Love Revenge -2 Spin Off - 12 books and stories free download online pdf in Gujarati

લવ રિવેન્જ-2 Spin Off - Chapter 12

લવ રિવેન્જ-2 Spin Off

પ્રકરણ-12

ઝીલના લગ્નમાંથી નીકળી કાર લઈને અમદાવાદ જવાં નીકળી ગયો હતો. એક્સ્પ્રેસ હાઈવે ઉપર ભારે ટ્રાફિફ નડતાં પોણો કલ્લાકનો રસ્તો કપાવામાંજ આરવને બે કલ્લાક જેતો સમય નીકળી ગયો હતો.

સિદ્ધાર્થે ફોન પર વાત કર્યા પછી વારંવાર પિતા કરણસિંઘ અને મામા સુરેશસિંઘના બેક ટુ બેક આવતાં કૉલ્સથી કંટાળીને આરવે તેનાં આઈફોનને એરોપ્લેન મોડ ઉપર રાખી દીધો હતો.

એક્સપ્રેસ હાઈવે ઉપર એક પેટ્રોલ પંમ્પ ઉપર ડીઝલ પુરાવતી વખતે આરવે લાવણ્યાને અનેકવાર કૉલ્સ અને મેસેજીસ કર્યા હતાં. જોકે લાવણ્યાનો બર્થડે ભૂલી ગયેલાં આરવ ઉપર ગુસ્સે થયેલી લાવણ્યાએ એકેયવાર આરવનો ફોન નહોતો રિસીવ કર્યો.

લાવણ્યાનો બર્થડે ભૂલી ગયેલાં આરવનું નસીબ ખરાબ કે ઉતાવળે અમદાવાદ જવાં નીકળેલાં આરવની કાર એક્સપ્રેસ હાઈવે ઉપરના એ પેટ્રોલ પંમ્પેજ બગડી ગઈ હતી. છેવટે આરવે સિદ્ધાર્થને કૉલ કરીને બોલાવ્યો હતો.

સિદ્ધાર્થ આવે ત્યાં સુધી લાવણ્યાને મનાવા આરવે તેણીને વધુ બે-ચાર વખત કૉલ-મેસેજીસ કરી જોયાં .

“અરે યાર...! આતો જબરી રિસાઈ છે...!” અનેક વખત કૉલ કરવાં છતાં તેણીએ આરવનો કૉલ નાં રિસીવ કર્યો.

“શું કરું...શું કરું....!?” વિચારતાં-વિચારતાં આરવ બબડ્યો.

“અક્ષયને ફોન કરવાંદે...!” કોલેજમાં પોતાનાં બેસ્ટફ્રેન્ડ એવાં અક્ષયનો નંબર ડાયલ કરતાં-કરતાં આરવ બબડ્યો.

જ્યારથી આરવ અમદાવાદ ગયો હતો અને તેનાં મામાં સુરેશસિંઘની HL કોલેજમાં બીજા વર્ષમાં એડમિશન લીધું હતું ત્યારથી અમદાવાદમાં અક્ષય તેનો બેસ્ટફ્રેન્ડ બની ગયો હતો. કોલેજની ખાસ કરીને લાવણ્યાની “વાતમાં” અક્ષય આરવને “સિક્રેટ સપોર્ટ” કરતો. લાવણ્યાને લગતી કોઈપણ પ્રોબ્લેમમાં આરવ મોટેભાગે અક્ષયની “સલાહ” લેતો.

“હાં... બોલ ભાઈ....!” આરવનો ફોન ઉપાડીને અક્ષયે કહ્યું.

“અરે યાર લાવણ્યા તો મારો ફોનજ નઈ ઉપાડતી...!” આરવે માથે હાથ દઈને કહ્યું.

“ તો હું શું કરું....!?” અક્ષય ચિડાઈને બોલ્યો “મેં જ્યારે એને કીધું કે ટુ મેરેજમાં ગ્યો છે....! એણે તો આજે મને ત્યાં સુધી કઈ દીધુ’તું કે આ તારી છેલ્લી ભૂલ હશે....! એટ્લે સમજ ભાઈ...! તારું પત્તું કટ....! તું બર્થ ડે ભૂલી ગ્યો છે...!”

“બે યાર તારે મને એજ વખતે ફોન કરીને યાદ નાં અપાવાય...!” આરવ અક્ષય ઉપર ગુસ્સે થતો હોય એમ બોલ્યો.

“પણ ભાઈ....! મેં તરતજ તને ફોન કર્યો’તો...! તારો ફોન સ્વિચ ઑફ આવતો તો....!” અક્ષયે દલીલ કરતાં કહ્યું.

“અરે મેરેજ પ્રસંગમાં ઘણું બધુ કામ હોય...! બેટરી ચાર્જ કરવાની રઈ ગઈ...!” આરવ એજરીતે અક્ષયને ધમકવતાં બોલ્યો “તો થોડીવાર પછી ટ્રાય કરવો તો ને તારે....!”

“અલ્યા તું મારી ઉપર શું લેવાં ઢોળે છે...!” અક્ષય પણ ચિડાઈને બોલ્યો “મને એમેય એ છોકરી નઈ ગમતી....! અને તું એનાં માટે થઈને મારી જોડે બબાલ કરે છે...!”

“અરે પણ તારે ક્યાં ગમાડવાની છે...!?” આરવ ચિડાઈને બોલ્યો “તારે ખાલી ફોન કરવાનો હતો....!”

“તો કર્યોને....!” અક્ષય એજરીતે બોલ્યો “ના લાગ્યો...તો શું હું કઈં એની પાછળ-પાછળ ફર્યા કરું....! તને ખબર આપવાં....! વાત કરે છે યાર તું તો...!”

“હવે એ બધું મુકને....!” આરવ છેવટે કંટાળીને બોલ્યો “હવે શું કરું એ કે’….! એ ફોનજ નઈ ઉપાડતી....!”

“હવે કઈં ના થાય....!” નિરાશ સૂરમાં એક ઉચ્છવાસ નાંખીને આરવ બોલ્યો.

“અરે યાર કઈંક તો રસ્તો કાઢ...!”

“એકજ રસ્તો છે...!” અક્ષય બોલ્યો.

“અરે જે હોય એ...! બોલ..!”

“ફોન કરેજ જા....!”

“ક્યાં સુધી...!?” આરવ નવાઈ પામીને બોલ્યો.

“જ્યાં સુધી એ કંટાળીને તારો ફોન ઉપાડી ના લે ત્યાં સુધી...!” અક્ષય શાંતિ બોલ્યો “તું ફોન કરેજ જા....! અને મેસેજ પણ કરેજ જજે....!”

“હમ્મ...!”

“એ થાકીને કઈંક તો રિપ્લાય કરશેજ ને..!?”

“હમ્મ....! કરું ચલ...!” અક્ષય સાથે વાત કરીને છેવટે આરવે કૉલ કટ કર્યો.

“ ટ્રીન....ટ્રીન....ટ્રીન.....!” અક્ષયે કહ્યાં મુજબ આરવે હવે લાવણ્યાને બેક ટુ બેક કૉલ કરવાનું ચાલુ કર્યું.

પોતાની કાર પાસે આવીને આરવ કારના દરવાજાના ટેકે ઊભો રહ્યો અને લાવણ્યાને કૉલ કરતો રહ્યો.

“યાર... આ તો ફોન ઉપાડવાનું નામ જ નઈ લેતી...!” લગભગ દસેક વખત ફોન કર્યા પછી પણ લાવણ્યાએ આરવનો ફોન ના ઉપાડયો.

ત્યારબાદ આરવે લાવણ્યાને “સોરી” કહેતાં અનેક મેસેજીસ whatsappમાં કરવાં માંડ્યા.

“સોરી...યાર...! પ્લીઝ....! ફોન તો ઉપાડ...!”

વારાફરતી અનેકવાર મેસેજીસ કરવાં છતાં લાવણ્યાનો કોઈજ રિસ્પોન્સ ના આવ્યો. આરવના મેસેજીસ રીડ કર્યા પછી પણ લાવણ્યાએ કોઈજ રિસ્પોન્સ ના આપ્યો.

“સિડ આવે ત્યાં સુધી કઈંક ખાઈ લવ...!” કંટાળેલો આરવ છેવટે પેટ્રોલ પમ્પના કેફેટેરિયા તરફ જવાં લાગ્યો.

***

“ચલપ્રાઈઝ પાલ્ટી આપીચ...! ચલપ્રાઈઝ ડિનલ પ્લાન કલ્યું છે...! હુંહ...!” બર્થડે ભૂલી ગયેલાં આરવની વાતનાં ચાળા પાડતાં-પાડતાં લાવણ્યાએ પોતાનું હેન્ડબેગ બેડ ઉપર ઘાં કરીને ફેંકયું.

મોબાઈલ પણ જીન્સના પોકેટમાંથી કાઢીને લાવણ્યાએ બેડ ઉપર છૂટો ફેંક્યો.

કોલેજથી ઘરે આવતી વખતે લાવણ્યાએ આરવને બર્થડે યાદ કરાવાં ફોન કર્યો હતો. આરવે જુઠ્ઠું બોલતાં લાવણ્યા ગુસ્સે થઈ ગઈ હતી.

“શું સમજે છે એ પોતાને...!” અકળાયેલી લાવણ્યા એકલાં-એકલાં બબડતાં-બબડતાં વૉર્ડરોબમાંથી કપડાં અને ટોવેલ કાઢવાં લાગી.

“ટ્રીન....ટ્રીન....ટ્રીન....!” ત્યાંજ ફરીવાર આરવનો સામેથી ફોન આવ્યો.

“નઈ વાત કરવી હવે મારે...!” આરવનો જ કૉલ હશે એમ માની બેડ ઉપર પડેલાં મોબાઈલ તરફ જોઈને જોઈને લાવણ્યા ગુસ્સેથી બોલી.

આરવ હવે બેક ટુ બેક લાવણ્યાને કૉલ કરવાં લાગ્યો.

બાથરૂમ તરફ જતાં-જતાં ચિડાંયેલી લાવણ્યા પાછી બેડ તરફ આવી. ફોન ઉઠાવીને લાવણ્યાએ આરવનો કૉલ કટ કર્યો અને ફોન સાઈલેન્ટ કરી દીધો.

“હવે કર્યા કર ફોન.....!” ફોન પાછો બેડ ઉપર ફેંકીને લાવણ્યા બાથરૂમ તરફ ચાલી ગઈ.

***

“ઓહો….! એકતાલીસ મિસકૉલ...!” ફ્રેશ થયાં પછી લાવણ્યા બેડ ઉપર પડી-પડી પોતાનો ફોન મંતરી રહી હતી.

આરવે લગભગ ચાલીસ વધુ વખત લાવણ્યાને કૉલ કર્યા હતાં અને માફી માંગતા અનેક મેસેજીસ પણ.

“હુંહ....! કોઈ રિપ્લાય નઈ આપવો જા...મારે...!” એકલી-એકલી બબડતી લાવણ્યા તેનાં ફોનમાં whatsappમાં અન્ય ફ્રેન્ડ્સનાં મેસેજીસ વાંચવા લાગી.

લાવણ્યા ફોન મંતરી રહી હતી ત્યાંજ વિશાલનો કૉલ આવ્યો. ફોન સાઈલેન્ટ હોવાથી રિંગ નાં વાગી.

“હાં બોલ....!” વિશાલનો કૉલ રિસીવ કરી લાવણ્યા બોલી.

“ક્યાં છે તું..!?” સામેથી વિશાલે પૂછ્યું.

“ઘરે...!કેમ..!?”

“ખેતલાપા આયને....!”

“કેમ શું કામ છે...!?” લાવણ્યાને નવાઈ લાગી.

“અરે બસ...! બઉ દિવસથી મલાયું નથીને...! એટ્લે...!” વિશાલ બોલ્યો “એમ પણ...! હજીતો...! સાતજ વાગ્યાં છેને...!”

“હમ્મ....! આવું ચાલ....! એમ પણ હું બોર થતી’તી ઘેર...!” બેડ ઉપરથી ઊભાં થતાં-થતાં લાવણ્યા બોલી.

***

“મારું સપનું તો કદાચ અધૂરું રઈ ગ્યું....! અધૂરું રઈ ગ્યું....!”

કારમાં બેઠેલાં આરવનાં મનમાં ઝીલનાં શબ્દો ગુંજી રહ્યાં હતાં.

“પણ તું તારું સિંગર બનવાનું સપનું પૂરું કરજેજ.....! કરજેજ.....!”

“એને પાનેતરમાં તૈયાર થઈને જોઈ તો એવું લાગ્યું કે જાણે કોઈ સરસ મજાનાં ફૂલને જબરદસ્તી તોડીને તેને મંદિર કે બીજે ક્યાંક થાળીમાં સજાઈને ચઢાવાઈ રહ્યું હોય....!” કાર ચલાવી રહેલાં સિદ્ધાર્થની જોડે બેઠેલો આરવ ખિન્ન સ્વરમાં બોલ્યો.

ઝીલનાં લગ્નમાંથી નીકળી અમદાવાદ જઈ રહેલાં આરવની કાર રસ્તામાં બગાડતાં તેણે સિદ્ધાર્થને કૉલ કર્યો હતો અને આરવને પિક કરી સિદ્ધાર્થ છેવટે તેને અમદાવાદ મૂકવા જઈ રહ્યો હતો.

“તને નઈ લાગતું....!” આરવે સિદ્ધાર્થ સામે જોયું “આ ખોટું થયું...!? ઝીલ જોડે....!?”

થોડીવાર સુધી મૌન રહીને સિદ્ધાર્થ કાર ડ્રાઇવ કરતો રહ્યો.

“એને એક ચાન્સ તો મલવો જોઈતો’તોને....! એનું સપનું પૂરું કરવાનો....!?” સિદ્ધાર્થ મૌન રહેતાં આરવે ફરી કીધું.

“એ ભાગી ગઈ હોત....! તો સારું હતું....!” કાર ચલાવતાં-ચલાવતાં સિદ્ધાર્થ સામે જોઈ રહીને સિદ્ધાર્થ બોલ્યો.

“એનાંમાં કદાચ એટલી હિમ્મત નથી...!” આરવ પણ હવે કારની ખુલ્લી વિન્ડોમાં કોણી ટેકવી સામે જોતાં-જોતાં બોલ્યો.

“ખરેખર....!? તને એવું લાગે છે...!?” સિદ્ધાર્થ હળવું હસ્યો પછી બોલ્યો.

“હાં...કેમ....!?” આરવને સહેજ નવાઈ લાગી.

“એ ભાગી જવાની હતી....!” સિદ્ધાર્થે હસીને માથું ધૂણાવ્યું “આજેજ....!”

“what…..!?” આરવ પણ ચોંકયો “નો વેઝ.....!”

“ખરેખર...!” સિદ્ધાર્થ ફરી હસ્યો અને પછી બધી વાત કહેવાં લાગ્યો.

***

“હેપ્પી બર્થડે લાવણ્યા....!” તૈયાર થઈને લાવણ્યા રાત્રે લગભગ પોણાં આઠે એસજી હાઇવે ખેતલાપા ટી-સ્ટૉલ આવી ગઈ હતી.

વિશાલ, રાકેશ અને યશ ત્રણેયે ભેગાં થઈને લાવણ્યાને નાનકડું બર્થડે સરપ્રાઈઝ આપ્યું હતું.

વિશાલની ડબલ સ્ટેન્ડ કરેલી યમાહા SZની સીટ ઉપર નાની ચોકલેટ બર્થડે કેક મૂકી કેંન્ડલ સળગાવી ત્રણેયે એકસાથે લાવણ્યાને “હેપ્પી બર્થડે” વિશ કર્યું.

“વાહ...! થેન્ક યુ...!” લાવણ્યા નીરસ સ્વરમાં વિશાલની બાઇક ઉપર મૂકેલી કેક સામે જોઈને બોલી “ચાલો કોઈકને તો યાદ રહ્યું...!”

“કેમ આવું બોલે છે..!?” વિશાલે નવાઈ પામીને પૂછ્યું “ના ગમી સરપ્રાઈઝ..!?”

“એવું કઈં નથી...!” લાવણ્યા વાત બદલતી હોય એમ નીરસ સ્વરમાં બોલી “યશ..!? તું ક્યાંથી વિશાલ જોડે..!?”

લાવણ્યાએ વિશાલની જોડે ઉભેલાં યશને કહ્યું. યશ આમતો કોલેજમાં બીજાં ગ્રુપનો મેમ્બર હતો, પણ વિશાલ અને રોનકનો ખાસ ફ્રેન્ડ હતો આથી કોઈકવાર તે એમની જોડે કોલેજ કેન્ટીનમાં કે આવી કોઈ જગ્યાએ પણ સાથે હોતો. જોકે લાવણ્યાની યશ જોડે માત્ર ઔપચારિકતાં પૂરતી કોઈવાર વાત થતી.

“કોલેજની બ્યુટી ક્વિનનો બર્થડે હોય અને સેલિબ્રેશન ના થાય એવું ચાલે..!?” લાવણ્યાને “માખણ” લાગવતો હોય એમ યશ બોલ્યો.

“હાં....! એ તો છેજ...!” લાવણ્યાનો ઘમંડ પોસરાયો અને તે મનમાં બબડી મલકાઈ.

“તો પછી તું કોઈ ગિફ્ટ ના લાયો...!?” લાવણ્યાએ યશ સામે આંખો નચાવીને અદાથી પોતાનાં વાળ ઝાટક્યાં.

“ઓહ...! હું તો ભૂલીજ ગ્યો..!” યશ થોથવાઈ ગયો હોય એમ બોલ્યો “કાલે આપી દઉં તો નઈ ચાલે...!?”

“હમ્મ..! ચાલે..! બટ...! અમારાં ગ્રૂપના બધાંનાં દેખતાં આપવું પડે..!” લાવણ્યા એજરીતે ઘમંડથી બોલી.

“હાં...! ડન...!” યશ બોલ્યો.

“હવે કેક કાપીયે..!?” રોનક બોલ્યો.

“હાં...હાં...! ચાલો...!”

***

“મને એમ હતું કે તું તારી એ બેસ્ટ ફ્રેન્ડનાં બર્થડે માટે ઝીલનાં મેરેજ છોડી અમદાવાદ જઈ રહ્યો છે...!” મન ડાયવર્ટ થાય એટ્લે વાત બદલાતો હોય એમ સિદ્ધાર્થ કાર ચલાવતાં-ચલાવતાં પરાણે સ્મિત કરીને બોલ્યો શું નામ એનું....! હાં...! લાવણ્યા....!”

આરવની જેમ ઝીલનાં મેરેજથી સિદ્ધાર્થ પણ અસહમત હતો. પ્રયત્નો કરવાં છતાં પણ તે ઝીલનાં પપ્પાં સુરેશસિંઘને સમજાવી નાં શક્યો એ વાત હજીપણ તેનાં મનમાં ઘૂમરાઈ રહી હતી.

“અત્યારે ઝીલ વધારે ઇમ્પોર્ટેંન્ટ છે ભાઈ....!” સામે જોઈ રહીને આરવ એવાંજ ખિન્ન સ્વરમાં બોલ્યો.

“તો પછી રોકાયો કેમ નઈ....!?” આરવ સામે જોયાં વિના સિદ્ધાર્થ શાંત સ્વરમાં બોલ્યો.

“મારાંથી નાં જોવાયું....!” આરવ બોલ્યો “એ અન્યાય મારી નજર સામે થાય....અને હું કશું કરી નાં શકું...! એ કેમનું સહન થાય....1?”

પ્રશ્ન પૂછીને આરવે સિદ્ધાર્થ સામે જોયું. પરેશાન થઈ ગયેલો સિદ્ધાર્થ ભ્રમરો સંકોચીને સામે રોડ તરફ જોઈ કાર ચલાવતો રહ્યો.

ત્યાર પછી બંને વચ્ચે લગભગ કોઈ વાતચિત નાં થઈ. અમદાવાદ પહોંચતાં સુધી ફ્રેશ થવાં રસ્તામાં આવતાં પેટ્રોલ પમ્પે બંને એક-બેવાર રોકાયાં. આરવનું મગજ સતત ઝીલનાં મેરેજનાં વિચારોથીજ ઘેરાયેલું રહેતું હતું. મન ડાયવર્ટ કરવાં આરવે લાવણ્યાને ફોન અને મેસેજીસ કર્યા. જોકે લાવણ્યા તરફથી કોઈજ રિસ્પોન્સ ના આવ્યો.

“લાવણ્યા...! હું અમદાવાદ પહોંચવાં આયો છું...!” હાઈવે ઉપર અમદાવાદની નજીક પહોંચવાં આવેલાં આરવે લાવણ્યાને મેસેજ કર્યો.

યશ સાથે હમણાંજ લોન્ગ ડ્રાઈવ ઉપર જઈને ઓટોમાં પાછી ઘર તરફ જઈ રહેલી લાવણ્યા યશ સાથે whatsappમાં ચેટ કરી રહી હતી.

“સોસાયટીની બહાર આઈશ..!? મેં ઘર નઈ જોયું તારું...! એટ્લે...!” લાવણ્યા યશ સાથે વાત કરી રહી હતી ત્યાંજ તેનાં whatsappમાં આરવે વધુ એક મેસેજ કર્યો.

છેલ્લાં કેટલાંક સમયથી આરવ હવે લાવણ્યાને “તું” કહીને તું કારે બોલાવતો થઈ ગયો હતો.

આરવનો મેસેજ રીડ કરતાંજ લાવણ્યાને વધુ ચીડ ચઢી.

આરવના મેસેજનો રિપ્લાય આપવાની જગ્યાએ લાવણ્યા યશ સાથે ચેટ કરવાં લાગી. જોકે તેનાં મનમાં આરવનાજ વિચારો ફરી રહ્યાં હતાં.

“આ તો રિપ્લાય પણ નઈ આપતી યાર....!” મોબાઈલમાં લાવણ્યાને ઓનલાઈન જોઈને આરવ બબડ્યો.

“હમ્મ...શું....!?” કાર ડ્રાઈવ કરી રહેલો સિદ્ધાર્થ બોલ્યો.

“ન...નઈ કઈં નઈ....!” આરવે વાત ટાળવા નકલી સ્મિત કર્યું.

“યાર પ્લીઝ....! રિપ્લાય તો આપ....!?” કારની સીટને માથું ટેકવીને આરવે વધુ એકવાર મેસેજ કર્યો પછી સિદ્ધાર્થ સામે જોયું.

“એસજી હાઈવે લઈ લેજે....! ખેતલાપા...!” આરવ બોલ્યો “મસ્ત ચ્હા પીવી છે....! હજુ તો અગિયાર વાગ્યા છે... ખુલ્લું જ હશે....!”

“આટલાં મોડાં ચ્હા...!?” ગાડીને હાઈવેથી અમદાવાદ શહેરનાં અંદરનાં રસ્તે વાળતાં-વાળતાં સિદ્ધાર્થ બોલ્યો.

“હાં....! કદાચ આખી રાત જાગવાનું થશે...!” આરવ એક ઊંડો નિશ્વાસ નાંખી ઝીલ અને લાવણ્યા બંને વિષે વિચારતો-વિચારતો બોલ્યો.

“હમ્મ....! મારે પણ...!” સિદ્ધાર્થ પણ ખિન્ન સ્વરમાં બોલ્યો “સવારે ઝીલની વિદાઈ છે....!”

ઝીલનું નામ સાંભળી આરવનું મન ફરીવાર વિચારે ચઢી ગયું.

***

“થોળ લેક જવું છે..!? મસ્ત એટમોસ્ફિયર છે...! મઝા આઈ જશે...!” યશે whatsappમાં મેસેજ કરી લાવણ્યાને પૂછ્યું.

યશ સાથે લોન્ગ ડ્રાઈવ પર જઈ આવીને ઓટોમાં પોતાનાં ઘર તરફ જઈ રહી હતી. બર્થડે સેલિબ્રેટ કરવાં છતાંય લાવણ્યાનું મન ઉદાસ હતું.

“તું મારો બર્થડે કેમનો ભૂલી ગ્યો હની...!?” યશ જોડેwhatsappમાં ચેટ કરતાં-કરતાં લાવણ્યાએ whatsappમાં આરવનું ચેટ બોક્સ ઓપન કર્યું અને તેનાં DP સામે જોઈ રહી.

યશ જોડે મેસેજમાં વાત કરી રહેલી લાવણ્યાનું મન આરવનાજ વિચારોમાં ખોવાયેલું હતું.

“હેલ્લો...!? ક્યાં ખોવાઈ ગઈ...!?” વિચારોમાં ખોવાયેલી લાવણ્યાએ રિપ્લાય ન આપતાં યશે ફરીવાર મેસેજ કર્યો “કાલે થોળ જવું છે...!?”

“હમ્મ..! કાલે સવારે નિકળીએ...! 7:00 વાગે...!” લાવણ્યાએ કમને જવાબ આપ્યો.

“એટલાં વે’લ્લાં...!?” યશે આંખો મોટી કરી ઈમોજી મોકલી કહ્યું.

“કેમ શું વાંધો છે...!?”

“કોઈ વાંધો નઈ...! ડન...! સવારે સાત વાગે...! બોલ તને ક્યાંથી પિક કરું..!?”યશે પૂછ્યું.

“હું ખેતલાપા આઈ જઈશ..!” લાવણ્યાએ જવાબ આપ્યો “બટ કારમાં જઈશું...! તારી પાસે કાર છેને...!?”

“હાં...! છે...! ડોન્ટ વરી...! હું કાર લઈને આઈ જઈશ...!” યશે કહ્યું અને સ્માઇલીવાળું ઈમોજી મોકલ્યું.

“ઓકે...! GN…!” લાવણ્યાએ શોર્ટમાં ગૂડ નાઈટ લખીને મોકલ્યું અને સામેથી યશે પણ.

ઓટોવાળાએ ઓટો લાવણ્યાનાં ઘરની આગળ ઊભી રાખી. ઓટોનું ભાડું ચૂકવીને લાવણ્યા પોતાનાં ઘરનાં કમ્પાઉન્ડનો ગેટ ખોલીને અંદર દાખલ થઈ. ફોનમાં આરવનાં મેસેજીસ વાંચતાં-વાંચતાં લાવણ્યા પોતાનાં ઘરનાં ખુલ્લાં મેઈન ડોરમાંથી અંદર દાખલ થઈ ગઈ.

ડ્રૉઇંગરૂમનાં સોફામાં બેઠાં-બેઠાં તેનાં મમ્મી સુભદ્રાબેન કૉફી ટેબલ ઉપર વાટકો મૂકીને શાક સમારી રહ્યાં હતાં.

“અત્યારે રાતે શું કામ શાક સમારે છે...!?” લાવણ્યાએ ફોનમાંથી નજર હટાવીને અમસ્તુંજ પૂછી લીધું.

“કેમ...!? આવતી કાલ માટે અત્યારે નાં સમારાય...!?” સુભદ્રાબેન બોલ્યાં.

“હમ્મ...!” હુંકારો ભરી લાવણ્યા પોતાનાં બેડરૂમમાં જવાં સીડીઓ ચઢવાં લાગી.

“કેમ...!? મૂડ ખરાબ છે તારું...!?” સીડીઓ ચઢી રહેલી લાવણ્યાને સુભદ્રાબેને પૂછ્યું.

“એવું કઈં નઈ.....!” પાછું જોયા વિના બોલીને લાવણ્યા સીડીઓ ચઢીને પોતાનાં બેડરૂમમાં આવી ગઈ.

બેડરૂમમાં આવીને તેણીએ પોતાનો મોબાઈલ ચેક કર્યો. આરવના અનેક મેસેજીસ અને કૉલ્સ આવેલાં હતાં. નારાજ લાવણ્યાએ આરવ સાથે વાત કર્યા વિનાજ પોતાનો ફોન સ્વિચઑફ કરી દીધો અને બેડ ઉપર લંબાવી દીધું. આરવ વિષે વિચારતી-વિચારતી છેવટે તેની આંખો ઘેરાવાં લાગી.

****

“ખેતલાપા આયને....!” આરવે અક્ષયને ફોનમાં કહ્યું.

અમદાવાદ આવીને આરવે સિદ્ધાર્થને એસજી હાઈવે ખેતલાપા ચ્હા પિવાં લઈ જવાનું કહ્યું હતું. બંને ખેતલાપા ટી-સ્ટૉલ આવી પહોંચ્યાં હતાં. સિદ્ધાર્થ ચ્હા-નાસ્તો ઓર્ડર કરવાં ગયો હોવાથી આરવે ફોન કરીને અક્ષયને ફોન કર્યો.

“આટલાં મોડાં...!?” અક્ષયે નવાઈ પામીને પૂછ્યું “શું થયું ડૂડ...!?”

“અરે ક્યાં મોડું થયું છે...!?” આરવ સહેજ ચિડાઈને બોલ્યો “હજીતો માંડ બાર વાગ્યા છે...! તું કકળાટ ના કર...! આય સીધો ..!”

ચિડાઇને એટલું કહીને આરવે ફોન કટ કરી દીધો. મોબાઈલમાં લાવણ્યાનો નંબર કાઢી આરવે તેણીને કૉલ કરી જોયો. જોકે લાવણ્યાએ કોઈજ રિસ્પોન્સ ના આપ્યો. વધુ બે-ત્રણ વાર કૉલ અને મેસેજ કરવાં છતાં લાવણ્યાએ કોઈજ રિસ્પોન્સ ના આપ્યો.

“લે ભાઈ...!” સિદ્ધાર્થે આવીને ચ્હાનો કપ આરવ સામે ધર્યો.

“મસ્કાબન ખાઈશ....!?” સિદ્ધાર્થે કારના બોનેટ ઉપર મૂકેલી મસ્કાબનની પ્લેટ આરવ તરફ ખસેડીને કહ્યું.

કશું પણ બોલ્યાં વગર આરવે પ્લેટમાંથી મસ્કાબનની સ્લાઈસ લીધી અને ખાવાં લાગ્યો. સિદ્ધાર્થ મૌન થઈને ચ્હા પી રહ્યો.

“ચલ...! તને ઘેર ઉતારીને હું નિકળું બરોડાં....!” ચ્હા-નાસ્તો કરી લીધાં પછી સિદ્ધાર્થ કારની ચાવી હાથમાં રમાડતાં બોલ્યો.

“તું બરોડાં જવાં નીકળ....!” આરવ બહાનું બનાવતો હોય એમ બોલ્યો “મારાં કોલેજ ફ્રેન્ડ્સ આવેજ છે....! હું એમની જોડે ઘેર જતો રઈશ....!”

“એમને ખબર છે તું અમદાવાદ આઈ ગ્યો...!?” સિદ્ધાર્થે પૂછ્યું.

“હાં....! મેં કીધું ‘તું.....!” આરવ શાંત સ્વરમાં બોલ્યો.

“ઓકે....! ફાઇન...!” સિદ્ધાર્થ સ્મિત કરીને બોલ્યો “ચલ..! ત્યારે...!”

બંનેએ સ્મિત કર્યું અને સિદ્ધાર્થ કારની ડ્રાઇવિંગ સીટમાં બેસવાં માટે કારના બોનેટ આગળથી જવાં લાગ્યો.

કારમાં બેસી સિદ્ધાર્થ કારનો સેલ માર્યો અને આરવ સામે જોઈ માથું હલાવીને કાર હાઈવે ઉપર વાળી લીધી.

સિદ્ધાર્થને જતો આરવ જોઈ રહ્યો.

***

“તું આ વાત મને ફોન ઉપર પણ કઈ ચૂક્યો છે...!” અક્ષયે આરવને કહ્યું.

સિદ્ધાર્થના ગયાં પછી થોડીવારે અક્ષય ખેતલાપા આવી પહોંચ્યો હતો. લાવણ્યા આરવના ફોન કૉલ્સ કે મેસેજીસનો રિપ્લાય નથી આપતી એ વાત ફરીવાર આરવે અક્ષયને ચ્હા પીતાં-પીતાં કહી હતી.

“હું શું કરું એ કે’….!?” આરવે ફરીવાર એજ પ્રશ્ન પૂછ્યો.

“કીધું’તું તો ખરાં....!” બાઈક ઉપર બેસીને ચ્હા પીતાં-પીતાં અક્ષય બોલ્યો “કૉલ કરે જ જા....!”

“એણે હવે ફોન પણ સ્વિચ ઑફ કરી દીધો છે....!” આરવ નિરાશ સ્વરમાં બોલ્યો પછી મનમાં બબડ્યો “કાશ....! એકવાર મારી વાત તો સાંભળી લીધી હોત....!”

“તો હવે રાહ જોયાં સિવાય કોઈ રસ્તો નઈ દોસ્ત...!” અક્ષય બોલ્યો અને ચ્હાનો કપ બાઈકની ટાંકી ઉપર મૂક્યો.

“હમ્મ....! તું મને જોધપુર ઉતારીદે...!” આરવ બોલ્યો “એની સોસાયટી આગળ...! હું ત્યાંજ એની વેઇટ કરીશ...!”

“ડૂડ.....! હું એમ રાહ જોવાની નઈ કે’તો....!” અક્ષય નવાઈ પામીને આરવ સામે જોઈ રહીને બોલ્યો.

“તો.....!?”

“શું તો...!?” અક્ષય ટોંન્ટમાં બોલ્યો “અરે એ કાલે કોલેજ આવે એટ્લે મલી લેજે....! એમ પણ અત્યારે રાતે તો એ સૂઈ ગઈ હશેને...!? અક્ષય બોલ્યો “આખી રાત તું થોડી એન સોસાયટીની સામે બેસી રઈશ....!?”

આરવ મૌન થઈને વિચારી રહ્યો.

“જો...! ડૂડ...! તું વિચારે છે...! એ સારું ના લાગે...!” આરવના ચેહરાને વાંચી જઈને અક્ષય બોલ્યો “કાલે કોલેજમાં વાત કરી લેજે...! અત્યારે હું તને ઘેર ઉતારી દઉં છું....! ચલ....!”

“મારાં ઘરે તો એમ પણ કોઈ નથી....!” આરવ બોલ્યો “બધાં મેરેજમાં છે....!”

“તો...મારાં ઘરે રોકાવું છે...!?” અક્ષય બોલ્યો “સવારે તૈયાર થઈને કોલેજ...!”

“નાં....! મારી પાસે ઘરની ચાવી છે....!” આરવ બોલ્યો “મારે ઘેર જઈને સૂવુંજ છે ને....! સવારે કોલેજમાં આઈને ચ્હા નાસ્તો કરી લઇશ...!”

“તો ચલ....! ઉતારી દવ....!” અક્ષય બોલ્યો અને બાઈક ઉપર સ્ટિયરિંગ પકડીને સીધો બેઠો.

સીટ ઉપર મૂકેલો ચ્હાનો પ્લાસ્ટિકનો કપ નીચે ફેંકીને અક્ષયે બાઈકની ચાવી ઇગ્નિશનમાં ભરાવી.

“તને..અ....આકૃતિ નઈ ગમતી...!?” પાછલી સીટ ઉપર બેસવાં જતાં આરવને અક્ષયે પૂછ્યું.

“કોણ આકૃતિ....!?” આરવે મૂંઝાઈને પૂછ્યું.

“અરે તું આકૃતિને નઈ ઓળખતો યાર....!?” અક્ષયે સહેજ ચિડાઈને પૂછ્યું “આપડા ગ્રૂપની આકૃતિ....!”

“ઓહ...! એમ કે’ને....!”

“કેમ બીજી કેટલી આકૃતિ છે....!?” અક્ષયે પૂછ્યું.

“મારાં ગિટાર ક્લાસમાં ત્રણ આકૃતિ છે...!” આરવ બોલ્યો.

“હું તારાં ગિટાર ક્લાસની આકૃતિઓને કેમનો ઓળખું યાર....!?”

“હાં....! એ પણ છે...!”

બાઈકની પાછલી સીટમાં આરવ ઘોડો કરીને બેસી ગયો.

“પણ તું આકૃતિ માટે કેમ આવું પૂછે છે...!?” સીટ ઉપર બેસીને આરવે નવાઈપૂર્વક પૂછ્યું.

“કઈં નઈ છોડ....!” અક્ષયે વાત ટાળી અને બાઈકનો સેલ મારી એક્સિલેટર ફેરવી દીધું.

લાવણ્યા વિષે વિચારી રહેલાં આરવે પણ વધુ કઈં પૂછવાનો રસ ના દાખવ્યો.

***

“બધી વિધિ પૂરી થઈ ગઈ એમને....!?” મોડી રાત્રે બરોડાં આવી પહોંચેલાં સિદ્ધાર્થે આવતાંવેંતજ નેહાને પૂછ્યું.

ઝીલનાં મેરેજની બધી વિધિ પૂરી થઈ ગઈ હતી. સવારે ઝીલની વિદાઈ રાહ જોતાં ઘરનાં મહેમાનોની ભીડ હજીપણ મંડપમાં જામેલી હતી. મંડપમાં મૂકવામાં આવેલી ખુરશીઓ અને બેસેવાં માટે પઠારવામાં આવેલાં ગાદલાંઓમાં, જ્યાં જગ્યા મલી ત્યાં મહેમાનો ટોળાંવળીને ગપ્પાં લડાવી રહ્યાં હતાં.

ચ્હા-નાસ્તાની રમઝટ ચાલી રહી હતી. કેટરરર્સનાં માણસો મહેમાનો ચ્હા અને મસાલાં ખીચડી સર્વ કરી રહ્યાં હતાં. પ્રસંગમાં આવેલાં વડીલ પુરુષો પણ મંડળી જમાવીને બેઠાં હતાં. ચોળીથી સહેજ છેટે સિદ્ધાર્થ પિતાં કરણસિંઘ, મામાં સુરેશસિંઘ અને અન્ય વડીલો ખુરશીઓ જમાવીને બેઠાં હતાં. બધાં ચ્હા-નાસ્તો કરી રહ્યાં હતાં.

મંડપમાંથી ઘરનાં શણગારેલાં મેઈન દોર તરફ જઈ રહેલી નેહાને જોઈને સિદ્ધાર્થ ઉતાવળા પગલે ચાલીને તેણી તરફ જવાં લાગ્યો. જતાં-જતાં તેણે એક નજર ટોળું વળીને બેઠેલાં તેનાં પપ્પા અને અન્ય મહેમાનો તરફ નજર નાંખી અને નેહા જોડે પહોંચી ગયો હતો.

“હમ્મ....” મેઈન ડોરની આગળ પગથિયાં ચઢતાં-ચઢતાં નેહાએ હુંકારો ભર્યો “હવે વિદાઈની તૈયારીઓ ચાલે છે...!”

સિદ્ધાર્થ મૌન રહ્યો અને નેહા જોડે ઘરમાં પ્રવેશી ગયો.

“તું કોઈ કામથી ગયો ‘તો...!?” નેહાએ પૂછ્યું “બવ લેટ આયો એટ્લે પૂછ્યું...!”

“હમ્મ....હાં....!” વિચારોમાં ખોવાયેલો સિદ્ધાર્થ “બહાર” આવીને બોલ્યો “થોડું કામ હતું....!”

સિદ્ધાર્થ વાત ટાળી પછી પૂછ્યું “અમ્મ...ઝીલ....!?”

“એનાં રૂમમાં....!” નેહા બોલી પછી સિદ્ધાર્થ સામે જોઈ રહી.

બંને થોડીવાર મૌન થઈને ડ્રૉઇંગ રૂમમાં જ ઊભાં રહ્યાં.

“એ તો અત્યારથી જ રડે જાય છે...!” થોડીવાર પછી નેહા બોલી અને સહાનુભૂતિપૂર્વક સિદ્ધાર્થ સામે જોઈ રહી.

સિદ્ધાર્થે એક ઊંડો શ્વાસ ભર્યો પછી નેહા સામે જોઈને કહ્યું –

“do me a favour નેહા....! એની જોડે રે’જે...! વિદાઈ સુધી...!”

“શ્યોર...!” નેહાએ હળવું સ્મિત કરીને કહ્યું અને ઝીલના રૂમમાં જવાં દાદરા તરફ જવાં લાગી.

ડ્રૉઇંગ રૂમમાં ઊભાં-ઊભાં સિદ્ધાર્થ ઝીલ વિષે વિચારી રહ્યો.

***

“હાઈ...! ક્યાં છે તું....!?” વહેલી સવારે કોલેજ પહોંચીને આરવે લાવણ્યાને મેસેજ કર્યો “હું કોલેજ આઈ ગ્યો છું.....! પ્લીઝ....! એકવાર મારી વાત સાંભળીલે....!”

લગભગ આખી રાત આરવે લાવણ્યાને મેસેજ અને ફોન ટ્રાય કર્યો હતો. જોકે લાવણ્યાનો ફોન મોટેભાગે સ્વિચ ઑફજ આવતો હતો. વહેલી સવારે ઊઠીને પણ આરવે લાવણ્યાને ફોન ટ્રાય કર્યો હતો. પણ પરિણામ એજ રહ્યું હતું.

લાવણ્યાને મેસેજ કરીને આરવ કેન્ટીન તરફ ચાલવા લાગ્યો.

***

“તો...! હવે અમદાવાદ...!?” સિદ્ધાર્થે નેહાને પૂછ્યું.

સવારે ઝીલની વિદાઈ પછી વારાફરતી બધાં મહેમાનો છૂટાં પડી રહ્યાં હતાં. ઘરનાં હોય તેવાં અને નજીકનાં હોય તેવાં કેટલાંક મહેમાનો હજીપણ કોઈને કોઈ કામમાં મદદ કરી રહ્યાં હતાં.

સુરેશસિંઘ, કરણસિંઘ અને નેહાનાં પપ્પા વિજયસિંઘ જેવાં ઓળખીતાં પુરુષો ડ્રૉઇંગરૂમમાં બેસીને ચર્ચાએ વળગ્યાં હતાં.

“હાશ....! બધુ શાંતિથી પત્યુ...!” પ્રસંગ શાંતિથી પત્યાનો હાશકારો અનુભવતાં હોય એમ સુરેશસિંઘ બોલ્યાં.

“હાં...! એ તો છે...!” શેરવાની અને સાફો પહેરીને સોફાંમાં સુરેશસિંઘની સામે બેઠેલાં કરણસિંઘ સ્મિત કરીને બોલ્યાં “દોડધામ...દોડધામ....!”

“અમ્મ....! વિજય...! તું તો હવે નીકળીશને અમદાવાદ....!?” સુરેશસિંઘે વિજયસિંઘને પૂછ્યું જે કરણસિંઘની બાજુમાં સહેજ અંતર રાખીને બેઠાં હતાં અને છાપું વાંચી રહ્યાં હતાં.

“અરે નાં...નાં....સુરેશજી...!” ઉમ્મરમાં સુરેશસિંઘથી નાનાં વિજયસિંઘે માનપૂર્વક તેમને સંબોધ્યાં “અહિયાં આયાંજ છે ....તો જૂના ઘરનું થોડું કામ કરાવું છે...! એક-બે દિવસ રોકાઈને જઈશું...!”

“અચ્છા...!” સુરેશસિંઘે સ્મિત કર્યું અને ડ્રૉઇંગરૂમમાં આમતેમ નજર ફેરવી.

પહેલેમાળ જતી સીડીઓ પાસે નેહા અને સિદ્ધાર્થ ઊભાં-ઊભાં વાતો કરી રહ્યાં હતાં.

“અરે....! નેહા....! બેટાં...!” સુરેશસિંઘે નેહાને ઉદ્દેશીને સહેજ ઊંચાં સ્વરમાં સ્મિત કરીને કહ્યું “બધાં માટે ચ્હા બનાવજોને....!”

“ચ્હા પીશને વિજય....!” સુરેશસિંઘે તરતજ વિજયસિંઘ સામે જોઈને પુછ્યું પછી તરતજ કરણસિંઘ સામે જોયું “ભાઉ....! તમે....!? પીશોને...!?”

“હાં...હાં....! જરૂર...! કઈંક નાસ્તો પણ કરીયે...!” કરણસિંઘ બોલ્યાં “વિજય....! બોલ...! શું ખાઈશ....!?”

“અરે નાં...નાં…!”વિજયસિંઘ ઔપચારિકતા દાખવતાં બોલ્યાં.

“અરે શું નાં...!” સુરેશસિંઘ સ્મિત કરીને આગ્રહપૂર્વક બોલ્યાં “નેહાજ બનાવે છે તો તો ખાઈશજને...! એક કામ કરીએ...!”

“નેહા...! બેટાં..!” સુરેશસિંઘે પાછું નેહા સામે જોયું જે હજીતો ચ્હા બનાવા માટે કિચન તરફ જતીજ હતી “બટાકાં પૌંઆં બનાવજેને...!”

“હાં....! અંકલ...!” નેહાએ સ્મિત કર્યું અને પછી સિદ્ધાર્થ સામે જોયું.

“હજી થોડાં દિવસ અહિયાંજ છીએ...!” નેહા બોલી “પપ્પા ઘરનું કઈંક કામ કરવાનું કે’તા’તા....!”

“ઓહકે...!” સિદ્ધાર્થ સ્મિત કરીને બોલ્યો.

“હું થોડું કામ પતાઈ લવ...! પાછી આપડે ક્યાંક બા’ર જઈએ...!” નેહા આંખો મોટી કરીને બોલી.

“હાં...શ્યોર...!” નેહાએ સામેથી કહેતાં સિદ્ધાર્થ ખુશ થઈ ગયો અને મલકાઈ રહ્યો.

નેહા કિચન તરફ ચાલી ગઈ.

***

“ઓહો....! ઈદનાં ચાંદ...!” કેન્ટીનમાં પોતાનાં “A” ગ્રૂપનાં ટેબલ પાસે આવી પહોંચેલાં આરવને જોઈને ચેયરમાં બેઠેલો અજય બોલ્યો.

“હી...હી...હી..!” અક્ષય, આકૃતિ, અદિતિ સહિત બીજાં બધાં હસી પડ્યાં.

“ક્યાં હતો તું આટલાં દિવસ...!?” આકૃતિએ વિહવળ સ્વરમાં પૂછ્યું.

“મેરેજમાં....!” આરવે ટૂંકો જવાબ આપ્યો.

“તે મેરેજ કરી લીધાં...!?” અજયે જાણી જોઈને આરવને ચિડાવ્યો.

“નાં બાપા...!” આરવ ચિડાયો પણ ખરો “ફૅમિલીમાં હતાં...!”

“હાશ..!” આકૃતિએ હાશકારો અનુભવ્યો.

“તું આજે ગિટાર નાં લાયો...!?” અદિતિએ પૂછ્યું “બવ દિવસથી તારું કોઈ સોંન્ગ નઈ સંભાળ્યું....!”

“ગિટાર બગડયું છે...!” આરવે ફરીવાર એવોજ નીરસ જવાબ આપ્યો પછી પોતાનો ફોન મંતરવાં લાગ્યો.

Whatsapp ખોલીને તેણે લાવણ્યાને મોકલેલા મેસેજ ચેક કર્યા. મેસેજ રીડ કરી લીધાં હોવાં છતાં લાવણ્યાએ કોઈજ રિપ્લાય નહોતો આપ્યો.

“કમસે કમ એકવાર તું મારી વાત તો સાંભળીલે....!” આરવનું મોઢું ઉતરી ગયું અને તે whatsappમાં લાવણ્યાના DP સામે જોઈ રહીને બબડ્યો.

તેણે એવાંજ ઢીલા મોઢે અક્ષય સામે જોયું. અક્ષયે આરવનાં ચેહરાનાં એ ભાવો વાંચી લીધાં.

થોડીવાર ત્યાં બેસીને આરવ છેવટે ઊભો થઈને ત્યાંથી નીકળી ગયો. જતાં-જતાં તેણે એક નજર કેન્ટીનમાં બેઠલા લાવણ્યાનાં ગ્રૂપનાં અન્ય ફ્રેન્ડ્સ ઉપર નાંખી. નેહા અને લાવણ્યા સિવાય અન્ય ફ્રેન્ડ્સ બેઠાં હતાં.

“નેહા પણ નઈ આવી હજી લાગતી...!” નેહાની ગેરહાજરી જોઈને આરવ બબડ્યો અને કેન્ટીનમાંથી બહાર નીકળી ગયો.

***

“સીસીડી જેવી કોફી ક્યાં નાં મલે હોં...!” નેહા બોલી અને સામે બેઠેલાં સિદ્ધાર્થ સામે જોયું.

સિદ્ધાર્થે સ્મિત કર્યું અને નેહા સામે જોયું. બપોરે બંને બોરડા સેંટ્રલમોલમાં સીસીડી કોફીશોપમાં આવ્યાં હતાં.

“અમ્મ....! શંભુ જેવો કોકો...!” નેહાએ કોફી કપની સ્ટ્રોમાંથી કોફી પીને સિદ્ધાર્થને કહ્યું “તું ગયો છે કોઈ દિવસ...!? શંભુ ઉપર...!?”

“અમ્મ....! તમારું અમદાવાદવાળું....!?”

“હાસ્તો...!” નેહા ખુશ થઈને બોલી “અરે શું જોરદાર એટમોસ્ફિયર હોય છે યાર....! એમાંય જો મસ્ત વરસાદ પડતો હોય....!”

નેહા આમ હાથ કરીને અદાથી બોલી “તો અંદર બેઠાં-બેઠાં કાંચની બહારથી એ સીન જોતાં જવાનું...! અને એયને મસ્ત ગરમ-ગરમ કોફીનો મોટો કપ હાથમાં પકડી રાખવાનો....! જલ્સા પડી જાય યાર...!”

હળવું મલકાઈને સિદ્ધાર્થ નેહાનાં ખુશખુશાલ ચેહરા તરફ જોઈ રહ્યો. તેનાં લાંબા વાળની બંને લટો છેક આગળ ગાલ ઉપર વારેઘડીએ અથડાતી હતી. એકદમ સિમ્પલ પંજાબી ડ્રેસમાં તૈયાર થયેલી હોવાં છતાં નેહા ખૂબ એટ્રેક્ટિવ લાગી રહી હતી.

“ઓય...! ક્યાં ખોવાઈ ગયો...!?” “ખોવાઈ” ગયેલાં સિદ્ધાર્થનાં ચેહરા આગળ ચપટી વગાડીને નેહા બોલી “શંભુ ઉપર પોં’ચી ગ્યો કે શું...!?”

“મેં તો જોયું પણ નઈ....!” સિદ્ધાર્થ હળવું સ્મિત કરીને બોલ્યો.

“અરે તો હું બતાઈ દઇશ...!” નેહા સ્વાભાવિક બોલી “તું અમદાવાદ આય...! એટ્લે હું લઈ જઈશ ત્યાં...!”

“અમ્મ...! હાં...મ..મારે આવાનુંજ છે...!” સિદ્ધાર્થ થોથવાતી જીભે બોલ્યો “અ...! અમારે ત્યાં ફર્નિચર વૂડનાં બિઝનેસ માટે એક શેડ લેવાનો છે...! તો મારે બ્રોકરને મલવાનું છે...!”

“ઓહો...! મિસ્ટર સિદ્ધાર્થ બિઝનેસમેન એમ...!?” નેહાએ મોઢું બનાવીને સિદ્ધાર્થને ચિડાવ્યો.

જવાબમાં સિદ્ધાર્થ હળવું હસ્યો. નેહા સિદ્ધાર્થને બે ઘડી જોઈ રહી.

“તું....આમ....! ચૂપચૂપ કેમ રે’છે....!?” નેહાએ પૂછ્યું “ઝીલની ચિંતા થાય છે....!?”

કશું બોલ્યાં વગર સિદ્ધાર્થે ઢીલું મોઢું બનાવી માથું હકારમાં હલાવ્યું.

“ડોન્ટ વરી....!” નેહાએ પ્રેમથી કહ્યું “શી વિલ મેનેજ....!”

સિદ્ધાર્થે પરાણે સ્મિત કર્યું.

“અચ્છા...! ચલ તારું મૂડ ચેન્જ કરીએ...!” નેહા પાછી ઉત્સાહમાં આવીને બોલી “અમ્મ...! મને કે’….! કોલેજમાં કોઈ ગર્લફ્રેન્ડ...!?”

“અરે નાં..ના....!” સિદ્ધાર્થ સહેજ શરમાઈને આડું જોઈ ગયો અને હસી પડ્યો.

“ઓહો..જોતો ખરો..! તું તું બ્લશ કરે છે યાર...!” નેહાએ સિદ્ધાર્થની ખેંચી “એનો મતલબ કોઈક તો છેજ....!”

“હાં...એ તો છેજ....!”નેહા સામે જોઈ રહીને સિદ્ધાર્થ મનમાં બબડ્યો પછી હસીને વાત ટાળતો હોય એમ બોલ્યો “અરે યાર હું કોલેજ જ નઈ જઈ શકતો....! કામ એટલું હોય છે...! કે મારે રોજે માંડ બે કલ્લાક કોલેજ જવાય છે...!”

“ઓહ...! તો આરવ કશું કામ નઈ કરતો...!?” નેહાએ પૂછ્યું.

“એને સિંગર બનવું છે...!” સિદ્ધાર્થ બોલ્યો “એનાં ડ્રીમ સિવાય બીજાં કશામાં એને ઇન્ટરેસ્ટજ નઈને...!”

“ઓહ...! છે ક્યાં પણ એ....!?” અજાણી બનતી હોય એમ નેહાએ પૂછ્યું “કાલે મેરેજમાં પણ નાં દેખાયો....!?”

“એ તો અમદાવાદ જતો ર્યો....!”

“હેં...!?” નેહા ચોંકી પડી “આઈ મીન...! કેમ..!? મેરેજ છોડીને અમદાવાદ...!?”

“અમ્મ...! એક્ઝામ નું કઈંક કે’તો ‘તો....!” સિદ્ધાર્થ બહાનું બનાવીને બોલ્યો.

“અરે હાં...! મારે પણ એક્ઝામ છેજ...!” નેહા યાદ કરતી હોય એમ બોલી “અમે બેય એકજ કોલેજમાં નઈ યાર...મારે પણ અમદાવાદ ભાગવું પડશે યાર...!”

“અ..પ.પણ તું તો થોડાં દિવસ રોકાવાનું કે’તી’તીને...!?” સિદ્ધાર્થ સહેજ ઉચાટભર્યા સ્વરમાં બોલ્યો.

“હાં...પણ...! મને ભુલાઈ ગ્યું’તું....! મારે એક્ઝામ છે એવું...!” નેહા બોલી “મારે પપ્પાને કે’વું પડશે...!”

એટલું કહીને નેહા ટેબલ ઉપર પડેલો પોતાનો મોબાઈલ ઉઠાવી પોતાનાં પપ્પા વિજયસિંઘને કૉલ કરવાં લાગી.

સિદ્ધાર્થ ઢીલું મોઢું કરીને તેણી સામે જોઈ રહ્યો.

***

આગલી રાતે યશ સાથે નક્કી થયાં મુજબ લાવણ્યા તેની જોડે વહેલી સવારે થોળ લેક જવાં ખેતલાપા ટી-સ્ટૉલ પહોંચી ગઈ. બંને ત્યાંથી થોળ લેક જવાં કારમાં નીકળી ગયાં. લગભગ આખો દિવસ થોળ અને તેની આજુબાજુ ફરવાં લાયક જગ્યાઓએ બંને ફર્યા, જમ્યા. જોકે લાવણ્યાનું મૂડ આખો દિવસ ઑફજ રહ્યું હતું.

સવારમાં લાવણ્યાએ તેનો ઓન કર્યા પછી આરવના અનેકવાર ફોન અને મેસેજીસ આવ્યાં હતાં. દરેક મેસેજીસમાં આરવ લાવણ્યાની માફી માંગતો રહ્યો હતો. લાવણ્યાએ જોકે તેણીનો ફોન સાઈલેન્ટજ રાખ્યો હતો.

મોડી સાંજે યશ લાવણ્યાએ કહ્યાં મુજબ ખેતલાપા ટી-સ્ટૉલ ઉતારી ગયો. ખેતલાપા ટી-સ્ટૉલ ઉતરીને લાવણ્યા ઓટો કરીને પોતાનાં ઘરે આવી ગઈ.

***

“યાર આ તો કોલેજ પણ નઈ આવી...!” આરવ જોડે બેઠેલાં અક્ષયને ઉદ્દેશીને બોલ્યો.

“અરે તો કાલે આવશે બ્રો....!” અક્ષય સાંત્વનાં આપતો હોય એમ બોલ્યો.

બંને સેન્ટ ઝેવિયર કોલેજ રોડ ઉપર આવેલાં ચાય-સુટ્ટા કાફે આવ્યાં હતાં. સિગારેટનો શોખીન અક્ષય એક-બે સિગરેટ ફૂંકી ચૂક્યો હતો.

આખો દિવસ પતી ગયો હોવાં છતાં લાવણ્યા કોલેજ નહતી આવી. આખો દિવસ આરવે કરેલાં એકેય મેસેજનો કે કૉલનો પણ તેણીએ કોઈજ રિપ્લાય નહોતો આપ્યો.

“આટલી રૂડ કેમની થઈ શકે યાર એ...!?” આરવે ખિન્ન સ્વરમાં પૂછ્યું.

“તું એનાં જેવી છોકરીનાં લફડામાં કેમ પડ્યો પણ....!” સિગરેટનો કશ ખેંચી ધુમાડો કાઢતાં-કાઢતાં આરવ બોલ્યો.

“પ્લીઝ યાર....! મારે એ ટોપીક ઉપર કોઈ ચર્ચા ના જોઈએ...!” આરવ મોઢું બગાડીને બોલ્યો.

“તો પછી તારે એનાં એ બધાં બિહેવિયરની આદત પાડી લેવી જોઈએ...!” અક્ષય બોલ્યો “કેમકે એ એવીજ છે...! અને એ એવીજ રે’વાની યાર..! તું જોતો નથી...! એ ગમે તેની જોડે ગમે ત્યાં જતી રે’છે...!”

આરવે મોઢું બગાડીને આડું જોયું.

“રિયાલીટી એકસેપ્ટ કરીલે ડૂડ....!” આરવનું મોઢું જોઈને અક્ષય બોલ્યો “તો જ્યારે ફાઈનલી તારું દિલ તૂટે...! ત્યારે તકલીફ ઓછી થાય...!”

“તને ક્યાંથી ખબર કે મારું દિલ તૂટશે..!?” આરવ ચિડાઈને રડમસ સ્વરમાં બોલ્યો.

“બે એ છોકરી કદી કોઈ એકની થઈજ નથી..!” અક્ષય અત્યંત ઘૃણાં સાથે મોઢું બગાડીને બોલ્યો “અને કદી થશે પણ નઈ...!”

આરવે ફરીવાર તેનું મોઢું બગાડીને ફેરવી લીધું.

“તને મારી વાતો કડવી લાગશે...! પણ ફ્રેન્ડ છું એટ્લે કવ છું....!” અક્ષય બોલ્યો “પણ સાચું બદલાઈ નઈ જાય...!”

“તું ફ્રેન્ડ તરીકે મારો સપોર્ટ કરવાનું શું લઈશ...!?” આરવ વાત બદલવા ટોંન્ટ મારતો હોય એમ બોલ્યો.

“જો તું એને ગમતો પણ હોઈશ...! અને એ તારી જોડે રિલેશનશીપમાં આવશે....! તો પણ થોડાં દિવસ પૂરતી...!” અક્ષય બોલ્યો “પછી કોઈ બીજો મલશે....! એટ્લે તને ડમ્પ કરી દેશે...!”

“હું કઈં કચરો છું....!? કે એ મને “ડમ્પ” દેશે....!” આરવ ચિડાયો “વાત કરેછે યાર...!?”

“અરે એ છોકરીજ કચરો છે યાર...!” અક્ષય એવીજ ઘૃણાંથી બોલ્યો.

“બસ કર યાર....!” આરવ વધુ ચિડાયો “યા તો તું એનાં વિષે આવી ફાલતું બકવાસ કરવાની બંધ કરીને મને સપોર્ટ કર....! યા તો મારી જોડે બોલવાનું બંધ કરીદે....! એમપણ....! કોલેજમાં એનાં વિષે ફાલતું બકવાસ કરનારાં ઓછાં નથી....!”

“ઓકે...! ચલ....! આજથી એનાં વિષે હું કઈં પણ બોલ્યાં વગર તારો સપોર્ટ કરીશ...!” અક્ષય આરવની પીઠ ઉપર ધબ્બો મારી ડંફાશ મારતો હોય એમ બોલ્યો “મિશન લાવણ્યા શરૂ....! આપડે એને પટાઈનેજ રઇશું...!”

“હી...હી...આપડે...!?” આરવથી પરાણે હસાઈ ગયું.

“અરે તારાં માટે એટ્લે યાર....!” અક્ષય સ્મિત કરીને બોલ્યો.

“તો બોલ...! હું શું કરું હવે...!?” આરવે પૂછ્યું.

“જ્યાં સુધી એ વાત ના કરે...! ત્યાં સુધી એની પાછળ પડી જા..!” અક્ષય બોલ્યો “એક વાર વાત કરે....! એ પછી એને તારી પ્રોબ્લેમ એક્સ્પપ્લેન કરજે...!”

આરવ માથું ધૂણાવીને વિચારી રહ્યો.

“અમુક છોકરીઓ જિદ્દી હોય છે...!” અક્ષય સ્મિત કરીને બોલ્યો “એમને પણ જિદ્દી છોકરાંઓજ ગમે જે એમને અટેન્શન આપે...!”

આરવ હવે લાવણ્યા વિષે વિચારી રહ્યો. તેને અક્ષયની વાત સાચી લાગી રહી હતી. લાવણ્યા જિદ્દીલી હતી.

“હવે ચલ....! નીકળશું...!?” અક્ષય બોલ્યો “લેટ થાય છે....! એક્ઝામ આવે છે તો થોડું ઘણું વાંચી લઈએ...!”

“હમ્મ....!” એટલું કહીને આરવ અક્ષયના બાઇકની સીટ ઉપરથી નીચે ઉતર્યો અને પોતાનાં બાઇક ઉપર બેસી ચાવી ઇગ્નિશનમાં ભરાવાં લાગ્યો.

“ઘરે જઈને એને મેસેજ કરજે...!” અક્ષય પોતાની બાઇકનો સેલ મારીને બોલ્યો.

આરવે હકારમાં માથું ધૂણાવી દીધું. બંને છૂટાં પડ્યાં.

***

“તો...! ક્યારે જવાનું અમદાવાદ....!?” સિદ્ધાર્થે નેહાને પૂછ્યું.

મેરેજ પત્યા પછી એજ દિવસે ઘરનાં અડીને હોય તેવાં સગાનું સાંજનું જમવાનું સુરેશસિંઘના ત્યાંજ રાખ્યું હતું. નેહાનું ફેમિલી પણ હજી ત્યાંજ હતું.

“કાલે...!” નેહા બોલી.

ઘરના કામમાં નેહા પણ મદદ કરી રહી હતી. કિચનનું લગભગ બધુંજ કામ નેહાએ સાંભળી લીધું હતું. સવારે ચ્હા-નાસ્તો, બપોરનું જમવાનું અને સાંજનું પણ જમવાનું પણ નેહાએ સિદ્ધાર્થના મમ્મી અને મામીની મદદ કરતાં-કરતાં સંભાળી લીધું હતું.

“પપ્પાં કાલે સવારે મને અને મમ્મીને મૂકી જશે....!” કિચનનું પ્લેટફોર્મ સાફ કરતાં-કરતાં નેહા સ્મિત કરીને બોલી.

“ઓહ...!” સિદ્ધાર્થ ઢીલું મોઢું કરીને બોલ્યો.

“અમ્મ....! તારે કઈં જોઈતું’તું...!?” કામ કરતાં-કરતાં નેહાએ સ્મિત કરીને પૂછ્યું.

“અ....હાં...અ...પાણી..પાણી જોઈતું’તું...!” સિદ્ધાર્થ થોથવાઈ ગયો પછી ફ્રિજ જોડે જઈને ફ્રિજનો ડોર ખોલી પાણી બોટલ કાઢવાં લાગ્યો.

એક-બે ઘૂંટડા પાણી પી ને સિદ્ધાર્થે બોટલ પાછી ફ્રિજમાં મૂકી અને ફ્રિજ બંધ કરીને કિચનની બહાર જવાં લાગ્યો.

“સિદ્ધાર્થ....! અ...!” કિચનની બહાર જઈ રહેલાં સિદ્ધાર્થને ટોકીને નેહા બોલી “મારે કામ પતે પછી અગાશી ઉપર બેસવું છે...! થોડીવાર માટે...!?”

“હાં કેમ નઈ...!” સિદ્ધાર્થ ખુશ થઈને સ્મિત કરીને બોલ્યો પછી પાછું ફરીને કિચનની બહાર નીકળી ગયો.

પ્લેટફોર્મ ઉપર મૂકેલો સ્ટવ સાફ કરતાં-કરતાં નેહા સ્મિત કરીને માથું ધૂણાવી રહી.

***

“ક્યાં છે તું...! આજે કોલેજ કેમ ના આઈ..!?” ફ્રેશ થઈને લાવણ્યા ઘરે પોતાનાં બેડ ઉપર આડી પડીને પોતાનાં whatsappમાં મેસેજીસ વાંચી રહી હતી જેમાં તેણે સવારથી લગભગ આખો દિવસ કરેલાં આરવના મેસજીસ વાંચી રહી હતી.

“પ્લીઝ લાવણ્યા...! આવું ના કરને...! સોરી તો કીધું...! આવું થોડી નારાજ થવાય...!” આરવના અનેક મેસેજીસમાં આરવે કેટલીયવાર સોરી કહ્યું હતું.

“હું ભૂલી ગ્યો’તો...! પણ હવે આવું નઈ થાય...! સોરી...સોરી...! પ્લીઝ...! એકવાર રિપ્લાય તો કર...!”

આરવના ચેટ બોક્સમાં મેસેજીસ વાંચતાં-વાંચતાં લાવણ્યાને આરવનાં DPમાં ઇનોસંન્ટ ચેહરો દેખાઈ ગયો. DP ઓપન કરીને લાવણ્યા આરવનો ચેહરો જોવાં લાગી.

“હાઈ...!” લાવણ્યા આરવનો DP જોઈ રહી હતી ત્યાંજ આરવનો મેસેજ આવ્યો “સોરી યાર..! આવું નારાજ નાં થઈશને....! પ્લીઝ...! એક ચાન્સ તો આપ..!”

લાવણ્યાએ મોઢું મચકોડયું અને whatsapp બંધ કરીને ફોન સાઈલેન્ટ કરી દીધો. લાવણ્યાએ ધાર્યા મુજબ આરવ હવે લાવણ્યાને કૉલ કરવાં લાગ્યો. મોબાઈલ પોતાનાં ઓશિકાં નીચે દબાવીને લાવણ્યાએ આંખો મીંચી દીધી.

આરવે ત્યાર પછી પણ આખી રાત જાગતો રહ્યો. લાવણ્યા મોબાઈલ ઓન કરશે અને રિપ્લાય કરશે. જોકે હજીપણ નારાજ લાવણ્યાનો કોઈજ રિસ્પોન્સ ના આવ્યો.

મામા સુરેશસિંઘના ઘરે એકલો આરવ પોતાનાં રૂમની બાલ્કનીમાં આંટા મારતો રહ્યો.

***

“તો....! મેં સાંભળ્યું છે...! તું પણ આરવની જેમ સિંગિંગ કરે છે...!” નેહાએ સિદ્ધાર્થને પૂછ્યું.

કામ પતાવ્યાં પછી બંને ઘરની અગાશી ઉપર મળ્યાં હતાં. અગાશીની પેરાપેટ ઉપર સામે સામે બેય અધડૂકા બેસીને બંને ક્યારના વાતો કરી રહ્યાં હતાં.

“અરે ના અવે....! મને કઈં એટલું બધુ નઈ આવડતું....!” સિદ્ધાર્થ સ્મિત કરીને બોલ્યો.

“એક સોંન્ગ તો ગાવું પડે...!” નેહા આગ્રહપૂર્વક બોલી “પ્લીઝ..યાર...!”

“અરે પણ....!”

“પ્લીઝ....!” નેહા રડતું મોઢું કરીને નાટક કરીને બોલી “એક સોંન્ગ….!”

“ઓકે પણ ગિટાર વગર કોઈ ફીલ નઈ આવે...!” સિદ્ધાર્થ બોલ્યો.

“ચાલશે....!” નેહા બોલી “મારે તો તારો અવાજજ સાંભળવો છે...!”

“હમ્મ...!” સિદ્ધાર્થ સ્મિત કરીને બોલ્યો અને કોઈ સોંન્ગ યાદ કરી રહ્યો.

આકાશમાં દેખાતાં અડધા ચંદ્ર તરફ જોઈને સિદ્ધાર્થને એક મસ્ત ગુજરાતી સોંન્ગ યાદ આવી ગયું અને સિદ્ધાર્થ ગાવાં લાગ્યો.

“ખૂટે ભલે રાતો પણ વાતો આ ખૂટે નહીં....!

વાતો એવી તારી મારી....!

ચાલતી રહે આ રાત...ચાલતી રહે સદા...

મીઠી મીઠી વાતો વાળી....!

ચાંદને કહો આજે.....આથમે નહીં..ઈઈ....!

ચાંદને કહો કે આજે.....આથમે નહીં..ઈઈ....!”

સોન્ગ ગાયાં પછી પણ બંને ક્યાંય સુધી બેઠાં-બેઠાં વાતો કરતાં રહ્યાં.

***

નોંધ: સોંન્ગના લિરિક્સ ઉપર લેખકનો કોઈ હકદાવો નથી.

“Sid”

Instagram@ sid_jignesh19