My 20years journey as Role of an Educator - 35 books and stories free download online pdf in Gujarati

મારી શિક્ષણ યાત્રાની બે દાયકા ની સફર - ભાગ ૩૫ (ભાગ ૨)


રી શિક્ષણ યાત્રાની સફરે ભાગ 36(2)

(ગતાંકથી ચાલુ )

પ્રથમ તો એમની દીકરી બીજી પ્રવૃતિમાં કેટલી હોશિયાર છે અને એના કારણે શાળાનું કાર્ય કરવાનો એને સમય નથી મળતો વગેરે વાતો કરી. મે પણ એ વાત પર શાળાને અને મને એ દીકરી પર ગર્વ હોવાનું જણાવ્યુ. સાથે એમને સમજાવ્યું કે એ પ્રવૃતિ કાયમ કરી શકે પણ અત્યારે બોર્ડ પરિક્ષાના 2 મહિના બાકી હોવા ઉપરાંત અગત્યનું વર્ષ છે તો તેઓ ગુંજનને સમજાવે કે અભ્યાસમાં વધુ ધ્યાન આપે. ને ખાસ બધા વિષયની નોટ પૂર્ણ કરી લે. કેમકે બધા વિષયમા એણે આ નિયમને કારણે વધુ ગુણ મેળવવામાં તકલીફ પડશે, પણ તેઓ એ વાત માનવા તૈયાર ન હતા.અને બધાએ ગુંજનને નોટ વગર જ ગુણ આપી દેવા એવો આગ્રહ રાખ્યો.

પછી બીજા વર્ગના કર્મચારી હોવાને નાતે પોતાના હોદ્દો વગેરે વાત કરી, પ્રમાણિક્તા અને સત્ય , ઈમાદારીથી.(થોડા સમય પછી અમને જાણવા મળ્યું કે એમની ખોટી નીતિને (કર્મ પ્રત્યે નિષ્ઠાનો અભાવ અને ભ્રષ્ટચારને કારણે એમને નોકરીમાં સજા મળી હતી !!) પોતે કેવી મુશ્કેલી અનુભવી રહ્યા છે એ બધી વાતોથી મને પોતાની વાતથી ઇમ્પ્રેસ કરવાનો ખોટો પ્રયત્ન કર્યોજે શક્ય ન થતાં, હવે તેમણે શિષ્ટ ભાષામાં ધમકીનો સૂર ઉચાચાર્યો. ને પોતાની ગાંધીનગર સુધીની વગ હોવાની વાત કરી, ગર્ભિત ધમકી આપી કે જો હું એમની દીકરીને પૂરા આંતરિક ગુણ નહીં આપુ તો તેઓ મારી ફરિયાદ કરશે. આખરે મે મારી રીતે પ્રયત્ન કર્યા એમને સમજાવવના અને કહ્યું પણ ખરું કે હું સવારની ભૂખી છુ, પણ પોતાન સ્વાર્થ માટે તેમને કઈ અસર ન થતી હતી.આખરે 9.30 વાગે માંડ ગયા. હું શારીરિક અને માનસિક બંને થાક સાથે જમ્યા વગર જ સૂઈ ગઈ.

અગાઉ ના પ્રકરણમાં જણાવ્યા અનુસાર ઉમરમાં પોતાની ભૂલ છુપાવવા ને ઘરે વાલીની વઢનો ભોગ ન બનવું પડે તે હેતુથી આ રીતે ખોટું બોલી પોતાનો બચાવ કરતી હોય છે, એવું જ અહી બન્યું. પણ અહી વાત એટલી જ હોતો આલેખવાનો કોઈ અર્થ ન હતો. પણ કિસ્સામાં મારા માટે પ્રશ્ન એ હતો કે શા માટે મારા આદર્શ એવા બહેને અને મારે મારા સિંધ્ધાંત સાથે બાંધછોડ કરવી પડી? ? બીજી કસોટીમાં પૂરા ગુણ ન હોવા છતાં અને આખું વર્ષ નોટ ન બનાવી હોવા છતાં આંતરિક પૂરા ગુણ આપવા માટે આગ્રહ રાખ્યો?

વાલી મને ઘણા વર્ષોથી સારી રીતે ઓળખતા હતા અને જાણતા હતા કે હું મારા સિધ્ધાંત સાથે બાંધ છોડ નહિ કરું, કે મારા માટે ગરીબપૈસાદાર કે નબળું હોશિયાર તમામ બાળક માટે તમામ નિયમો સમાન જ રહે,ને એમાં કોઈ પણ ભોગે છૂટછાટ મારા દ્વારા ન લેવાય, પણ હમેશ મારા સત્ય અને કર્મ નિષ્ઠા માટે મક્કમ રહેતી હું આ કિસ્સામાં કેમ અડગ ન રહી શકી ? અને એ વાતના અફસોસ અને દુખ સાથે સમાજના લોકોની આખો ખોલવા માટે આ કિસ્સો આલેખી રહી છુ. સત્ય સાથેની લડાઈ મોટા ભાગે અઘરી જ હોય છે, પણ કદી એ બાબતમાં ન હારનારી હું આમાં કેમ હારી ગઈ? વિચિત્ર અને કરૂણ બાબત રજૂ કરું છુ. મોટા ભાગે સંતાનોની સ્વબચાવ માટેની પ્રવૃતિ કે અસત્ય બાબતને પ્રોત્સાહન આપી સંતાનનું અહિત કરનાર અને શિક્ષકોને ખોટી રીતે વગોવતા વાલીઓ માટે આંખ ઘાડનાર આ કિસ્સો છે.

બીજી કસોટી ની તૈયારીમાં ગુંજન લાગી ગઈ બલ્કે કહો કે નોટ ન બનાવવી પડે એ માટે એ પૂરા ગુણ મેળવવા તનતોડ મહેનત કરતી. જ્યાં જરૂર પડે મારી પાસે આવતી ને હું એને પ્રેમથી શીખવતી. બીજી કસોટી લેવાઈ ગઈ, પરિણામ આવ્યું, જોતાં ખબર પડિકે આ વખતે તો પ્રથમ કરતાં પણ એ ઓછા ગુણ મેળવી શકી. 6 ગુણ ઓછા થતાં, આચાર્યએ એનું પેપર જોવા મંગાવ્યું.એને અને એના પિતા બધાને મે એ બતાવ્યુ. કેમકે મે જાણી જોઈને તો એના ગુણ આપ્યા હોય એવું તો હતું નહીં!!મને પીએન દુખ હતું કે આ હોશિયાર દીકરીને પૂરા ગુણ ન મળ્યા.બહેનની સાથે વાત થયા મુજબ હવે તો એને પૂરા ગુણ આપવાનો કોઈ પ્રશ્ન જ નહોતો રહેતો. તે છતાં લેખની શરૂઆતમાં લખ્યું એમ બહેને મને એના પૂરા ગુણ મૂકવાનો આદેશ કર્યો.કચવાતા મને મારે એ કરવું પડ્યું. એ અને એના પાપા એમની અસત્યની જીત પીઆર ખુશ હતા. ને એના પાપા કહે વાર્ષિકમાં તો એ જરૂર પૂરા ગુણ લાવશે જ. વાર્ષિકમાં એક ગુણ ઓછો આવ્યો ત્યારે મે સહજ રીતે મસ્તી કરી કે , કેમ બેટા, એક ગુણ ક્યાં ગયો?” તો ટ્રસ્ટી, મીડિયા, શિક્ષકો, વાલીઓ, વિધ્યાર્થીઓના સમૂહ વચ્ચે મને બિન્દાસ્ત રીતે એનો જવાબ મળ્યો: તમને દીધો એક ગુણ !!! આટલા બધાની વચ્ચે એક શિક્ષકનું અપમાન કરવાની હિમ્મત એક વિધ્યાર્થી ત્યારે જ કરે કે જ્યારે એ પોતાને ગુરુ કરતાં ચડિયાતી સમજતી હોય અને એ સમજતી જ હતી કેમકે એના પાપાએ ખોટી રીતે એને પૂરા ગુણ અપવડાવ્યા હતા, એટલે એ સમજતી કે એની મારી સામે જીત થઈ ચ્હે. એ અભિમાનમાં એનામાં ખોટા રોપાઈ ગયેલ બીજ માટે કોણ જવાબદાર ? મારૂ કે આચાર્યનું એના પિતાથી દબાઈને ( કોઈ પણ કારણ સર) થયેલ ભૂલ જ ને ?

ખેર, બે વર્ષ પછી પુસ્તકોનો એક અનોખો કાર્યક્રમ હતો. જેમાં એવા લોકોને હાથે દીપ પ્રગટય કરાવવાનું હતું કે જેઓ ખૂબ વાંચન કરતાં હોય મને તો તરત એ યાદ આવી અને મે એને કોલ કર્યો. એને અને એના પાપાને ખૂબ નવાઈ લાગી કે એમણે મારી સાથે આટલું ખોટું કર્યા છતાં મે એની સાથે વેર ન રાખ્યું ?!! જો કે શિક્ષકનું કામ પણ માં જેવુ છે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય એમ મે મનમાંથી બધી વાત દૂર કરી એની પ્રેરણા દાયક પ્રતિભા સમાજ સમક્ષ મૂકવાનો મોકો આપ્યો. પણ એ ન આવી શકી. કદાચ હવે એ લોકોને પોતાના વર્તનથી પસ્તાવો થયો હોય એવું પણ બને. બીજા દિવસે એ મને વ્યક્તિગત મળી આ તક આપવા બદલ આભાર કહી ગઈ. પણ હજુ પોતાની ભૂલ સ્વીકારી, નિખાલસ પણે સોરી તો ન જ કહી શકી!! હું એને વાર તહેવારે પુસ્તકો ભેટ આપી વાંચન શોખ એમ જ રાખવા મદદ કરતી રહી.ને એ દ્વારા કદાચ તે પોતાની ભૂલ સ્વીકારવા જેટલી સક્ષમ બને !! પીએન એવું બન્યું નહી !!

આવા બાળકો આગળ જતાં કઈ રીતે સત્ય અને નીતિવાન મૂલ્યો ધરાવતું ભવિષ્ય રચશે ? આ વાત ખાસ શેર કરવા જેવી એટલે લાગી કે આ સફરમાં કદાચ આ પહેલો અને છેલ્લો બનાવ મારા માટે અસત્ય સામે સત્યની હારનો છે. ખૂબ અફસોસ છે કે હજુ એ પ્રશ્નનો જવાબ નથી મળતો કે હું શ માટે એમને સાચું ન સમજાવી શકી ? નિયમિત વિધ્યાર્થી પાસે હું ગુનેગાર બની ગઈ કેમકે એ સહુને આખું વર્ષ મહેનત કરી કરી કર્યા પછી ,પૂરા ગુણ અને ગુંજન ને અધુરાશે પણ પૂરા ગુણ!! આવો અન્યાય મારી પાસે કરવવામાં આવ્યો !! ( ભલે મજબૂરીમાં કે બીજા કોઈ કારણ સર.) એટલે દીકરીઓ કઈ કહે એ કરતાં હું જ મારી નજરમાં નીચી ઉતરી ગઈ!!

સહુ શિક્ષક મિત્રોને વિનંતી કે કયારે પણ સત્યનો રસ્તો છોડવો નહીં, જો આપણે ખોટા સામે હાર માનીશું તો તો ભાવિ પેઢી જ આખી ખોટી રચાશે, જેના પરિણામે સમાજ અને દેશને કેટલું નુકસાન થાશે ?