Aliens no humnlo pruthvino vinash - 2 books and stories free download online pdf in Gujarati

એલિયન્સનો હુમલો - પૃથ્વીનો વિનાશ - 2

સવારના છ વાગ્યા હતા. છાપાવાળો સાયકલ ચલાવતા ચલાવતા હાર્દિકના ઘરે છાપું આપવા જાતો હતો. એને શેનીક દુર્ગંધ આવે છે!, એની નજર હાર્દિકના ઘરની પાછળ ધુમાડો નીકળો હતો ત્યાં જાય છે. ઘરના પાછળના ભાગમાંથી ધુમાડો આવતો હતો. એને બીજી જગ્યાએ પણ છાપા પહોંચાડવાના હોવાથી, એની ઉપર ધ્યાન આપ્યા વિના હાર્દિકના દરવાજા પાસે છાપુ રાખીને ચાલ્યો જાય છે.

થોડીવાર પછી હાર્દિક ઉઠે છે. એ પલંગ ઉપર બેસીને બે હાથ પાછળ કરીને આળસ ખાઈ રહ્યો હતો. એને આજ મસ્ત નીંદર આવી હોય એવું લાગી રહ્યું હતું. એ ફ્રેશ હોય એવું અનુભવ કરી રહ્યો હતો. એ ઉભો થઈને દરવાજા પાસે મુકેલ છાપાંને લઈને ટેબલ ઉપર મૂકે છે. તે ફ્રેશ થઈને ચા બનાવે છે. ચાનો કપ ટેબલ ઉપર મૂકી છાપું વાંચી રહ્યો હતો. છાપાંના પહેલા જ પેજ ઉપર હેડિંગ હતું " દુનિયાના ઘણા દેશોમાં અવકાશી યાન દેખાના!, એલિયન્સ શુ ઇરછી રહ્યા છે? કલ્પના કે હકીકત? " હાર્દિકને કાલ રાતનું બનાવ યાદ આવે છે. એને કાલ રાતનું થોડું થોડું યાદ હતું કે કોઈ વિચિત્ર માણસ દેખાયું હતું, એ વળી કોણ હશે? એ બારી પાસે ઉભા હતા. એને થોડું થોડું યાદ આવે છે. એ ઉભો થઈને બારી પાસે જાય છે. એને કઈ દુર્ગંધ આવી રહી હતી. પણ શેની એ જાણી શકતો ન હતો. એ ક્યાંથી આવતી હતી એ ખબર પડતી ન હતી.

***

આવી ઘટના દુનિયાના વિવિધ દેશોમાં પણ જોવા મળી હતી. ઘણા લોકોએ UFO પણ જોયા હતા. મળતી માહિતી મુજબ એ લોકો માણસના મગજમાંથી કઈ લઈ રહ્યા હતા? શા માટે એલિયન્સ પૃથ્વી ઉપર આવી રહ્યા છે? એલિયન્સ પૃથ્વી ઉપર કઈ જોઈ ગયા છે? એલિયન્સ પૃથ્વી ઉપર હુમલો કરવાના છે? આવા અલગ અલગ હેડિંગ દરેક છાપાઓમાં હતા. ઘણા છાપામાં સ્ટોરીની અંદર મસાલો ઉમેરીને પણ છાપવામાં આવ્યું હતું. એલિયન્સ પૃથ્વી ઉપર આવ્યા હતા એનું કોઈ પુકતા કારણ તો હશે જ? એલિયન્સની ઘટના અચાનક બનતા સ્પેસ એજન્સીમાં ધરબરાતી બોલી ગઈ હતી.

દુનિયાના વિવિધ દેશોમાં UFO જોવા મળ્યા હતા. આ બાબત વૈજ્ઞાનિકો માટે ચિંતાનું વિષય હતું. સ્પેસ એજન્સીના વૈજ્ઞાનિક ડૉ. વિલિયમશનએ પોતાનું આખું જીવન એલિયન્સ ને શોધવામાં કાઢી નાખ્યું હતું. એ એલિયન્સને એમના કોમ્પ્યુટની મદદથી સંદેશો પણ મોકલતા હતા. પણ ડૉ. વિલિયમશનને સફળતા મળી ન હતી. અને પૃથ્વી ઉપર એલિયન્સનું આવવું એ ખતરા રૂપ હતુ. એલિયન્સ કોઈ કારણોસર જ પૃથ્વી ઉપર આવ્યા છે. શુ એલિયન્સ પૃથ્વી ઉપર હુમલો કરવાના છે? એવું કંઈ નહીં હોઈને? ડૉ. વિલિયમશન આની ઉપર રિસર્ચ કરવા માંગતા હતા. પણ શું હતું શુ બન્યું હતું એની કોઈ પ્રોપર માહિતી વિલિયમશન પાસે ન હતી. આ બધું ડૉ. વિલિયમશન લેબમાં બેસીને વિચારી રહ્યા હતા. ત્યાં એમની લેબમાં દરવાજો ખુલે છે. વિલિયમશનની નજર દરવાજા પાસે જાય છે. પ્રો. જોહનશન અંદર આવે છે. પ્રો. જોહનશન જાણે કોઈ ચિંતામાં હોય એવું લાગી રહ્યું હતું. એ પણ એલિયન્સની શોધવા માટે વર્ષોથી મહેનત કરી રહ્યા હતા.

" શુ થયું જોહન? આટલી બધી ચિંતા કેમ છે, કાંઈ વાત હોય તો બતાવ એટલે મને કંઈ ખબર પડે... ??? " જોહનશનને આટલી બધી ચિંતામાં જોઈને વિલિયમશન ઉભો થઇ જાય છે.એ પોતાની ચેર એમને બેસવા માટે આપે છે.

" આ લે આમા બેસ, અને આ પાણી પી આટલી બધી ચિંતામાં કેમ છે...??? "

" એલિયન્સ!, એલિયન્સ, મને લાગે છે કે એલિયન્સ પૃથ્વી ઉપર હુમલો કરવાના છે. કાલની ઘટના જોઈ એમા વિવિધ દેશોમાં UFO જોવા મળ્યા છે. એની સામે યુદ્ધ કરવામાં માટે કઈ આયોજન કરવું પડશે... " પ્રો. જોહનશન આમ ચિંતામાં હાંફતા હાંફતા બોલી રહ્યા હતા.

" પણ જોહનશન આપણે એ તપાસ કરવી પડશે કે એલિયન્સ આવીને શુ કરી રહ્યા છે. એ ખબર પડે તો આપણે આગળ કઈક કરી શકયીએ... મળતી માહિતી મુજબ એલિયન્સ આવીને લોકોના મગજમાં કઈ કરી રહ્યા હતા? "

" હા એ વાત પણ તમારી સાચી, આ માહિતી આપને કોણી પાસેથી મેળવીશું, એ ક્યાંથી ખબર પડશે કે એલિયન્સએ એના મગજમાં કઈ કર્યું હશે, એ પણ એટલા હોશિયાર હશે કે એમના મગજમાંથી એ માહિતી કાઢી નાખી હોઈ શકે... "

" હા તમારી આ વાત સાચી પણ કોક તો હશેને જેને યાદ હશે, એવા વ્યક્તિને બોલાવો પડશે. એની માટે આપણે આપણે ટી.વી. અને છાપા આપવું પડશે... "

" હા તમારી વાત સાચી... "

વૈજ્ઞાનિકો માટે પણ આ ચિંતારૂપ હતું. આગાઉ ક્યારે પણ UFO કે એવી કોઈ જ વસ્તુ દેખાની ન હતી. ડૉ. વિલિયમશન આ માટે વર્ષોથી અનેક શોધખોર કરી, વિવિધ મશીનો બનાવી એમને મેસેજ મોકલતાં, હવે એમની વર્ષોની મહેનતને સફળતા મેળવવાથી ખૂબ જ નજીક હતા. પણ એક ભય પણ હતો કે શુ એલિયન્સ પૃથ્વી ઉપર હુમલો કરશે...

ક્રમાંક