S. T. Stand ek love story - 5 books and stories free download online pdf in Gujarati

એસ. ટી. સ્ટેન્ડ એક લવ સ્ટોરી - 5

એસ. ટી. સ્ટેન્ડ એક લવ સ્ટોરી ભાગ ૫

એ કદરૂપો માણસ નીતા તરફ આગળ વધી રહ્યો હતો. એની નજર નીતાના ગળા પર રહેલી મોટી સોનાની ચેન ઉપર હતી. નીતા એટલી ડઘાઇ ગઇ હતી એના પગ જાણે જમીનની અંદર ફસાઈ ગયા હતા એ નાતો બિલકુલ હલી શકી ન કંઇ બોલી શકી .એ માણસનો હાથ ચેન તરફ આગળ વધ્યો ત્યાં જ પાછળથી એક મોટો ભરાવદાર અવાજ આવ્યો "ત્યાં જ અટકી જાજે હરામખોર નહીં તો તારા હાડકાં ભાંગી નાખીશ"
કદરૂપા માણસની નજર નીતા ની પાછળ ગઈ એણે જોયું કોઈ હેલ્મેટ પહેરેલો માણસ એની તરફ ઝડપથી આવી રહ્યો હતો એ પોતાની જાન બચાવી ભાગ્યો અને બસ સ્ટેન્ડની દિવાલ કુદી અંધારામાં ગાયબ થઈ ગયો .હેલ્મેટ વાળા માણસે એનો પીછો કર્યો પણ એ હાથમા ના આવ્યો.
નીતા હજી ડઘાઈને જ ઉભી હતી છેલ્લી થોડી ક્ષણોમાં શું બની ગયું એને કાંઈ સમજાયું નહીં. એનો અવાજ એના ગળામાં જ અટકી ગયો હતો ખુદને સંભાળતા એ બેંચ પર બેસી ગઈ એની આંખોમાંથી પાણી વહી રહ્યું હતું પણ રડવાનો અવાજ નહોતી કરી શકતી. એ બરાબર થી શ્વાસ પણ નહોતી લઈ શકતી. જાણે મોતને ભેટી ને પાછી આવી હોય એવી એની હાલત હતી.

હેલ્મેટ વાળો માણસ પાછો આવ્યો અને નીતા સામે ઉભો રહ્યો .નીતા એને જોતી રહી .એ માણસે પોતાનું હેલ્મેટ કાઢ્યું નીતા એ જોયું લગભગ 25 વર્ષનો જવાન છોકરો હતો ચહેરા પર આછી દાઢી, ગોરો રંગ ,સ્પોર્ટ શૂઝ, જીન્સ પેન્ટ ,ટીશર્ટ અને ઉપર બ્લેક લેધર જેકેટ જાણે કોઈ ફિલ્મના હીરો ને જલારામ બાપા એ એને બચાવ્વા મોકલ્યો હોય.

"મેડમ તમે ઠીક છો?" છોકરો માથાના વાળ વ્યવસ્થિત કરતા બોલ્યો. "મેડમ ....તમને પૂછું છું આર યુ alright?"
" હા ...હા... હવે ઠીક છુ"નીતાએ અટકી અટકીને જવાબ આપ્યો."અરે બાપ રે મારી બાઈક" છોકરો હેલ્મેટ બેન્ચ પર મૂકી પોતાની બાઈક લેવા ગયો. ઑલા કદરૂપા માણસ પાછળ દોડવાના ચક્કરમાં એ પોતાની બાઇક પડતી મૂકી એની પાછળ ભાગ્યો હતો.
જોર લગાડી વજનદાર બુલેટ એણે ઊભી કરી અને હાથેથી ચલાવતા ચલાવતા અજવાળામાં લઈ આવ્યો અને સ્ટેન્ડ પર ઊભી કરી.બુલેટ ની પાછળ ની સીટ ઉપર એક મોટી બેગ દોરીથી બાંધી હતી એ ખોલી. પડવાથી એ થોડી ખરાબ થઈ હતી તેને સાફ કરી બેન્ચ ઉપર લાવીને મૂકી.
નીતા આ બધું આશ્ચર્ય સાથે ચૂપચાપ બેઠી જોઈ રહી હતી. થોડીવાર સુધી બંને મોન હતા.

છોકરો નીતા ને ઉપરથી નીચે સુધી બરાબર ધ્યાનથી જોઈ રહ્યો હતો.
"આવી રીતે શું જોવે છે? ક્યારે છોકરી જોઈ નથી ?" નીતા ચુપકી તોડતા બોલી. "ના...ના ...એવું નથી છોકરીઓ તો ઘણી જોઈ છે પણ રાતના બાર વાગે આવા સુમસામ અને વિરાન એસટી સ્ટેન્ડ પર તૈયાર થઈને એકલી બેઠેલી સુંદર છોકરી પહેલીવાર જોઇ .એટલે લાગ્યું કે ક્યાંક કોઈ ભૂત કે ડાકણ....." છોકરો નીતા નું મો જોઈ બોલતા અટક્યો. " હું તને ડાકણ જેવી લાગુ છું ?" નીતા નો ડર ગયો અને ગુસ્સો આવ્યો.
" ના... હોય કાંઈ તમે તો કોઈ ફિલ્મના હીરોઇન જેવા લાગો છો. એટલે જ શંકા થઈ. એટલે તમારા પગ જોતો હતો પણ એ તો સીધા છે અને જમીનને ટચ્ચ પણ થાય છે એટલે ....શંકા દૂર થઈ ગઈ .હું પણ માણસ છું મને પણ ભુતથી ડર લાગે છે તમે પ્લીઝ ખોટું ના લગાડતા" છોકરો સફાઈ આપતા બોલ્યો.
"હું ડાકણ નથી એ શંકા દૂર થઈ ગઈ હોય તો હવે જણાવશો કે તમે કોણ છો ?અને અહિયાં રાતના બાર વાગ્યે તમે શું કરો છો ?" નીતા હજી ગુસ્સામાં હતી.
"હા બિલકુલ મારું નામ અમિત દેસાઈ . અમદાવાદમાં રહું છું. એક આઇટી કંપનીમાં જોબ કરું છું .બાઈક લઈને દૂર દૂર ફરવા નીકળી જવું એ મારો શોખ છે. આજે પાવાગઢ દર્શને ગયો હતો અને રિટર્ન માં અહીં નજીક હાઈવે પર મારી બાઇક ખરાબ થઈ ગઈ. કોઈ મદદ ન મળી . હાઈવે પર વિરપુર એવું બોર્ડ દેખાયું તો મને લાગ્યું ગામમાં કોઈ મેકેનિક મળી જશે એટલે બાઈક ને ધક્કો મારી આ તરફ આવી રહ્યો હતો .એસટી સ્ટેન્ડ પર અજવાળું જોયું એટલે અંદર આવ્યો અને આવતાની સાથે જ ઓલા લુખ્ખા માણસને તમારા ઉપર હુમલો કરતા જોયો એટલે બાઇક પડતી મૂકી તમને બચાવવા દોડ્યો" અમિત એક જ શ્વાસે બધું બોલી ગયો.
નીતાએ થોડી રાહત અનુભવી પણ પોતાને ડાકણ કીધી એ વાતનો હજી એને ગુસ્સો હતો.
"મારા વિશે બધું જાણી લીધું હોય તો તમારા વિશે કંઈક કહો તમે અહીં કેવી રીતે? એ પણ આ સમયે?" અમિતે પોકેટમાંથી મોબાઈલ કાઢતા સવાલ કર્યો. " હું અહીં ભૂલથી આવી ગઈ છું"
નીતા એક લાઈન બોલી ચૂપ થઈ ગઈ.
"બસ આટલી જ information મેં તમને મારું નામ, કામ, શહેર, શોખ અહીં સુધી પહોંચવાનું કારણ બધું જણાવ્યું તમે થોડી તો જાણકારી આપો. કદાચ હું તમારી મદદ કરી શકું" અમિત મોબાઈલ જોતા જોતા બોલ્યો.
" મને કોઈની મદદની જરૂર નથી .બાકી મારું નામ નીતા ,કોલેજના છેલ્લા વર્ષમાં ભણું છું અમદાવાદથી જલારામ વિરપુર દર્શન કરવા નીકળી હતી ભૂલથી ખોટી બસમાં બેસી ગઈ" નીતાએ અકડાતા જવાબ આપ્યો.
અમિતને હસુ આવી ગયું એ જોર જોર થી હસવા લાગ્યો " સોરી really sorry મને વિશ્વાસ નથી થતો આવી ભૂલ કેવી રીતે થઈ શકે? બસમાં ભુલમાં બેસી જવાય પણ રસ્તાઓ જોઈને રસ્તામાં આવતા ગામ અને શહેર જોઈને થોડી તો સમજ આવે કે નહીં ?બસ ક્યાં જઈ રહી છે "
નીતા નો ગુસ્સો વધી ગયો .પોતે મૂર્ખ નથી એવિ સફાઈ આપતા બોલી "હું થાકેલી હતી અને બસ ખાલી હતી મને નીંદર આવી ગઈ એટલે રસ્તો, ગામ, શહેર , મેં કાંઈ જોયુ નહીં. કેમ તારાથી ક્યારેય ભૂલ નથી થતી? "
"હોય કંઇ હું તો જાણી જોઈને ભુલ કરવાવાળો માણસ છું આવી ભૂલ થાય ત્યારે જ નવા ગામ, નવા શહેર, નવા લોકો ,નવા રસ્તાઓ એક નવો અનુભવ મને તો આ બધું રોમાંચક લાગે છે . મારો હેતુ તમારી મજાક કરવાનો નહોતો . કોઈની સાથે આવું પણ થઈ શકે એ વાતથી હસુ આવી ગયું સોરી..." અમિત સમજી ગયો નીતાને ખોટું લાગ્યું છે.એ બેગ માંથી પાણીની બોટલ કાઢી પીવા લાગ્યો અને એણે નીતાને પણ ઓફર કરી નીતા ખૂબ તરસી હતી તરત બોટલ લઈ લીધી અને ઘટાઘટ અડધી બોટલ પાણી પી ગઈ. " થેન્ક્સ " નીતાએ આભાર માન્યો. અમિતે હલકી સ્માઈલ આપી અને સમજી ગયો નીતા ભુખી અને તરસી હતી. બંને થોડીવાર સુધી મૌન રહ્યા.
ઠંડી વધી રહી હતી નીતા અદપ વાડી ને બેઠી હતી." ઠંડી વધારે છે તમે કોઈ સ્વેટર કે શાલ ઓઢી લો નહીં તો બીમાર પડશો" અમિત ચિંતા કરતા બોલ્યો.
" હું કાંઈ જ લાવી નથી .મને અંદાજો નહોતો આવું કંઈ થશે .રાતના પહોંચીશ ને હોટેલમાં રોકાઈ જઈશ અને સવારે દર્શન કરી પાછી આવીશ એટલે બેગમાં ખાલી એક જોડી કપડાં સિવાય બીજું કાંઈ નથી." નીતા બધુ જણાવતા બોલી.
"અરે બાપ રે ...તમે તમારા ઘરવાળાઓને જાણકારી આપી ? એ લોકો કોઈ તમને લેવા આવી રહ્યા છે ?"અમિતે જે સવાલ કર્યો એનું શું જવાબ આપું નીતા ને કાંઈ સમજાયું નહીં .
" ના મેં એ લોકોને કંઈ જણાવ્યું નથી એ લોકો ચિંતા કરશે અને સવારે તો બસ પકડી હું ઘરે પહોંચી જઈશ અને પછી બધું જણાવીશ" નીતા અટકી અટકીને બોલી.
"મારા હિસાબે આ બરાબર નથી. તમારે એમને જાણ કરવી જોઈએ .એની વે તમારી મરજી તમને જોઈએ તો ઓઢવા માટે શાલ આપુ મારી બેગમા છે" એટલું કહી અમિતે બેગ ખોલી અને શાલ કાઠી નીતાને આપી નીતા એ જરા પણ આનાકાની કર્યા વગર શાલ લઇ ઓઢી લીધી.
નીતાએ હલકી સ્માઈલ સાથે અમિત નો આભાર માન્યો. બંને શાંતિથી બેઠા રહ્યા બોલવા માટે કાંઈ હતું નહીં ત્યાં ચુપકી તોડતા અમિત ખચકાતા બોલ્યો "હું જરા હલકો થઈ આવું i mean washroom"
અમિત બેગ માંથી એક ટોર્ચ લઈ દૂર એસટી સ્ટેન્ડની પાછળ ગયો. નીતાને કંઈક ઠીક નહોતું લાગતું એટલે એણે અમિતની બેગ તપાસી અને એમાં એણે એક મોટુ ચાકુ જોયું અને એના હૃદયની ધડકન તેજ થઇ ગઈ.

ક્રમશ: