હોસ્પિટલથી આગળ વધીશું અને જોઈશું કે ટોમી બાબાને શું કરે છે અને ટોમીનું પોતાનું શું થાય છે?

(ક્રમશ:)
- Urvil Gor


Rate & Review

Rakesh

Rakesh 1 year ago

Nilesh Bhesaniya

Nilesh Bhesaniya 2 years ago

Parash Dhulia

Parash Dhulia 2 years ago

Pragnesh Desai

Pragnesh Desai 2 years ago

Munjal Shah

Munjal Shah 2 years ago