The secret of love - 10 books and stories free download online pdf in Gujarati

રહસ્યમય પ્રેમ - (ભાગ 10)

આજે મુસ્કાન અને શ્રેયા ની મહેંદી હતી....

શહેનાઝ અને ત્રિવેદી બંને પરિવારો એક સાથે જ બધી રસમો કરી રહ્યા હતા ....જ્યારે જીયા ન હતી ત્યારે મુસ્કાન ને શ્રેયા સાથે એની બહેન જેવો સબંધ થઈ ગયો હતો...એટલે ત્યારે જ નક્કી થઈ ગયું હતું કે બંને ના લગ્ન ની બધી રસમો સાથે જ એક પરિવાર ની જેમ...બે બહેનો ની જેમ કરવામાં આવશે...

મહેંદી ની રસમ વિનોદભાઈ ના ઘરે રાખવામાં આવી હતી.....
આખુ ઘર ફૂલો થી શણગારવામાં આવ્યું હતું......
ફૂલો અને મહેંદી ની સુગંધ થી આખુ ઘર મહેકી રહ્યું હતું....

મુસ્કાન અને શ્રેયા ને મહેંદી મુકાઈ રહી હતી...

જીયા ને મહેંદી નો ખૂબ જ શોખ હતો એટલે એ મુસ્કાન અને શ્રેયા ની પહેલાં જ મહેંદી માટે બેસી ગઈ હતી....

મુસ્કાન એ એની મહેંદી માં અખિલ નામ લખાવ્યું હતું....
શ્રેયા નું મન ન હતું પરંતુ બધાના કહેવાથી એણે પણ નિહાર લખાવ્યું હતું....

શ્રેયા ને પહેલા નામ લખાવાનું મન ન હતું ....પરંતુ જ્યારે નામ લખાઈ ગયું ત્યારે એને અંદર થી ખૂબ જ ખુશી થઈ રહી હતી ....

મુસ્કાનના હાથ માં અખિલ નું નામ અને શ્રેયા ના હાથ માં નિહાર નું નામ જોઈને જીયા એ મુસ્કાન અને શ્રેયા સાથે થોડી ઘણી શરારત ભરી વાત કરી ...પરંતુ શ્રેયા ના હાથ માં નિહાર નું નામ જોઈને એના ચહેરા ઉપર નો રંગ ઊડી ગયો હતો.... જે શ્રેયા એ નોંધી લીધું હતું....


°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

ધીમે ધીમે લગ્ન નો પ્રસંગ નજીક આવી ગયો હતો ....
લગ્ન ના એક દિવસ પહેલા સંગીત રાખવામાં આવ્યુ હતુ...

જીયા ને સંગીત માં ડાંસ કરવાનો હતો એટલે એની માટે અલગથી ખરીદી કરી હતી પરંતુ સંગીત માટે જીયા એ કરેલી ખરીદી એને અધૂરી લાગતી હતી .....એટલે જીયા શ્રેયા ને લઈને ખરીદી માટે બહાર ગઈ હતી...

લગ્ન માટે મિસ્ટર.રોય ને આમંત્રિત કરવામાં આવ્યા હતા.....

મિસ્ટર.રોય સંગીત ના દિવસે સવાર માં આવી પહોંચ્યા હતા.....

મિસ્ટર.રોયે આગમન કરતા ની સાથે જીયા ને પ્રાચી બનાવીને એની સાથે રાખવા માટે વિનોદભાઈ અને સારિકા બેન ની માફી માંગી લીધી હતી....ઘરના બધા સભ્યોએ મિસ્ટર.રોય ને ખુશી ખુશી માફી આપી દીધી હતી....

બધા બેસીને વાતો કરી રહ્યા હતા.....

" મારી એક ની એક દીકરી પ્રાચી તો હવે આ દુનિયા માં નથી રહી તો તમને કઈ વાંધો ના હોય તો જીયા અને નિહાર નું કન્યાદાન હું કરી શકું....?"મિસ્ટર.રોય બોલ્યા.

આ સાંભળતાની સાથે બધાની આંખો પહોળી થઈ ગઈ....

ત્યારે પરિવાર ના બધા સભ્યો ને જાણવા મળ્યું કે નિહાર લંડન માં હતો ત્યારે જીયા અને નિહાર એકબીજાને પ્રેમ કરતા હતા.....એટલે મિસ્ટર.રોય ને એવું લાગ્યું કે નિહાર અને જીયા ના લગ્ન માટે એમને આમંત્રિત કરવામાં આવ્યા છે....

આ વાત ની જાણ ત્યાં ઉપસ્થિત લોકો માંથી એક ને પણ ન હતી....

જીયા અને શ્રેયા બહાર ગયા હતા....નિહાર રાતના સંગીત ના કામ માટે બહાર ગયો હતો .....

અખિલ એ નિહાર ને ફોન કરીને બોલાવ્યો ....

નિહાર ખોટું બોલી શકે એમ ન હતો....એટલે નિહાર એ બધું પરિવારના સભ્યો ને જણાવી દીધું....
અને એ પણ જણાવ્યું કે જીયા ને પ્રેમ ની અનુભૂતિ કરાવામાં શ્રેયા એની મદદ કરી રહી હતી .....

આ સાંભળીને બધા ખુશ થઈ ગયા....શ્રેયા ના મમ્મી પપ્પા ને દુઃખ થઈ રહ્યું હતું.....પરંતુ એની દીકરી બે પ્રેમ કરવા વાળાને મળાવી રહી હતી એટલે એ પણ ખુશ હોવાનો ઢોંગ કરી રહ્યા હતા.....

નિહાર એ શ્રેયા અને એનું નક્કી કરેલું પરિવારના લોકો ને જણાવ્યું ....બધા લોકો નિહાર ને મદદ કરવા માટે તૈયાર થઈ ગયા હતા.....
આ વાત શ્રેયા ને મેસેજ કરીને જણાવી દીધી હતી....
____________________________________________

એના ઘરની પાછળ આવેલા મોટા ગાર્ડન માં સંગીત રાખવામાં આવ્યું હતું....
સંગીત ધૂમધામ થી ડીજે ના તાલ થી ગુંજી રહ્યું હતુ.....

જીયા નો ડાંસ પૂરો થઈ ગયો હતો.....બધા તાળીઓથી જીયા ને વધાવી રહ્યા હતા....

હવે સ્ટેજ ઉપર મુસ્કાન અને અખિલ , નિહાર અને શ્રેયા કપલ ડાંસ કરી રહ્યા હતા...

અત્યાર સુધી જીયા ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી....પરંતુ આ કપલ ડાંસ આવતા એના ચહેરા ઉપર નો રંગ ઊડી જ ગયો હતો....
વિનોદભાઈ અને સારિકા બેન ની સાથે સાથે બાકીના બધા લોકો ત્રાસી નજરે જીયા ના ચહેરા ઉપર નો ઊડી ગયેલો રંગ જોઈ રહ્યા હતા....

નિહાર શ્રેયા સાથે એ રીતે ડાંસ કરી રહ્યો હતો....કે શ્રેયા એની બહુ જૂની પ્રેમિકા હોઈ ...એ રીતે બંને એક બીજાનો હાથ પકડીને ડાંસ કરી રહ્યા હતા....

નિહાર એ શ્રેયા ની કમર પકડીને એની તરફ ખેંચીને એના ગાલ ઉપર વહાલભર્યું ચુંબન કરી લીધું....

આ જોઇને જીયાની આંખો માં આંસુ આવી ગયા એ દોડીને ત્યાંથી જતી રહી અને ગાર્ડન ની છેલ્લે આવેલા હિંચકા ઉપર બેસીને રડવા લાગી.....એ શું કામ રડી રહી હતી ....એ જીયા પણ જાણતી ન હતી....

થોડા સમય પછી મિસ્ટર.રોય જીયા પાસે આવીને બેઠા અને બોલ્યા....

"શું થયું બેટા ....કેમ આવી રીતે રડે છે?...."

જીયાને એની અંદરની બધી ભડાશ બહાર કાઢી નાખવી હોઈ એ રીતે બોલી ઉઠી...
"મને પણ નથી ખબર હું શું કામ રડું છું ....પરંતુ નિહાર અને શ્રેયા ને સાથે કેમ જોઈ નથી શકતી....શ્રેયા તો મારી બહેનપણી છે એના વિશે એવું કઈ રીતે વિચારી શકું...."

આટલું બોલીને જીયા ફરી રડવા લાગી....

મિસ્ટર.રોય હસતા હસતા બોલ્યા.....

"એના બે જ કારણ હોઈ બેટા.....એક તો તને તારી દોસ્ત શ્રેયા માટે નિહાર સારો છોકરો ન લાગતો હોય ...તને એવું લાગતું હોઈ કે એ શ્રેયા નું જીવન બરબાદ..."મિસ્ટર.રોય બોલી રહ્યા હતા વચ્ચે જીયા બોલી ઉઠી ....

" ના રોય અંકલ એવું કંઈ નથી....નિહાર તો ખૂબ જ સારો છે ....એની સાથે જે છોકરી પરણશે એ ખૂબ જ ભાગ્યશાળી હશે...."રડતી રડતી જીયા બોલી રહી હતી...

મિસ્ટર.રોય સમજી ગયા કે જીયા ધીમે ધીમે એની વાત ઉપર આવી રહી છે....

થોડી વાર પછી જીયા એ પૂછ્યું...

"અને બીજું કારણ ?..."

"તું નિહાર ને પ્રેમ...."મિસ્ટર.રોય એનું વાક્ય પૂરું કરે એ પહેલાં જ જીયા એ એની સામે એ રીતે જોયું ....મિસ્ટર.રોય એનું વાક્ય ત્યાં જ ગળી ગયા....અને ઉભા થઈને ત્યાંથી જતા રહ્યા અને એનું કામ પૂરું થઈ ગયું હોય એ રીતે હસતાં હસતાં ડાંસ જોવા લાગ્યા....

જીયા એ રડવાનું બંધ કરીને મિસ્ટર.રોય ની વાત ને વિચારવા લાગી....

સંગીત ની સાંજ પૂરી થઈ ગય હતી....

બધા એક સાથે બેસીને હસી મજાક કરી રહ્યા હતા...
જીયા સૂવાના બહાને એના રૂમ માં આવીને વિચારી રહી હતી....
હું નિહાર ને પ્રેમ કરું છું? .... શ્રેયા અને નિહાર ના કાલે લગ્ન છે અને આજે હું કેવું વિચારી રહી છું.....પ્રેમ કરતી હોય તો એની જાણ મને જ કેમ નથી?.....એક વાર આ લગ્ન પૂરા થઈ જાય પછી .....આગળ નું વાક્ય બોલતા બોલતા એની આંખો માં આંસુ આવી ગયા....

નિહાર ખૂબ જ ચિંતા માં બેઠો હતો....
બીજી બાજુ શ્રેયા ના મન માં શું ચાલી રહ્યું હતુ એ શ્રેયા પણ જાણતી ન હતી....એ નિહાર ને પ્રેમ કરતી હતી પરંતુ નિહાર અને જીયા નું મિલન કરાવા માં એની મદદ કરી રહી હતી....એ એવું શું કામ કરી રહી હતી એની જાણ એને ન હતી...

નિહાર એ એનો નિર્ણય જણાવી દીધો હતો....જીયા ને નિહાર પ્રત્યે કોઈ લાગણી નહિ થાય કે કોઈ લાગણી હશે જ નહી તો એ શ્રેયા સાથે નવું જીવન ચાલુ કરશે ...

બધા ઊંડા વિચાર માં હતા....

આવતીકાલે લગ્ન છે પરંતુ નિહાર ના લગ્ન કોની સાથે છે એની જાણ કોઈને હતી જ નહિ....

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

જીયા ને પ્રેમ ની લાગણી થઇ રહી છે પરંતુ એ સ્વીકારવા તૈયાર નથી..... શ્રેયા એક બાજુ નિહાર ને પ્રેમ કરે છે અને બીજી બાજુ જીયા અને નિહારને મળાવી રહી છે....આવતીકાલે લગ્ન છે ....નિહાર ના લગ્ન કોની સાથે થવાના છે ?