The new lifestyle of human beings books and stories free download online pdf in Gujarati

માનવીની નવી જીવનશૈલી

માનવીની નવી જીવનશૈલી

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

છેલ્લા ઘણા સમયથી વિશ્વમાં અને ભારતમાં કોરોના નામના રોગચાળાએ એવો ભરડો લીધો છે કે, જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. એની બીજી બાજુ જોવામાં આવે તો આ કોરોનાએ માનવીને તેનું જીવન જીવવાની નવી રીત પણ શીખવાડી દીધી છે. માનવીને એ પણ શીખવાડી દીધું કે જે તે કરવા માંગતો હતો અને જેના માટે આપણે સૌ એમ કહેતા હતા કે અમારી પાસે સમય નથી. જેવી રીતે, ઘરમાં જે લોકો રસોઈ બનાવતા નહોતા, તે લોકોને રસોઈ બનાવવાનો અને નવું કંઈક કરવાનો અને શીખવાનો સમય મળ્યો.

માનવી પાસે એટલા રૂપિયા આવી ગયા તો તેણે વિચાર્યુ કે, રસોઈ બનાવવાની ક્યાં જરૂર છે, બજારમાંથી તૈયાર ભોજન લાવતા થઇ ગયા કે, રસોઈ માટે બાઈ રાખતા થઇ ગયા. આમ તો એક ગુજરાતીમાં કહેવત છે કે, ‘‘જેવું અન્ન, તેવો ઓડકાર,’’ અત્યારનો સમય માનવીને એવો મળ્યો છે કે, તેણે તેનો પૂરેપૂરી રીતે સદુપયોગ જ કરવાનો છે. એક બહુ સીધી સાદી વાત છે કે, આપણે પોતે જે સમયે આપણા ઘરમાં રસોઈ બનાવતા હોઈએ ત્યારે પરમ કૃપાળુ પરમાત્માને યાદ કરીએ અને તે મુજબનું જ કાંઈક સંગીત પણ વાગતું હોય, જેનું પરિણામ એ આવે કે ઘરમાં જે કંઈ રસોઈ બની રહેલ છે તે ઉચ્ચ અને સકારાત્મક ઊર્જાવાળા શબ્દોને શોષી શકે છે. એ ભોજન જે કોઈ ગ્રહણ કરશે, તેના માટે તે સકારાત્મક ઊર્જાવાળી વાતોને વિચારવાનું પણ સરળ થઈ જશે. આથી, માનવી પોતાની જીવન જીવવાની કળામાં રસોઈની કળાનો સમાવેશ કરી શક્યો. જો કોરોનાના પરિણામે જોવા જઈએ તો આજે આજે માનવી અનેક પ્રકારની તામસિક્તાથી દૂર થઈ ગયા છે. જેમ કે, અત્યારે આપણે બહાર જઈને બહારનું તામસી ભોજન લઈ સકતા નથી. જેનું પરિણામ એ આવ્યું કે, ઘરનું સાત્વિક ભોજન આરોગવાને પરિણામે માનવીનું શરીર અને તેનું મન પણ વિચારો સાત્વિકતાને અનુભવે છે.

આજે એક વાઈરસથી માનવીને એટલો બધો ડર લાગી રહ્યો છે કે દરેક સમયે માનવી તેના અંગે જ વિચારી રહ્યા છે પરંતુ માનવી તેનું કર્યું કર્મ કરી રહ્યા છે. માત્ર એક વાત માનવીના ભૂતકાળના તમામ કર્મોને સુધારી નાખશે. માનવીએ એ વાતનો પણ ક્યારેક આભાર માનવો જોઈએ કે તે માનવીને બધું શીખવાડી ગઈ છે. માનવી જીવનમાં ઘણું બધું શીખી લીધું છે. બે મહિના પછી, ચાર મહિના પછી, કોરોના વાઇરસને બધા ભૂલી જશે જે કહેતા હતા કે વિચારી રહ્યો છું કે વિચાર્યું હતું. કે, આ અમારાથી થશે કે નહીં પરંતુ પછી મેં વિચાર્યું કે પ્રયોગ કરીએ કેમ કે, તેમાં ફાયદો ઘણો દેખાઈ રહ્યો હતો. આજે તમારામાંથી કોઈને એક વર્ષ થઈ ગયું છે તો કેટલાકને ૫૦ વર્ષ જેટલા થઈ ગયા છે. આપણે બધા જ સમગ્ર દુનિયામાં ફરી આવ્યા છીએ. દરેક પ્રકારની પરિસ્થિતિમાં આપણે ફળ શાકભાજી દૂધ વગેરે ખાઈને લઈ લેતા હતા. પરંતુ તામસી ભોજન લેતા ન હતા. આપણે જે એક વખત પ્રતિજ્ઞા લીધી કે ફરી ક્યારેય તૂટી નથી.

ખાવાની સાથે જ વિચારોની કર્મોની સાત્વિકતા લાવવાનો પ્રયાસ પણ કરવો જોઈએ અત્યારે માનવીને તેની ખાસ શરૂઆત કરવાની પણ તક મળી છે.

પરમાત્માને યાદ કરીને મનમાં સકારાત્મક સંકલ્પ લો જે લોકો કહેતા હતા કે જીવનમાં સાર્તકતા બનાવવાનું વિચારી રહ્યો છે, તો તેમના માટે વર્તમાન સમયે સૌથી મહત્વનો છે.

માનવી દ્વારા ભોજન બનાવવાનો અને જમવાનું બંને ઘરમાં જ થવા લાગ્યું છે તેનાથી માનવીના જીવનમાં ઘણું પરિવર્તન આવશે. ત્યારે બની શકે કે આપ જ્યારે જમવા બેઠા હોય ત્યારે આખો પરિવાર સાથે બેસીને ખાઈને પ્રતિજ્ઞા કરો કે જમતા સમયે આપણો મોબાઈલ નથી જોવાનો નથી. ટી.વી. ઓન કરવાનું નથી. અનિવાર્ય થઈ જાય પછી ભોજન શરૂ કરો. કેમ કે તે ભોજન માનવીના મનની સ્થિતિ પર અસર કરે છે.

જો બધા ભેગા મળીને કામ કરશે તો આ સંસ્કાર પરિવારના તમામ લોકો શીખી જશે. જો બધા બોલીને કરશે તો કદાચ દરેક ને યાદ રહેશે. થોડા દિવસ પછી તો મનમાં પણ કરી શકશે. કેમ કે આજે માનવી એ જે આ ટેવ પડી રહી છે. રાતે ઉંઘતા સમયે કોઇ નકારાત્મક કન્ટેન્ટ જેમ કે, ફિલ્મ, કામ સંબંધીત કોઇ વસ્તુ ન થવી જોઈએ. કેમ કે, રાત્રે સૂતા સમયે જે કન્ટેન્ટ અંદર જાય છે, તે આખી રાત કામ કરે છે. મોટાભાગના લોકો રાત્રે આ કારણે જ સારી રીતે ઊંઘી શકતા નથી. અત્યારે માનવીએ પોતાની જીવનશૈલી સુધારવાનો આ સારો અને સુખદ સમય મળ્યો છે.

કોરોનાના વર્તમાન સમયમાં ઘણી બધી નકારાત્મકતા ભરાઈ ગઈ છે. અનેક લોકો વિચાર કરે છે કે વર્તમાન સમયમાં આપણે જે દુઃખ અને તકલીફો જોઈ છે, તેની મન પર લાંબા સમય સુધી અસર રહે છે. તેના જવાબમાં એક કિશોર કંઈ કહે છે, ઉનાળાની ઋતુ હતી. એટલે અમે સૌ શીકંજી બનાવી રહ્યા હતા. તેના માટે જ્યારે પાણીમાં લીંબુ નાખી રહ્યા હતા ત્યારે જ કોઇક નો ફોન આવી ગયો. વાતો-વાતોમાં અડધો ગ્લાસ શીકંજી માટે લીંબુ નો રસ વધુ નાખી દીધા તેનો સ્વાદ ચાખ્યો તો એટલી ખટાસ હતી કે, કોઈ વ્યક્તિને ચખાડી દઈએ તો તે બેભાન થઈ જાય હવે. હવે પાણીમાંથી લીંબુ કાઢી તો ન શકાય. પરંતુ પાણી જરૂર ઉમેરી શકાય તેમાં ચાર પાંચ ગ્લાસ પાણી ઉમેરી દીધું. તો તેનું પરિણામ એ આવ્યું કે તેની ખટાસ ઘટી ગઈ અને તે શીંકજી વધુ લોકો પી શકશે. જિંદગીમાં પણ આવી જ કંઇક છે, કોરોના નામના વાઇરસે આપણા જીવનમાં થોડી ખટાશ ઉમેરી દીધી છે. આપણે તેને દૂર તો નથી કરી શકતા, પરંતુ તેને ઘટાડી તો જરૂર શકીએ છીએ. વર્તમાનમાં માનવી પોતાની ખુશીઓ પર ધ્યાન આપે, અને તેની પાસે જે કાંઈ છે તેના પર ધ્યાન આપે તેમ વિચારીએ કે સમગ્ર પરિવાર આપણી સાથે છે, આપણે નોકરી છે, મિત્રો છે.

બાળકો પર પણ આ સ્થિતિની નકારાત્મક અસર પડી રહી છે. અત્યારે શાળા, કોલેજો ખુલવાની નથી ક્લાસીસ ઓનલાઇન ચાલી રહ્યા છે. પરંતુ ઓનલાઈનમાં એ સમજાતું નથી કે કોણ કેટલું ભણી રહ્યું કે થોડું સમજી રહ્યું છે. પ્રોફેસર બહેન કહેતા હતા કે, ઓનલાઈન ભણાવું કેટલું મુશ્કેલ હોય છે. સામાન્ય દિવસોમાં તેઓ જેટલી તૈયારી કરતા હતા. તેના કરતા વધુ તૈયારી ઓનલાઇન માટે કરવી પડે છે. કેમ કે બાળકોને મોટીવેટ પણ કરવાના છે. બાળકોનું મનોરંજન કરાવતાં રહીને ભણાવવું પડે છે. તેનો અર્થ છે કે, હવે શિક્ષકો અને તેમની સાથે સાથે માતા-પિતાને પણ વધુ મહેનત કરવી પડી રહી છે.

અત્યારે બધાને મનમાં ડર છે કે ક્યાંક કોરોના ન થઈ જાય આવી નકારાત્મક ભાવનાઓમાંથી ઇમ્યુનિટી નબળી પડે છે, અત્યારે મનને સ્થીર રાખવું જરૂરી છે. ડરવા અને સાવચેત રહેવામાં અંતર છે. આપણે ડરવાનું નથી સાવચેત રહેવાનું છે.

હાલના વર્તમાન સંજોગોમાં બાળકોની ફિઝિકલ એનર્જીનો ઉપયોગ નથી થઈ રહ્યો. કેમ કે તેઓ ઘરે જ છે. આ ઉર્જાનો જ્યારે ઉપયોગ થતો નથી ત્યારે તેઓ બેચેન થઈ જાય છે. ઘરના માતા-પિતા ભાઇ બહેનોએ આવી સ્થિતિમાં બાળકોની રુચિ પર ધ્યાન આપવું જોઈએ. કોઈને સંગીતમાં તો કોઈને રમતગમતમાં રસ હોય છે. થોડા દિવસ પહેલા એક માતા-પિતાએ ફોન કરી ડોક્ટરને ફરીયાદ કરી. તો તેમણે કહ્યુ કે તેમના બાળકને ફૂટબોલ નો શોખ છે. પરંતુતે રમવાજઇ શકે તેવી પરિસ્થિતિ નથી. તો તેને રોનોલ્ડો જે પ્રસિદધ ખેલાડી છે કે તેને દિવસમાં એક કલાકના વિડીયો બતાવો, આ વિડીયોમાંથી રમવાની રીત શીખવાનું તેને કહો. રોનોલ્ડોએ જીવનમાં શું-શું કર્યું તે બાળક જોશે જેથી તે જ્યારે બહાર નીકળે તો તેને પોતાના જીવનમાં અપનાવી શકશે. જેને સંગીતમાં રુચિ છે તો તેના માટે પણ અનેક ઓનલાઇન ક્લાસીસ ઉપલબ્ધ છે. માત્ર અભ્યાસની વાતો કરવાથી બાળકો મોટીવેટ થઈ શક નહીં.

ટુંકમાં વિશ્વમાં આ જે મહાવ્યાધી ભારે ઉપાધી સાથે આવી છે. અને તેને બધાને ઘરમાં જકડી રાખ્યા છે. તેવા સમયે માનવીએ ઘરમાં રહીને વિભીન્ન પ્રવૃત્તિઓ આદરીને મનને પ્રફુલ્લીત રાખવાનું છે. એક વસ્તુ યાદ રાખવી અત્યંત આવશ્યક છે કે માનવી મનથી જેટલો વધુ મજબૂત બનશે તેટલો તે તનથી પણ વધુ મજબૂત બની જશે.

આજે આ સમય એવો આવ્યો કે, અગાઉની બે સદી પહેલાંનો સમય એવો હતો કે, માતા-પિતા તેમના નાના બાળકોને જરૂરી વેકસીન અપાવવા માટે નિશ્ચિત કરેલ હોસ્પીટલમાં લઇ જતાં હતા. સમય સમયનું કામ કરે આજે બાળકો તેમના વયસ્ક માતા-પિતાને વેકસીન અપાવવા લઇ જવાનો સમય આવ્યો છે.

આ સમય પણ જતો રહેશે. માનવીએ હિંમત નથી હારવાની. જીત માનવીની ચોકકસ થશે. આ મામુલી કોરોના નામનો વાઇરસની સામે માનવી જો હામ ભરીને ઉભો રહેશે તો તેને પણ ઉભી પૂંછડીએ ભાગવું પડશે.

DIPAKCHITNIS(dchitnis3@gmail.com)