The secret of love - 12 books and stories free download online pdf in Gujarati

રહસ્યમય પ્રેમ - (ભાગ 12)

નિહાર શ્રેયા નો હાથ પકડીને માંડવા તરફ લઈ જઈ રહ્યો હતો અને જીયા ત્યાં જ ઉભા રહીને એને જોઈ રહી હતી....

શ્રેયા ના ચહેરા ઉપર થી જોઈને દેખાઈ આવતું હતું કે એ કેટલી ખુશ હતી....

જીયા ને એની જીંદગી પૂરી થઈ જતી હોય એવી લાગણી થઈ રહી હતી....
નિહાર ના હાથ માં શ્રેયા નો હાથ હતો ... નિહાર ની સાથે માંડવા માં શ્રેયા બેસવાની હતી....
એ બંને હવે એક બંધન માં બંધાઈ જવાના હતા....
નિહાર ને પ્રેમ કરે છે એ કહેવાનો સમય જીયા એ ગુમાવી દીધો હોય એવું એને લાગી રહ્યું હતુ.....

જીયા ની આંખો માં આંસુ ની ધાર થઈ ગઈ....ત્યાં હાજર લોકો માંથી કોઈ એને રડતા જોઈ ન જાય એટલે એ દોડીને બહાર જતી રહી અને જોર જોરથી રડવા લાગી.....

લગ્ન માં હાજર તમામ લોકોએ જીયા ને રડતા અને દોડીને બહાર જતા જોઈ લીધી હતી....જીયા ને આ રીતે જોઈને શ્રેયા ની આંખો માં પણ આંસુ આવી ગયા ....
નિહાર ની આંખો આછી ભીંજાયેલી હતી....નિહાર ને સમજાઈ ગયુ હતુ કે જીયા એને પ્રેમ કરે છે પરંતુ એ કહી નથી શકતી....

મુસ્કાન દોડીને જીયા પાસે ગઈ....
મુસ્કાન ને જોઇને શ્રેયા પણ જીયા પાસે જતી હતી ત્યાં વચ્ચે એના મમ્મી એનો હાથ પકડીને બાજુમાં આવેલા એક રૂમ માં લઈને જતાં રહ્યાં....

"તું આ શું કરે છે...? જીયા પાસે શું કામ જઈ રહી હતી..."શ્રેયા ના મમ્મી શ્રેયા ને કહી રહ્યા હતા.

"મમ્મી , નિહાર અને જીયા ......"શ્રેયા હજી એનું વાક્ય પૂરું કરે એ પહેલાં જ શ્રેયા ના મમ્મી બોલી ઉઠ્યા.

"શું નિહાર અને જીયા....તને પણ નિહાર ગમે છે ને...તું પણ એને પ્રેમ કરે છે તો જીયા ને સમજાવવા શું કામ જઈ રહી છે ...ઠાકોરજી ની કૃપા હતી આપણા ઉપર ....અત્યાર સુધી જીયા એ કંઈ કહ્યું નથી તો હવે આગળ પણ ના કહે એવી પ્રાથના કરવી જોઇએ....બાકી નિહાર જેવો સંસ્કારી, આટલો સરસ દેખાવડો, મહેનતુ ,દયાળુ ,પૈસાવાળો અને જીયા ને કેટલો પ્રેમ કરે છે એ તું જાણે જ છે તો વિચાર તને કેટલો કરશે.....આવો છોકરો ક્યાંય નહિ મળે.....આવી રીતે લગ્નના માંડવા માંથી તને ઊભી કરીને જીયા ને બેસાડે તો પણ તારે વિરોધ કરવો પડે.....તું કઈ રમકડું નથી ....જીયા ના કહેવાથી તારા લગ્ન નિહાર સાથે ન થાય અને જીયા ના ન કહેવાથી તારા લગ્ન નિહાર સાથે કરે.......તું મારી એક ની એક દીકરી છે ...તું ખુશ રહે બસ એટલું જ ઈચ્છુ છું દીકરા ...તું સમજે પણ છે હું શું કહું છે એ ...."શ્રેયા ના મમ્મી બોલી રહ્યા હતા અને એની આંખો માં આંસુ આવી ગયા હતા...

શ્રેયા ચૂપચાપ કંઈ બોલ્યા વગર પૂતળા ની જેમ ઉભા રહીને સાંભળી રહી હતી....એને હવે શું કરવું એ કંઈ સમજાતું ન હતું ......

મુસ્કાન ને બહાર જતા જોઈને સારિકા બેન એની પાછળ જઈ રહ્યા હતા....વચ્ચે વિનોદ ભાઈ એ એને ના પાડી અને કહ્યું કે મુસ્કાન જીયા ને સમજાવશે......એ બંને બહેનો ને એકલા રહેવા દઈયે તો સારું ....

વિનોદ ભાઈ જ્યારે સારિકા બેન સાથે વાત કરી રહ્યા હતા ત્યારે એણે રૂમ માંથી શ્રેયા અને શ્રેયા ના મમ્મી ની વાત સાંભળી લીધી હતી ....પરંતુ એણે શ્રેયા ને એની દીકરી માની હતી એટલે એ એના વિશે કંઈ કહી શકે એમ ન હતા.....હવે જે થશે એ બધું ભગવાન ઉપર મૂકીને ત્યાંથી જતાં રહ્યાં ......

થોડી વાર પછી શ્રેયા અને શ્રેયા ના મમ્મી ને બહાર આવતા જોઈને વિનોદ ભાઈ અને સારિકા બેન એ એકબીજાની સામે જોઈ લીધું અને વિનોદભાઈ એ આંખ ના ઇશારે સારિકા બેન ને જણાવી દીધું કે જે થાય એ જોયું જાય છે હવે....

શ્રેયા ના મમ્મી હસતાં હસતાં બધા સાથે ભળી ગયા ....શ્રેયા રૂમ ની બહાર મુકેલી ખુરશી માં જ બેસી ગઈ એને કંઈ સમજાતું જ નહતું હવે એ શું કરે .....

મુસ્કાન જીયા પાસે આવી ત્યારે જીયા ખૂબ રડી રહી હતી.....એનો ચહેરો ખૂબ જ લાલ થઇ ગયો હતો...

મુસ્કાન એ જીયા ના ખંભે હાથ મૂકીને એને એની તરફ કરી .....જીયા મુસ્કાન ને જોઇને એને ગળે વળગી પડી અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.....મુસ્કાન ની આંખો માંથી પણ આંસુ ની ધાર થઈ ગઈ.....અને એને હસુ પણ આવી રહ્યું હતું....

"જીયા....શું થયું...."મુસ્કાન ને કઈ ખબર જ ના હોય એ રીતે બોલી રહી હતી.

" મે ખૂબ જ મોડું કરી દીધું છે દી...મને પણ ખબર ન હતી ....હવે હું શું કરું દી...."જીયા રડતા રડતા એટલું માંડ બોલી .

"પણ તું કોના વિશે વાત કરે છે .....કંઈ વાત નું મોડું થઈ ગયું છે .....તને શું ખબર ન હતી....?" મુસ્કાન પણ બધું જીયા ના મોઢે થી જ સાંભળવા માંગતી હોય એ રીતે એને સવાલ કરી રહી હતી.

"એ જ કે હું નિહાર ને પ્રેમ કરું છું....."જીયા ધ્રુસકે ધ્રુસકે બોલી રહી હતી.

" પાગલ હજી પણ કંઈ મોડું નથી થયું ....."મુસ્કાન ને બોલતા બોલતા ખૂબ હસુ આવી રહ્યું હતું.

"પરંતુ શ્રેયા તો...."જીયા હજી એનું વાક્ય પૂરું કરે એ પહેલાં મુસ્કાન બોલી ઉઠી.

" શ્રેયા ને કઈ દુઃખ નહિ થાય .....પણ તું હજી મોડું કરીશ તો કદાચ એ બંને ના લગ્ન પણ થઇ જશે અને લગ્ન પછી તું જણાવી તો શ્રેયા ને દુઃખ થશે...."

" તો હું ....."જીયા એના આંસુ લૂછીને હસતાં હસતાં મુસ્કાન ને કહી રહી હતી .

" હા .....જા અને નિહાર ને તારા દિલ ની વાત કહી દે..." મુસ્કાન બોલી.

જીયા દોડીને અંદર ગઈ .....
જીયા નો ચહેરો લાલ હતો અને એના ચહેરા ઉપર એક અલગ જ ચમક હતી....

જીયા ને જોઇને નિહાર ના ચહેરા ઉપર સ્માઈલ આવી ગઈ અને એની આંખો માં આંસુ પણ હતા....

નિહાર ને સમજાઈ ગયુ કે જીયા એને કહેવા માટે આવી છે ....એટલે નિહાર એ બે હાથ પહોળા કરીને ઈશારાથી એની તરફ બોલાવી ....

જીયા આજુબાજુ કઈ પણ જોયા વગર દોડીને નિહાર પાસે ગઈ અને એના ગળે વળગી પડી .....
જન્મો જન્મ પછી બંને એકબીજાને મળી રહ્યા હોય એ રીતે બંને એકબીજાને ગળે વળગીને ઊભા હતા અને રડી રહ્યા હતા કે હસી રહ્યા હતા કોઈને કંઇ સમજાતું જ ન હતું .....

ત્યાં હાજર બધા લોકોની આંખો માં ખુશી ના આંસુ આવી ગયા હતા અને બધા ના ચહેરા ઉપર ખુશી છલકતી દેખાઈ રહી હતી.....

"મેડમ તમને નથી લાગતું કે તમે ખૂબ ઉતાવળ કરી દીધી છે .....હજી મોડું કરવાની જરૂર હતી ....."નિહાર બોલી રહ્યો હતો..

જીયા ની આંખો માં હજી આંસુ હતા....
અને એ હસી રહી હતી.....

આ બંને ને આ રીતે જોઈને શ્રેયા ના મમ્મી એ શ્રેયા ને આંખ નો ઈશારો કર્યો....
એના મમ્મી એ એવું શું કામ કર્યું એની જાણકારી શ્રેયા ને ખુબ સારી રીતે હતી.....

નિહાર અને જીયા સાથે ખૂબ જ ખુશ હતા બંને ની આંખો માં આંસુ હતા ....અને બંને હસી પણ રહ્યા હતા....આજુબાજુના બધા લોકો પણ એની ખુશી માં ખુશ હતા....

"જીયા..........." શ્રેયા એટલું જોરથી બોલી કે એનો અવાજ બે વાર પડઘાયો હતો.

પરિક્ષા માં જ્યારે કોઈ છોકરો ચોરી કરતા પકડાઈ જાય અને એને જે ડર લાગે એ જ ડર જીયા ની અંદર આવી ગયો....
જીયા ને એવું લાગ્યું કે શ્રેયા ને ખુબ જ દુઃખ પહોંચ્યું છે મારા લીધે....એ મને નિહાર સાથે નહિ જોઈ શકે...હવે હું એને શું જવાબ આપી....

જીયા એટલું વિચારી રહી એટલા માં શ્રેયા જીયા ની નજીક પહોંચી ગઈ હતી .....

શ્રેયા ના મમ્મી ખૂબ જ ખુશ થઈ રહ્યા હતા....જે વિનોદભાઈ અને સારિકા બેન એ જોઈ લીધું હતું ....

નિહાર અને જીયા કંઇક બોલે એ પહેલાં જ શ્રેયા જીયા નો હાથ પકડીને એક રૂમ માં લઇ ગઈ અને રૂમ બંધ કરી દીધો....શ્રેયા ના આવા રૂપ ને જોઇને ત્યાં ઉભેલા માંથી કોઈ એક શબ્દ પણ ના બોલ્યું....

વિનોદભાઈ અને સારિકા બેન ખૂબ જ ચિંતા માં આવી ગયા .....શ્રેયા જીયા સાથે શું કરવાની છે કોઈને ખબર ન હતી....શ્રેયા ના મમ્મી ને જાણ હતી કે એની દીકરી એના કહેવા મુજબ જીયા ને લગ્ન ન કરવા માટે સમજાવી દેવાની છે....

મુસ્કાન,પ્રિયા,અખિલ,નિહાર અને બાકીના તમામ લોકો ખૂબ જ ચિંતા માં દેખાઈ રહ્યા હતાં....

પ્રિયા ની ફોન ની રીંગ વાગી એ બહાર જતી રહી....

બધા જીયા અને શ્રેયા ની બહાર આવવાની રાહ જોઈ રહ્યા હતા....

વીસ મિનિટ સુધી બધા એમ જ ઉભા રહીને જીયા અને શ્રેયા ની રાહ જોઈ રહ્યા હતા....

થોડી વાર પછી મુસ્કાન રૂમ નજીક ગઈ અને જીયા અને શ્રેયા ને અવાજ કરીને બોલાવવા જતી જ હતી ત્યાં રૂમ નું બારણું ખુલ્યું.....

બારણું ખોલવા નો અવાજ બધા એ સાંભળ્યો એટલે બધાની નજર ત્યાં એક સાથે આવી ...

શ્રેયા જીયા ને લઈને બહાર આવી....

બધાના ચહેરા ઉપર અલગ જ ચમક આવી ગઈ ....બધા ખૂબ જ ખુશ થઈ ગયા ...

પરંતુ શ્રેયા ના મમ્મી ને જીયા ને આ રીતે જોઈને ખૂબ જ ગુસ્સો આવતો હતો...


શ્રેયા એ દુલ્હન નો શણગાર કાઢી નાખ્યો હતો અને એણે સાદો ડ્રેસ પહેરી લીધો હતો.....

જીયા દુલ્હન ના શણગાર માં હતી.....જીયા ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી.....


જીયા ને આ રીતે જોઈને મુસ્કાન એને ગળે વળગી પડી....બંને બહેનોની આંખો માં ખુશી ના આંસુ હતા....બંને નો ચહેરો આછો લાલ થઈ ગયો હતો.....
મુસ્કાન અને જીયા બંને દુલ્હન ના શણગાર માં સરખી દેખાતી હતી....જીયા મુસ્કાન કરતા પણ થોડી વધારે સુંદર દેખાતી હતી....


સારિકા બેન નજીક આવ્યા અને શ્રેયા ની સમજદારી ઉપર એને ખૂબ ખુશી થઈ.... સારિકા બેન શ્રેયા ના માથા ઉપર હાથ ફેરવીને જીયા તરફ ગયા અને જીયા ની કાન ની પાછળ કાળુ ટપકું કરી દીધું.....

શ્રેયા ના મમ્મી ખૂબ જ ગુસ્સા માં હતા....જેની જાણ શ્રેયા,વિનોદભાઈ અને સારિકા બેન ને હતી....

પ્રિયા ફોન ઉપર વાત કરીને અંદર આવી અને જીયા ને આ રીતે જોઈને બધું સરખું થઈ ગયું છે એવું સમજાઈ ગયું....એ જીયા ને મળીને મુસ્કાન ને માંડવા તરફ લઈ જઈ રહી હતી....અને શ્રેયા જીયા ને લઈને જઈ રહી હતી....

શ્રેયા જીયા ને લઈને માંડવા સુધી પહોંચી પણ ન હતી ત્યાં એની નજર દરવાજા ઉપર પડી....

"સિધ્ધાર્થ ....." જીયા દરવાજા પર ઉભેલા છોકરા તરફ જોઈને બોલી રહી હતી....

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

કોણ છે આ સિધ્ધાર્થ ? જીયા એને કંઈ રીતે ઓળખે છે ?