When the love begins with hate - 1 books and stories free download online pdf in Gujarati

When the love begins with hate - 1

સવાર નો સોનેરી સૂર્ય ઉગી ગયો છે "આનંદ મંગળ કરું આરતી શ્રી ગુરુ ચરણ ની સેવા" મીનાક્ષી દેવી નો મીઠો મધુર અવાજ આખા નિર્ગુણયાં વીલા મા ગુંજી રહ્યો હતો.
"મીનાક્ષી, મારી ચા તૈયાર થઈ કે નઈ? મારે ઓફિસ જવાનું મોડું થાય છે." મોહન રાયએ કહ્યું
હા હા, તમારી સ્પેશિયલ ચા રેડી છે. મીનાક્ષી દેવી.

હજી નથી ઊઠી તમારી લાડલી. ઉઠાડો એને હવે. આઠ તો
ક્યારના વાગી ગયા.મોહન રાય
"સુવા દ્યો ને એને પછી કોલેજ જશે તો સૂવા પણ નઈ મળે."
" એની કોલેજ ને તો હજુ વાર છે મીના દેવી... અરે કોલેજ પરથી યાદ આવ્યું આજે તો એનું રિઝલ્ટ આવાનું છે ને.... મોહન.
" હા હા એ તો ભૂલાઈ જે ગયું. ખમો હમણા એને ઉઠાડું છું."
ઉપર નાં રૂમ મા...
અહીં પલંગ ઉપર તો મોહન રાય ની રાજકુમારી પોઢી રહી છે સમય ની ચિંતા વગર આછા ગુલાબી રંગના કુર્તા માં શોભી રહી છે એના બાંધ્યા વગર નાં કાળાં લાંબા વાળ વેરવિખેર પડયાં છે છતા પણ એની સુંદરતા મા ચાર ગણો વધારો કરી રહ્યા છે
ત્યાં જ રૂમ માં મીનાક્ષી દેવી પ્રવેશે છે.
તેને આરામ થી સુત્તેલી જોઈને મળકાય છે અને તેના માથા પર હાથ ફેરવી ને કહે છે
બેટા ઉઠ.. જો તો સુરજ કેટલો ચડી ગ્યો છે..
હા મમ્મી ઉઠું જ છું.. એના ગુલાબ ની પાંખડી જેવા હોઠ માંથી સુમધુર અવાજ આવ્યો.
તને ખબર છે ને આજે તારું રિઝલ્ટ આવાનું છે?
હા હા મમ્મી તું ચિંતા ના કર હું પાસ જ થઈસ
અરે મારી લાડલી તું પેલા નંબર થી પાસ થઈસ મને પૂરો વિશ્વાસ છે તારા પર.
"ગમે તે આવે રિઝલ્ટ શું ફરક પડે છે! એના ચહેરા પર દુખ અને ગુસ્સા મિશ્રિત રેખાઓ છવાઈ ગઈ.
મીનાક્ષી દેવી આંખ નાં ખૂણા પર આવેલા આંસુ ને લુંછતાં જતાં રહ્યાં..
મીનાક્ષી દેવી અને મોહન રાય ની લાડલી બીજી કોઈ નઈ પરંતુ આપણી હિરોઇન આશકા..
મમ્મીને ઉદાસ થઈ ને જતી જોઈ રહી...
મોઢાં પર ઉદાસી સાથે ને કપડાં લઈને નાહવા જતી રહી
પીળા કલર ની શોર્ટ કુરતી જીન્સ કાન માં ઝૂમખા હાથ માં ઘડિયાળ અને ખુલ્લા ભીનાં વાળ સાથે તો અપ્સરા ને પણ શરમાવે એટલી સુંદર લાગી રહી હતી
આશકા.....
આવી પપ્પા...
પોતાને આરીંસા માં નિરખીને ફટાફટ નીચે દોડી ગઇ
જય શ્રી કૃષ્ણ દાદી જય શ્રી કૃષ્ણ પપ્પા કહી ને જલ્દી થી ડાઇનિંગ ટેબલ taraf દોડી ગઇ
મમ્મી નાસ્તો...
લાવી બેટા.
મોહન, મમ્મી જી ચાલો નાસ્તો કરવા ડાઇનિંગ ટેબલ પર પ્લેટસ મુકતા બોલ્યા
વાહ આજે તો મારો અને દાદી નો ફેવરીટ નાસ્તો છે ઢોકળા..
મીનાક્ષી ના હાથ માં તો જાદૂ છે જાદૂ. મોહન રાય પેલો કોળિયો મોમાં મૂકતા બોલ્યા.. મીનાક્ષી બેન તો રસોઇ નાં રાણી છે રાણી બધી જ વાનગી ઓ બેસ્ટ હોય એમની અને એનાથી વિરુધ્ધ આશકા ને મેંગી સિવાય કશું જ બનાવતા ના આવડે
યમી.. મારું તો પેટ ભરાઈ ગ્યું કહીને રૂમ માં જતી રહી..
મિના હું ઓફિસ જવા નીકળું.. ચાલો બાય જય અંબે મમ્મી કહીને ઓફિસ જવા નીકળી ગયા....
અને આશકા પ્યારા નાં દાદી માં ગાર્ડન માં વોક કરવા નીકળી ગયા
હેલો આશકા શું કરતી હતી આશકા ની જાન એવી એની બેસ્ટ ફ્રેન્ડ જાનકી નો ફોન હતો
કઈ નઈ બસ નોવેલ વાંચતી હતી તું શું કરતી હતી જાનકી
અરે આશુ ધીમે બોલ અંકલ સાંભળી જસે ને તો વારો નીકળ સે તારો..