From the essence of love books and stories free download online pdf in Gujarati

પ્રેમ નો સારથી

પ્રેમ નો સારથી

પ્રેમ થવો કરવો કોઇ ગુન્હો નથી પણ પ્રેમ ના સ્વાર્થ માટે કેટલા સંબંધો ની બલી ચડી જાય છે, તે પ્રસંગો હાલતાં ને ચાલતા સમાજ મા થયા જ કરે છે, જો તે સમયે કોઈ પ્રેમ નું કુરુક્ષેત્ર ચાલતું હોય ત્યારે કોઈ કૃષ્ણની જેમ સારથી આવી જાય ને તો કાંઈક અલગ જ ગ્રંથ ની રચના થઇ જાય, આવાજ એક પ્રસંગ ની વાત તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું.

થોડા સમય પહેલાં ની વાત છે, હું મારા કામ થી દિલ્હી જઈ રહ્યો હતો, ટ્રેન ચાલુ હતી અને પ્લેટફોર્મ પર ઉભી હતી, તે ઉપાડવાની તૈયારી મા જ હતી, એટલા મા એક સુંદર કન્યા મારા બર્થ ની સામે આવી ને બેસી ગઈ, તે એટલી સુંદર હતી કે હર કોઈ તેને નિહાળવા મા મશગુલ થઈ ને, બધું વીસરી જાય હરણી જેવી આંખો, મોરની જેવી ડોક, ગજગામિની ની જેવી ચાલ, મતલબ ઉપર વાળા એ નમણાશ ને ખૂબ ખંત થી કંડારી ને આ યુવાન કન્યા મા ધરબી હતી.

થોડી જ વાર મા ગાડી ઉપડી ગઈ,મારું ધ્યાન તે કન્યા પર આવી ને થંભી જતું હતું, એવું ના હતું કે તેની સુંદરતા ને કારણે, પણ તે સુંદર ચહેરા પર કાંઈક ગજબ ની ખુશી અને એક ડર ની આભા ઉભરી આવતી હતી, તે કાંઈક અલગ જ વર્ણન કરી રહ્યું હતું, હું થોડી થોડી વારે તે નિરીક્ષણ કરી રહ્યો હતો. અને બુક ની કહાની ને વાંચવા ની કોશિશ કરી રહ્યો હતો.

તેવા મા કોયલ ના ટહુકા જેવો અવાજ મારા કાન ને તરબોળ કરી ગયો, નજર ફેરવી ને જોયું તે તે કન્યા મને જ બોલાવી રહી હતી.

તમારી પાસે મોબાઇલ ના સીમ ખોલવાની પીન છે?

મેં જવાબ મા હા ભણી, હું હમેશાં મારી બેગ મા રાખું જ, મેં તેમને પીન આપી અને હું પાછો મારી બૂક મા વાંચન આગળ વધારવા નું ચાલુ રાખ્યું પણ ધ્યાન તે કન્યા ની હરકતો પર જતું રહેતું હતું.

તે કન્યા એ મને પીન પરત કરી એક સરસ સ્મિત ની સાથે, હવે મારા મન મા કેટ કેટલાં સવાલો વમળ લઈ રહ્યા હતા તેને વાચા આપવા નું નક્કી કરી લીધું, મે બૂક ને બાજુ પર મુકતા, તે કન્યા સાથે વાત કરવા માટે નું નક્કી કરતા હું તેને પૂછી જ બેઠો, કયા સુધી ની સફર છે તમારી? કન્યા એ વળતા જવાબ મા હસતા મુખે કહ્યું દિલ્લી સુધી આમ તો પછી ત્યાંથી આગળ ક્યાં તે મને પણ નથી ખબર.
વાત નો તાગ મને મળી ગયો થોડી ઘણી શંકા નું સમાધાન ના થયું પણ હજુ વધુ જાણવા ની ઉત્સુકતા ઘેરી વળી હતી, એટલે વાત ને આગળ વધારવા મે પૂછી જ લીધું કેમ એવું? સફર પર તમે નીકળ્યા છો તો તમને જ જાણ નથી? થોડી વાર તો મારી સામે ધારી ને જોઈ રહી તે કન્યા ને પછી અચાનક હળવા સ્મિત સાથે જવાબ આપતા કહ્યું, જોકે આમ તો હવે મારે ડરવાની ક્યાં જરૂર છે, અને તમે પણ ક્યાં કોઈ પરિચિત છો, છતાં હું વાત તમારી સાથે શેર કરી જ શકું છું, હા હું ઘરે થી નીકળી ગઈ છું ઘર છોડી ને, દિલ્લી મારો પ્રેમી મારી રાહ જોઈ રહ્યો છે, અમે ત્યાં ભેગા થાશું અને ત્યાં થી બીજી ટ્રેન પકડી ને આગળ તે જ્યાં લઈ જશે ત્યાં જઈ ને અમે અમારું આગળ નું જીવન જીવવા લાગશુ.

મને વાત નો આખો મર્મ સમજાઈ ગયો, અને એક અપ્રિય હાસ્ય સાથે હું મારી બૂક વાંચવા લાગી ગયો, થોડી વાર પછી તે કન્યા એ પાછો મને અવાજ આપ્યો અને કહ્યું કે, કેમ વાત ને તમે હાસ્ય મા ખપાવી ને હાસ્યાસ્પદ જેવી વાત શું કરી મેં? શું પ્રેમ કરવો ગુન્હો છે? શું પ્રેમ કરી ને મેં કોઈ અપરાધ કર્યો છે? તમે પણ તે લોકો મા ના જ લાગો છો, જે પ્રેમ ને તુચ્છ સમજવા મા માહીર હોય છે.

મેં તેની વાત ને અધવચ્ચે જ તોડી ને કહ્યું ના પ્રેમ કરવો કોઈ ગુન્હો નથી, પણ તેને પામવા ના રસ્તા ખોટા પકડાઈ જતાં હોય છે, વાત વાત તે ખૂબ શાંતિ થી રસ લેતી હોય તેવી ભાવના થી મારી સામું જોવા લાગી. મને કહ્યું તમને વાતો કરવાની ખબર પડે એતો જે પ્રેમ કરે અને તેના પર વીત્યે જ ખબર પડે.

મેં કહ્યું જો મારી ઉમર હાલ 37 વર્ષ છે, મારા લગ્ન ને, 13 વર્ષ વીતી ગયા છે, મેં પણ લવ મેરેજ જ કરેલા છે, તે વાત સાંભળી ને તેના ચહેરા પર કાંઈક અલગ અનુભૂતિ ઉપસી આવી ને કહ્યું.

શું તમે પણ લવ મેરેજ કરેલા છે? ત્યારે લવ મેરેજ થતા હતા? અને ત્યાર લોકો તેને સ્વીકૃતિ આપતા હતા?

ના પણ ત્યારે જે પરિસ્થિતિ હતી તેના કરતાં હાલ ની પરિસ્થિતિ ઓ ખૂબ સારી છે.

તે કેવી રીતે હાલ ની પરિસ્થિતિમાં તો પરિવાર પ્રેમ વિવાહ ના વિરોધ મા જ હોય છે.

હું અને નિરાલી ખૂબ પ્રેમ કરતા હતા, હું તેમની જ શોપ મા કામ કરતો હતો, અમારી નજરો મળી ત્યાર થી તે મારા હદય મા વસી ચૂકી હતી, અને નિરાલી ની હાલત પણ કાંઈક એવી જ હતી, થોડા સમય પછી નિરાલી ની સગાઈ નક્કી થઈ, પછી અમે સમય પર અને ઈશ્વર ની મરજી માની ને તે પરિસ્થિતિ ને સ્વીકારી લીધી.
એક પ્રેમી માટે તે ક્ષણ કેવી કપરી હોય,કદાચ તે સમજવું મુશ્કેલ જ હોય છે, છતાં અમે બન્ને અમારી જવાબદારી નિભાવી રહ્યા હતા.

લગ્ન ના આગળ ના દિવસે નિરાલી ના સાસરે થી પત્ર આવ્યો, અને દહેજ ની માંગણી ખૂબ મોટી કરવામાં આવી, જો તે પૂર્ણ થાય તો જ લગ્ન થાય તેવી પરિસ્થિતિ સર્જાય ગઈ હતી, મારા સસરા પહેલા બધું ગીરવે મુકી દીધેલું હતું હવે તેમની પાસે કાંઈ જ ના હતું, તેમના મન તો વખ ઘોળીને પીવા શિવાય કોઈ રસ્તો નહોતો મૂક્યો.

તે સમયે તેમની સામે હું ગયો અને તેમને કહ્યું કે આટલું બધું પૂરું કરતાં પણ જો તેમની લાલચ શાંત ના થઈ શકતી હોય તો આગળ જતાં, શું તે લાલચ વધુ પ્રબળ નહીં બને? અને તમે હમેશાં નિરાલી ના સુખ માટે આવી પરિસ્થિતિ ઉભી થતી જ રહેશે, આનું નિરાકરણ ક્યારેય નહીં થાય.
મારી સામે એકટક જોતા જ રહ્યા, મેં વાત ને આગળ વધારતા જણાવ્યું કે,તમારે કોઈ ને કઈ આપવાની જરૂર નથી, જો તમે મંજૂરી આપતા હોવ તો હું નિરાલી સાથે લગ્ન કરવા તૈયાર છું, અને એમ પણ અમે બન્ને એક બીજા ને ખૂબ પસંદ પણ કરીએ છીએ, જીંદગી ભર ની મૂડી ખરચી ને પણ દીકરી સુખી ના રહે તો તે કામ નું શું, તમારું જે છે તે તમે તમારી જ પાસે રાખો, મને ખાલી નિરાલી નો હાથ જોઈએ તમારા આશીર્વાદ સાથે બીજું કશું નહીં, તે ઘડી એ મને મારા સસરા ગળે વળગી પડ્યા અને અમારા લગ્ન કરાવી દીધા આજે બધા ખુશ છે પોત પોતાની જગ્યા એ, અમે જો ઈચ્છીએ તો અમે ભાગી જઈ શકીએ પણ તે રસ્તો કદી સુખ મા ના જતે, પૂરી જિંદગી ના પછયાતાપ મા જ વીત્યે જાતે.

એટલી વાત કરી ને હું પાછો મારી બૂક વાંચવા મા મશગુલ થઈ ગયો, થોડી જ વાર મા સ્ટેશન આવવાનું હતું, કન્યા મારી વાત સાંભળી ને શૂન્ય મનસ્ક થઈ ગઈ હતી, સ્ટેશન આવ્યું એટલે મારી પાસે પાછી પીન માંગી સીમ કાઢ્યું ને જુનું સીમ લાગવી ને તેના પિતા ને કોલ કરી ને માફી માંગે છે, ને તેના ગોરા ગોરા ગાલ પર આંસુ ની ધારા ફૂટી નીકળે છે, રડતાં રડતાં સ્ટેશન પર ઉતરી પડે છે, હું દરવાજા પર ઉભો ઉભો તેને જોતો જ રહ્યો,

સમાપ્ત