Hind mahasagarni gaheraioma - 11 books and stories free download online pdf in Gujarati

હિંદ મહાસાગર ની ગેહરાયીઓમાં - 11

દ્રશ્ય અગિયાર -
" તો ચાલો આપડે ત્યાં પોહચી ને તે જગ્યા માંથી તમારી તલવાર શોધી ને લાવીએ."દેવ ને એક ઉમ્મીદ સાથે કહ્યું.
" પણ તમે આવી નઈ શકો ત્યાં એક મનુષ્ય નું આવવું મુશ્કેલ છે અને તમને સાથે લઈ જવાની મારી તાકાત નથી જો ત્યાં તમને કઈ થશે તો હું તમારી રક્ષા નઈ કરી શકું હું સમર્થ નથી." નિરાશાથી નીલ ને કહ્યું.
" પણ મારામાં હજુ શક્તિ છે. હું એમની રક્ષા કરીશ અને અહી કોઈ ને મૂકી ને જવું ના જોઈએ." ખચકતા આવજે અને મુશ્કેલી થી નીલ ને શ્રુતિ એ કહ્યું.
" તો તું એમને સાચવવાની જવાબદારી લે છે. જો કોઈ ખેલ ખેલતી નઈ હાલ કોઈ પણ મુસીબત માં પાડવા માગતી નથી." શ્રુતિ ની સામે શકની નજરથી જોઈ ને નીલ ને કહ્યું.
" ના હું હવે કઈ નઈ કરું મારા પર વિશ્વાસ રાખો." શ્રુતિ ને નીલ ની આંખો માં જોઈ ને કહ્યું.
" હા અમે તો આવવા માટે તૈયાર છીએ પણ બાકી ના બધા ક્યાં છે જ્યારથી અમે પાછા આવ્યા છીએ ત્યારે થી કોઈ દેખાતું નથી."ગભરાયેલા આવજે માહી ને કહ્યું.
" હા સૂરજ, શુભ, ગોપી, રીયાંશા અને સંજય કોઈ દેખાતું નથી." કેવિન ને શંકાથી શ્રુતિ ની સામે જોઈ ને કહ્યું.
" હા જ્યારે અગ્નિ ને મારી ગુફા માં આવી ને હુમલો કર્યો હતો ત્યારે તેને તે બધા ને કેદ કર્યા હતા." શ્રુતિ ને આંખો શરમ થી જુકાવી ને બોલી.
" એક મિનિટ શું થયું હતું એમને ડિટેલ માં સમજાવ તું ખાલી એક વાત કહે છે કે ગુફા માં હુમલો થયો પાછી બીજું કઈ પણ નથી કહેતી." ગુસ્સા માં માહી બનાવવા લાગી.
" બધી વાતો આપડે રસ્તા માં કરી શકીએ હાલ આગળ વધવાની જરૂર છે." નીલ ને બધા ને શાંત કરવા માટે કહ્યું.
નીલ ને અનંત ગુફા ની પાણી ની દિવાલ આગળ ઊભી થયી ને પોતાની હાથ પાણી ની દિવાલ માં નાખ્યો અને આંખો બંદ કરી અને પોતાની બચેલી તાકાતથી પાણી માં એક રસ્તો બનાવ્યો જે ત્રીસ ફૂટ લાંબો હતો અને એની પર બધા ચલતા આગળ વધ્યા રસ્તા નો અંત એક ગુફા આગળ થયો જે ભીની સમુદ્ર નીલ રેત થી બનેલી હતી. નીલ ને પોતાની શક્તિ નો ઉપયોગ કરવા ના કારણે ચાલવા માં પણ તકલીફ પાડવા લાગી. નીલ ને મદદ કરવા શ્રુતિ તેને પકડી ને આગળ વધવાનું શરું કર્યું.
બહાર થી એ ગુફા નો દેખાવ નાના બાળક બનાવેલી બનાવતી ગુફા જેવો હતો જે હાલ તૂટે કે કાલ તૂટે એવી હાલત માં હતી. એક પછી એક એમ બધા ગુફા તરફ આગળ આવવાનુ
શરૂ કર્યું. ગુફા ની અંદર પોચ્યાં પછી રસ્તો પુરાઈ ગયો અને ત્યાં એ ગુફા માં અંધારું થઇ ગયું.
" મારા માથા પર કઈક છે. શું છે?" ગભરાયેલા આવજે દેવ ને કહ્યું.
ત્યાં અંધારાના કારણે કઈ દેખાતું નહતું માટે શ્રુતિ ને હાથ ની પાંચ આંગળી ને ભેગી કરી અને અંગુઠા ને પણ સાથે લઈ પિરામીડ જેવો આકાર બનાવ્યો અને જ્યારે આંખો બંદ કરી ત્યારે તેની ટોચ પર આગ ની નાની જ્યોત પ્રજ્વલિત થઇ જેનાથી તેને ત્યાં રહેલા દીવાઓ ને પ્રજ્વલિત કર્યા.
ત્યાં સુધી તો દેવ નું હૃદય એની હાથમાં આવી ગયું હતું ગભરાઈ ને એના શરીર માં ધ્રુજારી આવવા લાગી હતી.પછી જ્યારે નીલ ને તેની માથા પર જોયું ત્યારે તેને હસતા કહ્યું " અરે આતો સ્વર્ણ દોરી છે."
" શું કહ્યું પણ એતો જીવતા સાપ ની જેમ ફરે છે વડે છે અને દેવ તો જાણે તેને પંસંદ આવી ગયો હોય એમ એની આજુ બાજુ ફર્યા કરે છે." હસતા હસતા માહી ને દેવ ની સામે જોઈ ને કહ્યું.
મનમાં ને મનમાં દેવ અને માહી એકબીજા ને ગુફા માં આવ્યા પછી પસંદ કરવા લાગ્યા હતા. પણ પરિસ્થિતિ ક્યારે સામાન્ય રહી નથી માટે તે માત્ર આંખો થી હસી ને એક બીજા ની પ્રત્યે પોતાની ફિલિંગ બતાવતા હતા.
" હા પેહલા જ્યારે મે આ ગુફા બનાવી ત્યારે મારા ખાલી જીવન માં એક મિત્ર ની કમી આ નાની સ્વર્ણ દોરી ને કરી. મે એનું નામ પણ રાખ્યું છે." જૂની યાદો ને યાદ કરી એક હળવા સ્મિત સાથે નીલ બોલી.
" તો શું નામ છે તમારા આ નાના મિત્ર નું." તે દોરી ને એક ધારૂ જોતા કેવિન ને પૂછ્યું.
" હરિ મે એનું નામ હરી રાખ્યું છે. આગળ વધો હવે બગાડવા માટે સમય બચ્યો નથી." ઉતાવળ થી નીલ બોલી.
આગળ જતાં સ્વર્ણ દોરી એટલે હરી દેવ ની પાછળ આવવા લાગી અને બધા એને જોઈ ને દેવ પર હસવા લાગ્યા.
ગુફા ના રૂમમાં આવી ગયા હતા ત્યાં આવી બધું જ વિપરીત હતું. જે ગુફા નો બહાર નો દેખાવ તૂટેલો ફૂટેલો અને અજીબ હતો તે અંદર થી ખજાના થી ભરેલી એક ગુફા હતી ત્યાં હરી જેવા જીવિત સોનાના દોરડા હતા. જે આપ મેળે ત્યાં ફરતા હતા. જાણે સાપ ના ગુચ્છા હોય. તેમાં હરી નો આકાર બાકી ના સ્વર્ણ દોરી થી નાનો હતો અને પાતળો પણ હતો. તે સોના ના તો હતા પણ જ્યારે ઈચ્છે ત્યારે પાછા એક કુત્રિમ અને સામાન્ય પરિસ્થિતિ માં આવી સખે સાથે એજ પરિસ્થિતિ માં પોતાને ચોંટાડી શકે અને નાના નાના બીજી વસ્તુ ના આકાર માં પણ આવી શકે. એ સાથે ત્યાં એક ચાંદી નું નાનું બોક્સ હતું જેમાં કોઈ વસ્તુ મૂકી ને બંદ કરીએ તો તે પણ ચાંદી ની થયી જાય. તેનો આકાર નાનો હતો જેમાં નાની વસ્તુજ મૂકી શકાય આ જોઈ ને કેવિન ને પોતાના મેલા અને ફાટેલા શર્ટ નું જમણી બાજુ ના હાથ નું બટન તોડી ને તે નાના બોક્સ માં મુક્યું અને બંદ કર્યું પછી ખોલી ને જોયું તો તે બટન ચાંદી નું થયી ગયું. નીલ ને પૂછી ને તે બટન ને ખીશા માં મૂકી લીધું.ત્યાં એક મોટા લાકડા નો ટુકડો પડ્યો હતો જેની પર ચાંદી નું નાનું બોક્સ મૂકેલું હતું એ સિવાય બીજી કોઈ વસ્તુ ત્યાં નહતી. તે લાકડા ના મોટા ટુકડાને લગભગ અડધી જગ્યા રોકી લીધી હતી. તેને નીલ ધારી ને જોવા નું કહે છે તે એક લાકડા ના ટુકડા માંથી એક કીમતી હીરા માં પરિવર્તિત હોય છે. તેને પણ નીલ ને બદલ્યું હોય છે નીલ ને એ ગુફા એક કીમતી ખજાના થી ભરી લીધી હોય છે દીવાલો અને છત પર સોનાના દોરડા અને લાકડાની બનાવટ નો પત્થર ચાંદી નું બોક્સ બધું એક સાથે અલગજ સુંદરતા વ્યક્ત કરતું હતું.
" આ ગુફા મે મારી શક્તિ ને શીખવા મટે બનાવી હતી." ત્યાં ચારે બાજુ નજર ફેરવી ને નીલ ને કહ્યું.
" ખૂબ સુંદર તું અને તારી કલ્પના છે કોઈ નિર્જીવ વસ્તુ સાથે તું પોતાની કળા ને શીખતી હતી અને શક્તિઓ ઓળખતી હતી." નીલ ની તારીફ કરતા શ્રુતિ ને કહ્યું.
" આપડે આગળ વધવું જોઈએ આ બધું પછી જોઈ શકાય." ચિંતા માં આવેલી અંજલિ બોલી.
અંજલિ ની વાત સાંભળી ને બધા આગળ વધવા લાગ્યા. પણ અંજલિ ના મનમાં એક જ વિચાર આવતો હતો કે સંજય ની સાથે શું થયું હસે અને તે કોઈ પણ પરિસ્થિતિમાં સંજય ને બચાવવા માગતી હતી. સાથે તે એ જાણવા માગતી હતી કે એની સાથે શું થયું હતું. પણ આ વિષય પર કોઈ વાત કરતું નહતું બધા માત્ર આગળ વધની વાત કરતા હતા માટે તે પણ જલ્દી થી ત્યાં થી બહાર આવવા માગતી હતી.