Mrugjal - 20 books and stories free download online pdf in Gujarati

મૃગજળ. - ભાગ - ૨૦ ( અંતિમ )


અંત ( ઓગસ્ટ, ૨૦૧૮ )

મારી અને કિન્નરી ની વાતચીત નો લગભગ અંત જ આવી ચૂક્યો હતો. સાથે સાથે એમ પણ કહી શકાય કે બંનેના સબંધ નો પણ અંત જ આવી ચૂક્યો હતો. મને હજી પણ વિશ્વાસ હતો કે બધું પહેલાં ની જેમ સારું થઈ જશે. મારા અંતર માંથી હંમેશા આવો અવાજ આવતો હતો. પણ મનેં ખબર ન હતી કે મારી બધી ધારણાઓ ખોટો પડવાની હતી. મારા ધોળાં દિવસે જોવાયેલા સપનાઓનો અંત આવવાનો હતો. મારા સપનાઓનો અંત લાવનારો ૨૦૧૭ નો ઑગસ્ટ મહિનો હતો.

મને કિન્નરી સાથે વાત કરવાની ઘણી ઈચ્છા થતી પણ મારી ઈચ્છાઓને કામ ના બહાને દબાવી દેતો હતો. પણ એક દિવસે,

સવારના લગભગ ૧૦:૩૦ વાગ્યાં હશે ને મારા ઉપર તેજસ નો ફોન આવ્યો.

"હેલો, કેમ છે ભાઈ ?" મેં કહ્યું.
" હું મજામાં છું, બોલ તું કેમ છે ? ઘરમાં મામા મામી અને કાજલ કેમ છે ? " તેજસે પૂછ્યું.
" બધા સારા છે, મને આશા છે કે તારા ઘરમાં પણ બધા સારા જ હશે." મેં કહ્યું.
"હા, મમ્મી અને બધી બહેનો સારી છે." તેજસે કહ્યું.
" કઈ કામ હતું મારું ? આજે સવારે વહેલો ફોન કર્યો ?" મેં પૂછ્યું.
" હા એવું જ કઈ ." તેજસે અચકાતા કહ્યું.
" બોલને તો વાત શું છે જેના માટે તે આટલો વહેલો ફોન કર્યો." મેં કહ્યું.
" પણ પહેલાં તું મને વચન આપ કે મારી વાત સાંભળ્યાં બાદ તું કઈ ખોટું પગલું નહિ ભારે." તેજસે લાગણીમય થતાં કહ્યું.
"અરે તું પહેલાં કહે તો ખરો મને વાત શું છે અને હું શું કામ ખોટું પગલું ભરવાનો યાર." મેં હસતાં હસતાં કહ્યું.
" ના પહેલાં તું મને વચન આપ." તેજસે ભારપુર્વક કહ્યું.
" હા ચાલ આવ્યું વચન હવે કહે મને વાત શું છે." મેં કહ્યું.
" દીપુ નો કાલે રાત્રે ફોન આવ્યો હતો. મારા એક કાકા છે જે દીપુ ની સોસાયટી માં જ રહે છે. એમણે દિપુને કહ્યું કે કિન્નરી ઘણા દિવસો થી ઘરે નથી." તેજસે કહ્યું.
" અરે એ એના માર્કેટિંગ ના કામ થી બહાર ગઈ હશે." મેં તેજસ ની વાત કાપતાં કહ્યું.
"ના, એ કોઈના જોડે ભાગી ગઈ છે અને એ અંકલેશ્વર માં j છે. ખાસ વાત તો એ છે કે કિન્નરી એ કોર્ટ મેરેજ ૪ વર્ષ અગાઉ જ કરી લીધા હતા. નામ તો મને ખબર નથી પણ કોઈ મોદી સરનેમ વાળો છોકરો છે. મમ્મી એ તો મને તને કહેવાની ના પાડી હતી કેમ કે તને ખબર પડ્યા બાદ જો તું કોઈ ખોટું પગલું ભરે તો ખોટા અમે ફસાઈ જઈએ." તેજસે કહ્યું.

હું તેજસ ની વાત સાંભળી સ્તબ્ધ થઈ ગયો હતો. મને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે કિન્નરી મારી સાથે આમ કરી શકે છે અને વર્ષો સુધી આં વાત મારાથી છૂપાવી શકે છે. મારું શરીર ધ્રુજારી થઈ રહી હતી.

" નિખિલ તું મને સાંભળી રાખ્યો છે ને ? જો ભાઈ તે મને વચન આપ્યું છે માટે તું કોઈ ખોટું કામ ના કરતો અને ભૂલથી પણ કિન્નરી ને ફોન કરવાની કોશિશ ના કરતો." તેજસે ડરતા ડરતા કહ્યું.

"ઓકે બાય, હું ફોન મૂકું." મેં કહ્યું.
" પોતાને સાચવજે." તેજસે કહ્યું.
મેં તેજસ નો ફોન કાપી નાખ્યો.
મારું મગજ કામ કરતું બંધ થઈ ગઈ હતું. મગજ અને શરીર ભિન્ન ભિન્ન કામ મારી રહ્યા હતા. ચાલતા મારા પગ લથડી રહ્યાં હતો. મારા આં હાલત મારી સાથે કામ કરતા મજૂરે જોઈ .

" સાહેબ તમને શું થયું ? હું તમને ઓફિસ માં લઇ જાઉં છું." એમ કહી એ વ્યક્તિ મને ઓફિસ માં લઇ જઇ ખુરશી માં બેસાડ્યો.

" શું થયું સાહેબ તમને ?" એણે મને પૂછ્યું.
" કઈ થાય નથી, તું જા કઈ કામ હશે તો હું કહીશ." મેં કહ્યું.
" ઠીક છે." એણે કહ્યું અને ત્યાં થી જતો રહ્યો.
કિન્નરી સાથે વિતાવેલી પળો ના ચિત્રો મારી આંખ સામે એક પછી એક તારી રહ્યાં હતા અને મારા મનને પાગલ કરી રહ્યા હતા. મારું મગજ ફાટું ફાટું થઈ રહ્યું હતું. મારા મન માં મારવાના વિચારો આવી રહ્યા હતા પણ એક તરફ ઘરના સભ્યો નો ચેહરો મારી આંખો ની સામે આવી જતો હતો. હું મારી જાત ને સંભાળવાની કોશિશ કરી રહ્યો હતો પણ એ મારા માટે અશકય બની રહ્યું હતું.

અંતે મારા મનમાં બસ એક જ વિચાર હતો.
" શું તો એ બધું માત્ર ટાઇમપાસ હતું ?".


* સમાપ્ત *