Hind mahasagarni gaheraioma - 7 books and stories free download online pdf in Gujarati

હિંદ મહાસગર ની ગેહરાયીઓમાં - 7

દ્રશ્ય સાત -
ગુફા જેનો અંત નજર ની સામે દેખાતો હતો એવી ગુફાની દિવાલ ને તે જાણે ના હોય એમ પાર કરી ને ત્યાં ગાયબ થયી ગયી. ગોપી ને એમ અચાનક ગાયબ થયેલી જોઈ ને બધા અચંબિત થઈ ગયા. ફરી આંખો ની સામે ચમત્કાર થયો અને હવે લાગવા લાગ્યું કે જેટલી સરળ ગુફા દેખાય છે એટલી સરળ નથી. એ દિવાલ ની નજીક જવા માટે ધીમે ધીમે ડરતા આગળ વધવાનું સરું કર્યું અને તેને પોતાનો હાથ લગાવી ને જોવા લાગ્યા. ત્યાં એ પત્થર ની દીવાલ સિવાય બીજું કંઈ હતું નહિ આ જોઈ ને માહી બોલી " શું આપડે પણ પાગલ થવા લાગ્યા છીએ અહીતો આગળ જવાનો કોઈ રસ્તો નથી."
કેવિન ને કહ્યું " કદાચ આપડું વેહેમ હોય."
અંજલિ ના મન માં ઘણા પ્રશ્નો હતા આટલા લાંબા સમય થી આ ગુફા માં હોવા છતાં એની સામે આ દ્રશ્ય ક્યારે બન્યું નથી પણ આજે એને પણ નવો ચમત્કાર જોવા મળ્યો.
દેવ ને કહ્યું " ના મને નથી લાગતું કે કોઈ વહેમ હોય આ હકીકત છે અને તે આ દિવાલ ને પાર કરી ને કયાંક તો ગઈ છે."
માહી બોલી " પણ અહીંયા તો કઈ નથી."
દેવ ને જવાબ આપ્યો " કદાચ આપડા માટે કઇ નથી પણ બીજા માટે તો એની આગળ પણ એક દુનિયા છે કે પછી રહસ્યો ની માય જળ છે."
કેવિન ને કહ્યું " જાણવું તો પડશે બીજી બાજુ શું છે એની માટે પછી દિવાલ કેમ ના તોડવી પડે."
દેવ ને કહ્યું " ના આપડે ફરી વાર કોઈ આવે એની રાહ જોઈ શું પછી એની પાછળ જવાનું કરી શું."
કેવિન ને કહ્યું " હા પણ અહી ઊભા રહી ને ગોપી બહાર આવે પછી આપડે એજ સમયે અંદર જવા નો પ્રયત્ન કરી શકીએ."
દેવ ને જવાબ આપ્યો" હા આપડે એવું કરી સખીએ છીએ."
દિવાલ ની આગળ દેવ, કેવિન, માહી, અંજલિ, ઊભા રહ્યા અને ગોપી બહાર આવે તેની રાહ જોવા લાગ્યા. શું હસે પેલી બાજુ? કોઈ વ્યક્તિ કે જે આ ગુફા માં હોય? કોઈ અનોખી દુનિયા? એક સવાલ અને એ પછી બીજો સવાલ બસ સમય પસાર થવાનું નામ પણ ના લેતો અને રાહ જોતા જોતા બધા ના હૈયા હાથમાં અવિં ગયા હતા. પછી એકાએક ગોપી બહાર આવી અને બધાને જોઈ ને ચોંકી ગઈ દેવ ને દિવાલ માંથી બીજી બાજુ જવાનો પ્રયત્ન કર્યો પણ તે દિવાલ ને અથડાઈ ને નીચે પડ્યો. ગોપી આ જોઈ હસતી ત્યાંથી ચાલી ગઇ. દેવ અને બીજા બધા ને કઈ પણ સમજાયું ના એ દિવાલ ની બીજી બાજુ જવા માટે વિચારવા લાગ્યા. પછી માહી દીવાલથી દૂર ગઈ અને મનમાં હિંમત કરી અને વિશ્વાસ સાથે એ દિવાલ આગળ ઊભી રહી. દરવાજો ખુલી ગયો અને એ જોઈ ને દેવ એમાંથી પસાર થવા ગયો પણ દિવાલ પાછી બંદ થયી ગયી. દેવ ને માહી ને પૂછ્યું "આવું કેમ થયું"
માહી બોલી " વિશ્વાસ થી પૂરા વિશ્વાસ થી એમ વિચારી કે અહી કોઈ દિવાલ નથી તો સાચે કોઈ દિવાલ નથી."
અંજલિ બોલી " દિવાલ ના આ રહસ્ય વિશે તને શી રીતે ખબર પડી."
માહી ને જવાબ આપ્યો " ગોપી ને મને આ રહસ્ય નો જવાબ આપ્યો. જ્યારે તે ગુફા માં સીધી ચાલતી હતી ત્યારે એની ચાલમાં રહેલા વિશ્વાસ ને મને ચોંકાવી અને એની ચાલ જવાબ બની ગયો."
દેવ ને કહ્યું " તો એક એક કરી ને હવે દિવાલ ની બીજી બાજુ જવાનું શરૂ કરીએ."
એક પ્રયત્ન પછી બીજો એમ એક પછી એક માહી, દેવ અને અંજલિ અને કેવિન દિવાલ ની બીજી બાજુ જવાનું શરૂ કર્ય.
દેવ બોલ્યો " શું આ ગુફાઓ મયા જળ થી બનેલી છે."
એક શાંતિ અને કોઈ પણ અવાજ નહિ આગળ કોઈ ના પાસે શબ્દો ના હતા. શાંતિ અને પછી આંખો જોઈ ને સમજે ના અને જીબ શબ્દો વર્ણી ના શકે એવી સુંદરતા. વિશાળ વૃક્ષ જે ની લાંબી શાખાઓ અને એની પર ચમકતા પત્તાઓ ચારે તરફ હરિયાળી અને શાંતિ એ હરિયાળી માં ઊગેલાં સુંદર પુષ્પો. એક સામાન્ય દ્રશ્ય એમની નજર સામે હતું પણ એ પણ પુરે પૂરું સામાન્ય નથી પણ છતાંયે એ કોઈ સ્વર્ગ થી ઓછું પણ નથી. માત્ર એ સમય માટે બધાના મનના રાહત હતી જે માત્ર એક પળ માટે ની જ હતી. જ્યાં થોડી શાંતિ અને સુંદરતા ને માણવાની સરું કરી કે એટલામાં કોઈ વ્યક્તિ ના આવવાં નો અવાજ એ શાંતિ ને ભંગ કરતો સંભળાવા લાગ્યો. અવાજ ના આવતા ની સાથે બધા મોટા પત્થર ની પાછળ છૂપાઇ ગયા.
આવનાર કોઈ વ્યક્તિ નથી કે કોઈ પ્રાણી કે પક્ષી નથી. જેનો આકાર સ્પસ્ટ રીતે વર્ણવી ના શકાય પણ એક જલક માં સમજાવા માટે દીવાની જ્યોતિ જેવો પ્રકાશ જેનો રંગ આછો પીળો અને પાતળા દોરી જેવા હાથ અને પગ. લાંબા વાળ જે ચારે બાજુ જેમ મન ફાવે તેમ ઉડતા હતા. જમીન થી એક હાથ ઉપર હવામાં ઉડતા એ વૃક્ષ ની નજીક આવી અને બંને હાથ વડે એના થડ તરફ એનો પ્રકાશ પાડ્યો અને એ થડ માં થી એક પ્રકાશ માં વીંટળાયેલી એના જેવી આકૃતિ બહાર આવી અને તેને હવામાં ઉઠાવી ને એની સાથે લઈ જતી હતી પણ એટલા માં તે પત્થર તરફ વળી અને પોતાનો પ્રકાશ તેને સંતાયેલ દેવ અને બાકી ના બધા પર પડ્યો એની સાથે તે પણ હવા માં ઉપર ઉડવા લાગ્યા. તે એમને પણ એની સાથે લઈ ને ત્યાંથી બીજી ગુફા તરફ ગઈ.
આ ગુફાઓ પણ એક અજાયબી કહી શકાય એ કુદરત ના નિયમો અને રચના ને બદલી ને બનેલી એક દુનિયા હતી. જે હજુ પણ નજરો ને વિશ્વાસ આવે એવી નથી. એક એક ક્ષણ એવું લાગતું કે કોઈ સપના માં હોય અને હાલ આંખ ખુલી જશે.
દેવ, અંજલિ, માહી, કેવિન ને એક હાથ વડે ઉઠાવી તેમને ગુફા માં કેદ કર્યા. એક જાદુઈ પ્રકાશ એમની આજુ બાજુ વીંટળાયેલો જેને કારણે તે જરા પણ હાલી શકે તેવી સ્થિતિ માં ના હતાં. એ કેદ માં આંખો પણ બંદ નથી થતી પણ છતાંયે કેટલી વાર બધા પોતાને છોડવા નો નિષ્ફળ પ્રયત્ન કરે પણ એક મૂર્તિ ની જેમ ચોંટી ગયા હોય. એમની તાકાત પૂરી થઈ હતી એ પ્રકાશ ધીમે ધીમે એમની શક્તિ અને ઊર્જાનો ને ઓછી કરતો હતો. પાંચ કેદી પ્રકાશ માં વીંટળાયેલા હવામાં એમના એમ થાકી ગયા પણ પ્રકાશ ની કેદ માંથી બહાર આવી ના શક્યા.