S. T. Stand ek love story - 3 books and stories free download online pdf in Gujarati

એસ. ટી. સ્ટેન્ડ એક લવ સ્ટોરી - 3

એસ. ટી. સ્ટેન્ડ એક લવ સ્ટોરી ભાગ ૩

વિવેક પોતાની જાતને સંભાળતા બ્યુટી પાર્લર ની બહાર આવ્યો. "અરે આ ગાડી કોની છે, કેટલા બેદરકાર લોકો છે, રસ્તા પર ગાડી ઉભી કરીને ચાલ્યા જાય છે, સાંજના ટાઇમે કેટલો ટ્રાફિક થાય છે, કોઈ વાતનું ભાન નથી બાપ નો રસ્તો સમજે છે" લોકો બૂમો મારી રહ્યા હતા હોર્ન નો ઘોંઘાટ ચારે તરફ હતો પણ વિવેકને આ બધું કંઈ જ સંભળાતું ન હતું એ ચૂપચાપ બેભાન જેવી અવસ્થામાં ગાડી તરફ ગયો દરવાજો ખોલી ગાડી ચાલુ કરી ચલાવવા લાગ્યો.એની નજરો ચારેતરફ નીતા ને શોધી રહી હતી. ત્યાં જ ફોનની રીંગ વાગી પપ્પા નો ફોન હતો ફોન ગાડી ના બ્લૂટૂથ સાથે કનેક્ટ હતો વિવેકે ફોન રિસીવ કરયો." બેટા કેટલે પહોંચ્યા ?છોકરા વાળા આવી ગયા છે" પપ્પાના સવાલનો શું જવાબ આપ્વો વિવેક ને કાંઈ સમજાતું નહોતું તેણે હિંમત ભેગી કરી કહ્યુ "પપ્પા.... પપ્પા.... નીતા બ્યુટી પાર્લર મા નથી બ્યુટી પાર્લર વાળી એ કીધું એ તો વીસ-પચ્ચીસ મિનિટ પહેલા જ નીકળી ગઈ છે" જયેશભાઇ ને થોડી ચિંતા થઈ " એતો તને પહોંચવામાં મોડું થયું હશે એટલે એ રિક્ષામાં આવતી હશે હું એને ફોન કરીને પૂછ્"
વિવેક ધ્રૂજતા અવાજે બોલ્યો "પપ્પા એનો ફોન સ્વીચ ઓફ આવે છે હું અહીંયા પહોંચ્યો ત્યારે મેં ફોન કર્યો હતો .એણે કહ્યું હું બે મિનિટમાં આવું છું પણ એ પાંચ મિનિટ સુધી ન આવી તો મેં પાછો ફોન કર્યો તો ફોન સ્વીચ ઓફ આવતો હતો અને મેં બ્યુટી પાર્લરમાં જઈને પૂછ્યું તો ખબર પડી કે વીસ-પચ્ચીસ મિનિટ પહેલા જ નીકળી ગઈ છે પપ્પા એનો ફોન નથી લાગતો મને કાંઈક ગડબડ લાગે છે હું અહીં આસપાસ તપાસ કરી તમને ફોન કરું" જયેશભાઈ કાંઈ જ બોલી ન શક્યા બે ક્ષણ માટે એમની આંખે અંધારા આવી ગયા અને સોફા પર ઢળી પડ્યા.
આ તરફ નીતા પોતાના મન અને મગજને શાંત કરવાનો પ્રયત્ન કરી રહી હતી. આગળ શું કરવું એને કાંઈ જ ખબર નહોતી એ આંખો બંધ કરી જલારામ બાપાનું ધ્યાન કરવા લાગી.
અમદાવાદ શહેરની હદ પૂરી કરી બસ હવે હાઈવે પર આવી ગઈ હતી ખુલ્લા રસ્તા પર બસ પુરી ઝડપે દોડવા લાગી અને નીતા ના વિચારો શાંત થવા લાગ્યા. ખુલ્લા ખેતરો માંથી આવતી ઠંડી હવા એ નીતા ને ભાનમાં લાવી. નીતાના વિચારો હવે શાંત થયા હતા આગળ શું કરવું એ વિચાર કરતી હતી .
નીતાને એના મિત્ર અજય ની વાત યાદ આવી 2 વર્ષ પહેલાં એ પણ ઘર છોડી ભાગી ગયો હતો અજયને મ્યુઝિકમાં કેરિયર બનાવવું હતું પણ એના પપ્પાના ભણવાના ફોર્સને કારણે કંટાળી એક દિવસ એ ઘરેથી ભાગી ગયો .ટ્રેન પકડી જયપુર પહોંચી ત્યાં એક હોટેલમાં રોકાયો થોડા દિવસો પછી એણે ઘરે ફોન કરી પોતે મજામાં છે એવી જાણકારી આપી પપ્પાએ એને ઘરે પાછા આવવા કહ્યું અને એની મરજી પ્રમાણે થશે એવું વચન આપ્યું અને એ ઘરે પાછો આવી ગયો અને આર્ટસ લઇ એ હવે સંગીત શીખી રહ્યો હતો.
નીતા ના મગજમા પુરો પ્લાન ગોઠવાઈ ગયો. હું પણ એમ જ કરીશ વીરપુર પહોંચી એક ધર્મશાળામાં રોકાઈશ બે-ત્રણ દિવસ પછી પપ્પાનો ગુસ્સો શાંત થઈ જશે ત્યારે ફોન કરી બધુ જણાવીશ. વર્ષમાં બે વાર પરિવાર સાથે નીતા વીરપુર આવતી એટલે એ વિરપુર થી પરિચિત પણ હતી . એ હવે રાહત અનુભવી રહી હતી.
પોતે જે કરી રહી છે એ બરાબર છે. કોઈ છોકરા ને એકજ વાર મળી સગાઈ કેવી રીતે કરી શકે? હું તો પેહલા ખુબ ભણીશ ને મોટી કંપની મા જોબ કરીશ અને પછી જે મારી લાગણીઓ ને સમજે મારુ સન્માન કરે અને મને ખુબ પ્રેમ કરે ને મારી બધી જીદો પુરી કરે એવા કોઈ છોકરા સાથે લગ્ન કરશી. હા હું તો પ્રેમ લગ્ન જ કરીશ આવા વિચારો સાથે એના ચેહરા પર હલકુ સ્મીત આવી ગયું. બારી માંથી આવતો ઠંડો પવન અને આવા મીઠા મીઠા વિચારો સાથે એને નિંદર આવી ગઈ . આખા દિવસ નો થાક અને માનસીક તાણને લીધે એને ગાઢ નિંદ્રા આવી ગઈ.
એક પછી એક ગામ આવતા ગયા. એક એક કરી પેસેન્જરો ઉત્તરતા ગયા.
નીતા આ બધાથી બેખબર નિંદરમા હતી. " ઓ બેન જાગો વિરપુર આવી ગયું છેલ્લું સ્ટોપ ઉતરવાનું છે " કંડક્ટર ની બુમ નીતાના કાને પડી અને એની ઊંઘ ભાગી.
"વીરપુર આવી ગયું? ઓ આઈ એમ શો સોરી મને નીંદર આવી ગઈ હતી" નીતા સ્વસ્થ થતા બોલી. " કાંઈ વાંધો નહીં રાતની મુસાફરી માં તો જોકુ આવી જાય" કંડકટર બગાસુ ખાતા બોલ્યો.
નીતા ઊભી થઈ તો જોયું બસમા એક પણ પેસેન્જર નહોતું. બસમાંથી ઉતરી ચારેબાજુ આશ્ચર્ય સાથે જોવા લાગી. ચારે તરફ અંધારુ હતુ કોઈ જ માનવ વસ્તી દેખાતી નહોતી સામે એક બસ સ્ટોપ જેવું દેખાતુ હતુ. બોર્ડ પર ટ્યુબ લાઈટ ચાલતી હતી નીતાએ આગળ જઈ વાંચ્યું "વિરપુર એસ.ટી. સ્ટેન્ડ".
નીતા ને કાંઈ સમજાતુ નહોતું . દર વખતે એ ગાડીમા આવતી એટલે એણે
એસ.ટી. સ્ટેન્ડ ક્યારેય જોયું નહોતું.
પાછળથી મોટર સાયકલનો અવાજ આવ્યો નીતાએ ફરીને જોયું તો એના પર બસના ડ્રાઈવર અને કંડક્ટર બેઠા હતા. બસને એસ.ટી.સ્ટેન્ડના ખુણમા પાર્ક કરી એ ઘરે જતા હતા" બેન તમને કોઈ લેવા આવે છે? "કંડ્કટરે સવાલ પુછ્યો
"
" હા..હા.. મારી ફેન્ડ અને એના પપ્પા ગાડી લઇને આવે છે આતો મને જોકુ આવી ગયું એટલે ફોન કરવાનું રહી ગયું એ લોકો પોહચતા જ હશે" નીતા સળસળાટ ખોટુ બોલી ગઈ.
" ઓકે..…ઓકે ખોટુ ના લગાળતા આતો શું ઘણીવાર આ વિરપુરને લોકો જલારામ બાપા વાળુ વિરપુર સમજી ભુલા પડે છે એટલે પુછ્યું " કંડક્ટરે માફી માંગતા પોતાની શંકા દુર કરી. " જ્ટ હાલ એ રેમશ્યા પેટમાં બિલાડા બોલે છે" નીતા કાંઈ વિચારીને બોલે એ પેહલા બન્ને બાઈક સાથે અંધારા મા ગાયબ થઈ ગયા. બાઈકની લાઇટ જ્યાં સુધી દેખાઈ ત્યાં સુધી નીતા એમને જોતી રહી.
બીજુ વિરપુર ? નીતાને જોર નો જટકો જોરથી લાગ્યો હતો. પોતે કોઈ સપનું તો નથી જોઈ રહી એમ વિચારી હાથ પર ચુટલો ભર્યો ને મોઢામાંથી ચીસ નીકળી ગઈ.
ક્રમશઃ